30-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - પાપો
થી હલ્કા થવા માટે વફાદાર , ઓનેસ્ટ ( ઈમાનદાર ) બની પોતાની કર્મ કહાણી બાપ ને લખીને
આપો તો ક્ષમા થઈ જશે”
પ્રશ્ન :-
સંગમયુગ પર આપ બાળકો
કયું બીજ ન વાવી શકો?
ઉત્તર :-
દેહ-અભિમાન નું. આ બીજ થી બધા વિકારો નાં ઝાડ નીકળી પડે છે. આ સમયે આખી દુનિયા માં
પાંચ વિકારો નાં ઝાડ નીકળેલા છે. બધા કામ-ક્રોધ નાં બીજ વાવતા રહે છે. તમને બાપ નું
ડાયરેક્શન (માર્ગદર્શન) છે બાળકો યોગબળ થી પાવન બનો. આ (દેહ-અભિમાન) બીજ વાવવાનું
બંધ કરો.
ગીત :-
તુમ્હેં પા કે
હમને જહાં પા લિયાં હૈ…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું! હમણાં તો થોડા છે, અનેકાનેક બાળકો થઈ જશે. આ સમયે થોડા
પ્રેકક્ટિલ માં બન્યાં છો તો પણ આ પ્રજાપિતા બ્રહ્મા ને જાણે તો બધા છે ને? નામ જ
છે પ્રજાપિતા બ્રહ્મા. કેટલી અસંખ્ય પ્રજા છે. બધા ધર્મવાળા આમને માનશે જરુર. આમનાં
દ્વારા જ મનુષ્ય માત્ર ની રચના થઈ છે ને? બાબાએ સમજાવ્યું છે લૌકિક બાપ પણ હદ નાં
બ્રહ્મા છે કારણકે એમનો પણ સિજરો (વંશજ) બને છે ને? સરનેમ (અટક) થી વંશજ ચાલે છે.
તે હોય છે હદ નાં, આ છે બેહદ નાં બાપ. આમનું નામ જ છે પ્રજાપિતા. તે લૌકિક બાપ તો
લિમિટેડ પ્રજા રચે છે. કોઈ નથી પણ રચતાં. આ તો જરુર રચશે. એવું કોઈ કહેશે કે
પ્રજાપિતા બ્રહ્મા ને સંતાન નથી? આમની સંતાન તો આખી દુનિયા છે. પહેલાં-પહેલાં છે જ
પ્રજાપિતા બ્રહ્મા. મુસલમાન પણ આદમ-બીબી જે કહે છે તે જરુર કોઈને તો કહેતાં હશે ને?
એડમ-ઈવ, આદિદેવ-આદિદેવી આ પ્રજાપિતા બ્રહ્મા માટે જ કહેવાશે. જે પણ ધર્મ વાળા છે બધા
આમને માનશે. બરોબર એક છે હદ નાં બાપ, બીજા છે બેહદ નાં. આ બેહદ નાં બાપ છે બેહદ નું
સુખ આપવા વાળા. તમે પુરુષાર્થ પણ કરો છો બેહદ સ્વર્ગ નાં સુખ માટે. અહીં બેહદ નાં
બાપ પાસે થી બેહદ નાં સુખ નો વારસો મેળવવા આવ્યાં છો. સ્વર્ગ માં બેહદ નું સુખ,
નર્ક માં બેહદ નું દુઃખ પણ કહી શકો છો. દુઃખ પણ બહુ જ આવવાના છે. હાય-હાય કરતા રહેશે.
બાપે તમને આખાં વિશ્વ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવ્યાં છે. આપ બાળકો સામે બેઠાં
છો અને પુરુષાર્થ પણ કરો છો. આ તો માતા-પિતા બંને થયા ને? આટલાં અસંખ્ય બાળકો છે.
બેહદ નાં માત-પિતા સાથે ક્યારેય કોઈ દુશ્મની રાખશે નહીં. માત-પિતા દ્વારા કેટલું
સુખ મળે છે. ગાય પણ છે તુમ માતા-પિતા… આ તો બાળકો જ સમજે છે. બીજા ધર્મ વાળા બધા
ફાધર (પિતા) ને જ બોલાવે છે. માત-પિતા નહીં કહેશે. ફક્ત અહીંયા જ ગાય છે તુમ
માત-પિતા હમ… આપ બાળકો જાણો છો કે આપણે ભણીને મનુષ્ય થી દેવતા, કાંટા થી ફૂલ બની
રહ્યાં છીએ. બાપ ખેવૈયા પણ છે, બાગવાન પણ છે. બાકી તમે બધા બ્રાહ્મણ અનેક પ્રકાર
નાં માળી છો. મુગલ ગાર્ડન નાં પણ માળી હોય છે ને? એમનો પગાર પણ કેટલો સારો હોય છે.
માળી પણ નંબરવાર છે ને? કોઈ-કોઈ માળી કેટલાં સારા-સારા ફૂલ બનાવે છે. ફૂલો માં પણ
એક કિંગ ઓફ ફ્લાવર (ફૂલો નો રાજા) પણ હોય છે. સતયુગ માં કિંગ-ક્વીન (રાજા-રાણી)
ફ્લાવર પણ છે ને? અહીંયા ભલે મહારાજા-મહારાણી છે પરંતુ ફ્લાવર્સ (ફૂલ) નથી. પતિત
બનવાથી કાંટા બની જાય છે. રસ્તે ચાલતાં-ચાલતાં કાંટો લગાવીને ભાગી જાય છે. અજામિલ
પણ તેમને કહેવાય છે. સૌથી વધારે ભક્તિ પણ તમે કરો છો. વામમાર્ગ માં પડવા વાળા ચિત્ર
જુઓ કેવાં-કેવાં ગંદા બનાવ્યાં છે. દેવતાઓ નાં જ ચિત્રો આપ્યાં છે. હવે તે છે
વામમાર્ગ નાં ચિત્ર. હવે આપ બાળકોએ આ વાતો સમજી લીધી છે. તમે હમણાં બ્રાહ્મણ બન્યાં
છો. આપણે વિકારો થી ખૂબ દૂર-દૂર જઈએ છીએ. બ્રાહ્મણો માં ભાઈ-બહેન ની સાથે વિકાર માં
જવું - આ તો ખૂબ મોટું ક્રિમિનલ એસોલ્ટ (અપવિત્ર કર્મ) થઈ જાય. નામ જ ખરાબ થઈ જાય
છે, એટલે નાનપણ થી જ કાંઈ ખરાબ કામ કર્યુ છે તો તે પણ બાબા ને સંભળાવો છો તો અડધું
માફ થઈ જાય છે. યાદ તો રહે છે ને? ફલાણા સમયે આ અમે ખરાબ કામ કર્યુ. બાબા ને લખીને
આપો છો. જે બહુ જ વફાદાર, ઈમાનદાર હોય છે તે બાબા ને લખે છે - બાબા અમે આ-આ ખરાબ
કામ કર્યું. ક્ષમા કરો. બાપ કહે છે ક્ષમા તો થતી નથી, બાકી સાચ્ચું કહો છો તો હલ્કું
થઈ જશે. એવું નથી, ભૂલાઈ જાય છે. ભૂલાઈ નથી શકતું. આગળ પછી એવું કોઈ કામ ન થાય તેનાં
માટે ખબરદાર કરું છું. બાકી દિલ ખાય જરુર છે. કહે છે બાબા અમે તો અજામિલ હતાં. આ
જન્મ ની જ વાત છે. આ પણ હમણાં તમે જાણો છો. ક્યાર થી વામમાર્ગ માં આવીને પાપ આત્મા
બન્યાં છો? હવે બાપ ફરી આપણને પુણ્ય આત્મા બનાવે છે. પુણ્ય આત્માઓ ની દુનિયા જ અલગ
છે. ભલે દુનિયા એક જ છે પરંતુ સમજી ગયા છો કે બે ભાગ માં છે. એક છે પુણ્ય આત્માઓ ની
દુનિયા જેને સ્વર્ગ કહેવાય છે. બીજી છે પાપ આત્માઓ ની દુનિયા જેને નર્ક દુ:ખધામ
કહેવાય છે. સુખ ની દુનિયા અને દુઃખ ની દુનિયા. દુઃખ ની દુનિયા માં બધા બુમો પાડતા
રહે છે અમને મુક્ત કરો, પોતાનાં ઘરે લઈ જાઓ. આ પણ બાળકો સમજે છે કે ઘરે જઈને બેસવાનું
નથી, ફરી પાર્ટ ભજવવા આવવાનું છે. આ સમયે આખી દુનિયા પતિત છે. હવે બાપ દ્વારા તમે
પાવન બની રહ્યાં છો. મુખ્ય ઉદ્દેશ સામે છે. બીજા કોઈ પણ આ મુખ્ય ઉદ્દેશ નહીં દેખાડશે
કે આપણે આ બની રહ્યાં છીએ. બાપ કહે છે બાળકો તમે આ હતાં, હમણાં નથી. પૂજ્ય હતાં હવે
પુજારી બની ગયા છો ફરી પૂજ્ય બનવા માટે પુરુષાર્થ જોઈએ. બાપ કેટલો સારો પુરુષાર્થ
કરાવે છે. આ બાબા સમજે છે ને - હું પ્રિન્સ બનીશ. નંબરવન માં છે આ, તો પણ દરેક સમયે
યાદ નથી રહેતી. ભૂલી જાય છે. કેટલી પણ કોઈ મહેનત કરે પરંતુ હમણાં તે અવસ્થા થશે નહીં.
કર્માતીત અવસ્થા ત્યારે થશે જ્યારે લડાઈ નો સમય હશે. પુરુષાર્થ તો બધાએ કરવાનો છે
ને? આમણે પણ કરવાનો છે. તમે સમજાવો પણ છો ચિત્ર માં જુઓ બાબા નું ચિત્ર ક્યાં છે?
એકદમ ઝાડ ની પાછળ ઉભા છે, પતિત દુનિયા માં અને નીચે પછી તપસ્યા કરી રહ્યાં છે. કેટલું
સહજ સમજાવાય છે. આ બધી વાતો બાપે જ સમજાવી છે. આ પણ નહોતાં જાણતાં. બાપ જ નોલેજફુલ
છે, એમને જ બધા યાદ કરે છે - હે પરમપિતા પરમાત્મા, આવીને અમારા દુઃખ હરો.
બ્રહ્મા-વિષ્ણુ-શંકર તો દેવતાઓ છે. મૂળવતન માં રહેવા વાળા આત્માઓ ને દેવતા થોડી
કહેવાય છે? બ્રહ્મા-વિષ્ણુ-શંકર નું પણ રહસ્ય બાપે સમજાવ્યું છે. બ્રહ્મા,
લક્ષ્મી-નારાયણ આ તો બધા અહીં જ છે ને? સૂક્ષ્મવતન નો ફક્ત આપ બાળકો ને હમણાં
સાક્ષાત્કાર થાય છે. આ બાબા પણ ફરિશ્તા બની જાય છે. આ તો બાળકો જાણે છે જે સીડી ની
ઉપર ઉભા છે તે જ પછી નીચે તપસ્યા કરી રહ્યાં છે. ચિત્ર માં બિલકુલ ક્લિયર (સ્પષ્ટ)
દેખાડ્યું છે. તે પોતાને ભગવાન ક્યાં કહેવડાવે છે. આ તો કહે છે હું વર્થ નોટ એ પેની
હતો, તતત્વમ્. હમણાં વર્થ પાઉન્ડ બની રહ્યાં છો તતત્વમ્. કેટલી સહજ સમજવાની વાતો
છે. ક્યારેય કોઈ બોલે તો કહો - જુઓ, આ તો કળિયુગ નાં અંત માં ઉભા છે ને? બાપ કહે છે
જ્યારે જડજડીભૂત અવસ્થા, વાનપ્રસ્થ હોય છે ત્યારે હું આમનાં માં પ્રવેશ કરું છું.
હમણાં રાજયોગ ની તપસ્યા કરી રહ્યાં છે. તપસ્યા કરવા વાળા ને દેવતા કેવી રીતે કહેવાશે?
રાજયોગ શીખીને આ બનશે. આપ બાળકોને પણ એવાં તાજ વાળા બનાવે છે ને? આ જ દેવતા બને છે.
આમ તો ૧૦-૨૦ બાળકો નાં ચિત્ર પણ રાખી શકો છો. દેખાડવા માટે કે આ બને છે. પહેલાં
બધાનાં એવાં ફોટા પાડેલા છે. આ સમજાવવાની વાત છે ને? એક તરફ સાધારણ, બીજી તરફ ડબલ
સિરતાજ. તમે સમજો છો આપણે આ બની રહ્યાં છીએ. બનશે તે જેમની લાઈન ક્લિયર હશે અને બહુ
જ મીઠાં પણ બનવાનું છે. આ સમયે મનુષ્યો માં કામ-ક્રોધ વગેરે નાં બીજ કેટલાં પડી ગયાં
છે. બધામાં ૫ વિકાર રુપી બીજ નું ઝાડ નીકળી પડ્યું છે. હવે બાપ કહે છે એવું બીજ નથી
વાવવાનું. સંગમયુગ પર તમારે દેહ-અભિમાન નું બીજ નથી વાવવાનું. કામ નું બીજ નથી
વાવવાનું. અડધાકલ્પ માટે પછી રાવણ જ નહીં રહેશે. દરેક વાત બાપ બેસી બાળકો ને સમજાવે
છે. મુખ્ય તો એક જ વાત છે મનમનાભવ. બાપ કહે છે મને યાદ કરો. સૌથી અંત માં આ છે, પછી
સૌથી પહેલાં પણ આ છે. યોગબળ થી કેટલાં પાવન બને છે. શરુઆત માં તો બાળકો ને બહુ જ
સાક્ષાત્કાર થતા હતાં. ભક્તિમાર્ગ માં જ્યારે નૌધા ભક્તિ કરે છે ત્યારે સાક્ષાત્કાર
થાય છે. અહીંયા તો આ બેઠાં-બેઠાં ધ્યાન માં ચાલ્યાં જતા હતાં, આને જાદુ સમજતા હતાં.
આ તો ફર્સ્ટક્લાસ જાદુ છે. મીરાએ તો ખૂબ તપસ્યા કરી, સાધુ-સંત વગેરે નો સંગ કર્યો.
અહીં સાધુ વગેરે ક્યાં છે? આ તો બાપ છે ને? બધાનાં બાપ છે શિવબાબા. કહે છે ગુરુજી
ને મળો. અહીંયા તો ગુરુ નથી. શિવબાબા તો છે નિરાકાર પછી કોને મળવા ઈચ્છો છો? એ
ગુરુઓની પાસે તો જઈને ભેંટ રાખે છે. આ તો બાપ બેહદ નાં માલિક છે. અહીં ભેંટ વગેરે
ચઢાવવાની વાત નથી. આ પૈસા શું કરશે? આ બ્રહ્મા પણ સમજે છે હું વિશ્વ નો માલિક બનું
છું. બાળકો જે કાંઈ પૈસા વગેરે આપે છે તો એમનાં માટે જ મકાન વગેરે બનાવી દે છે. પૈસા
તો નથી શિવબાબા નાં કામ નાં, નથી બ્રહ્મા બાબા નાં કામ નાં. આ મકાન વગેરે બનાવ્યાં
જ છે બાળકો માટે, બાળકો જ આવીને રહે છે. કોઈ ગરીબ છે, કોઈ સાહૂકાર છે, કોઈ તો બે
રુપિયા પણ મોકલી આપે છે - બાબા અમારી એક ઈંટ લગાવી દો. કોઈ હજાર મોકલી આપે છે. ભાવના
તો બન્ને ની એક છે ને? તો બંને નું સમાન બની જાય છે. પછી બાળકો આવે છે જ્યાં ઈચ્છે
ત્યાં રહે. જેમણે મકાન બનાવ્યાં છે તે જો આવે છે તો એમને જરુર સુખ થી રાખશે. ઘણાં
પછી કહી દે છે બાબા પાસે પણ ખાતરી થાય છે. અરે, એ તો જરુર કરવી પડશે ને? કોઈ કેવાં
છે, કોઈ તો ક્યાંય પણ બેસી જાય છે. કોઈ બહુ જ નાજુક હોય છે, વિદેશ માં રહેવા વાળા,
મોટાં-મોટાં મહેલો માં રહેવા વાળા હોય છે, દરેક દેશ માં મોટાં-મોટાં સાહૂકાર નીકળે
છે તો મકાન વગેરે એવાં બનાવે છે. અહીં તો જુઓ, કેટલાં અસંખ્ય બાળકો આવે છે. બીજા
કોઈ બાપ નાં એવાં વિચારો થોડી હશે? કરીને ૧૦-૧૨-૨૦ પોત્રા-પોત્રીઓ હશે. અચ્છા, કોઈને
૨૦૦-૫૦૦ પણ હોય એનાથી વધારે તો નહીં હશે. આ બાબા નો પરિવાર તો કેટલો મોટો છે, હજી
વધારે વૃદ્ધિ થવાની છે. આ તો રાજધાની સ્થાપન થઈ રહી છે. બાપ નાં પરિવાર કેટલાં બનશે.
પછી પ્રજાપિતા બ્રહ્મા નાં પરિવાર કેટલાં થઈ ગયાં. કલ્પ-કલ્પ જ્યારે આવે છે ત્યારે
જ વન્ડરફુલ વાતો તમારા કાનો માં પડે છે. બાપ માટે જ કહો છો ને - હે પ્રભુ, તમારી
ગતિ-મત સૌથી ન્યારી શરુ થાય છે. ભક્તિ અને જ્ઞાન માં ફરક જુઓ કેટલો છે.
બાપ તમને સમજાવે છે -
સ્વર્ગ માં જવું છે તો દૈવીગુણ પણ ધારણ કરવા જોઈએ. હમણાં તો કાંટા છો ને? ગાતા રહે
છે મેં નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહી. બાકી પાંચ વિકારો નાં અવગુણ છે, રાવણ રાજ્ય
છે. હમણાં તમને કેટલી સારી નોલેજ મળે છે. તે નોલેજ એટલી ખુશી નથી આપતી, જેટલી આ. તમે
જાણો છો આપણે આત્માઓ ઉપર મૂળવતન માં રહેવા વાળા છીએ. સૂક્ષ્મવતન માં
બ્રહ્મા-વિષ્ણુ-શંકર, એ પણ ફક્ત સાક્ષાત્કાર થાય છે. બ્રહ્મા પણ અહીં,
લક્ષ્મી-નારાયણ પણ અહીંયા નાં છે. આ ફક્ત સાક્ષાત્કાર થાય છે. વ્યક્ત બ્રહ્મા તે પછી
સૂક્ષ્મવતનવાસી બ્રહ્મા ફરિશ્તા કેવી રીતે બની જાય છે, તે નિશાની છે. બાકી કાંઈ નથી.
હમણાં આપ બાળકો બધી વાતો સમજતા જાઓ છો, ધારણા કરતા જાઓ છો. નવી વાત નથી. તમે
અનેકવાર દેવતા બન્યાં છો, દૈવી રાજ્ય હતું ને? આ ચક્ર ફરતું રહે છે. તે વિનાશી
ડ્રામા હોય છે, આ છે અનાદિ અવિનાશી ડ્રામા. આ તમારા સિવાય બીજા કોઈ ની બુદ્ધિ માં
નથી. આ બધું બાપ સમજાવે છે. એવું નથી કે પરંપરા થી જ ચાલતું આવ્યું છે. બાપ કહે છે
આ જ્ઞાન હમણાં તમને સંભળાવું છું. પછી આ પ્રાયઃ લોપ થઈ જાય છે. તમે રાજાઈ પદ
પ્રાપ્ત કરી લો છો પછી સતયુગ માં આ નોલેજ હોતી નથી. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા સ્મૃતિ
રહે કે આપણે હમણાં બ્રાહ્મણ છીએ એટલે વિકારો થી બહુ જ-બહુ જ દૂર રહેવાનું છે.
ક્યારેય પણ ક્રિમિનલ એસોલ્ટ (અપવિત્ર કર્મ) ન થાય. બાપ સાથે બહુ જ-બહુ જ ઈમાનદાર,
વફાદાર રહેવાનું છે.
2. ડબલ સિરતાજ દેવતા
બનવા માટે બહુ જ મીઠાં બનવાનું છે, લાઈન ક્લિયર રાખવાની છે. રાજયોગ ની તપસ્યા કરવાની
છે.
વરદાન :-
સદા બેહદ ની
સ્થિતિ માં સ્થિત રહેવા વાળા બંધનમુક્ત , જીવન મુક્ત ભવ
દેહ-અભિમાન હદ ની
સ્થિતિ છે અને દેહી-અભિમાની બનવું - આ છે બેહદ ની સ્થિતિ. દેહ માં આવવા થી અનેક
કર્મ નાં બંધનો માં, હદ માં આવવું પડે છે પરંતુ જ્યારે દેહી બની જાઓ છો તો એ બધા
બંધન ખતમ થઈ જાય છે. જેમ કહેવાય છે બંધનમુક્ત જ જીવનમુક્ત છે, એવી રીતે જે બેહદ ની
સ્થિતિ માં સ્થિત રહે છે તે દુનિયા નાં વાયુમંડળ, વાયબ્રેશન, તમોગુણી વૃત્તિઓ, માયા
નાં વાર (હુમલો) આ બધાથી મુક્ત થઈ જાઓ છો આને જ કહેવાય છે જીવનમુક્ત સ્થિતિ, જેનો
અનુભવ સંગમયુગ પર જ કરવાનો છે.
સ્લોગન :-
નિશ્ચયબુદ્ધિ
ની નિશાની નિશ્ચિત વિજયી અને નિશ્ચિંત, એમની પાસે વ્યર્થ આવી ન શકે.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો
કર્મો ની ગુહ્ય ગતિ
ને જાણીને અર્થાત્ ત્રિકાળદર્શી બનીને દરેક કર્મ કરો ત્યારે જ કર્માતીત બની શકશો.
જો નાની-નાની ભૂલો સંકલ્પ માં પણ થઈ જાય છે તો એનો પણ હિસાબ-કિતાબ બહુ જ ભારે બને
છે એટલે નાની ભૂલો પણ મોટી સમજવાની છે કારણકે હવે સંપૂર્ણ સ્થિતિ ની સમીપ આવી રહ્યાં
છો.