31-01-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
અહીંયા આવ્યાં છો સર્વશક્તિમાન્ બાપ પાસે થી શક્તિ લેવા અર્થાત્ દીપક માં જ્ઞાન નું
ઘૃત નાખવાં”
પ્રશ્ન :-
શિવ ની બરાત નું ગાયન કેમ છે?
ઉત્તર :-
કારણકે શિવબાબા જ્યારે પાછા જાય છે તો બધા આત્માઓ નું ઝુંડ એમની પાછળ-પાછળ ભાગીને
જાય છે. મૂળવતન માં પણ આત્માઓ નું ઝુંડ લાગી જાય છે. તમે પવિત્ર બનવા વાળા બાળકો
બાપ ની સાથે-સાથે જાઓ છો. સાથ નાં કારણે જ બરાત (જાન) નું ગાયન છે.
ઓમ શાંતિ!
બાળકોએ
પહેલાં-પહેલાં એક જ પોઇન્ટ (વાત) સમજવાનો છે કે આપણે બધા ભાઈ-ભાઈ છીએ અને એ બધાનાં
બાપ છે. એમને સર્વશક્તિમાન્ કહેવાય છે. તમારા માં સર્વશક્તિઓ હતી. તમે વિશ્વ પર
રાજ્ય કરતા હતાં. ભારત માં જ આ દેવી-દેવતાઓ નું રાજ્ય હતું. એટલે આપ બાળકો નું
રાજ્ય હતું. તમે પવિત્ર દેવી-દેવતાઓ હતાં, તમારો કુળ અથવા ડિનાયસ્ટી (વંશજ) છે, તે
બધા નિર્વિકારી હતાં. કોણ નિર્વિકારી હતાં? આત્માઓ. હવે ફરી તમે નિર્વિકારી બની
રહ્યાં છો. જેમ કે સર્વશક્તિમાન્ બાપ ને યાદ કરી એમની પાસે થી શક્તિ લઈ રહ્યાં છો.
બાપે સમજાવ્યું છે આત્મા જ ૮૪ નો પાર્ટ ભજવે છે. તેનામાં જે સતોપ્રધાન તાકાત હતી તે
પછી દિવસે-દિવસે ઓછી થતી જાય છે. સતોપ્રધાન થી તમોપ્રધાન બનવાનું છે. જેમ બેટરી ની
તાકાત ઓછી થતી જાય છે તો મોટર ઉભી રહી જાય છે. બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે. આત્મા ની
બેટરી ફુલ ડિસ્ચાર્જ નથી થતી, કાંઈ ન કાંઈ તાકાત રહે છે. જેમ કોઈ મરે છે તો દીપક (દીવો)
પ્રગટાવે છે, એમાં ઘૃત નાખતા રહે છે કે જ્યોતિ ઓલવાઈ ન જાય. બેટરી ની તાકાત ઓછી થાય
છે તો પછી ચાર્જ કરવા રાખે છે. હમણાં આપ બાળકો સમજો છો - તમારો આત્મા સર્વશક્તિમાન્
હતો, હવે ફરી તમે સર્વશક્તિમાન્ બાપ સાથે પોતાનો બુદ્ધિયોગ લગાવો છો. તો બાબા ની
શક્તિ આપણામાં આવી જાય કારણકે શક્તિ ઓછી થઈ ગઈ છે. થોડી જરુર રહે છે. એકદમ ખતમ થઈ
જાય તો પછી શરીર ન રહે. આત્મા બાપ ને યાદ કરતાં-કરતાં બિલકુલ પવિત્ર થઈ જાય છે.
સતયુગ માં તમારી બેટરી ફુલ ચાર્જ હોય છે પછી થોડી-થોડી ઓછી થતી જાય છે. ત્રેતા સુધી
મીટર ઓછું થાય છે, જેને કળા કહેવાય છે. પછી કહેવાશે આત્મા જે સતોપ્રધાન હતો તે સતો
બન્યો, તાકાત ઓછી થઈ જાય છે. તમે સમજો છો આપણે મનુષ્ય થી દેવતા બની જઈએ છીએ સતયુગ
માં. હવે બાપ કહે છે - મને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. હમણાં
તમે તમોપ્રધાન બની ગયા છો તો તાકાત નું દેવાળું નીકળી ગયું છે. પછી બાપ ને યાદ
કરવાથી પૂરી તાકાત આવશે, કારણકે તમે જાણો છો દેહ સહિત દેહ નાં જે પણ બધા સંબંધ છે,
તે બધા ખતમ થઈ જવાના છે પછી બેહદ નું રાજ્ય મળે છે. બાપ પણ બેહદ નાં છે તો વારસો પણ
બેહદ નો આપે છે. હમણાં તમે પતિત છો, તમારી તાકાત બિલકુલ ઓછી થતી ગઈ છે. હે બાળકો -
હવે તમે મને યાદ કરો, હું ઓલમાઈટી (સર્વશક્તિમાન્) છું, મારા દ્વારા ઓલમાઈટી રાજ્ય
મળે છે. સતયુગ માં દેવી-દેવતા આખાં વિશ્વ નાં માલિક હતાં, પવિત્ર હતાં, દૈવી ગુણવાન
હતાં. હમણાં તે દૈવીગુણ નથી. બધાની બેટરી પૂરી ડિસ્ચાર્જ થવા લાગી છે. ફરી હવે બેટરી
ભરાય છે. પરમપિતા પરમાત્મા સાથે યોગ લગાવવા સિવાય બેટરી ચાર્જ નથી થઈ શકતી. એ બાપ જ
એવર પ્યોર (સદા પવિત્ર) છે. અહીં બધા છે ઈમપ્યોર (અપવિત્ર). જ્યારે પ્યોર હોય છે તો
બેટરી ચાર્જ હોય છે. તો હવે બાપ સમજાવે છે એક ને જ યાદ કરવાના છે. ઊંચા માં ઊંચા છે
ભગવાન. બાકી બધી છે રચના. રચના થી રચના ને ક્યારેય વારસો નથી મળતો. ક્રિયેટર (રચયિતા)
તો એક જ છે. એ છે બેહદ નાં બાપ. બાકી તો બધા છે હદ નાં. બેહદ નાં બાપ ને યાદ કરવાથી
બેહદ ની બાદશાહી મળે છે. તો બાળકોએ દિલ માં અંદર સમજવું જોઈએ - અમારા માટે બાબા નવી
દુનિયા સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યાં છે. ડ્રામા પ્લાન અનુસાર સ્વર્ગ ની સ્થાપના થઈ
રહી છે. તમે જાણો છો - સતયુગ આવવાનો છે. સતયુગ માં હોય જ છે સદા સુખ. તે કેવી રીતે
મળે છે? બાપ સમજાવે છે મામેકમ્ યાદ કરો. હું એવર પ્યોર છું. હું ક્યારેય મનુષ્ય તન
લેતો નથી. ન દેવી તન, ન મનુષ્ય તન અર્થાત્ હું જન્મ-મરણ માં આવતો નથી. ફક્ત આપ બાળકો
ને સ્વર્ગ ની બાદશાહી આપવા માટે, જ્યારે આ ૬૦ વર્ષ ની વાનપ્રસ્થ અવસ્થા માં હોય છે
ત્યારે આમનાં તન માં આવું છું. આ જ પૂરાં સતોપ્રધાન થી તમોપ્રધાન બન્યાં છે. નંબરવન
ઊંચા માં ઊંચા ભગવાન પછી છે સૂક્ષ્મવતનવાસી બ્રહ્મા-વિષ્ણુ-શંકર, જેમનો સાક્ષાત્કાર
થાય છે. સૂક્ષ્મવતન વચ્ચે નું છે ને? જ્યાં શરીર નથી હોતું. સૂક્ષ્મ શરીર ફક્ત
દિવ્ય દૃષ્ટિ થી દેખાય છે. મનુષ્ય સૃષ્ટિ તો અહીં છે. બાકી તે તો ફક્ત સાક્ષાત્કાર
માટે ફરિશ્તા છે. આપ બાળકો પણ અંત માં જ્યારે બિલકુલ પવિત્ર થઈ જાઓ છો તો તમારો પણ
સાક્ષાત્કાર થાય છે. એવાં ફરિશ્તા બની પછી સતયુગ માં અહીં જ આવીને સ્વર્ગ નાં માલિક
બનશો. આ બ્રહ્મા કોઈ વિષ્ણુ ને યાદ નથી કરતાં. આ પણ શિવબાબા ને યાદ કરે છે અને આ
વિષ્ણુ બને છે. તો આ સમજવું જોઈએ ને? આમણે રાજ્ય કેવી રીતે મેળવ્યું? લડાઈ વગેરે તો
કાંઈ પણ થતી નથી. દેવતાઓ હિંસા કેવી રીતે કરશે?
હમણાં આપ બાળકો બાપ
ને યાદ કરીને રાજાઈ લો છો. કોઈ માને ન માને. ગીતા માં પણ છે - હે બાળકો, દેહ સહિત
દેહ નાં બધા ધર્મ છોડી મામેકમ્ યાદ કરો. એમને તો દેહ નથી જે મમત્વ રાખે. કહે છે હું
થોડા સમય માટે આમનાં શરીર ની લોન (આધાર) લઉં છું. નહીં તો હું નોલેજ કેવી રીતે આપું?
હું બીજરુપ છું ને? આ આખાં જ ઝાડ ની નોલેજ મારી પાસે છે. બીજા કોઈને ખબર નથી, સૃષ્ટિ
ની આયુ કેટલી છે? કેવી રીતે આની સ્થાપના, પાલના, વિનાશ થાય છે? મનુષ્યો ને તો ખબર
હોવી જોઈએ. મનુષ્ય જ ભણે છે. જાનવર તો નહીં ભણશે ને? તેઓ ભણે છે હદ નું ભણતર. બાપ
તમને બેહદ નું ભણતર ભણાવે છે, જેનાથી તમને બેહદ નાં માલિક બનાવે છે. તો આ સમજવું
જોઈએ કે ભગવાન કોઈ મનુષ્ય ને અથવા દેહધારી ને નથી કહેવાતાં. બ્રહ્મા, વિષ્ણુ, શંકર
ને પણ સૂક્ષ્મ દેહ છે ને? આમનું નામ જ અલગ છે, આમને ભગવાન નથી કહેવાતાં. આ શરીર તો
આ દાદા નાં આત્મા નું તખ્ત હતું. અકાળતખ્ત છે ને? હમણાં આ અકાળમૂર્ત બાપ નું તખ્ત
છે. અમૃતસર માં પણ એક અકાળતખ્ત છે ને? મોટાં-મોટાં જે હોય છે ત્યાં અકાળતખ્ત પર જઈને
બેસે છે. હવે બાપ સમજાવે છે આ બધા અકાળ આત્માઓનાં તખ્ત છે. આત્મા અકાળ છે જેને કાળ
ખાઈ ન શકે. બાકી તખ્ત તો બદલાતા રહે છે. અકાળમૂર્ત આત્મા આ તખ્ત પર બેસે છે. પહેલાં
નાનું તખ્ત હોય છે પછી મોટું થઈ જાય છે. આત્મા એક શરીર છોડી બીજું લે છે. આત્મા
અકાળ છે. બાકી તેમાં સારા કે ખરાબ સંસ્કાર હોય છે ત્યારે તો કહેવાય છે ને - કર્મો
નું આ ફળ છે. આત્મા ક્યારેય વિનાશ થતો નથી. આત્મા નાં બાપ છે એક. આ તો સમજવું જોઈએ
ને? આ બાબા કોઈ શાસ્ત્રો ની વાત સંભળાવે છે શું? શાસ્ત્ર વગેરે વાંચવાથી પાછા તો
કોઈ જઈ નથી શકતાં. અંત માં બધા જશે. જેમ તીડ (તિતિઘોડો) અથવા મધમાખી નું ઝૂંડ જાય
છે ને? મધમાખીઓ ની પણ ક્વિન (રાણી) હોય છે. તેની પાછળ બધા જાય છે. બાપ પણ જશે તો
એમની પાછળ બધા આત્માઓ જશે. ત્યાં મૂળવતન માં જાણે બધા આત્માઓ નું ઝુંડ છે. અહીં પછી
છે મનુષ્યો નું ઝુંડ. તો આ ઝુંડ પણ એક દિવસ ભાગવાનું છે. બાપ આવીને બધા આત્માઓ ને
લઈ જાય છે. શિવ ની બરાત (જાન) કહેવાય છે. બાળકો કહો અથવા સજનીઓ કહો. બાપ આવીને બાળકો
ને ભણાવીને યાદ ની યાત્રા શીખવાડે છે. પવિત્ર બન્યાં વગર તો આત્મા જઈ ન શકે. જ્યારે
પવિત્ર બની જશે ત્યારે પહેલાં-પહેલાં શાંતિધામ જશે. ત્યાં જઈને બધા નિવાસ કરે છે.
ત્યાંથી પછી ધીરે-ધીરે આવતા રહે છે, વૃદ્ધિ થતી રહે છે. તમે જ પહેલાં-પહેલાં ભાગશો
બાપ ની પાછળ. તમારો બાપ ની સાથે અથવા સજનીઓ નો સાજન ની સાથે યોગ છે. રાજધાની બનવાની
છે ને? બધા સાથે નથી આવતાં. ત્યાં સર્વ આત્માઓ ની દુનિયા છે. ત્યાંથી પછી નંબરવાર
આવે છે. ઝાડ ની ધીરે-ધીરે વૃદ્ધિ થાય છે. પહેલાં-પહેલાં તો છે આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ, જે બાપ સ્થાપન કરે છે. પહેલાં-પહેલાં આપણને બ્રાહ્મણ બનાવે છે. પ્રજાપિતા
બ્રહ્મા છે ને? પ્રજા માં ભાઈ-બહેન થઈ જાય છે. બ્રહ્માકુમાર અને કુમારીઓ અનેક છે.
જરુર નિશ્ચયબુદ્ધિ હશે ત્યારે તો આટલાં બધા થયા છે. બ્રાહ્મણ કેટલાં હશે? કાચ્ચા કે
પાક્કા? કોઈ તો ૯૯ માર્ક્સ લે છે, કોઈ ૧૦ માર્ક્સ લે છે તો એટલે કાચ્ચા થયા ને?
તમારા માં પણ જે પાક્કા છે તે જરુર પહેલાં આવશે. કાચ્ચા વાળા અંત માં આવશે. આ
પાર્ટધારીઓ ની દુનિયા છે જે ફરતી રહે છે. સતયુગ, ત્રેતા… આ પુરુષોત્તમ સંગમયુગ છે.
આ હમણાં બાપે બતાવ્યું છે. પહેલાં તો આપણે ઉલ્ટું જ સમજતા આવ્યાં કે કલ્પ ની આયુ
લાખો વર્ષ છે. હમણાં બાપે બતાવ્યું છે આ તો પૂરાં ૫ હજાર વર્ષ નું ચક્ર છે.
અડધોકલ્પ છે રામ નું રાજ્ય, અડધોકલ્પ છે રાવણ નું રાજ્ય. લાખો વર્ષ નું કલ્પ હોત તો
અડધું-અડધું પણ થઈ ન શકે. દુઃખ અને સુખ ની આ દુનિયા બનેલી છે. આ બેહદ ની નોલેજ બેહદ
નાં બાપ પાસે થી મળે છે. શિવબાબા નાં શરીર નું કોઈ નામ નથી. આ શરીર તો આ દાદા નું
છે. બાબા ક્યાં છે? બાબાએ થોડા સમય માટે લોન લીધું છે. બાબા કહે છે મને મુખ તો જોઈએ
ને? અહીં પણ ગૌમુખ બનાવેલું છે. પહાડ થી પાણી તો જ્યાં-ત્યાં આવે છે. અહીં પછી ગૌ
નું મુખ બનાવી દીધું છે, એમાથી પાણી આવે છે, તેને ગંગાજળ સમજી લે છે. હવે ગંગા પછી
ક્યાંથી આવી? આ છે બધું જુઠ્ઠું. જુઠ્ઠી કાયા, જુઠ્ઠી માયા, જુઠ્ઠો આખો સંસાર. ભારત
જ્યારે સ્વર્ગ હતું તો સચખંડ કહેવાય છે પછી ભારત જ જુનું બને તો જૂઠખંડ કહેવાય છે.
આ જૂઠખંડ માં જ્યારે બધા પતિત બની જાય છે ત્યારે બોલાવે છે - બાબા અમને પાવન બનાવી
આ જૂની દુનિયા થી લઈ ચાલો. બાપ કહે છે મારા બધા બાળકો કામ ચિતા પર ચઢી કાળા બની ગયા
છે. બાપ બાળકો ને કહે છે તમે તો સ્વર્ગ નાં માલિક હતાં ને? સ્મૃતિ આવી છે ને? બાળકો
ને સમજાવે છે, આખી દુનિયા ને નથી સમજાવતાં. તમને જ સમજાવે છે તો ખબર પડે કે અમારા
બાપ કોણ છે?
આ દુનિયા ને કહેવાય
છે ફોરેસ્ટ ઓફ થોર્નસ (કાંટાઓનું જંગલ). સૌથી મોટો કામ નો કાંટો લગાવે છે. ભલે અહીં
ભગત પણ ખૂબ છે, વેજિટેરિયન (શાકાહારી) છે, પરંતુ એવું નથી કે વિકાર માં નથી જતાં.
આમ તો ઘણાં બાળ-બ્રહ્મચારી પણ રહે છે. નાનપણ થી જ ક્યારેય છી-છી ખાવાનું વગેરે ખાતા
નથી. સંન્યાસી પણ કહે છે - નિર્વિકારી બનો. તે હદ નો સંન્યાસ મનુષ્ય કરાવે છે. બીજા
જન્મ માં ફરી ગૃહસ્થી પાસે જન્મ લઈ પછી ઘરબાર છોડી ચાલ્યાં જાય છે. સતયુગ માં આ
કૃષ્ણ વગેરે દેવતાઓ ક્યારેય ઘરબાર છોડે છે શું? ના. તો તેમનો છે હદ નો સંન્યાસ. હમણાં
તમારો છે બેહદ નો સંન્યાસ. આખી દુનિયા નો, સંબંધીઓ વગેરે નો પણ સંન્યાસ કરો છો.
તમારા માટે હવે સ્વર્ગ ની સ્થાપના થઈ રહી છે. તમારી બુદ્ધિ સ્વર્ગ તરફ જ જશે. તો
શિવબાબા ને જ યાદ કરવાના છે. બેહદ નાં બાપ કહે છે મને યાદ કરો. મનમનાભવ, મધ્યાજી ભવ.
તો તમે દેવતા બની જશો. આ એ જ ગીતા નો એપિસોડ (અધ્યાય) છે. સંગમયુગ પણ છે. હું સંગમ
પર જ સંભળાવું છું. રાજયોગ જરુર આગલા જન્મ માં સંગમ પર શીખ્યાં હશે. આ સૃષ્ટિ બદલાય
છે ને, તમે પતિત થી પાવન બની જાઓ છો. હવે આ છે પુરુષોત્તમ સંગમયુગ, જ્યારે આપણે આ
રીતે તમોપ્રધાન થી સતોપ્રધાન બનીએ છીએ. દરેક વાત સારી રીતે સમજીને નિશ્ચય કરવો જોઈએ.
આ કોઈ મનુષ્ય થોડી કહે છે? આ છે શ્રીમત અર્થાત્ શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત, ભગવાન ની.
બાકી બધી છે મનુષ્ય મત. મનુષ્ય મત થી ઉતરતા આવ્યાં છો. હવે શ્રીમત થી તમે ચઢો છો.
બાપ મનુષ્ય થી દેવતા બનાવી દે છે. દૈવી મત સ્વર્ગવાસી ની છે અને આ છે નર્કવાસી
મનુષ્ય મત, જેને રાવણ મત કહેવાય છે. રાવણ રાજ્ય પણ કાંઈ ઓછું નથી. આખી દુનિયા પર
રાવણ નું રાજ્ય છે. આ બેહદ ની લંકા છે જેનાં પર રાવણ નું રાજ્ય છે પછી દેવતાઓ નું
પવિત્ર રાજ્ય હશે. ત્યાં ખૂબ સુખ હોય છે. સ્વર્ગ ની કેટલી મહિમા છે. કહે પણ છે
સ્વર્ગ પધાર્યા. તો જરુર નર્ક માં હતાં ને? હેલ (નર્ક) થી ગયા તો જરુર પછી હેલ માં
જ આવશે ને? સ્વર્ગ હમણાં છે ક્યાં? આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. હવે બાપ તમને બધી
નોલેજ આપે છે. બેટરી ભરાય છે. માયા પછી લિંક તોડી દે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1.
મન-વચન-કર્મ થી પવિત્ર બની આત્મા રુપી બેટરી ને ચાર્જ કરવાની છે. પાક્કા બ્રાહ્મણ
બનવાનું છે.
2. મનમત કે મનુષ્ય મત
છોડી એક બાપ ની શ્રીમત પર ચાલીને સ્વયં ને શ્રેષ્ઠ બનાવવાના છે. સતોપ્રધાન બની બાપ
ની સાથે ઉડીને જવાનું છે.
વરદાન :-
સત્યતા ની
શક્તિ દ્વારા પ્રકૃતિ તથા વિશ્વ ને સતોપ્રધાન બનાવવા વાળા માસ્ટર વિધિ - વિધાતા ભવ
જ્યારે આપ બાળકો
સત્યતા ની શક્તિ ને ધારણ કરી માસ્ટર વિધિ-વિધાતા બનો છો તો પ્રકૃતિ સતોપ્રધાન બની
જાય છે, યુગ સતયુગ બની જાય છે. સર્વ આત્માઓ સદ્દગતિ ની તકદીર બનાવી લે છે. તમારી
સત્યતા પારસ સમાન છે. જેવી રીતે પારસ લોખંડ ને પારસ બનાવી દે છે, એવી રીતે સત્યતા
ની શક્તિ આત્મા ને, પ્રકૃતિ ને, સમય ને, સર્વ સામગ્રી ને, સર્વ સંબંધો ને, સંસ્કારો
ને, આહાર-વ્યવહાર ને સતોપ્રધાન બનાવી દે છે.
સ્લોગન :-
યોગી આત્માઓ એ
છે જેમને પ્રકૃતિ ની હલચલ પણ આકર્ષિત ન કરે.
અવ્યક્ત ઈશારા - આ
અવ્યક્તિ મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો
સ્વદર્શન ચક્રધારી સો
છત્રધારી બનો તો દેહ ની સ્મૃતિ નાં અનેક વ્યર્થ સંકલ્પો નાં ચક્ર થી, લૌકિક અને
અલૌકિક સંબંધો નાં ચક્ર થી, પોતાનાં અનેક જન્મો નાં સ્વભાવ અને સંસ્કારો નાં ચક્ર
થી અને પ્રકૃતિ નાં અનેક પ્રકાર નાં આકર્ષણ નાં ચક્ર થી જ્યારે મુક્ત થઈ જશો ત્યારે
અન્ય આત્માઓ ને પણ બાપ પાસે થી પ્રાપ્ત થયેલી શક્તિઓ દ્વારા અનેક ચક્કરો થી સહજ જ
છોડાવીને જીવનમુક્ત બનાવી શકશો.