30-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
હવે ખુબ - ખુબ સાધારણ રહેવાનું છે , ફેશનવાળા ઉંચા ( મોંઘા ) કપડા પહેરવાથી પણ દેહ
- અભિમાન આવે છે”
પ્રશ્ન :-
તકદીર માં ઉંચુ પદ નથી તો કઈ વાત માં બાળકો સુસ્તી કરે છે?
ઉત્તર :-
બાબા કહે - બાળકો, પોતાનો સુધાર કરવા માટે ચાર્ટ રાખો. યાદ નો ચાર્ટ રાખવામાં ખુબ
ફાયદો છે. નોટબુક સદા હાથ માં હોય. ચેક કરો કેટલો સમય બાપ ને યાદ કર્યા? અમારું
રજીસ્ટર કેવું છે? દેવી કેરેક્ટર (ચરિત્ર) છે? કર્મ કરતા બાબાની યાદ રહે છે? યાદ થી
જ કાટ ઉતરશે, ઉંચ તકદીર બનશે.
ગીત :-
ભોલેનાથ સે
નિરાલા…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
બાળકો પાસે આ લક્ષ્મી-નારાયણ નું ચિત્ર ઘર માં જરુર હોવું જોઈએ. આમને (લક્ષ્મી-નારાયણને)
જોઈ ખુબ ખુશી થવી જોઈએ કારણકે તમારું આ છે ભણતર નું લક્ષ-હેતુ. તમે જાણો છો આપણે
સ્ટુડન્ટ છીએ અને ઈશ્વર ભણાવે છે. ઈશ્વરીય સ્ટુડન્ટ કે વિદ્યાર્થી છીએ, આપણે આ ભણીએ
છીએ. બધાનાં માટે આ એક જ ઉદ્દેશ્ય છે. આમને જોઈને ખુબ ખુશી થવી જોઈએ. ગીત પણ બાળકોએ
સાંભળ્યું. ખુબ ભોળાનાથ છે. કોઈ-કોઈ શંકર ને ભોળાનાથ સમજે છે પછી શિવ અને શંકર ને
મળાવી દે છે. હવે તમે જાણો છો કે શિવ ઊંચે થી ઊંચા ભગવાન અને શંકર દેવતા પછી બંને
એક કેવી રીતે હોઈ શકે છે? આ પણ ગીત માં સાંભળ્યું કે ભક્તો ની રક્ષા કરવા વાળા, તો
જરુર ભક્તો પર કોઈ આપદાઓ છે. ૫ વિકારોની આપદાઓ બધાનાં ઉપર છે. ભગત પણ બધાં છે.
જ્ઞાની કોઈને નથી કહી શકાતું. જ્ઞાન અને ભક્તિ બિલકુલ અલગ ચીજ છે. જેમ શિવ અને શંકર
અલગ છે. જ્યારે જ્ઞાન મળે છે તો પછી ભક્તિ નથી રહેતી. તમે સુખધામ નાં માલિક બનો છો.
અડધાકલ્પ માટે સદ્દગતિ મળી જાય છે. એક જ ઇશારા થી તમે અડધાકલ્પ નો વારસો મેળવી લો
છો. જુઓ છો ભક્તોની ઉપર કેટલી તકલીફ છે. જ્ઞાન થી તમે દેવતા બની જાઓ છો પછી જ્યારે
ભક્તો પર ભીડ આવે છે અર્થાત્ દુઃખ આવે છે ત્યારે બાપ આવે છે. બાપ સમજાવે છે ડ્રામા
અનુસાર જે પાસ્ટ (ભૂતકાળ) થયું તે ફરી રિપીટ (પુનરાવૃત્તિ) થવાનું છે. પછી ભક્તિ શરું
થાય છે તો વામમાર્ગ શરું થાય છે અર્થાત્ પતિત બનવાનો માર્ગ. તેમાં પણ નંબરવન છે કામ,
જેનાં માટે જ કહેવાય છે કામ પર જીત મેળવવાથી તમે જગતજીત બનશો. તેઓ કોઈ જીત થોડી
મેળવે છે. રાવણરાજ્ય માં વિકાર વગર તો કોઈ નાં પણ શરીર નો જન્મ નથી થતો, સતયુગ માં
રાવણરાજ્ય હોતું નથી. ત્યાં પણ જો રાવણ હોત તો બાકી ભગવાને રામરાજ્ય સ્થાપન કરીને
શું કર્યું? બાપ ને કેટલી ફિકર રહે છે. અમારા બાળકો સુખી રહે. ધન ભેગું કરીને
બાળકોને આપી દે છે કે સુખી રહે. પરંતુ અહીંયા તો એવું થઇ ન શકે. આ છે જ દુઃખ ની
દુનિયા. આ બેહદનાં બાપ કહે છે તમે ત્યાં જન્મ-જન્માંતર સુખ ભોગવતાં આવશો. અથાહ ધન
મળી જાય છે, ૨૧ જન્મ ત્યાં કોઈ દુઃખ નથી હોતું. દેવાળું નહીં મારશો. આ વાતો બુદ્ધિમાં
ધારણ કરી આંતરિક ખુબ ખુશી રહેવી જોઈએ. તમારું જ્ઞાન અને યોગ બધું ગુપ્ત છે. સ્થૂળ
હથિયાર વગેરે કંઈ પણ નથી. બાપ સમજાવે છે આ છે જ્ઞાન-તલવાર. તેમણે પછી સ્થૂળ હથિયાર
નિશાનીઓ દેવીઓને આપી દીધી છે. શાસ્ત્ર વગેરે જે વાંચે છે તે લોકો ક્યારેય એવું નહીં
કહેશે કે આ જ્ઞાન તલવાર છે, આ જ્ઞાન ખડગ છે. આ બેહદનાં બાપ જ બેસી સમજાવે છે. તેઓ
સમજે છે શક્તિ સેનાએ જીત પામી છે તો જરુર કોઈ હથિયાર હશે. બાપ આવીને આ બધી ભૂલો
બતાવે છે. આ તમારી વાતો ખુબ અસંખ્ય મનુષ્ય સાંભળશે. વિદ્વાન વગેરે પણ એક દિવસ આવશે.
બેહદનાં બાપ છે ને? આપ બાળકોનું શ્રીમત પર ચાલવામાં જ કલ્યાણ છે ત્યારે દેહ-અભિમાન
તૂટશે, એટલે સાહૂકાર લોકો આવતા નથી. બાપ કહે છે દેહ અહંકાર ને છોડો. સારા કપડાં
વગેરે નો પણ નશો રહે છે. તમે હમણાં વનવાહ માં છો ને? હવે જાઓ છો સસુર ઘર. ત્યાં તમને
ખુબ દાગીના પહેરાવશે. અહીંયા ઊંચા કપડાં નથી પહેરવાનાં. બાપ કહે છે બિલકુલ સાધારણ
રહેવાનું છે. જેવું કર્મ હું કરું છું, બાળકોએ પણ સાધારણ રહેવાનું છે. નહીં તો દેહ
નું અભિમાન આવી જાય છે. તે બધું ખુબ નુકસાન કરી દે છે. તમે જાણો છો આપણે સસુર ઘર
જઈએ છીએ. ત્યાં આપણને ખુબ દાગીના મળશે. અહીંયા તમારે દાગીના વગેરે નથી પહેરવાનાં.
આજકાલ ચોરી વગેરે કેટલી થાય છે. રસ્તા માં જ ડાકું લૂંટી લે છે. દિવસ-પ્રતિદિવસ આ
હંગામા વધારે વધતાં જશે એટલે બાપ કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો. દેહ-અભિમાન
માં આવવાથી બાપ ને ભૂલી જશો. આ મહેનત હમણાં જ મળે છે. પછી ક્યારેય ભક્તિમાર્ગ માં આ
મહેનત નથી મળતી.
હમણાં તમે સંગમ પર
છો. તમે જાણો છો બાપ આવે જ છે પુરુષોત્તમ સંગમયુગ પર. લડાઈ પણ જરુર થશે. એટોમિક (અણુ)
બૉમ્બ્સ વગેરે ખુબ બનાવતાં રહે છે. કેટલું પણ માથું મારો કે આ બંધ થઈ જાય પરંતુ એવું
થઇ નથી શકતું. ડ્રામા માં નોંધ છે. સમજાવવાથી પણ સમજશે નહીં. મોત થવાનું જ છે તો
બંધ કેવી રીતે થશે. સમજે પણ છે તો પણ બંધ નહીં કરશે. ડ્રામા માં નોંધ છે. યાદવો અને
કૌરવો ને ખલાસ થવાનું જ છે. યાદવ છે યુરોપવાસી. તેમનો છે સાયન્સ (વિજ્ઞાન નો) ઘમંડ,
જેનાથી વિનાશ થાય છે. પછી જીત થાય છે સાઈલેન્સ (શાંતિ નાં) ઘમંડ ની. તમારે શાંતિ
ઘમંડ માં રહેવાનું (શાંત સ્વરુપ રહેવાનું) શીખવાડાય છે. બાપ ને યાદ કરો - ડેડ
સાઈલેન્સ. આપણે આત્મા શરીર થી ન્યારા છીએ. શરીર છોડવાનાં માટે જેવી રીતે આપણે
પુરુષાર્થ કરીએ છીએ, એવી રીતે ક્યારેય કોઈ શરીર છોડવાનાં માટે પુરુષાર્થ કરે છે
શું? આખી દુનિયા શોધી ને આવો - કોઈ છે જે બોલે-હે આત્મા હવે તારે શરીર છોડી જવાનું
છે. પવિત્ર બનો. નહીં તો પછી સજા ખાવી પડશે. સજા કોણ ખાય છે? આત્મા. તે સમયે
સાક્ષાત્કાર થાય છે. તમે આ-આ પાપ કર્યા છે, ખાઓ સજા. તે સમયે ફીલ (અનુભવ) થાય છે.
જેમ જન્મ-જન્માંતર ની સજા મળે છે. આટલું દુઃખ ભોગવવાનું, બાકી સુખ નું બેલેન્સ શું
રહ્યું? બાપ કહે છે - હવે કોઈ પાપ કર્મ નહીં કરો. પોતાનું રજીસ્ટર રાખો. દરેક સ્કૂલ
માં ચાલ-ચલન નું રજીસ્ટર રાખે છે ને? એજ્યુકેશન મિનિસ્ટર પણ કહેશે ભારત નું
કેરેક્ટર (ચરિત્ર) ઠીક નથી. બોલો, અમે આ (લક્ષ્મી-નારાયણ જેવું) કેરેક્ટર બનાવીએ
છીએ. આ લક્ષ્મી-નારાયણ નું ચિત્ર તો સદા સાથે હોવું જોઈએ. આ છે લક્ષ્ય-હેતુ. આપણે
એવાં બનીએ છીએ. આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની આપણે સ્થાપના કરી રહ્યાં છીએ શ્રીમત
પર. અહીંયા ચાલ-ચલન ને સુધારાય છે. તમારી અહીંયા કચેરી પણ થાય છે. બધાં સેવાકેન્દ્રો
પર બાળકોએ કચેરી કરવી જોઈએ. રોજ બોલો ચાર્ટ રાખો તો સુધારો થશે. કોઈની તકદીર માં નથી
તો પછી સુસ્તી કરી લે છે. ચાર્ટ રાખવો ખુબ સારું છે.
તમે જાણો છો આપણે આ
૮૪ નાં ચક્ર ને જાણવાથી જ ચક્રવર્તી રાજા બની જઈએ છીએ. કેટલું સહજ છે અને પછી
પવિત્ર પણ બનવાનું છે. યાદની યાત્રા નો ચાર્ટ રાખો, આમાં તમને ખુબ જ ફાયદો છે.
નોટબુક નથી નીકાળતા તો સમજો-બાબા ને યાદ નથી કર્યા. નોટબુક સદા હાથ માં રાખો. પોતાનો
ચાર્ટ રાખો - કેટલો સમય બાપ ને યાદ કર્યા. યાદ વગર જંક (કાટ) ઉતરી ન શકે. કાટ ઉતારવા
માટે ચીજ ને ઘાસલેટ માં નાખે છે ને? કર્મ કરતાં પણ બાપ ને યાદ કરવાનાં છે તો
પુરુષાર્થ નું ફળ મળી જશે. મહેનત છે ને? એમ જ થોડી તાજ રાખી દેશે માથા પર! બાબા આટલું
ઉંચ પદ આપે છે, કંઇક તો મહેનત કરવાની છે. આમાં હાથ પગ વગેરે કાંઈ પણ નથી ચલાવવાનાં.
ભણતર તો બિલકુલ સહજ છે. બુદ્ધિમાં છે શિવબાબા થી બ્રહ્મા દ્વારા આપણે આ બની રહ્યાં
છીએ. ક્યાંય પણ જાઓ છો તો બેજ લગાડેલો રહે. બોલો, હકીકત માં કોટ ઓફ આર્મસ (કુળ ની
નિશાની) આ છે. સમજાવવાની ખુબ રોયલ્ટી જોઈએ. ખુબ મીઠાશ થી સમજાવવાનું છે. કોટ ઓફ
આર્મસ પર પણ સમજાવવાનું છે. પ્રીત બુદ્ધિ અને વિપરીત બુદ્ધિ કોને કહેવાય છે? તમે
બાપ ને જાણો છો? લૌકિક બાપ ને તો ગોડ નહીં કહેવાશે. એ બેહદનાં બાપ જ પતિત-પાવન, સુખ
નાં સાગર છે. એમનાથી જ સુખ ઘનેરા મળે છે. અજ્ઞાનકાળ માં સમજે છે મા-બાપ સુખ આપે છે.
સસુર ઘરે મોકલી દે છે. હવે તમારું છે બેહદ નું સસુરઘર. તે છે હદ નું. ત્યાં મા-બાપ
આપીને ૫-૭ લાખ, કરોડ આપશે. તમારું તો બાપે નામ રાખ્યું છે પદ્મા પદમપતિ બનવા વાળા
બાળકો. ત્યાં તો પૈસા ની વાત જ નથી. બધુંજ મળી જાય છે. ખુબ સારા-સારા મહેલ હોય છે.
જન્મ-જન્માંતર નાં માટે તમને મહેલ મળે છે. સુદામા નું ઉદાહરણ છે ને? ચોખા મુઠ્ઠી
સાંભળ્યું છે તો અહીંયા તે પણ લઈ આવે છે. હવે ચોખા સૂકા થોડી ખાઈશું. તો તેની સાથે
કંઈક મસાલા વગેરે પણ લઈ આવે છે. કેટલાં પ્રેમ થી લઈ આવે છે. બાબા તો આપણ ને
જન્મ-જન્માંતરનાં માટે આપશે એટલે કહેવાય છે દાતા. ભક્તિ માર્ગ માં તો તમે ઈશ્વર
અર્થ આપો છો તો અલ્પકાળ નાં માટે બીજા જન્મ માં મળી જાય છે. કોઇ ગરીબોને આપે છે,
કોલેજ બનાવે છે તો બીજા જન્મ માં વિદ્યા નું દાન મળે છે. ધર્મશાળા બનાવે છે તો મકાન
મળે છે કારણ કે ધર્મશાળા માં અનેક આવીને સુખ મેળવે છે. આ તો જન્મ-જન્માંતર ની વાત
છે. તમે જાણો છો - શિવબાબા ને જે આપીએ છીએ તે બધું આપણા જ કામ માં લગાવે છે. શિવબાબા
તો પોતાની પાસે રાખતા નથી. આમને પણ કહ્યું બધુંજ આપી દો તો વિશ્વ નાં માલિક બની જશો.
વિનાશ સાક્ષાત્કાર પણ કરાવ્યો, રાજાઈ નો સાક્ષાત્કાર પણ કરાવ્યો. બસ, નશો ચઢી ગયો.
બાબા મને વિશ્વ નાં માલિક બનાવે છે. ગીતા માં પણ છે અર્જુન ને સાક્ષાત્કાર કરાવ્યો.
મને યાદ કરો તો તમે આ બનશો. વિનાશ અને સ્થાપના નો સાક્ષાત્કાર કરાવ્યો. તો આમને પણ
શરું માં આ ખુશી નો પારો ચઢી ગયો. ડ્રામા માં આ પાર્ટ હતો. ભાગીરથ ને પણ કોઈ જાણે
થોડી છે? તો આપ બાળકોને આ મુખ્ય ઉદેશ્ય બુદ્ધિ માં રહેવો જોઈએ. આપણે આ બનીએ છીએ.
જેટલો પુરુષાર્થ કરશો એટલું ઉંચ પદ મેળવશો. ગવાય છે ફોલો ફાધર (બાપ નું અનુસરણ કરો).
આ સમય ની વાત છે. બેહદનાં બાપ કહે છે હું જે સલાહ આપું છું એનાં પર ફોલો કરો. આમણે
શું કર્યું તે પણ બતાવે છે. એમને સોદાગર, રત્નાગર, જાદુગર કહે છે ને? બાબાએ અચાનક જ
બધું છોડી દીધું. પહેલાં તે રત્નો નાં ઝવેરી હતાં, હવે અવિનાશી જ્ઞાન રત્નો નાં
ઝવેરી બન્યાં. નરક ને સ્વર્ગ બનાવવું કેટલું મોટું જાદુ છે! પછી સોદાગર પણ છે. બાળકો
ને કેટલો સારો સોદો આપે છે. કખપણું ચોખા મુઠ્ઠી લઈને મહેલ આપી દે છે. કેટલી સારી
કમાણી કરાવવા વાળા છે. ઝવેરાત નાં વ્યાપાર માં પણ એવું હોય છે. કોઈ અમેરિકન ગ્રાહક
આવે છે તો તેમની પાસે ૧૦૦ ની ચીજ નાં ૫૦૦, હજાર પણ લઈ લેશે. તેમનાથી તો ખુબ પૈસા લે
છે. તમારી પાસે તો સૌથી જૂની ચીજ છે પ્રાચીન યોગ.
તમને હવે ભોળાનાથ બાપ
મળ્યાં છે. કેટલાં ભોળા છે. તમને શું બનાવે છે. કખપણા નાં બદલે તમને ૨૧ જન્મ નાં
માટે શું બનાવી દે છે? મનુષ્યો ને કાંઈ પણ ખબર નથી. ક્યારેક કહેશે ભોળાનાથે આ આપ્યું,
ક્યારેક કહેશે અંબાએ આપ્યું, ગુરુએ આપ્યું. અહીં તો છે ભણતર. તમે ઈશ્વરીય પાઠશાળા
માં બેઠાં છો. ઈશ્વર પાઠશાળા કહેશું ગીતા ને. ગીતા માં છે ભગવાનુવાચ. પરંતુ આ પણ
કોઈને ખબર નથી કે ભગવાન કોને કહેવાય છે. કોઈ થી પણ પૂછો - પરમપિતા પરમાત્મા ને જાણો
છો? બાપ છે બાગવાન. તમને કાંટા થી ફૂલ બનાવી રહ્યાં છે. એમને ગાર્ડન ઓફ અલ્લાહ (ભગવાન
નો બગીચો) કહે છે. યુરોપિયન લોકો પણ કહે છે પેરેડાઇઝ (વૈકુંઠ). બરાબર ભારત પરિસ્તાન
હતું, હવે કબ્રિસ્તાન છે. હવે ફરી તમે પરિસ્તાન નાં માલિક બનો છો. બાપ આવીને સૂતેલાં
ને જગાડે છે. આ પણ તમે જાણો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. જે સ્વયં જાગી જાય છે તો
બીજાઓને પણ જગાડે છે. નથી જગાડતાં તો એટલે સ્વયં જાગેલાં નથી. તો બાપ સમજાવે છે આ
ગીતો વગેરે ની પણ ડ્રામા માં નોંધ છે. કોઈ ગીત ખુબ સરસ છે. જ્યારે તમે ઉદાસ થઈ જાઓ
છો તો આ ગીત વગાડો તો ખુશી માં આવી જશો. રાત કે રાહી થક મત જાના - આ પણ સારું છે.
હવે રાત પૂરી થાય છે. મનુષ્ય સમજે છે જેટલી ભક્તિ કરશું એટલાં ભગવાન જલ્દી મળશે.
હનુમાન વગેરે નો સાક્ષાત્કાર થયો તો સમજે છે ભગવાન મળ્યાં. બાપ કહે છે આ
સાક્ષાત્કાર વગેરે ની બધી ડ્રામા માં નોંધ છે. જે ભાવના રાખે છે તેમનો સાક્ષાત્કાર
થઈ જાય છે. બાકી એવું કંઈ હોતું નથી. બાપે કહ્યું છે આ બેજ તો બધાને સદૈવ લાગેલો રહે.
જાત-જાત નાં બનતાં રહે છે. આ ખુબ સરસ છે સમજાવવા માટે.
તમે રુહાની મિલેટ્રી
છો ને? મિલેટ્રી ને હંમેશા નિશાની રહે છે. આપ બાળકોને પણ આ (બેજ) હોવાથી નશો રહેશે
- આપણે આ બની રહ્યાં છીએ. આપણે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છીએ. બાબા આપણ ને મનુષ્ય થી
દેવતા બનાવી રહ્યાં છે. મનુષ્ય દેવતાઓની પૂજા કરે છે. દેવતાઓ તો દેવતાઓની પૂજા નહીં
કરશે. અહીં મનુષ્ય દેવતાઓની પૂજા કરે છે કારણકે તે શ્રેષ્ઠ છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બુદ્ધિ માં
સદા પોતાનો મુખ્ય ઉદ્દેશ યાદ રાખવાનો છે. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર સદા સાથે રહે, આ
જ ખુશી માં રહો કે આપણે આવાં બનવા માટે ભણી રહ્યાં છીએ, હમણાં આપણે છીએ ગોડલી
સ્ટુડન્ટ.
2. પોતાનું જૂનું
કખપણું, ચોખા આપી મહેલ લેવાનાં છે. બ્રહ્મા બાપ ને ફોલો (અનુસરણ) કરી અવિનાશી
જ્ઞાન-રત્નો નાં ઝવેરી બનવાનું છે.
વરદાન :-
નિશ્ચય નાં
આધાર પર વિજયી રત્ન બની સર્વ નાં પ્રત્યે માસ્ટર સહારા દાતા ભવ
નિશ્ચય બુદ્ધિ બાળકો
વિજયી હોવાનાં કારણે સદા ખુશી માં નાચે છે તે પોતાનાં વિજય નું વર્ણન નથી કરતા પરંતુ
વિજયી હોવાને કારણે તે બીજાઓની પણ હિંમત વધારે છે કોઈને પણ નીચા દેખાડવાની કોશિશ નથી
કરતા પરંતુ બાપ સમાન માસ્ટર સહારા દાતા બને છે અર્થાત નીચે થી ઊંચા ઉઠાવે છે વ્યર્થ
થી સદા દૂર રહે છે. વ્યર્થ થી કિનારો થવો જ વિજયી બનવું છે. એવી રીતે વિજયી બાળકો
સર્વ નાં માટે માસ્ટર સહારા દાતા બની જાય છે.
સ્લોગન :-
નિસ્વાર્થ અને
નિર્વિકલ્પ સ્થિતિ થી સેવા કરવા વાળા જ સફળતા મૂર્ત છે.
અવ્યક્ત ઇશારા - સ્વયં
અને સર્વ નાં પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓનો પ્રયોગ કરો
યોગ નો પ્રયોગ કરવાને
માટે દૃષ્ટિ-વૃત્તિ માં પણ પવિત્રતા ને વધારે અંડરલાઇન કરો. મૂળ ફાઉન્ડેશન-પોતાના
સંકલ્પ ને શુદ્ધ, જ્ઞાન સ્વરુપ, શક્તિ સ્વરુપ બનાવો. કોઈ કેટલું પણ ભટકેલું, પરેશાન,
દુઃખ ની લહેર માં આવે, ખુશી માં રહેવું અસંભવ સમજતા હોય પરંતુ તમારી સામે આવતા જ
તમારી મૂર્ત, તમારી વૃત્તિ, તમારી દૃષ્ટિ આત્માને પરિવર્તન કરી દે. આ જ છે યોગ નો
પ્રયોગ.