31-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
મધુબન હોલીએસ્ટ ઓફ ધ હોલી ( સૌથી પવિત્ર ) બાપ નું ઘર છે , અહીંયા તમે કોઈ પણ પતિત
ને ન લાવી શકો”
પ્રશ્ન :-
આ ઈશ્વરીય મિશન માં
જે પાક્કા નિશ્ચય બુદ્ધિ છે તેમની નિશાનીઓ શું હશે?
ઉત્તર :-
૧. તે સ્તુતિ-નિંદા… બધામાં ધીરજ થી કામ લેશે, ૨. ક્રોધ નહીં કરશે, ૩. કોઈને પણ
દૈહિક દૃષ્ટિ થી નહીં જોશે. આત્મા ને જ જોશે, આત્મા બનીને વાત કરશે. ૪.
સ્ત્રી-પુરુષ સાથે રહેતાં કમળફૂલ સમાન રહેશે, ૫. કોઈ પણ પ્રકાર ની તમન્ના (ઇચ્છા)
નહીં રાખશે.
ગીત :-
જલે ન ક્યો
પરવાના…
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રત્યે રુહાની બાપ સમજાવી રહ્યાં છે અર્થાત્ ભગવાન ભણાવી રહ્યાં છે રુહાની
વિદ્યાર્થી ને. તે સ્કૂલો માં જે બાળકો ભણે છે, તેમને કોઈ રુહાની વિદ્યાર્થી નહીં
કહેવાશે. તે તો છે જ આસુરી વિકારી સંપ્રદાય નાં. પહેલાં તમે પણ આસુરી અથવા રાવણ
સંપ્રદાય નાં હતાં. હવે રામ રાજ્ય માં જવા માટે ૫ વિકારો રુપી રાવણ પર જીત મેળવવાનો
પુરુષાર્થ કરી રહ્યાં છો. આ જે નોલેજ પ્રાપ્ત નથી કરતા તેમને સમજાવવું પડે છે - તમે
રાવણ રાજ્ય માં છો. પોતે સમજતા નથી. તમે પોતાનાં મિત્ર-સંબંધીઓ વગેરે ને કહો છો અમે
બેહદ નાં બાપ પાસે થી ભણીએ છીએ તો એવું નથી કે તે નિશ્ચય કરે છે. કેટલું પણ બાપ કહે
કે ભગવાન કહે તો પણ નિશ્ચય નથી કરતાં. નવાં ને તો અહીંયા આવવાનો હુકમ નથી. ચિઠ્ઠી
વગર કે પૂછ્યા વગર તો કોઈ આવી પણ ન શકે. પરંતુ ક્યાંક-ક્યાંક કોઈ આવી જાય છે, એ પણ
કાયદા નું ઉલ્લંઘન છે. એક-એક નાં પૂરાં સમાચાર, નામ વગેરે લખીને પૂછવાનું હોય છે.
આમને મોકલી દઈએ? પછી બાબા કહે છે ભલે મોકલી દો. જો આસુરી પતિત દુનિયા નાં વિદ્યાર્થી
હશે તો બાપ સમજાવશે, તે ભણતર તો વિકારી પતિત ભણાવે છે. આ ઈશ્વર ભણાવે છે. તે ભણતર
થી પાઈ-પૈસા નું પદ મળે છે. ભલે કોઈ ખૂબ મોટી પરીક્ષા પાસ કરે છે, પછી ક્યાં સુધી
કમાતા રહેશે. વિનાશ તો સામે છે. કુદરતી આપદાઓ પણ બધી આવવાની છે. આ પણ તમે સમજો છો,
જે નથી સમજતા તેમને બહાર વિઝીટીંગ (અતિથી) રુમ માં બેસાડીને સમજાવવાનું હોય છે. આ
છે ઈશ્વરીય ભણતર, આમાં નિશ્ચયબુદ્ધિ જ વિજયન્તી થશે અર્થાત્ વિશ્વ પર રાજ્ય કરશે.
રાવણ સંપ્રદાય વાળા તો આ જાણતા નથી. આમાં બહુ જ ખબરદારી જોઈએ. પરવાનગી વગર કોઈ પણ
અંદર આવી ન શકે. આ કોઈ હરવા-ફરવાની જગ્યા નથી. થોડા સમય માં કાયદા કડક થઈ જશે કારણકે
આ છે હોલીએસ્ટ ઓફ ધ હોલી. શિવબાબા ને ઈન્દ્ર પણ કહેવાય છે ને? આ ઈન્દ્ર સભા છે. ૯
રત્ન આંગળી માં પણ પહેરે છે ને. તે રત્નો માં નીલમ પણ હોય છે, પન્ના, માણેક પણ હોય
છે. આ બધા નામ રાખેલા છે. પરીઓ નાં પણ નામ છે ને? તમે પરીઓ ઉડવા વાળા આત્માઓ છો.
તમારું જ વર્ણન છે. પરંતુ મનુષ્ય આ વાતો ને કાંઈ પણ સમજતા નથી.
વીંટી માં પણ જ્યારે
રત્ન પહેરે છે, તો તેમાં કોઈ પુખરાજ, નીલમ, પેરુજ પણ હોય છે. કોઈ ની કિંમત હજાર
રુપિયા તો કોઈ ની કિંમત ૧૦-૨૦ રુપિયા. બાળકો માં પણ નંબરવાર છે. કોઈ તો ભણીને માલિક
બની જાય છે. કોઈ પછી ભણીને દાસ-દાસીઓ બની જાય છે. રાજધાની સ્થાપન થાય છે ને? તો બાપ
ભણાવે છે. ઈન્દ્ર પણ એમને જ કહેવાય છે. આ જ્ઞાન વર્ષા છે. જ્ઞાન તો બાપ સિવાય કોઈ
આપી ન શકે. તમારો મુખ્ય ઉદ્દેશ જ આ છે. જો નિશ્ચય થઈ જાય કે ઈશ્વર ભણાવે છે પછી તે
ભણતર ને છોડશે નહીં. જે હશે જ પથ્થરબુદ્ધિ, તેમને ક્યારેય તીર નહીં લાગશે. આવીને
ચાલતાં-ચાલતાં પછી પડી જાય છે. ૫ વિકાર અડધાકલ્પ નાં શત્રુ છે. માયા દેહ-અભિમાન માં
લાવીને થપ્પડ મારી દે છે પછી આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, ભાગન્તી થઈ જાય છે. આ માયા
ખૂબ દુશ્તર છે, એક જ થપ્પડ થી પાડી દે છે. સમજે છે અમે ક્યારેય નહીં પડીશું છતાં પણ
માયા થપ્પડ લગાવી દે છે. અહીંયા સ્ત્રી-પુરુષ બંને ને પવિત્ર બનાવાય છે. તે તો
ઈશ્વર સિવાય કોઈ બનાવી ન શકે. આ છે ઈશ્વરીય મિશન.
બાપ ને ખેવૈયા પણ
કહેવાય છે, તમે છો નાવ. ખેવૈયા આવે છે, બધાની નાવ ને પાર લગાવવાં. કહે પણ છે સત્ય
ની નાવ ડોલશે પરંતુ ડૂબશે નહીં. કેટલાં અસંખ્ય મઠ-પંથ છે. જ્ઞાન અને ભક્તિ ની જેમ
લડાઈ થાય છે. ક્યારેક ભક્તિ નો પણ વિજય થશે, અંત માં તો જ્ઞાન નો જ વિજય થશે. ભક્તિ
ની તરફ જુઓ કેટલાં મોટાં-મોટાં યોદ્ધા છે. જ્ઞાનમાર્ગ ની તરફ પણ કેટલાં મોટાં-મોટાં
યોદ્ધા છે. અર્જુન, ભીમ વગેરે નામ રાખ્યાં છે. આ તો બધી વાર્તાઓ બનાવી છે. ગાયન તો
તમારું જ છે. હીરો-હિરોઈન નો પાર્ટ તમારો હમણાં ભજવાઈ રહ્યો છે. આ સમયે જ યુદ્ધ ચાલે
છે. તમારા માં પણ ઘણાં છે જે આ વાતો ને બિલકુલ સમજતા નથી. જે સારા-સારા હશે તેમને જ
તીર લાગશે. થર્ડ ક્લાસ તો બેસી ન શકે. દિવસે-દિવસે ખૂબ કડક કાયદા થતા જશે.
પથ્થરબુદ્ધિ જે કાંઈ નથી સમજતા તેમને તો અહીં બેસવું પણ ગેરકાયદેસર છે.
આ હૉલ હોલીએસ્ટ ઓફ
હોલી છે. પોપ ને હોલી કહેવાય છે. આ તો બાપ છે હોલીએસ્ટ ઓફ હોલી. બાપ કહે છે આ બધાનું
મારે કલ્યાણ કરવાનું છે. આ બધું વિનાશ થઈ જવાનું છે. આ પણ કોઈ બધા થોડી સમજે છે? ભલે
સાંભળે છે પરંતુ એક કાન થી સાંભળી બીજા કાન થી કાઢી નાખે છે. નથી કાંઈ ધારણ કરતા,
નથી કરાવતાં. એવાં મૂંગા-બહેરા પણ ઘણાં છે. બાપ કહે છે હિયર નો ઈવિલ… તેઓ તો વાંદરા
નું ચિત્ર દેખાડે છે. પરંતુ આ તો મનુષ્યો માટે કહેવાય છે. મનુષ્ય આ સમયે વાંદરા થી
પણ ખરાબ છે. નારદ ની પણ કહાણી બેસીને બનાવી છે. એમને કહ્યું તમે પોતાનો ચહેરો તો
જુઓ - ૫ વિકાર તો અંદર માં નથી? જેમ સાક્ષાત્કાર થાય છે. હનુમાન નો પણ સાક્ષાત્કાર
થાય છે ને? બાપ કહે છે કલ્પ-કલ્પ આ થાય છે. સતયુગ માં આ કાંઈ પણ વાતો હોતી નથી. આ
જૂની દુનિયા જ ખતમ થઈ જશે. જે પાક્કા નિશ્ચયબુદ્ધિ છે, તે સમજે છે કલ્પ પહેલાં પણ
અમે આ રાજ્ય કર્યુ હતું. બાપ કહે છે - બાળકો, હવે દૈવીગુણ ધારણ કરો. કોઈ ગેરકાયદેસર
કામ ન કરો. સ્તુતિ-નિંદા બધા માં ધીરજ ધારણ કરવાની છે. ક્રોધ ન થવો જોઈએ. તમે કેટલાં
ઊંચ વિદ્યાર્થી છો, ભગવાન બાપ ભણાવે છે. એ ડાયરેક્ટ ભણાવી રહ્યાં છે છતાં પણ કેટલાં
બાળકો ભૂલી જાય છે કારણકે સાધારણ તન છે ને? બાપ કહે છે દેહધારી ને જોવાથી તમે એટલાં
ઉઠી નહીં શકો. આત્મા ને જુઓ. આત્મા અહીં ભ્રકુટી ની વચ્ચે રહે છે. આત્મા સાંભળીને
ગરદન હલાવે છે. હંમેશા આત્મા સાથે વાત કરો. તમે આત્મા આ શરીર રુપી તખ્ત પર બેઠાં
છો. તમે તમોપ્રધાન હતાં હવે સતોપ્રધાન બનો. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાથી
દેહ નું ભાન છૂટી જશે. અડધાકલ્પ નું દેહ-અભિમાન રહેલું છે. આ સમયે બધા દેહ-અભિમાની
છે.
હવે બાપ કહે છે
દેહી-અભિમાની બનો. આત્મા જ બધું ધારણ કરે છે. ખાય-પીવે બધું જ આત્મા કરે છે. બાપ ને
તો અભોક્તા કહેવાય છે. એ છે નિરાકાર. આ શરીરધારી બધું જ કરે છે. એ ખાતા-પીતા કાંઈ
નથી, અભોક્તા છે. તો આમની પછી તે લોકો નકલ કરે છે. કેટલાં મનુષ્યો ને ઠગે છે. તમારી
બુદ્ધિ માં હમણાં પૂરું જ્ઞાન છે, કલ્પ પહેલાં જેમણે સમજ્યું હતું તે સમજશે. બાપ કહે
છે હું જ કલ્પ-કલ્પ આવીને તમને ભણાવું છું અને સાક્ષી બનીને જોઉં છું. નંબરવાર
પુરુષાર્થ અનુસાર જે ભણ્યાં હતાં એ જ ભણશે. સમય લાગે છે. કહે છે કળિયુગ હજી ૪૦ હજાર
વર્ષ શેષ (બાકી) છે. તો ઘોર અંધકાર માં છે ને? આને અજ્ઞાન અંધકાર કહેવાય છે.
ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ માં રાત-દિવસ નો ફરક છે. આ પણ સમજવાની વાતો છે. બાળકો
ખૂબ ખુશી માં ડૂબેલા રહેવા જોઈએ. બધું જ છે, કોઈ ઈચ્છા નથી. જાણો છો કલ્પ પહેલાં ની
જેમ આપણી બધી કામનાઓ પૂરી થાય છે એટલે પેટ ભરેલું રહે છે. જેમને જ્ઞાન નથી, તેમનું
થોડી પેટ ભરેલું રહેશે? કહેવાય છે - ખુશી જેવો ખોરાક નથી. જન્મ-જન્માંતર ની રાજાઈ
મળે છે. દાસ-દાસી બનવા વાળા ને એટલી ખુશી નહીં રહેશે. પૂરાં મહાવીર બનવાનું છે. માયા
હલાવી ન શકે.
બાપ કહે છે આંખો ની
બહુ જ સંભાળ રાખવાની છે. ક્રિમિનલ દૃષ્ટિ (કુદૃષ્ટિ) ન જાય. સ્ત્રી ને જોવાથી
ચલાયમાન થઈ જાય છે. અરે, તમે તો ભાઈ-બહેન, કુમાર-કુમારી છો ને? પછી કર્મેન્દ્રિયો
ચંચળતા કેમ કરે છે? મોટાં-મોટાં લખપતિ, કરોડપતિ ને પણ માયા ખલાસ કરી દે છે. ગરીબો
ને પણ માયા એકદમ મારી નાખે છે. પછી કહે છે બાબા અમે ધક્કો ખાધો. અરે, ૧૦ વર્ષ પછી
પણ હાર ખાઈ લીધી. હવે તો પાતાળ માં પડી ગયાં. અંદર માં સમજે છે આમની અવસ્થા કેવી
છે! કોઈ-કોઈ તો ખૂબ સારી સર્વિસ કરે છે. કન્યાઓએ પણ ભીષ્મ પિતામાહ વગેરે ને બાણ
માર્યા છે ને? ગીતા માં થોડું ઘણું છે. આ તો છે જ ભગવાનુવાચ. જો કૃષ્ણ ભગવાને ગીતા
સંભળાવી તો પછી એવું કેમ કહે છે કે હું જે છું જેવો છું, કોઈ વિરલા જાણે છે. કૃષ્ણ
અહીંયા હોત તો ખબર નહીં શું કરી દેત. શ્રીકૃષ્ણ નું શરીર તો હોય જ છે સતયુગ માં. એ
નથી જાણતા કે શ્રીકૃષ્ણ નાં અનેક જન્મો નાં અંત નાં શરીર માં હું પ્રવેશ કરું છું.
શ્રીકૃષ્ણ ની આગળ તો ઝટ બધા ભાગી આવે. પોપ વગેરે આવે છે તો કેટલું ઝુંડ જઈને ભેગું
થાય છે. મનુષ્ય એવું થોડી જ સમજે છે કે આ સમયે બધા પતિત તમોપ્રધાન છે. કહે પણ છે હે
પતિત-પાવન, આવો પરંતુ સમજતા નથી કે અમે પતિત છીએ. બાળકો ને બાપ કેટલું સારી રીતે
સમજાવે છે. બાબા ની બુદ્ધિ તો બધા સેવાકેન્દ્ર નાં અનન્ય બાળકો તરફ ચાલી જાય છે.
જ્યારે વધારે અનન્ય બાળકો અહીં આવે છે તો પછી અહીં જોઉ છું, નહીં તો બહાર બાળકો ને
યાદ કરવા પડે છે. તેમની આગળ જ્ઞાન ડાન્સ કરું છું. મેજોરીટી જ્ઞાની તૂ આત્મા હોય છે
તો મજા પણ આવે છે. નહીં તો બાળકીઓ પર કેટલાં અત્યાચાર થાય છે. કલ્પ-કલ્પ સહન કરવું
પડે છે. જ્ઞાન માં આવવાથી પછી ભક્તિ પણ છૂટી જાય છે. ઘર માં સમજો મંદિર છે,
સ્ત્રી-પુરુષ બંને ભક્તિ કરે છે, સ્ત્રી ને જ્ઞાન ની ચટક લાગી જાય છે અને ભક્તિ છોડી
દે છે તો કેટલાં હંગામા થઈ જશે. વિકાર માં પણ ન જાય, શાસ્ત્ર વગેરે પણ ન વાંચે તો
ઝઘડા થશે ને? આમાં વિધ્ન ખૂબ પડે છે, બીજા સત્સંગ માં જવા માટે રોકતા નથી. અહીંયા
છે પવિત્રતા ની વાત. પુરુષો તો નથી રહી શકતાં તો જંગલ માં ચાલ્યાં જાય, સ્ત્રીઓ ક્યાં
જાય? સ્ત્રીઓ માટે તે સમજે છે નર્ક નો દ્વાર છે. બાપ કહે છે આ તો સ્વર્ગ નો દ્વાર
છે. તમે બાળકીઓ હવે સ્વર્ગ સ્થાપન કરો છો. આનાં પહેલાં નર્ક નો દ્વાર હતી. હવે
સ્વર્ગ ની સ્થાપના થાય છે. સતયુગ છે સ્વર્ગ નો દ્વાર, કળિયુગ છે નર્ક નો દ્વાર. આ
સમજ ની વાત છે. આપ બાળકો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજો છો. ભલે પવિત્ર તો રહો
છો. બાકી જ્ઞાન ની ધારણા નંબરવાર થાય છે. તમે તો ત્યાંથી નીકળીને અહીં આવીને બેઠાં
છો, પરંતુ હવે તો સમજાવાય છે ગૃહસ્થ વ્યવહાર માં રહેવાનું છે. તેમને તકલીફ થાય છે.
અહીંયા રહેવા વાળા માટે કોઈ તકલીફ નથી. તો બાપ સમજાવે છે કમળફૂલ સમાન ગૃહસ્થ
વ્યવહાર માં રહેતાં પવિત્ર રહો. એ પણ આ અંતિમ જન્મ ની વાત છે. ગૃહસ્થ વ્યવહાર માં
રહેતાં પોતાને આત્મા સમજો. આત્મા જ સાંભળે છે, આત્મા જ આ બન્યો છે. આત્મા જ
જન્મ-જન્માંતર ભિન્ન-ભિન્ન ડ્રેસ પહેરતો આવે છે. હવે આપણે આત્માઓ એ પાછા જવાનું છે.
બાપ સાથે યોગ લગાવવાનો છે. મૂળ વાત છે આ. બાપ કહે છે હું આત્માઓ સાથે વાત કરું છું.
આત્મા ભ્રકુટી ની વચ્ચે રહે છે. આ ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) દ્વારા સાંભળે છે. આત્મા
આમાં ન હોત તો શરીર મડદું બની જાય. બાપ કેટલું વન્ડરફુલ જ્ઞાન આવીને આપે છે,
પરમાત્મા વગર તો આ વાતો કોઈ સમજાવી ન શકે. સંન્યાસી વગેરે કોઈ આત્મા ને થોડી જુએ
છે? તે તો આત્મા ને પરમાત્મા સમજે છે. બીજું પછી કહે છે આત્મા ને લેપ-છેપ નથી લાગતો.
શરીર ને ધોવા ગંગા માં જાય છે. એ નથી સમજતા આત્મા જ પતિત બને છે. આત્મા જ બધું કરે
છે. બાપ સમજાવતા રહે છે, એમ ન સમજો હું ફલાણો છું, આ ફલાણો છે… ના, બધા આત્માઓ છે.
જાત-પાત નો કોઈ ભેદ ન રહેવો જોઈએ. પોતાને આત્મા સમજો. ગવર્મેન્ટ કોઈ ધર્મ ને નથી
માનતી. આ બધા ધર્મ તો દેહ નાં છે. પરંતુ સર્વ આત્માઓ નાં બાપ તો એક જ છે. જોવાનો પણ
આત્મા ને છે. બધા આત્માઓ નો સ્વધર્મ શાંત છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જે વાત કામ
ની નથી તેને એક કાન થી સાંભળી બીજા કાને થી કાઢી નાખવાની છે, હિયર નો ઈવિલ… બાપ જે
શિક્ષાઓ આપે છે તેને ધારણ કરવાની છે.
2. કોઈ પણ હદ ની
તમન્નાઓ નથી રાખવાની. આંખો ની ખૂબ સંભાળ રાખવાની છે. ક્રિમિનલ દૃષ્ટિ ન જાય. કોઈ પણ
કર્મેન્દ્રિય ચલાયમાન ન થાય. ખુશી થી ભરપૂર રહેવાનું છે.
વરદાન :-
માયા નાં ખેલ
ને સાક્ષી બનીને જોવા વાળા સદા નિર્ભય , માયાજીત ભવ
સમય પ્રતિ સમય જેવી
રીતે આપ બાળકો ની સ્ટેજ આગળ વધતી જઈ રહી છે, એવી રીતે હવે માયા નો વાર ન થવો જોઈએ,
માયા નમસ્કાર કરવા આવે, વાર કરવા નહીં. જો માયા આવી પણ જાય તો એને ખેલ સમજીને જુઓ.
એવો અનુભવ થાય જાણે સાક્ષી બનીને હદ નો ડ્રામા જુઓ છો. માયા નું કેવું પણ વિકરાળ
રુપ હોય તમે એને રમકડા નો ખેલ સમજીને જોશો તો ખૂબ મજા આવશે, પછી એનાથી ડરશો કે
ગભરાશો નહીં. જે બાળકો સદા ખેલાડી બનીને સાક્ષી થઈ માયા નો ખેલ જુએ છે તે સદા
નિર્ભય કે માયાજીત બની જાય છે.
સ્લોગન :-
એવાં સ્નેહ
નાં સાગર બનો જે ક્રોધ સમીપ પણ ન આવી શકે.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો
કર્માતીત અર્થાત્
કર્મ નાં અધિન નહીં, કર્મો નાં પરતંત્ર નહીં. સ્વતંત્ર થઈ કર્મેન્દ્રિયો દ્વારા
કર્મ કરાવો. જે ગાયન છે કે કરવા છતાં અકર્તા, સંબંધ-સંપર્ક માં રહેવા છતાં કર્માતીત,
શું એવી સ્ટેજ રહે છે? કોઈપણ લગાવ ન હોય અને સર્વિસ પણ લગાવ થી નહીં, પરંતુ નિમિત્ત
ભાવ થી થાય, આનાથી સહજ જ કર્માતીત બની જશો.