31-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  13.03.2010    બાપદાદા મધુબન


“ પરમાત્મ - પ્રેમ નાં પાત્ર આત્માઓ દુઃખીઓને સુખ ની અંચલી આપો , વ્યર્થ ને સમાપ્ત કરી

 સમર્થ બનો અને સમય ને સમીપ લાવો”
 


આજે બાપદાદા પોતાનાં ચારેય તરફનાં પરમાત્મ-પ્રેમી બાળકોને જોઈ રહ્યાં છે. એવાં પરમાત્મ-પ્રિય કોટોમાં કોઈ બાળકો છે કારણકે આ સમયે જ પરમાત્મ-પ્રેમ નો અનુભવ કરી શકે, આખાં કલ્પ માં આત્માઓ નો પ્રેમ, મહાત્માઓ નો, ધર્માત્માઓ નો પ્રેમ અનુભવ કર્યો પરંતુ પરમાત્મ-પ્રેમ ફક્ત હમણાં સંગમયુગ પર થાય છે, જે આપ બધા બાળકો અનુભવ કરી રહ્યાં છો. કોઈ તમને પૂછે પરમાત્મા ક્યાં છે? તો શું જવાબ આપશો? મારી સાથે છે. મારા દિલ માં જ રહે છે. એવો અનુભવ કરી રહ્યાં છો ને? તમે જ જાણો છો અને તમને જ આ પ્રેમ નો અનુભવ છે કે અમારા દિલ માં બાપ રહે છે અને બાપ નાં દિલ માં અમે રહીએ છીએ. જાણો છો કે આ પરમાત્મ-પ્રેમ નો નશો અમને જ અનુભવ કરવાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. જ્યારે કોઈ થી પણ પ્રેમ થઈ જાય તો એની નિશાની શું હોય છે? એની નિશાની છે એમનાં ઉપર કુરબાન થવું. તો પરમપિતા પરમાત્મા આપ બાળકોથી શું ઈચ્છે છે, તે તો તમે બધા જાણો છો. બાપ ને દરેક બાળકો નાં પ્રત્યે આ જ ઈચ્છા છે કે મારું એક-એક બાળક બાપ સમાન બને. જેવાં બાપ એવી બાળકોની પણ શ્રેષ્ઠ સ્થિતિ બને. તે શ્રેષ્ઠ સ્થિતિ શું છે? સંપૂર્ણ પવિત્રતા ની સ્થિતિ. એવી પવિત્રતા જે સ્વપ્ન માં પણ અપવિત્રતા આવી ન શકે. એવી સંપૂર્ણ પવિત્ર સ્થિતિ બનાવી રહ્યાં છો? જે સંપૂર્ણ પવિત્રતા માં અપવિત્રતા નું નામ-નિશાન ન હોય.

વર્તમાન સમય સમીપ આવવાના કારણે બાપદાદા હમણાં આ જ ઇશારો આપી રહ્યાં છે કે સમય ની સમીપતા અનુસાર વ્યર્થ સંકલ્પ આ પણ અપવિત્રતા ની નિશાની છે. આખાં દિવસમાં આ પણ ચેક કરો કે કોઈ પણ વ્યર્થ સંકલ્પ અભિમાન નાં કે અપમાન નાં પોતાનાં તરફ ખેંચતાં તો નથી? કારણકે ચાલતાં-ચાલતાં જો બાપે આપેલી વિશેષતાઓને પોતાની વિશેષતા સમજી અભિમાન માં આવો છો તો આ પણ વ્યર્થ સંકલ્પ થયો અને મારાપણા નાં અશુભ સંકલ્પ હું કમ નથી, હું પણ બધું જાણું છું, આ મારો સંકલ્પ જ યથાર્થ છે, ઊંચો છે… આ મારાપણા નાં અભિમાન નાં સંકલ્પ આ પણ સૂક્ષ્મ અપવિત્રતા નો અંશ છે. તો પોતાને ચેક કરો કોઈ પણ પ્રકાર નાં અપવિત્રતા નાં વ્યર્થ સંકલ્પ નો કોઈ અંશ તો નથી રહી ગયો? કારણકે હમણાં પવિત્ર દુનિયાની સ્થાપના નો સમય સમીપ લાવવા વાળા તમે પરમાત્મ-પ્રિય બાળકો નિમિત્ત છો. તો જે નિમિત્ત આત્માઓ છે એમના વાયબ્રેશન ચારેય તરફ ફેલાય છે. તો ચેક કરો કોઈ પણ પ્રકારનાં વ્યર્થ સંકલ્પ પણ પોતાનાં તરફ ખેંચતાં તો નથી? કારણકે હવે પવિત્ર દુનિયા, પવિત્ર રાજ્ય સમીપ આવી રહ્યું છે. દુઃખ અને અશાંતિ ચારેય તરફ ભિન્ન-ભિન્ન સ્વરુપ માં વધી રહ્યાં છે. એના માટે પવિત્રતા નાં વાયબ્રેશન આવશ્યક છે. દુઃખ-અશાંતિ નું કારણ અપવિત્રતા છે. તો હવે અપવિત્ર આત્માઓની અને ભક્ત આત્માઓની ડબલ સેવા જોઈએ. વાણીની સેવા તો બાપદાદાએ જોઈ કે ચારેય તરફ ધૂમધામ થી ચાલી રહી છે. પોતાનાં ઠપકા પણ કાઢી રહ્યાં છે. પરંતુ હવે આત્માઓને એક્સ્ટ્રા સકાશ જોઈએ. તે છે મન્સા સેવા દ્વારા સકાશ આપવી, હિંમત આપવી, ઉમંગ-ઉત્સાહ આપવો. તો આ સમયે ડબલ સેવાની આવશ્યકતા છે. એટલા માટે બાપદાદાએ કહ્યું કે દરેક બાળક પોતાને પૂર્વજ સમજો. તમે આ કલ્પવૃક્ષ નું ફાઉન્ડેશન પૂર્વજ અને પૂજ્ય આપ આત્માઓ છો. બાપદાદા તો દુઃખી બાળકો નો અવાજ સાંભળતા રહે છે. આપ બાળકોની પાસે એમનાં પોકાર નો અવાજ પહોંચવો જોઈએ. જેટલાં સંપૂર્ણ પવિત્ર આત્મા બનશો. બની રહ્યાં છો, બન્યાં પણ છો પરંતુ સાથે-સાથે હવે મન્સા સેવા ને વધારવાની છે.

આજે વિશ્વ માં સુખ-શાંતિ, સંતોષ આત્માઓમાં ઓછો થઈ રહ્યો છે. તો આપ પરમાત્મ-પ્રેમ નાં પાત્ર આત્માઓને હમણાં પ્રેમ ની, સંતુષ્ટતા ની, ખુશી ની અંચલી આપવાની આવશ્યકતા છે. દુઃખીઓ ને સુખ ની અંચલી આપવાની છે. એક તો મન્સા સેવા દ્વારા સકાશ આપો અને બીજું પોતાનાં ચહેરા અને ચલન દ્વારા બાપ ને પ્રત્યક્ષ કરો. હમણાં જે સેવા કરી રહ્યાં છો અને કરી છે બાપદાદા ખુશ છે કે સેવા માં ચારેય તરફ ઉમંગ-ઉત્સાહ છે પરંતુ હવે એક સેવા રહેલી છે. હમણાં સુધી આ અવાજ તો થયો છે કે બ્રહ્માકુમારીઓ મનુષ્ય આત્માને સારા બનાવી દે છે, આ જે અશુદ્ધ વ્યવહાર છે, અશુદ્ધ વ્યવહાર થી મુક્ત કરી દે છે, જે ગવર્મેન્ટ ઈચ્છે છે જે યુથ ગ્રુપ માટે, તે સેવા ખૂબ સારી કરે છે. પરંતુ હવે બાપ આવ્યાં છે, પરમાત્મા આવી ગયાં છે, પરમાત્મ-જ્ઞાન આ આપી રહ્યાં છે, મારા બાપ વારસો આપવા આવી ગયાં છે, હવે બાપ ની તરફ નજર જવાથી એમને પણ પરમાત્મ-પ્રેમ, પરમાત્મા ની આકર્ષણ આકર્ષિત કરશે. સારું-સારું તો થઈ ગયું છે પરંતુ પરમાત્મ-બાપ ની પ્રત્યક્ષતા આકર્ષિત કરી સારા બનાવશે. તો હવે બાપ ને ઓળખે કે જેમને યાદ કરે છે તે જ્ઞાન આપી રહ્યાં છે, એમનાથી વારસો મળી રહ્યો છે. તો હવે મન્સા દ્વારા બાપ ને સમીપ લાવો. પોતાનાં ચહેરા અને ચલન દ્વારા, પોતાનાં નયનો માં બાપ પ્રત્યક્ષ થાય. તો હવે આ પરસ્પર પ્લાન બનાવો.

બાપદાદાએ જોયું જે પ્લાન બાપદાદાએ સમય પ્રતિ સમય આપ્યો છે તે બાળકોએ ખૂબ વિધિપૂર્વક, ઉમંગ-ઉત્સાહ સાથે કર્યો છે, કરી રહ્યાં છે, એટલે બાપદાદા બધા બાળકોને પદમ-પદમગુણા મુબારક આપી રહ્યાં છે. હવે એડિશન કરો કે ભગવાન વારસો આપી રહ્યાં છે. હમણાં વારસો નહીં લીધો તો ક્યારે લેશો? બાપ ને દુઃખ, અશાંતિ નું વાયુમંડળ જોઈને બાળકો પર રહેમ આવે છે. અને બાપ અને તમે જાણો છો કે આ તો અતિ માં જવાનું જ છે. વગર અતિ નાં અંત નથી થતો. એવાં સમય પર આત્માઓને આ અનુભવ કરાવો, ફક્ત સંભળાવો નહીં, અનુભવ કરાવો કે ભગવાન વારસો આપી રહ્યાં છે. તમે બધા પણ આ જ ઈચ્છો છો ને કે આ બાપ ની પ્રત્યક્ષતા ક્યારે અને કેવી રીતે થશે! તો બ્રહ્માકુમારીઓ સુધી પહોંચ્યા છે પરંતુ બ્રહ્માકુમારીઓને શીખવાડવા વાળા કોણ? બ્રહ્માકુમારીઓ નાં, બ્રહ્માકુમારો નો દાતા કોણ? હવે સમય ને સમીપ લાવવાનો છે, સમાપ્તિ કરવાની છે. સમાપ્તિ ને સમીપ લાવવા વાળા કોણ છે? દરેક બાળક સમજે છે ને કે હું જ નિમિત્ત છું. બાપે આ જવાબદારી પોતાનાં સાથી બાળકોને આપી છે. સન શોઝ ફાધર. કોઈ-કોઈ જ્યારે બાપ ને જાણે છે, તો જુઓ તમે બધાએ બાપને જાણ્યાં તો શું કર્યું? ઓળખી લીધા, જાણી લીધા, તો બાળકો બની વારસા નાં અધિકારી બની ગયાં. હવે વારસો લેવાવાળા આત્માઓની લાઈન લાગવી જોઈએ. અને લાઇન થોભેલી કેમ છે? કારણકે કોઈ-કોઈ બાળકો હમણાં આ વ્યર્થ સંકલ્પો ની લાઈન માં લાગેલા છે. કેમ, શું, કેવી રીતે, હમણાં આ સમાપ્તિ માં સમય આપે છે પરંતુ વ્યર્થ સમાપ્ત નથી થયું. વ્યર્થ સમર્થ બનવામાં રુકાવટ નાખે છે.

આજે બાપદાદા વ્યર્થ સંકલ્પો ની સમાપ્તિ કરવા માટે બધા ચારેય તરફનાં બાળકોને હિંમત આપી રહ્યાં છે કે હવે થી વ્યર્થ ને સમાપ્ત કરી સદા સમર્થ બની સમર્થ બનાવો. ફક્ત સંદેશ નહીં આપો, સમર્થ બનાવો, સમર્થ બનો, સમર્થ બનાવો. વ્યર્થ નો સમાપ્તિ દિવસ મનાવો. થઈ શકે છે? તો સમજો છો કે વ્યર્થ સંકલ્પ પોતાને પણ નુકસાન પહોંચાડે છે, સમય બરબાદ કરે છે, ચહેરા પર સદા ખુશનુમા, ખુશકિસ્મત નો અનુભવ ઓછો કરાવે છે! એટલે હવે સમાપ્તિ નો સમય સમીપ લાવવાનો છે, કોને? તમારે ને! જે સમજે છે કે હવે સમાપ્તિ નાં સમય ને સમીપ લાવવાનો છે, એના માટે વ્યર્થ ને સમાપ્ત કરવાનું જ છે, કરવાનું છે નહીં, કરવાનું જ છે, સ્વપ્ન માં પણ ન આવે, સંકલ્પ તો છોડો પરંતુ સ્વપ્ન માં પણ ન આવે, એવાં હિંમતવાળા બાળકો જે પોતાને સમજે છે તે હાથ ઉઠાવો. મન નો હાથ ઉઠાવી રહ્યાં છો ને! હાથ તો ખૂબ સહજ છે પરંતુ મન નો હાથ ઉઠાવી રહ્યાં છો? જે મન નો હાથ ઉઠાવી રહ્યાં છે તે હાથ ઉઠાવો, મન નો હાથ. સારું.

હમણાં બાપદાદા બધા બાળકોને આ વરદાન આપી રહ્યાં છે કે તમે બધા આવવા વાળી નવી દુનિયામાં ૨૧ જન્મ સદા ખુશ રહેશો. મહેનત નહીં કરશો. દુનિયાની ઉલજનો માં નહીં પડશો. જે જીવન માં જોઈએ, તન-મન-ધન બધું મળી જશે. તન તંદુરસ્ત, મન ખુશ, ધન અથાહ આ તમને ૨૧ જન્મ ની ગેરંટી છે. સારું, આજકાલ નાં જમાના નાં હિસાબ થી તો વાતો ખૂબ બદલાતી જાય છે. ગવર્મેન્ટ નાં કાયદા પણ બદલાય છે, મનુષ્યો ની વૃત્તિ પણ બદલાય છે. તો દરેક નાં જીવન માં વ્યર્થ વાતો તો આવવાની જ છે, તો વ્યર્થ ને સમાપ્ત કરવા માટે સમર્થ સંકલ્પ જોઈએ. વેસ્ટ ને ખતમ કરવા માટે બેસ્ટ સંકલ્પ જોઈએ. તો રોજ ની મોરલી માં જે વરદાન, સ્લોગન આવે છે એને સાંભળો. આ વરદાન જ શ્રેષ્ઠ સંકલ્પ છે. જ્યારે વ્યર્થ આવે તો શ્રેષ્ઠ સંકલ્પ મન ને જોઈએ. મન ખાલી નથી રહી શકતું. મન ને કોઈ ન કોઈ સંકલ્પ જોઈએ. તો વ્યર્થ વેસ્ટ ને બેસ્ટ કરવા માટે તમને આ વરદાન અને સ્લોગન વગેરે નાં શબ્દ મન ને ચેન્જ કરવા માટે જોઈએ. બીજું - જ્યારે સવારે આંખ ખુલે છે તો પહેલાં-પહેલાં શિવબાબા ને ગુડમોર્નિંગ કરો. કરી શકો છો? જુઓ કહેવત છે આખાં દિવસ માં જો કોઈ સારા ને જુએ છે તો આખો દિવસ સારી રીતે જાય છે, કોઈ ખરાબ ને જોઈ લો છો ને તો શું કહો છો? કહે છે ખબર નહીં કોનો ચહેરો જોયો જે આખો દિવસ ખરાબ ગયો. તો સારા થી સારા કોણ? શિવબાબા. શિવબાબા સાથે પ્રેમ છે ને? તો આંખ ખુલતા શિવબાબા ગુડમોર્નિંગ અને આંખ બંધ કરતાં રાત્રિ નાં, જ્યારે બેડ પર જાઓ છો તો શિવબાબા ગુડનાઈટ. આ તો સહજ છે ને? તો આખો દિવસ તમારો સારો જશે કારણકે શુભ સંકલ્પ પણ લઈ લીધો ને, વરદાન સાંભળી લીધું. તો એવું કરજો. તમારી સાથે બાપદાદા નો પ્રેમ છે ને? તો આ કરવાથી વધારે તમે આગળ વધતા જશો. પોતાનાં આ જીવનમાં પણ ખુશી નો અનુભવ કરશો. ક્યારેય દુઃખ ની લહેર નહીં આવશે. તો મંજૂર છે અને સહજયોગી બનો, બસ. હું આત્મા છું, શિવબાબા નું બાળક છું, બસ, આ સહજયોગી. ચાલતાં-ફરતાં આ યાદ કરો હું આત્મા છું, શિવબાબા નું બાળક છું. આ તો યાદ કરી શકો છો ને? ખુબ સારું.

તમે બધા જે વારિસ પણ છો અને વારિસ બનાવવા વાળા પણ છો. જે પોતે પોતાને બાપદાદા નાં પાક્કા વારિસ સમજે છે, તે હાથ ઉઠાવો. વારિસ છો? વી.આઈ.પી. પણ બધા હાથ ઉઠાવી રહ્યાં છે. તાળી તો વગાડો. સારું. હવે વારિસ ક્વોલિટી આજે આ સંકલ્પ પોતાનાથી દૃઢ કરશે, બાપદાદા ને આ સંકલ્પ આપશે કે અમે હમણાં થી, ક્યાર થી નહીં, હમણાં થી વ્યર્થ સંકલ્પ ને સમાપ્ત કરીને જ છોડીશું. મંજુર છે. છે મંજુર? છે તો હાથ ઉઠાવો. બે કામ છે. એક સદા સમર્થ બનવું અને બીજું સમર્થ સમય ને સમીપ લાવવો. કારણકે બાપદાદા ની પાસે પોકાર અને દુઃખ ની આહ ખૂબ સંભળાય છે. તમારી પાસે ખબર નહીં કેમ નથી સંભળાતી. બાપદાદા જ્યારે એવું સાંભળતા રહે છે તો આપ બાળકોને જે પોતાને વારિસ સમજે છે, વારસો લેવા વાળા છે, તો વારસો લેવા વાળાને બીજાઓને વારસો અપાવવા ઉપર રહેમ આવવો જોઈએ ને? રહેમ કેમ નથી આવતો? વૈરાગ, બેહદ નો વૈરાગ અને રહેમ આવવો જોઈએ. નાની-નાની વાતો માં કેમ, શું ની લાઇન માં સમય નથી આપવાનો. હવે હે બાપદાદા નાં સિકીલધા પદમ પદમ વરદાનો નાં વરદાની બાળકો! હમણાં સંકલ્પ ને દૃઢ કરો અને દૃઢતા ની ચાવી લગાવો. કર્મયોગી બનો. કર્મયોગી લાઇફ વાળા છો. લાઇફ સદાકાળ હોય છે, ક્યારેક-ક્યારેક નહીં. તો હવે પોતાનાં કૃપાળુ, દયાળુ, દુઃખહર્તા, સુખદાતા સ્વરુપ ને ઈમર્જ કરો. બાપદાદાએ અચાનક નો સમય બહુજકાળ થી બતાવ્યો છે. તો અચાનક નાં પહેલાં ભક્તો ની પોકાર તો પૂરી કરો. દુઃખીઓ નાં દુઃખ નો અવાજ તો સાંભળો. હવે દરેક નાનાં-મોટા વિશ્વ પરિવર્તક, વિશ્વ નાં દુઃખ પરિવર્તન કરી સુખ ની દુનિયા લાવવા વાળા જવાબદાર સમજો.

બાપદાદા નું આ આવવા-જવાનું પણ ક્યાં સુધી? એટલે બધું અચાનક થવાનું છે. તો હમણાં વારિસ ક્વોલિટી, વારસો અપાવો, રહેમદિલ બનવાનો પાર્ટ ભજવો. એવું નહીં વિચારો ક્યાં સુધી થશે! અચાનક થશે એટલે વ્યર્થ ને સમાપ્ત કરવાનું જ છે. થવાનું છે નહીં, કરવાનું જ છે. બાપદાદાએ રીઝલ્ટ જોઈ બધા નાં કર્મો ની ગતિ ને ચેક કરી. પુરુષાર્થ ની ગતિ ને ચેક કરી. ખજાના, જમા નાં ખાતા ચેક કર્યા. તો રીઝલ્ટ માં શું જોયું? જમા કરવાનો પુરુષાર્થ ખૂબ સારો કરે છે પરંતુ જે જમા કરો છો એમાં પર્સન્ટેજ ભિન્ન-ભિન્ન છે. જેટલું વિચારો છો જમા કર્યું, જમા થાય છે પરંતુ પર્સન્ટેજ છે, થોડું જમા થાય છે, સદા માટે જમા નથી થતું. જેટલું કરો છો એટલું સદા માટે જમા માં ફરક છે એટલે બાપદાદા હવે એક-એક વાત પર દૃઢ સંકલ્પ કરાવે છે. ક્રોધ પર કરાવ્યો કે મન થી પણ કોઈ નાં પ્રત્યે હલચલ ન હોય. કેમ, શું ન હોય. પરંતુ મુખ થી કોઈ કોઈએ કંટ્રોલ સારો કર્યો છે, પરંતુ મન થી થોડો-થોડો ચાલે છે. મટાડવાની કોશિશ કરી રહ્યાં છે છતાં પણ બાપદાદા ખુશ છે કે અટેન્શન ગયું છે. સમજવા લાગ્યાં છે કે આમાં મને જ નુકસાન છે. સમજ્યાં. સારું.

હવે ચારેય તરફ નાં પરમાત્મ-પ્રેમી બાળકો ને જે સદા બાપ નાં પ્રેમ માં ઉડતા રહે છે, તીવ્ર પુરુષાર્થી છે અને સેવા માં નિર્વિઘ્ન સાચાં સેવાધારી છે, એવાં ચારેય તરફ નાં બાળકો ને બાપદાદા પણ જોઈ રહ્યાં છે, સાથે-સાથે દૂર વાળાને પણ જોઈ રહ્યાં છે અને અહીં શાંતિવન માં પણ જે જગ્યા-જગ્યા પર સ્ક્રીન પર જોઈ રહ્યાં છે, સાંભળી રહ્યાં છે, એ બધા બાળકોને બાપદાદા સદા માટે ખુશ રહો અને ખુશી આપો, આ વરદાન આપી રહ્યાં છે. ખુશ ચહેરો, કોઈ પણ તમારો ચહેરો જોઈને ખુશ થઈ જાય. કેવાં પણ હોય તમારો ચહેરો ખુશનુમા જોઈને સ્વયં પણ ખુશ થઈ જાય, આ વરદાન ચારેય તરફ નાં બાળકો જે સન્મુખ બેઠા છે એ બધાને માટે એક વરદાન છે. ક્યારેય ચહેરો મુરઝાયેલો ન હોય. જો તમે મુરઝાશો તો વિશ્વ ની હાલત શું થશે! તમારે સદા ખુશનુમા ચહેરા અને ખુશનુમા ચલન માં રહેવાનું છે અને રાખવાના છે. એવાં બધા તીવ્ર પુરુષાર્થી બાળકોને બાપદાદા નાં યાદપ્યાર અને મીઠાં-મીઠાં બાળકો ને નમસ્તે.

વરદાન :-
પોતાની મૂર્ત થી બાપ અને શિક્ષક ની સૂરત ને પ્રત્યક્ષ કરવા વાળા અનુભવી મૂર્ત ભવ

પોતાની અસલી પોઝિશન માં રહેવું - આ જ યાદ ની યાત્રા છે, જે છું, જેનો છું - એમાં સ્થિત રહો, આ જ અસલી સ્વરુપ નાં નિશ્ચય અને અનેકવાર નાં વિજય ની સ્મૃતિ થી સદા નશા ની સ્થિતિ નાં સાગર માં લહેરાતા રહેશો. જ્યારે સુખદાતા નાં બાળકો છો તો દુઃખ ની લહેર આવી કેવી રીતે શકે? સર્વશક્તિવાન નાં બાળકો શક્તિહીન થઈ કેવી રીતે શકે? આ જ પોઝિશન નાં અનુભવો માં રહો તો તમારી મૂર્ત થી બાપ કે શિક્ષક ની સૂરત સ્વતઃ પ્રત્યક્ષ થશે.

સ્લોગન :-
સત્યવાદી તે છે જેમના ચહેરા અને ચલન માં દિવ્યતા છે.

આ અવ્યક્ત ઇશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો

જ્યારે તમે બાળકો પોતાનાં આ ભ્રકુટી નાં તખ્ત પર, અકાળમૂર્ત બની સ્થિત થશો તો એકરસ સ્થિતિ નાં તખ્ત પર અને બાપદાદા નાં દિલતખ્ત પર વિરાજમાન થઈ શકશો. જ્યારે આ દૈવી સંગઠન ની મૂર્ત માં એકરસ સ્થિતિ નાં પ્રત્યક્ષ રુપ માં સાક્ષાત્કાર થાય ત્યારે બાપદાદા ની પ્રત્યક્ષતા સમીપ આવે એટલા માટે દરેક ને બાપદાદા નાં સંસ્કારો માં સમાન બનવાનું છે.