30-09-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સ્વયં ની બેટરી ચાર્જ કરવાનો વિચાર કરો , સ્વયં નો સમય પરચિંતન માં વેસ્ટ ( વ્યર્થ ) નહીં કરો , અપની ઘોટ તો નશા ચઢે”

પ્રશ્ન :-
જ્ઞાન એક સેકન્ડ નું હોવા છતાં પણ બાપ ને આટલું વિસ્તાર માં સમજાવવાની કે આટલો સમય આપવાની આવશ્યકતા શા માટે?

ઉત્તર :-
કારણ કે જ્ઞાન આપ્યા પછી બાળકો માં સુધાર થયો છે કે નહીં, આ પણ બાપ જુએ છે અને પછી સુધારવા માટે જ્ઞાન આપતા જ રહે છે. આખા બીજ અને ઝાડ નું જ્ઞાન આપે છે, જેના કારણે એમને જ્ઞાનસાગર કહેવાય છે. જો એક સેકન્ડ નો મંત્ર આપીને ચાલ્યા જાય તો જ્ઞાનસાગર નું ટાઈટલ પણ ન મળે.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે. ભક્તિમાર્ગ માં પરમપિતા પરમાત્મા શિવ ને અહીં જ પૂજે છે. ભલે બુદ્ધિમાં છે કે એ આવીને ગયા છે. જ્યાં પણ લિંગ જુએ છે તો એમની પૂજા કરે છે. આ તો સમજે છે શિવ પરમધામ માં રહેવા વાળા છે, આવીને ગયા છે, એટલે એમની યાદગાર બનાવીને પૂજે છે. જે સમયે યાદ કરાય છે તો બુદ્ધિ માં જરુર આવે છે કે નિરાકાર છે, જે પરમધામ માં રહેવા વાળા છે, એમને શિવ કહી પૂજે છે. મંદિર માં જઈને માથું નમાવે છે, એમનાં પર દૂધ, ફળ, ફૂલ, જળ વગેરે ચઢાવે છે. પરંતુ તે તો જડ છે. જડ ની ભક્તિ જ કરે છે. હમણાં તમે જાણો છો - એ છે ચૈતન્ય, એમનું નિવાસ સ્થાન પરમધામ છે. તે લોકો જ્યારે પૂજા કરે છે તો બુદ્ધિમાં રહે છે કે પરમધામ નિવાસી છે, આવીને ગયા છે ત્યારે આ ચિત્ર બનાવાયા છે, જેમની પૂજા કરાય છે. એ ચિત્ર કોઈ શિવ નથી, એમની પ્રતિમા છે. એવી રીતે જ દેવતાઓને પણ પૂજે છે, જડ ચિત્ર છે, ચૈતન્ય નથી. પરંતુ એ ચૈતન્ય જે હતાં, તે ક્યાં ગયા, એ નથી સમજતાં. જરુર પુનર્જન્મ લઈ નીચે આવ્યા હશે. હમણાં આપ બાળકો ને જ્ઞાન મળી રહ્યું છે. સમજો છો જે પણ પૂજ્ય દેવતા હતાં તે પુનર્જન્મ લેતા આવ્યા છે. આત્મા તે જ છે, આત્માનું નામ નથી બદલાતું. બાકી શરીર નું નામ બદલાય છે. એ આત્મા કોઈ ન કોઈ શરીર માં છે. પુનર્જન્મ તો લેવાનો જ છે. તમે પૂજો છો એમને, જે પહેલાં-પહેલાં શરીર વાળા હતાં (સતયુગી લક્ષ્મી-નારાયણ ને પૂજો છો) આ સમયે તમારો વિચાર ચાલે છે, જે નોલેજ બાપ આપે છે. તમે સમજો છો કે જે ચિત્ર ની પૂજા કરાય છે તે પહેલાં નંબરવાળા છે. આ લક્ષ્મી-નારાયણ ચૈતન્ય હતાં. અહીં જ ભારત માં હતાં, હમણાં નથી. મનુષ્ય એ નથી સમજતા કે તે પુનર્જન્મ લેતાં-લેતાં ભિન્ન નામ-રુપ લેતા ૮૪ જન્મો નો પાર્ટ ભજવતા રહે છે. આ કોઈને વિચાર પણ નથી આવતો. સતયુગ માં હતાં તો જરુર, પરંતુ હમણાં નથી. આ પણ કોઈને સમજાતું નથી. હવે તમે જાણો છો - ડ્રામા નાં પ્લાન અનુસાર ફરી ચૈતન્ય માં આવશે જરુર. મનુષ્યો ની બુદ્ધિમાં એ ખ્યાલ જ નથી આવતો. બાકી એટલું જરુર સમજે છે કે એ હતાં. હવે તેમનાં જડ ચિત્ર છે, પરંતુ તે ચૈતન્ય ક્યાં ચાલ્યા ગયા-એ કોઈની બુદ્ધિમાં નથી આવતું. મનુષ્ય તો ૮૪ લાખ પુનર્જન્મ કહી દે છે, આ પણ આપ બાળકો ને ખબર પડી છે ૮૪ જન્મ જ લે છે, ન કે ૮૪ લાખ. હવે રામચંદ્ર ની પૂજા કરે છે, તેમને એ પણ ખબર નથી કે રામ ક્યાં ગયાં? તમે જાણો છો કે શ્રીરામ નો આત્મા તો જરુર પુનર્જન્મ લેતો રહેતો હશે. અહીં પરીક્ષા માં નાપાસ થાય છે. પરંતુ કોઈ ન કોઈ રુપ માં હશે તો જરુર ને? અહીં જ પુરુષાર્થ કરતા રહે છે. એટલું નામ પ્રસિદ્ધ છે રામ નું, તો જરુર આવશે, એમને નોલેજ લેવી પડશે. હમણાં કંઈ ખબર નથી પડતી, તો એ વાત ને છોડી દેવી પડે છે. આ વાતો માં જવાથી પણ ટાઈમ વેસ્ટ થાય છે, એના કરતાં તો કેમ નહીં પોતાનો સમય સફળ કરીએ. સ્વયં ની ઉન્નતિ માટે બેટરી ચાર્જ કરીએ. બીજી વાતો નું ચિંતન તો પરચિંતન થઈ ગયું. હમણાં તો સ્વયં નું ચિંતન કરવાનું છે. આપણે બાપ ને યાદ કરીએ. તે પણ જરુર ભણતા હશે. પોતાની બેટરી ચાર્જ કરતા હશે. પરંતુ તમારે પોતાની કરવાની છે. કહેવાય છે - અપની ઘોટ તો નશા ચઢે.

બાપે કહ્યું છે - જ્યારે તમે સતોપ્રધાન હતાં તો તમારું ખૂબ ઊંચું પદ હતું. હવે ફરી પુરુષાર્થ કરો, મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. મંઝિલ છે ને? આ ચિંતન કરતા-કરતા સતોપ્રધાન બનશો. નારાયણ નું જ સિમરણ કરવાથી આપણે નારાયણ બનીશું. અંતકાલ મેં જો નારાયણ સિમરે… તમારે બાપ ને યાદ કરવાના છે, જેનાથી પાપ કપાય. પછી નારાયણ બનાય. આ નર થી નારાયણ બનવાની સૌથી ઊંચી યુક્તિ છે. એક નારાયણ તો નહીં બનશે ને? આ તો આખી ડિનાયસ્ટી (રાજધાની) બને છે. બાપ સૌથી ઊંચો પુરુષાર્થ કરાવશે. આ છે જ રાજયોગ ની નોલેજ, તે પણ આખા વિશ્વ નાં માલિક બનવાનું છે. જેટલો પુરુષાર્થ કરશો એટલો જરુર ફાયદો છે. એક તો સ્વયં ને આત્મા જરુર નિશ્ચય કરો. કોઈ-કોઈ લખે પણ એવું છે-ફલાણો આત્મા તમને યાદ કરે છે. આત્મા શરીર દ્વારા લખે છે. આત્મા નું કનેક્શન છે શિવબાબા ની સાથે. હું આત્મા ફલાણા શરીર નાં નામ-રુપ વાળો છું. એ તો જરુર બતાવવું પડે ને? કારણ કે આત્મા નાં શરીર પર જ ભિન્ન-ભિન્ન નામ પડે છે. હું આત્મા તમારું બાળક છું, મુજ આત્મા નાં શરીર નું નામ ફલાણું છે. આત્મા નું નામ તો ક્યારેય બદલાતું નથી. હું આત્મા ફલાણા શરીર વાળો છું. શરીર નું નામ તો જરુર જોઈએ, નહીં તો કારોબાર ચાલી ન શકે. અહીં બાપ કહે છે હું પણ આ બ્રહ્મા નાં તન માં આવું છું ટેમ્પરરી (થોડા સમય માટે), આમનાં આત્મા ને પણ સમજાવે છે હું આ શરીર થી તમને ભણાવવા આવ્યો છું. આ મારું શરીર નથી. મેં આમના માં પ્રવેશ કર્યો છે. પછી ચાલ્યા જશે પોતાનાં ધામ. હું આવ્યો જ છું આપ બાળકો ને આ મંત્ર આપવાં. એવું નથી કે મંત્ર આપીને ચાલ્યો જાઉં છું. ના, બાળકોને જોવા પણ પડે છે કે ક્યાં સુધી સુધાર થયો છે? પછી સુધારવાની શિક્ષા આપતા રહે છે. સેકન્ડ માં જ્ઞાન આપીને ચાલ્યા જાય તો પછી જ્ઞાન નાં સાગર પણ ન કહેવાય. કેટલો સમય થયો છે, તમને સમજાવતા જ રહે છે. ઝાડ ની, ભક્તિમાર્ગ ની બધી વાતો સમજવાનો વિસ્તાર છે. વિસ્તાર માં સમજાવે છે. હોલસેલ એટલે મનમનાભવ. પરંતુ એવું કહીને ચાલ્યા તો નહીં જશે. પાલના (દેખ-રેખ) પણ કરવી પડે. ઘણાં બાળકો બાપ ને યાદ કરતાં-કરતાં પછી ગુમ થઈ જાય છે. ફલાણો આત્મા જેનું નામ ફલાણું હતું, ખૂબ સારું ભણતા હતાં-સ્મૃતિ તો આવશે ને? જૂનાં-જૂનાં બાળકો કેટલાં સારા હતાં? એમને માયાએ હપ કરી લીધાં. શરુ માં કેટલાં આવ્યાં? ફટ થી આવીને બાપ નો ખોળો લીધો (બાપનાં બન્યાં). ભઠ્ઠી બની. એમાં બધાએ પોતાનું ભાગ્ય અજમાવ્યું પછી ભાગ્ય અજમાવતાં-અજમાવતાં માયાએ એકદમ ઉડાવી દીધાં. રહી ન શક્યાં. ફરી ૫ હજાર વર્ષ પછી પણ આવું જ થશે. કેટલાં ચાલ્યા ગયા, અડધું ઝાડ તો જરુર ગયું. ભલે ઝાડ ની વૃદ્ધિ થઈ છે પરંતુ જૂનાં ચાલ્યા ગયા, સમજી શકાય છે-એમાંથી કોઈ ફરી જરુર આવશે ભણવાં. સ્મૃતિ આવશે કે અમે બાપ પાસે ભણતા હતાં અને બીજા બધાં હજી સુધી પણ ભણતા રહે છે. અમે હાર ખાધી. ફરી મેદાન માં આવશે. બાબા આવવા દેશે, પછી પણ ભલે આવીને પુરુષાર્થ કરે. કંઈ ને કંઈ સારું પદ મળી જશે.

બાપ સ્મૃતિ અપાવે છે-મીઠાં-મીઠાં બાળકો, મામેકમ્ યાદ કરો તો પાપ કપાઈ જશે. હવે કેવી રીતે યાદ કરો છો, શું એ સમજો છો કે બાબા પરમધામ માં છે? ના. બાબા તો અહીં રથ માં બેઠાં છે. આ રથ ની બધાને ખબર પડતી જાય છે. આ છે ભાગ્યશાળી રથ. આમનામાં આવેલા છે. ભક્તિમાર્ગ માં હતાં તો એમને પરમધામ માં યાદ કરતા હતાં પરંતુ એ નહોતાં જાણતા કે યાદ થી શું થશે? હમણાં આપ બાળકો ને બાપ સ્વયં આ રથ માં બેસીને શ્રીમત આપે છે, એટલા માટે આપ બાળકો સમજો છો બાબા અહીં આ મૃત્યુલોક માં પુરુષોત્તમ સંગમયુગ પર છે. તમે જાણો છો, આપણે બ્રહ્મા ને યાદ નથી કરવાનાં. બાપ કહે છે મામેકમ્ યાદ કરો, હું રથ માં રહીને તમને આ નોલેજ આપી રહ્યો છું. સ્વયં ની પણ ઓળખાણ આપું છું, હું અહીંયા છું. પહેલાં તો તમે સમજતા હતાં પરમધામ માં રહેવાવાળા છે. આવીને ગયા છે પરંતુ ક્યારે? એ ખબર નહોતી. આવીને તો બધાં ગયા છે ને? જેમના પણ ચિત્ર છે, હમણાં એ ક્યાં છે? તે કોઈને ખબર નથી. જે જાય છે તે પછી પોતાનાં સમય પર આવે છે. ભિન્ન-ભિન્ન પાર્ટ ભજવતા રહે છે. સ્વર્ગ માં તો કોઈ જતું નથી. બાપે સમજાવ્યું છે સ્વર્ગ માં જવા માટે તો પુરુષાર્થ કરવાનો હોય છે અને જૂની દુનિયાનો અંત, નવી દુનિયાની આદિ જોઈએ, જેને પુરુષોત્તમ સંગમયુગ કહેવાય છે. આ જ્ઞાન હમણાં તમને છે. મનુષ્ય કંઈ નથી જાણતાં. સમજે પણ છે શરીર બળી જાય છે, બાકી આત્મા ચાલ્યો જાય છે. હમણાં કળિયુગ છે તો જરુર જન્મ કળિયુગ માં જ લેશે. સતયુગ માં હતાં તો જન્મ પણ સતયુગ માં લેતા હતાં. આ પણ જાણો છો આત્માઓ નો બધો સ્ટોક (જથ્થો) નિરાકારી દુનિયા માં હોય છે. આ તો બુદ્ધિ માં બેઠું છે ને? પછી ત્યાંથી આવે છે, અહીં શરીર ધારણ કરી જીવ આત્મા બની જાય છે. બધાએ અહીં આવીને જીવ આત્મા બનવાનું છે. પછી નંબરવાર પાછા જવાનું છે. બધાને તો નહીં લઈ જશે, નહીં તો પ્રલય થઈ જાય. દેખાડે છે કે પ્રલય થઈ ગયો, પરિણામ કાંઈ નથી બતાવતાં. તમે તો જાણો છો આ દુનિયા ક્યારેય ખાલી ન થઈ શકે. ગાયન છે રામ ગયો, રાવણ ગયો, જેનો ખૂબ પરિવાર છે. આખી દુનિયામાં રાવણ સંપ્રદાય છે ને? રામ સંપ્રદાય તો ખૂબ થોડો છે. રામ નો સંપ્રદાય છે જ સતયુગ-ત્રેતા માં. ખૂબ ફરક રહે છે. પછી થી બીજી ડાળીઓ નીકળે છે. હવે તમે બીજ અને ઝાડ ને પણ જાણો છો. બાપ બધું જ જાણે છે, ત્યારે તો સંભળાવતા રહે છે એટલે એમને જ્ઞાનસાગર કહેવાય છે, એક જ વાત જો હોત તો પછી કોઈ શાસ્ત્ર વગેરે પણ બની ન શકે. ઝાડ નો વિસ્તાર પણ સમજાવતા રહે છે. મૂળ વાત નંબરવન વિષય છે બાપ ને યાદ કરવાં. એમાં જ મહેનત છે. આનાં પર જ બધો આધાર છે. બાકી ઝાડ ને તો તમે જાણી ગયા છો. દુનિયામાં આ વાતો ને કોઈપણ નથી જાણતાં. તમે બધાં ધર્મ વાળા ની તિથિ-તારીખ વગેરે બધું બતાવો છો. અડધાકલ્પ માં આ બધાં આવી જાય છે. બાકી છે સૂર્યવંશી અને ચંદ્રવંશી. એમના માટે વધારે યુગ તો નહીં હશે ને? છે જ બે યુગ. ત્યાં મનુષ્ય પણ થોડા છે. ૮૪ લાખ જન્મ તો હોઈ પણ ન શકે. મનુષ્ય સમજ ની બહાર થઈ જાય છે એટલે પછી બાપ આવીને સમજ આપે છે. બાપ જે રચયિતા છે, એ જ રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ આપે છે. ભારતવાસી તો બિલકુલ કંઈ નથી જાણતાં. બધાને પૂજતા રહે છે, મુસલમાનો ને, પારસી વગેરે ને, જે આવ્યા એમને પૂજવા લાગી જાય છે કારણ કે પોતાનાં ધર્મ અને ધર્મ-સ્થાપક ને ભૂલી ગયા છે. બીજા તો બધાં પોત-પોતાનાં ધર્મ ને જાણે છે, બધાને ખબર છે ફલાણો ધર્મ ક્યારે, કોણે સ્થાપન કર્યો? બાકી સતયુગ-ત્રેતા ની હિસ્ટ્રી-જોગ્રોફી ની કોઈ ને પણ ખબર નથી. ચિત્ર પણ જુએ છે શિવબાબા નું આ રુપ છે. એ જ ઊંચા માં ઊંચા બાપ છે. તો યાદ પણ એમને કરવાનાં છે. અહીં પછી સૌથી વધારે પૂજા કરે છે કૃષ્ણ ની કારણ કે નેક્સ્ટ (ભગવાનની પછી) છે ને? પ્રેમ પણ એમને કરે છે, તો ગીતા નાં ભગવાન પણ એમને સમજી લીધાં છે. સંભળાવવા વાળા જોઈએ ત્યારે તો એમની પાસે થી વારસો મળે. બાપ જ સંભળાવે છે નવી દુનિયા ની સ્થાપના અને જુની દુનિયા નો વિનાશ કરવા વાળા બીજા કોઈ હોઈ ન શકે એક બાપ સિવાય. બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ, વિષ્ણુ દ્વારા પાલના - આ પણ લખે છે. અહીં માટે જ છે. પરંતુ સમજ કંઈ પણ નથી.

તમે જાણો છો એ છે નિરાકારી સૃષ્ટિ. આ છે સાકારી સૃષ્ટિ. સૃષ્ટિ તો આ જ છે, અહીં જ રામરાજ્ય અને રાવણ રાજ્ય હોય છે. મહિમા બધી અહીં ની છે. બાકી સૂક્ષ્મવતન નો ફક્ત સાક્ષાત્કાર થાય છે. મૂળવતન માં તો આત્માઓ રહે છે પછી અહીં આવીને પાર્ટ ભજવે છે. બાકી સૂક્ષ્મવતન માં શું છે? આ ચિત્ર બનાવી દીધું છે, જેના પર બાપ સમજાવે છે. આપ બાળકોએ આવાં સૂક્ષ્મવતન વાસી ફરિશ્તા બનવાનું છે. ફરિશ્તા હાડ-માંસ વગર નાં હોય છે. કહે છે ને - દધીચિ ઋષિએ હાડકાઓ પણ આપી દીધાં. બાકી શંકર નું ગાયન તો ક્યાંય નથી. બ્રહ્મા-વિષ્ણુ નું મંદિર છે. શંકર નું કંઈ નથી. તો એમને લગાવી દીધાં છે વિનાશ માટે. બાકી આમ કોઈ આંખ ખોલવાથી વિનાશ કરતા નથી. દેવતાઓ પછી હિંસાનું કામ કેવી રીતે કરે? નથી તે કરતાં, નથી શિવબાબા એવું માર્ગદર્શન આપતાં. માર્ગદર્શન આપવા વાળા પર પણ આવી જાય ને? કહેવા વાળા જ ફસાઈ જાય છે. તે તો શિવ-શંકર ને જ ભેગા કરી દે છે. હવે બાપ પણ કહે છે મને યાદ કરો, મામેકમ્ યાદ કરો. એવું તો નથી કહેતાં શિવ-શંકર ને યાદ કરો. પતિત-પાવન એક ને જ કહે છે. ભગવાન અર્થ સહિત સમજાવે છે, આ કોઈ જાણતા નથી તો ચિત્ર જોઈને મુંઝાઈ જાય છે. અર્થ તો જરુર બતાવવો પડે ને? સમજવામાં સમય લાગે છે. કોટો માં કોઈ વિરલા નીકળે છે. હું જે છું, જેવો છું, કોટો માં કોઈ જ મને ઓળખી શકે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ વાત નાં ચિંતન માં પોતાનો સમય નથી ગુમાવવાનો. પોતાની મસ્તી માં રહેવાનું છે. સ્વયં નાં પ્રત્યે ચિંતન કરી આત્મા ને સતોપ્રધાન બનાવવાનો છે.

2. નર થી નારાયણ બનવા માટે અંતકાળ માં એક બાપ ની જ યાદ રહે. આ સૌથી ઊંચી યુક્તિ ને સામે રાખીને પુરુષાર્થ કરવાનો છે-હું આત્મા છું. આ શરીર ને ભૂલી જવાનું છે.

વરદાન :-
દાતા ની દેન ને સ્મૃતિ માં રાખી સર્વ લગાવો થી મુક્ત રહેવા વાળા , આકર્ષણ મુક્ત ભવ

ઘણાં બાળકો કહે છે કે આમની સાથે મારો કોઈ લગાવ નથી, પરંતુ એમનો આ ગુણ ખૂબ સારો છે અથવા એમનામાં સેવાની વિશેષતા ખૂબ છે. પરંતુ કોઈ વ્યક્તિ કે વૈભવ તરફ વારંવાર સંકલ્પ જવા પણ આકર્ષણ છે. કોઈની પણ વિશેષતા ને જોતા, ગુણો ને કે સેવા ને જોતા દાતા ને ન ભૂલો. આ દાતા ની દેન છે-આ સ્મૃતિ લગાવો થી મુક્ત, આકર્ષણમુક્ત બનાવી દેશે. કોઈ નાં પર પણ પ્રભાવિત નહીં થશો.

સ્લોગન :-
એવાં રુહાની સોશિયલ વર્કર બનો જે ભટકતા આત્મા ને ઠેકાણું આપી દો, ભગવાન સાથે મિલાવી દો.