31-07-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
પોતાનો સમય વેસ્ટ નથી કરવાનો , અંદર નોલેજ નું સિમરણ કરતા રહો તો નિદ્રાજીત બની જશો
, બગાસા વગેરે નહીં આવશે”
પ્રશ્ન :-
આપ બાળકો બાપ પર ફિદા કેમ થયા છો? ફિદા થવાનો અર્થ શું છે?
ઉત્તર :-
ફિદા થવું અર્થાત્ બાપ ની યાદ માં સમાઈ જવું. જ્યારે યાદ માં સમાઈ જાઓ છો તો આત્મા
રુપી બેટરી ચાર્જ થતી જાય છે. આત્મા રુપી બેટરી નિરાકાર બાપ સાથે જોડાય છે, તો બેટરી
ચાર્જ થઈ જાય છે, વિકર્મ વિનાશ થઈ જાય છે. કમાણી જમા થઈ જાય છે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બાળકોને સમજાવે છે, હમણાં અહીં તમે શરીર ની સાથે બેઠાં છો. જાણો છો મૃત્યુલોક માં આ
અંતિમ શરીર છે. પછી શું થશે? પછી બાપ ની સાથે શાંતિધામ માં સાથે હશો. આ શરીર નહીં
હશે પછી સ્વર્ગ માં આવશો તો નંબરવાર પુરુષાર્થ અનુસાર, બધાં તો સાથે નહીં આવે. આ
રાજધાની સ્થાપન થઈ રહી છે. જેવી રીતે બાપ શાંતિ નાં, સુખ નાં સાગર છે, બાળકોને પણ
એવા શાંતિ નાં, સુખ નાં સાગર બનાવી રહ્યા છે પછી જઈને શાંતિધામ માં વિરાજમાન થવાનું
છે. તો બાપ ને, ઘર ને અને સુખધામ ને યાદ કરવાના છે. અહીં તમે જેટલી-જેટલી આ અવસ્થા
માં બેસો છો, તમારા જન્મ-જન્માંતર નાં પાપ ભસ્મ થાય છે, આને કહેવાય છે યોગાગ્નિ.
સંન્યાસી કોઈ સર્વશક્તિવાન સાથે યોગ નથી લગાવતાં. તે તો રહેવાનું સ્થાન બ્રહ્મ સાથે
યોગ લગાવે છે. તે છે તત્વયોગી, બ્રહ્મ અથવા તત્વ સાથે યોગ લગાવવા વાળા. અહીં જીવ
આત્માઓનો ખેલ થાય છે, ત્યાં સ્વીટ હોમ માં ફક્ત આત્માઓ રહે છે. એ સ્વીટહોમ માં જવા
માટે આખી દુનિયા પુરુષાર્થ કરે છે. સંન્યાસી પણ કહે છે અમે બ્રહ્મ માં લીન થઈ જઈએ.
એવું નથી કહેતા અમે બ્રહ્મ માં જઈને નિવાસ કરીએ. આ તો આપ બાળકો હવે સમજી ગયા છો.
ભક્તિમાર્ગ માં કેટલી ખિટ-ખિટ સાંભળતા રહે છે. અહીં તો બાપ આવીને ફક્ત બે શબ્દ જ
સમજાવે છે. જેવી રીતે મંત્ર જપે છે ને? કોઈ ગુરુ ને યાદ કરે છે, કોઈ કોને યાદ કરે
છે. સ્ટુડન્ટ ટીચર ને યાદ કરે છે. હમણાં આપ બાળકોને ફક્ત બાપ અને ઘર જ યાદ છે. બાપ
પાસેથી તમે વારસો લો છો શાંતિધામ અને સુખધામ નો. એ જ દિલ માં યાદ રહે છે. મુખ થી
કંઈ બોલવાનું નથી. બુદ્ધિ થી તમે જાણો છો શાંતિધામ પછી છે સુખધામ. આપણે પહેલાં
મુક્તિ માં, પછી જીવનમુક્તિ માં જઈશું. મુક્તિ-જીવનમુક્તિ દાતા એક જ બાપ છે. બાપ
બાળકોને વારંવાર સમજાવે છે-સમય વેસ્ટ ન કરવો જોઈએ. જન્મ-જન્માંન્તર પાપો નો બોજો
માથા પર છે. આ જન્મ નાં પાપો વગેરે ની તો સ્મૃતિ રહે છે. સતયુગ માં આ વાતો હોતી નથી.
અહીં બાળકો જાણે છે જન્મ-જન્માંતર નાં પાપો નો બોજો છે. નંબરવન છે કામ વિકાર નું
વિકર્મ, જે જન્મ-જન્માંતર કરતા આવ્યા છો અને બાપ ની નિંદા પણ ખૂબ કરી છે. બાપ જે
સર્વ ને સદ્દગતિ આપે, એમની કેટલી નિંદા કરી છે? આ બધું ધ્યાન માં રાખવાનું છે. હવે
જેટલું બની શકે બાપ ને યાદ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. હકીકત માં વાહ સદ્દગુરુ
કહેવાય છે, ગુરુ પણ નહીં. વાહ ગુરુ નો કોઈ અર્થ નથી. વાહ સદ્દગુરુ!
મુક્તિ-જીવનમુક્તિ એ જ આપે છે ને? તે ગુરુ તો અનેક છે. આ છે એક સદ્દગુરુ. તમે લોકોએ
ગુરુ તો ખૂબ કર્યા છે. દરેક જન્મ મ