31-08-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  15.12.2006    બાપદાદા મધુબન


“ સ્મૃતિ સ્વરુપ , અનુભવી મૂર્ત બની સેકંડ ની તીવ્રગતિ થી પરિવર્તન કરી પાસ વિથ ઓનર બનો”
 


આજે બાપદાદા ચારેય તરફનાં બાળકો માં ત્રણ વિશેષ ભાગ્ય ની રેખાઓ મસ્તક માં ચમકતી જોઈ રહ્યા છે. બધાનાં મસ્તક ભાગ્ય ની રેખાઓથી ચમકી રહ્યા છે. એક છે પરમાત્મ-પાલના ની ભાગ્યની રેખા. બીજી છે શ્રેષ્ઠ શિક્ષક દ્વારા શિક્ષા ની ભાગ્ય ની રેખા. ત્રીજી છે સદ્દગુરુ દ્વારા શ્રીમત ની ભાગ્યની રેખા. આમ તો ભાગ્ય તમારું અથાહ છે છતાં પણ આજે આ વિશેષ ત્રણ રેખાઓ જોઈ રહ્યા છે. તમે પણ પોતાનાં મસ્તક માં ચમકતી રેખાઓ અનુભવ કરી રહ્યા છો ને! સૌથી શ્રેષ્ઠ છે પરમાત્મ-પ્રેમ ની પાલના ની રેખા. જેવી રીતે બાપ ઊંચા માં ઊંચા છે તો પરમાત્મ-પાલના પણ ઊંચા માં ઊંચી છે. આ પાલના કેટલાં થોડા ને પ્રાપ્ત થાય છે, પરંતુ તમે બધા આ પાલના નાં પાત્ર બન્યા છો. આ પાલના આખા કલ્પ માં આપ બાળકોને એક જ વાર પ્રાપ્ત થાય છે. હમણાં નથી તો ક્યારેય પ્રાપ્ત નથી થઈ શકતી. આ પરમાત્મ-પાલના, પરમાત્મ-પ્રેમ, પરમાત્મ-પ્રાપ્તિઓ કોટો માં કોઈ આત્માઓને જ અનુભવ થાય છે. તમે બધા તો અનુભવી છો ને! અનુભવ છે? પાલના નો પણ અનુભવ છે, ભણતર અને શ્રીમત નો પણ અનુભવ છે? અનુભવી મૂર્ત છો? તો સદા પોતાનાં મસ્તક માં ભાગ્યનો તારો ચમકતો દેખાય છે, સદા? કે ક્યારેક ચમકતો તારો ડલ પણ થાય જાય છે શું? ઢીલો ન હોવો જોઈએ. જો ચમકતો તારો ઢીલો થાય છે તો એનું કારણ શું છે? જાણો છો?

બાપદાદાએ જોયું છે કે કારણ છે સ્મૃતિ સ્વરુપ નથી બન્યાં. વિચારો છો હું આત્મા છું, પરંતુ વિચાર સ્વરુપ બનો છો, સ્મૃતિ સ્વરુપ ઓછાં બનો છો. જ્યાં સુધી સ્મૃતિ સ્વરુપ સદા નથી બનતા ત્યાં સુધી સમર્થી આવી શકતી. સ્મૃતિ જ સમર્થી અપાવે છે. સ્મૃતિ સ્વરુપ જ સમર્થ સ્વરુપ છે એટલે ભાગ્ય નો તારો ઓછો ચમકે છે. સ્વયં સ્વયં થી પૂછો કે વધારે સમય વિચાર સ્વરુપ બનો છો કે સ્મૃતિ સ્વરુપ બનો છો? વિચાર સ્વરુપ બનવાથી વિચારો ખૂબ સારું છો, હું આ છું, હું આ છું, હું આ છું… પરંતુ સ્મૃતિ સ્વરુપ ન હોવાના કારણે સારું વિચારતા પણ વ્યર્થ સંકલ્પ, સાધારણ સંકલ્પ મિક્સ થઈ જાય છે. હકીકત માં જોવાય તો તમારું અનાદિ સ્વરુપ સ્મૃતિ સો સમર્થ સ્વરુપ છે. અને આદિ માં પણ આ સમય નાં સ્મૃતિ સ્વરુપ ની પ્રારબ્ધ પ્રાપ્ત થાય છે. તો અનાદિ અને આદિ સ્મૃતિ સ્વરુપ છો અને આ સમયે અંત માં સંગમ સમય પર પણ સ્મૃતિ સ્વરુપ બનો છો. તો આદિ, અનાદિ અને અંત ત્રણેય કાળો માં સ્મૃતિ સ્વરુપ છો. વિચારતા સ્વરુપ નથી, એટલે બાપદાદાએ પહેલા પણ કહ્યું કે વર્તમાન સમય અનુભવી મૂર્ત બનવું શ્રેષ્ઠ સ્ટેજ છે. વિચારો છો આત્મા છું, પરમાત્મ-પ્રાપ્તિ છે, પરંતુ સમજવું અને અનુભવ કરવો આમાં ખૂબ અંતર છે. અનુભવી મૂર્ત ક્યારેય પણ ન માયા થી દગો ખાઈ શકે, ન દુઃખ ની અનુભૂતિ કરી શકે. આ જે વચ્ચે-વચ્ચે માયા નાં ખેલ જુઓ છો, આ ખેલ કરો પણ છો, એનું કારણ છે અનુભવી મૂર્ત ની કમી છે. અનુભવની ઓથોરિટી સૌથી શ્રેષ્ઠ છે. તો બાપદાદાએ જોયું કે ઘણા બાળકો વિચારે છે પરંતુ સ્વરુપ ની અનુભૂતિ ઓછી છે.

આજ ની દુનિયામાં મેજોરીટી આત્માઓ જોવા અને સાંભળવાથી થાકી ગયા છે પરંતુ અનુભવ દ્વારા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તો અનુભવ કરાવવો, અનુભવી જ કરાવી શકે છે. અને અનુભવી આત્મા સદા આગળ વધતી રહેશે, ઉડતી રહેશે કારણકે અનુભવી આત્મા માં ઉમંગ-ઉત્સાહ સદા ઇમર્જ રુપ માં રહે છે. તો ચેક કરો દરેક પોઈન્ટ નાં અનુભવી મૂર્ત બન્યા છો? અનુભવ ની ઓથોરિટી તમારા દરેક કર્મ માં દેખાય છે? દરેક બોલ, દરેક સંકલ્પ અનુભવની ઓથોરિટી થી છે કે ફક્ત સમજવાના આધાર પર છે? એ છે સમજવું, બીજો છે અનુભવ કરવો. દરેક વિષય માં, જ્ઞાન ની પોઈન્ટ્સ વર્ણન કરવી, તે તો બહાર નાં સ્પીકર પણ ખૂબ સ્પીચ કરી લે છે. પરંતુ દરેક પોઇન્ટ નાં અનુભવી સ્વરુપ બનવું, આ છે જ્ઞાની તું આત્મા. યોગ લગાવવા વાળા ઘણાં છે, યોગ માં બેસવાવાળા ઘણાં છે, પરંતુ યોગ નો અનુભવ અર્થાત્ શક્તિ સ્વરુપ બનવું અને શક્તિ સ્વરુપની પરખ આ છે કે જે સમયે જે શક્તિ ની આવશ્યકતા છે, એ સમયે એ શક્તિનું આવાહન કરી નિર્વિઘ્ન સ્વરુપ બની જાય. જો એક પણ શક્તિ ની કમી છે, વર્ણન છે પરંતુ સ્વરુપ નથી તો પણ સમય પર દગો ખાઈ શકો છો. જોઈએ સહનશક્તિ અને તમે યુઝ કરો સામનો કરવાની શક્તિ, તો યોગયુક્ત અનુભવી સ્વરુપ નહીં કહેવાશે. ચારેય વિષય માં સ્મૃતિ સ્વરુપ કે અનુભવી સ્વરુપ ની નિશાની શું હશે? સ્થિતિ માં નિમિત્ત ભાવ, વૃત્તિ માં સદા શુભ ભાવ, આત્મિક ભાવ, નિઃસ્વાર્થ ભાવ. વાયુમંડળ માં કે સંબંધ-સંપર્ક માં સદા નિર્માન ભાવ, વાણી માં સદા નિર્મળ વાણી. આ વિશેષતા અનુભવી મૂર્ત ની દરેક સમયે નેચરલ નેચર હશે. નેચરલ નેચર. હમણાં ઘણાં બાળકો ક્યારેક-ક્યારેક કહે છે કે અમે ઇચ્છતા નથી આ કરીએ પરંતુ મારી જૂની નેચર છે. નેચર નેચરલ કામ તે જ કરે છે, વિચારવું નથી પડતું, પરંતુ નેચર નેચરલ કામ કરે છે. તો પોતાને ચેક કરો - મારી નેચરલ નેચર શું છે? જો કોઈ પણ જૂની નેચર અંશ માત્ર પણ છે, તો દરેક સમયે તે કાર્ય માં આવતા-આવતા પાક્કા સંસ્કાર બની જાય છે. એજ જૂની નેચર, જૂનો સ્વભાવ, જૂના સંસ્કાર ને સમાપ્ત પણ કરવા ઈચ્છો છો પરંતુ કરી નથી શકતાં, એનું કારણ શું છે? નોલેજફુલ તો બધામાં બની ગયા છો, પરંતુ જે ઈચ્છો છો ન થવું જોઈએ, તે થઈ જાય છે, તો કારણ શું છે? પરિવર્તન કરવાની શક્તિ ઓછી છે. મેજોરીટી માં દેખાય છે કે પરિવર્તન ની શક્તિને સમજે પણ છે, વર્ણન પણ કરે છે, જો બધાને પરિવર્તન શક્તિ નાં ટોપિક પર લખવા માટે કહીએ કે ભાષણ કરવા માટે કહીએ તો બાપદાદા સમજે છે બધા ખૂબ હોંશિયાર છે, ખૂબ સારું ભાષણ પણ કરી શકે છે, લખી પણ શકે છે અને બીજા કોઈ આવે છે એટલે સમજાવે પણ ખૂબ સારું છે - કોઈ વાંધો નહીં, પરિવર્તન કરી લો. પરંતુ સ્વયં માં પરિવર્તન કરવાની શક્તિ ક્યાં સુધી છે! વર્તમાન સમય નાં મહત્વ ને જાણતા પરિવર્તન કરવામાં સમય ન લગાવવો જોઈએ. સેકન્ડ માં પરિવર્તન ની શક્તિ કામ માં આવે કારણકે જ્યારે સમજો છો થવું ન જોઈએ, તો સમજતા પણ જો પરિવર્તન નથી કરી શકતાં, એનું કારણ છે? વિચારો છો પરંતુ સ્વરુપ નથી બનતાં, વિચાર સ્વરુપ આખો દિવસ માં વધારે બનો છો, સ્મૃતિ સો સમર્થ સ્વરુપ તે મેજોરીટી ઓછાં છે.

હવે તીવ્રગતિ નો સમય છે, તીવ્ર પુરુષાર્થ નો સમય છે, સાધારણ પુરુષાર્થ નો સમય નથી, સેકન્ડ માં પરિવર્તન નો અર્થ છે - સ્મૃતિ સ્વરુપ દ્વારા એક સેકન્ડ માં નિર્વિકલ્પ, વ્યર્થ સંકલ્પ નિવૃત્ત થઈ જાય, કેમ? સમય ની સમાપ્તિ ને સમીપ લાવવા વાળા નિમિત્ત છો. તો હમણાં નાં સમય નાં મહત્વ પ્રમાણે જ્યારે જાણો પણ છો કે દરેક કદમ માં પદમ સમાયેલાં છે, તો વધારવાનું તો બુદ્ધિમાં રાખો છો પરંતુ ગુમાવવાનું પણ બુદ્ધિમાં રાખો. જો કદમ માં પદમ બને પણ છે તો કદમ માં પદમ ગુમાવો પણ છો કે નહીં? તો હવે મિનિટ ની વાત પણ ગઈ, બીજાઓને માટે કહો છો એક મિનિટ સાઇલેન્સ માં રહો પરંતુ આપ સર્વ માટે સેકન્ડ ની વાત હોવી જોઈએ. જેવી રીતે હા અને ના વિચારવામાં કેટલો સમય લાગે છે? સેકન્ડ. તો પરિવર્તન શક્તિ એટલી ફાસ્ટ જોઈએ. સમજ્યાં ઠીક છે, નથી ઠીક, ના ઠીક ને બિંદી અને ઠીક ને પ્રેક્ટિકલ માં લાવવાનું છે. હવે બિંદી નાં મહત્વ ને કાર્ય માં લગાવો. ત્રણ બિંદીઓને તો જાણો છો ને! પરંતુ બિન્દી ને સમય પર કાર્ય માં લગાવો. જેવી રીતે સાયન્સવાળા બધી વાત માં તીવ્રગતિ કરી રહ્યા છે અને પરિવર્તનની શક્તિ પણ વધારે કાર્ય માં લગાવી રહ્યા છે. તો સાઇલેન્સ ની શક્તિવાળા હમણાં લક્ષ્ય રાખો જો પરિવર્તન કરવું છે, નોલેજફુલ છો તો હમણાં પાવરફુલ બનો, સેકન્ડ ની ગતિ થી. કરી રહ્યા છીએ, થઈ જશે… કરી લઈશું… નહીં. થઈ શકે છે કે મુશ્કેલ છે? કારણકે લાસ્ટ સમયે સેકન્ડ નું પેપર આવવાનું છે, મિનિટ નું નહીં, તો સેકન્ડ નો અભ્યાસ બહુજકાળ નો હશે ત્યારે તો સેકન્ડમાં પાસ વિથ ઓનર બનશો ને? પરમાત્મ-સ્ટુડન્ટ છો, પરમાત્મ-ભણતર ભણી રહ્યા છો, તો પાસ વિથ ઓનર બનવાનું જ છે ને! પાસ માર્કસ લીધા તો શું થયું! પાસ વિથ ઓનર. શું લક્ષ્ય રાખ્યું છે? જે સમજે છે પાસ વિથ બનવાનું છે તે હાથ ઉઠાવો, પાસ વિથ ઓનર? ઓનર શબ્દ અન્ડર લાઈન કરજો. સારું. તો હવે શું કરવું પડશે? મિનિટ મોટર તો સાધારણ છે, હવે સેકન્ડ નું કામ છે.

હા, પંજાબ વાળા, હવે સેકન્ડ નો મામલો છે. આમાં નંબરવન કોણ થશે? પંજાબ. શું મોટી વાત છે? જેટલાં ફલક થી કહો છો, ખૂબ સારું કહો છો, ફલક થી કહો છો, બાપદાદા જ્યારે સાંભળે છે તો ખૂબ ખુશ થાય છે, કહે છે - શું મોટી વાત છે! બાપદાદા સાથે છે. તો સાથે તો ઓથોરિટી છે, તો શું કરવાનું છે હવે? હવે તીવ્ર બનવું પડશે. સેવા તો કરી રહ્યા છો અને સેવા નાં વગર બીજું કરશો પણ શું? ખાલી બેસશો શું? સેવા તો બ્રાહ્મણ આત્માઓ નો ધર્મ છે, કર્મ છે. પરંતુ હમણાં સેવાની સાથે-સાથે સમર્થ સ્વરુપ, જેટલો સેવાનો ઉમંગ-ઉત્સાહ દેખાડ્યો છે, બાપદાદા ખુશ છે, મુબારક પણ આપે છે. પરંતુ જેવી રીતે સેવા નો તાજ મળ્યો છે ને! (યુવા પદ યાત્રી તાજ પહેરીને બેઠા છે) તાજ પહેરેલો છે, જુઓ કેટલો સારો લાગી રહ્યો છે! હવે સ્મૃતિ સ્વરુપ બનવાનો તાજ પહેરીને દેખાડો. યુથ ગ્રુપ છો ને? તો કમાલ શું કરશો? સેવા માં પણ નંબરવન અને સમર્થ સ્વરુપ માં પણ નંબરવન. સંદેશ આપવો પણ બ્રાહ્મણ જીવન નો ધર્મ અને કર્મ છે પરંતુ હવે બાપદાદા ઈશારો આપી રહ્યા છે કે પરિવર્તન ની મશીનરી તીવ્ર કરો. નહીં તો પાસ વિથ ઓનર થવું મુશ્કેલ થઈ જશે. બહુજકાળ નો અભ્યાસ જોઈએ. વિચાર્યું અને કર્યું. ફક્ત વિચાર સ્વરુપ નહીં બનો, સમર્થ સ્મૃતિ સો સમર્થ સ્વરુપ બનો. વ્યર્થ ને તીવ્રગતિ થી સમાપ્ત કરો. વ્યર્થ સંકલ્પ, વ્યર્થ બોલ, વ્યર્થ કર્મ, વ્યર્થ સમય અને સંબંધ-સંપર્ક માં પણ વ્યર્થ વિધિ, રીતિ બધું સમાપ્ત કરો. જ્યારે બ્રાહ્મણ આત્માઓ તીવ્ર ગતિ થી આ સ્વ નાં વ્યર્થ ની સમાપ્તિ કરશે ત્યારે આત્માઓની દુવાઓ અને પોતાનાં પુણ્ય નું ખાતું તીવ્ર ગતિ થી જમા કરશો.

બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું કે બાપદાદા ત્રણ ખાતા ચેક કરી રહ્યા છે. પુરુષાર્થ ની ગતિ નું ખાતું, દુવાઓનું ખાતું, પુણ્ય નું ખાતું પરંતુ મેજોરીટી નાં ખાતા હમણાં ભરપૂર ઓછાં છે એટલે બાપદાદા આજે આ સ્લોગન યાદ અપાવી રહ્યા છે કે હવે તીવ્ર બનો, તીવ્ર પુરુષાર્થી બનો. તીવ્ર ગતિ થી સમાપ્તિ વાળા બનો. તીવ્ર ગતિ થી મન્સા દ્વારા વાયુમંડળ પરિવર્તન વાળા બનો.

બાપદાદા એક વાતમાં બધા બાળકો પર ખૂબ ખુશ પણ છે. કઈ વાત માં? પ્રેમ બધાનો બાપ થી જીગરી છે, આની મુબારક છે. પરંતુ બોલે શું કરો? આ સિઝન ની સમાપ્તિ સુધી હમણાં તો સમય છે, આ સિઝન ની સમાપ્તિ સુધી તીવ્ર ગતિ નો કંઈ ન કંઈ જલવો દેખાડો. પસંદ છે? પસંદ છે? જે સમજે છે લક્ષ્ય અને લક્ષણ બંને જ સ્મૃતિ માં રાખીશું, તે હાથ ઉઠાવો. ડબલ ફોરેનર્સ પણ રાખશે, ટીચર્સ પણ રાખશે અને યુથ પણ રાખશે અને પહેલી લાઈન વાળા પણ રાખશે! તો પદમ, પદમ, પદમગુણા ઈનએડવાન્સ મુબારક છે. અચ્છા.

હમણાં-હમણાં અભ્યાસ કરો - એક સેકન્ડ માં નિર્વિકલ્પ, નિરવ્યર્થ સંકલ્પ બની એકાગ્ર, એક બાપ બીજા ન કોઈ, આ એક જ સંકલ્પ માં એકાગ્ર થઈને બેસી શકો છો! બીજો કોઈ સંકલ્પ ન આવે. એક જ સંકલ્પ ની એકાગ્રતા શક્તિ નાં અનુભવ માં બેસી જાઓ. ટાઈમ નહીં લગાવતા, એક સેકન્ડમાં. અચ્છા.

ચારેય તરફનાં બાળકો ને જેમણે પણ વિશેષ યાદપ્યાર મોકલ્યા છે, તે દરેક બાળક પોતાના નામ થી યાદપ્યાર અને દિલ ની દુવાઓ સ્વીકાર કરજો. બાપદાદા જોઈ રહ્યા છે કે બધાનાં દિલ માં આવે છે, અમારી પણ યાદ, અમારી પણ યાદ, પરંતુ આપ બાળકો સંકલ્પ કરો છો અને બાપદાદા ની પાસે એ જ સમયે જ પહોંચી જાય છે એટલે બધા બાળકોને દરેક નાં નામ અને વિશેષતા સંપન્ન યાદ આપી રહ્યા છે.

તો બધા સદા સ્મૃતિ સ્વરુપ, સમર્થ સ્વરુપ, અનુભવ સ્વરુપ શ્રેષ્ઠ બાળકો ને, સદા જે શુભ વિચાર્યું તે તુરંત કર્યું, જેવી રીતે તુરંત દાન નું મહત્વ છે તેવી રીતે તુરંત પરિવર્તન નું પણ મહત્વ છે. તો તુરંત પરિવર્તન કરવાવાળા વિશ્વ પરિવર્તક બાળકો ને, સદા પરમાત્મ-પાલના, પરમાત્મ-પ્રેમ, પરમાત્મ-ભણતર અને પરમાત્મ-શ્રીમત ને દરેક કર્મ માં લાવવા વાળા મહાવીર બાળકો ને, સદા હિંમત અને એકાગ્રતા, એકતા દ્વારા નંબરવન તીવ્ર પુરુષાર્થ કરવાવાળા બાળકો ને બાપદાદા નાં દિલ નાં યાદપ્યાર અને દિલ ની દુવાઓ અને નમસ્તે.

દાદીઓ સાથે:- બધા સારો પાર્ટ ભજવી રહ્યા છો. દરેક નાં પાર્ટ ને જોઈ ખુશ થાય છે. નાનાં-નાનાં પણ સારો પાર્ટ ભજવી રહ્યા છે. એવું નથી સમજવાનું અમે તો નાનાં છીએ. નાનાં સુભાન અલ્લાહ છે. શક્તિઓનો પોતાનો પાર્ટ છે, પાંડવો નો પોતાનો પાર્ટ છે. પાંડવ ન હોય તો પણ કામ નહીં ચાલે, શક્તિઓ નથી તો પણ કામ નહીં ચાલે, એટલે ભારત માં ચતુર્ભુજ નું યાદગાર છે. બીજા કોઈ પણ ધર્મ માં ચતુર્ભુજ નહીં દેખાડે પરંતુ ભારત નાં યાદગાર માં ચતુર્ભુજ નું મહત્વ છે. તો બંને સારો પાર્ટ ભજવી રહ્યા છો પરંતુ હવે જલ્દી કરવાનું છે, બસ. ક્યારેક-ક્યારેક થોડા ઢીલા પડી જાઓ છો. હવે ઢીલા પડવાનો સમય નથી. વાતો તો ભિન્ન-ભિન્ન થાય જ છે પરંતુ આપણે વાતો નું રાઝ સમજી રાઝયુક્ત, યોગયુક્ત, સ્નેહયુક્ત, સહયોગ યુક્ત બની ચાલવાનું છે. સારું છે ને? (દાદાજી સાથે) ખુબ સારું લાગે છે ને? જુઓ કેટલાં આવ્યા છે? કેમ આવ્યા છે? આ બધાં કેમ આવ્યા છે! તમને મળવા આવ્યા છે. બાપદાદા સાથે તો મળવા આવ્યા છે પરંતુ સાથે દાદીઓ નહીં હોય તો કહેશે ને મજા નથી આવતી. અને તમે બધા ન હોય તો પણ મજા નથી આવતી.

વરદાન :-
સ્મૃતિ ની સ્વીચ દ્વારા સ્વ - કલ્યાણ અને સર્વ નું કલ્યાણ કરવાવાળા સિદ્ધિ સ્વરુપ ભવ

સ્થિતિ નો આધાર સ્મૃતિ છે. આ શક્તિશાળી સ્મૃતિ રહે કે “હું બાપ નો અને બાપ મારા.” તો આ સ્મૃતિ થી સ્વયં ની સ્થિતિ શક્તિશાળી રહેશે અને બીજાઓને પણ શક્તિશાળી બનાવશો. જેવી રીતે સ્વીચ ઓન કરવાથી પ્રકાશ થઈ જાય છે એવી રીતે આ સ્મૃતિ પણ એક સ્વીચ છે. સદા સ્મૃતિ રુપી સ્વીચ નું અટેન્શન હોય તો સ્વયં અને સર્વ નું કલ્યાણ કરતા રહેશો. નવો જન્મ થયો તો નવી સ્મૃતિઓ આવી. જૂની બધી સ્મૃતિઓ સમાપ્ત - આ જ વિધિ થી સિદ્ધિ સ્વરુપ નું વરદાન પ્રાપ્ત થઈ જશે.

સ્લોગન :-
અતિન્દ્રિય સુખ ની અનુભૂતિ કરવા માટે પોતાનાં શાંત સ્વરુપ સ્થિતિ માં સ્થિત રહો.

અવ્યક્ત ઈશારા - સહજયોગી બનવું છે તો પરમાત્મ-પ્રેમ નાં અનુભવી બનો

બાપદાદા પ્રેમ નાં બંધન માં બંધાયેલા છે. છૂટવા ઈચ્છે તો પણ છૂટી નથી શકતાં, એટલે ભક્તિ માં પણ બંધન નું ચિત્ર દેખાડ્યું છે. પ્રેક્ટિકલ માં પ્રેમ નાં બંધન અવ્યક્ત હોવા છતાં પણ બંધાવું પડે છે. વ્યક્ત થી છોડાવ્યા છતાં પણ છૂટી ન શક્યાં. આ પ્રેમ ની દોરી ખૂબ મજબૂત છે. એવા સ્વરુપ બની, એકબીજા ને પ્રેમ ની દોરીઓ માં બાંધી સમીપ સંબંધ ની કે પોતાપણા ની અનુભૂતિ કરાવો.