01-02-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આપ આત્માઓ નો સ્વધર્મ શાંતિ છે , તમારો દેશ શાંતિધામ છે , તમે આત્મા શાંત સ્વરુપ છો એટલે તમે શાંતિ માંગી ન શકો”

પ્રશ્ન :-
તમારું યોગબળ કઈ કમાલ કરે છે?

ઉત્તર :-
યોગબળ થી તમે આખી દુનિયા ને પવિત્ર બનાવો છો, તમે કેટલાં થોડાક બાળકો યોગબળ થી આ આખો પહાડ ઉઠાવીને સોના નો પહાડ સ્થાપન કરો છો. ૫ તત્વ સતોપ્રધાન થઈ જાય છે, સારું ફળ આપે છે. સતોપ્રધાન તત્વો થી શરીર પણ સતોપ્રધાન બને છે. ત્યાં નાં ફળ પણ બહુ જ મોટા-મોટા સ્વાદિષ્ટ હોય છે.

ઓમ શાંતિ!
જ્યારે ઓમ્ શાંતિ કહેવાય છે તો ખૂબ ખુશી થવી જોઈએ કારણકે હકીકત માં આત્મા છે જ શાંત સ્વરુપ, એનો સ્વધર્મ જ શાંત છે. આનાં પર સંન્યાસી પણ કહે છે, શાંતિ નો તો તમારાં ગળા માં હાર છે. શાંતિ ને બહાર ક્યાં શોધો છો? આત્મા સ્વતઃ શાંત સ્વરુપ છે. આ શરીર માં પાર્ટ ભજવવા આવવું પડે છે. આત્મા સદા શાંત રહે તો કર્મ કેવી રીતે કરશે? કર્મ તો કરવાનાં જ છે. હા, શાંતિધામ માં આત્માઓ શાંત રહે છે. ત્યાં શરીર નથી, આ કોઈ પણ સંન્યાસી વગેરે નથી સમજતા કે આપણે આત્મા છીએ, શાંતિધામ માં રહેવા વાળા છીએ. બાળકો ને સમજાવ્યું છે-શાંતિધામ આપણો દેશ છે પછી આપણે સુખધામ માં આવીને પાર્ટ ભજવીએ છીએ પછી રાવણ રાજ્ય હોય છે દુઃખધામ માં. આ ૮૪ જન્મો ની કહાણી છે. ભગવાનુવાચ છે ને અર્જુન પ્રત્યે કે તું સ્વયં નાં જન્મો ને નથી જાણતો. એક ને કેમ કહે છે? કારણકે એક ની ગેરંટી (ખાતરી) છે. આ રાધા-કૃષ્ણ ની તો ગેરંટી છે ને, તો એમને જ કહે છે. આ બાપ પણ જાણે છે, બાળકો પણ જાણે છે કે આ જે બધા બાળકો છે બધા તો ૮૪ જન્મ લેવા વાળા નથી. કોઈ વચ્ચે આવશે, કોઈ અંત માં આવશે. આમનું તો સર્ટેન (નિશ્ચિત) છે. આમને કહે છે-હે બાળકો. તો આ અર્જુન થયા ને? રથ પર બેઠાં છે ને? બાળકો સ્વયં પણ સમજી શકે છે-અમે જન્મ કેવી રીતે લઈશું? સર્વિસ જ નથી કરતા તો સતયુગ નવી દુનિયામાં પહેલાં કેવી રીતે આવશે? એમની તકદીર ક્યાં છે? પછી જે જન્મ લેશે તેમનાં માટે તો જૂનું ઘર થતું જશે ને? હું આમનાં માટે કહું છું, જેમનાં માટે તમને પણ સર્ટેન છે. તમે પણ સમજી શકો છો - મમ્મા-બાબા ૮૪ જન્મ લે છે. કુમારકા છે, જનક છે, આવા-આવા મહારથી જે છે તે ૮૪ જન્મ લે છે. જે સર્વિસ નથી કરતા તો જરુર થોડા જન્મ પછી આવશે. સમજે છે અમે તો નાપાસ થઈ જઈશું, અંત માં આવી જઈશું. સ્કૂલ માં દોડીને નિશાના સુધી આવીને ફરી પાછા જતા રહે છે ને? બધા એકરસ થઈ ન શકે. રેસ માં જરા પા ઈંચ નો પણ ફરક પડે છે તો ફાયદા માં આવી જાય છે, આ પણ અશ્વ રેસ છે. અશ્વ ઘોડા ને કહેવાય છે. રથ ને પણ ઘોડો કહેવાય છે. બાકી આ જે દેખાડે છે દક્ષ પ્રજાપિતાએ યજ્ઞ રચ્યો, એમાં ઘોડાઓ ને હવન કર્યા, આ બધી વાતો નથી. નથી દક્ષ પ્રજાપિતા, નથી કોઈ યજ્ઞ રચ્યો. પુસ્તકો માં ભક્તિમાર્ગ ની કેટલી દંતકથાઓ છે? તેનું નામ જ કથા છે. ખૂબ કથાઓ સાંભળે છે. તમે તો આ ભણો છો. ભણતર ને કથા થોડી કહેવાશે? સ્કૂલ માં ભણે છે, મુખ્ય-ઉદ્દેશ હોય છે. અમને આ ભણતર થી આ નોકરી મળશે. કાંઈ ન કાંઈ મળે છે. હવે આપ બાળકોએ દેહી-અભિમાની ખૂબ બનવાનું છે. આ જ મહેનત છે. બાપ ને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે. ખાસ યાદ કરવાનાં હોય છે, એવું નહીં કે હું તો શિવબાબા નો બાળક છું ને પછી યાદ શું કરું? ના, યાદ કરવાના છે પોતાને વિદ્યાર્થી સમજીને. આપણને આત્માઓ ને શિવબાબા ભણાવી રહ્યા છે, આ પણ ભૂલી જાય છે. શિવબાબા એક જ શિક્ષક છે જે સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સંભળાવે છે, આ પણ યાદ નથી રહેતું. દરેક બાળકે પોતાનાં દિલ ને પૂછવાનું છે કે કેટલો સમય બાપ ની યાદ રહે છે? વધારે સમય તો બાહ્યમુખતા માં જ જાય છે. આ યાદ જ મુખ્ય છે. આ ભારત નાં યોગ ની જ ખૂબ મહિમા છે. પરંતુ યોગ કોણ શીખવાડે છે-આ કોઈને ખબર નથી. ગીતા માં શ્રીકૃષ્ણ નું નામ નાખી દીધું છે. હવે શ્રીકૃષ્ણ ને યાદ કરવાથી તો એક પણ પાપ નહીં કપાશે કારણકે એ તો શરીરધારી છે. ૫ તત્વો નાં બનેલા છે. એમને યાદ કર્યા તો માટી ને યાદ કરી, ૫ તત્વો ને યાદ કર્યાં. શિવબાબા તો અશરીરી છે એટલે કહે છે અશરીરી બનો, મુજ બાપ ને યાદ કરો.

કહો પણ છો-હે પતિત-પાવન, એ તો એક થયા ને? યુક્તિ થી પૂછવું જોઈએ-ગીતા નાં ભગવાન કોણ? ભગવાન રચયિતા તો એક જ હોય છે. જો મનુષ્ય પોતાને ભગવાન કહેવડાવે પણ છે તો એવું ક્યારેય નહીં કહેશે કે તમે બધા મારાં બાળકો છો. યા તો કહેશે તતત્વમ્ યા તો કહેશે ઈશ્વર સર્વવ્યાપી છે. અમે પણ ભગવાન, તમે પણ ભગવાન, જ્યાં જોઉં છું તું જ તું છે. પથ્થર માં પણ તું, એવું કહી દે છે. તમે મારા બાળકો છો, આ કહી ન શકે. આ તો બાપ જ કહે છે-હે મારા લાડલા રુહાની બાળકો. આવું બીજા કોઈ કહી ન શકે. મુસલમાન ને જો કોઈ કહે મારા લાડલા બાળકો, તો થપ્પડ મારી દે. આ એક જ પારલૌકિક બાપ કહી શકે છે. બીજું કોઈ સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપી ન શકે. ૮૪ ની સીડી નું રહસ્ય કોઈ સમજાવી ન શકે નિરાકાર બાપ સિવાય. એમનું અસલ નામ જ છે શિવ. આ તો મનુષ્યોએ અથાહ નામ રાખી દીધાં છે. અનેક ભાષાઓ છે. તો પોત-પોતાની ભાષા માં નામ રાખી દે છે. જેમ બોમ્બે માં બાબુલનાથ કહે છે, પરંતુ તે અર્થ થોડી સમજે છે? તમે સમજો છો કાંટાઓ ને ફૂલ બનાવવા વાળા છે. ભારત માં શિવબાબા નાં હજારો નામ હશે, અર્થ કાંઈ નથી જાણતાં. બાપ બાળકોને જ સમજાવે છે. એમાં પણ માતાઓ ને બાબા વધારે આગળ કરે છે. આજકાલ સ્ત્રીઓ નું માન પણ છે કારણકે બાપ આવ્યા છે ને? બાપ માતાઓ ની મહિમા ઊંચી કરે છે. તમે શિવ શક્તિ સેના છો, તમે જ શિવબાબા ને જાણો છો. સત્ય તો એક જ છે. ગવાય પણ છે સચ ની બેડી હલે ડોલે, ડૂબે નહીં… તો તમે સાચાં છો, નવી દુનિયાની સ્થાપના કરી રહ્યા છો. બાકી જુઠ્ઠી બેડીઓ બધી ખતમ થઈ જશે. તમે પણ કાંઈ અહીં રાજ્ય કરવા વાળા નથી. તમે પછી બીજા જન્મ માં આવીને રાજ્ય કરશો. આ ખૂબ ગુપ્ત વાતો છે જે તમે જ જાણો છો. આ બાબા ન મળ્યા હોત તો કાંઈ પણ જાણતા નહોતાં. હવે જવાનું છે.

આ છે યુધિષ્ઠિર, યુદ્ધ નાં મેદાન માં બાળકોને ઉભા કરવા વાળા. આ છે નોન-વાયોલેન્સ, અહિંસક. મનુષ્ય હિંસા સમજી લે છે મારામારી ને. બાપ કહે છે પહેલી મુખ્ય હિંસા તો કામ કટારી ની છે એટલે કામ મહાશત્રુ કહ્યું છે, આનાં પર જ વિજય મેળવવાનો છે. મૂળ વાત છે જ કામ વિકાર ની, પતિત એટલે વિકારી. વિકારી કહેવાય છે જ પતિત બનવા વાળા ને, જે વિકાર માં જાય છે. ક્રોધ કરવા વાળા ને એવું નહીં કહેવાશે કે આ વિકારી છે. ક્રોધી ને ક્રોધી, લોભી ને લોભી કહેવાશે. દેવતાઓ ને નિર્વિકારી કહેવાય છે. દેવતાઓ નિર્લોભી, નિર્મોહી, નિર્વિકારી છે. એ ક્યારેય વિકાર માં નથી જતાં. તમને કહે છે વિકાર વગર બાળકો કેવી રીતે થશે? તેમને તો નિર્વિકારી માનો છો ને? તે છે જ વાઈસલેસ (નિર્વિકારી) દુનિયા. દ્વાપર, કળિયુગ છે વિશશ (વિકારી) દુનિયા. પોતાને વિકારી, દેવતાઓ ને નિર્વિકારી કહે તો છે ને? તમે જાણો છો આપણે પણ વિકારી હતાં. હવે આમનાં જેવા નિર્વિકારી બની રહ્યા છીએ. લક્ષ્મી-નારાયણે પણ યાદ નાં બળ થી આ પદ મેળવ્યું છે ફરી મેળવી રહ્યા છે. આપણે જ દેવી-દેવતા હતાં, આપણે કલ્પ પહેલાં આવું રાજ્ય મેળવ્યું હતું, જે ગુમાવ્યું, ફરી આપણે મેળવી રહ્યા છીએ. આ જ ચિંતન બુદ્ધિ માં રહે તો પણ ખુશી રહેશે. પરંતુ માયા આ સ્મૃતિ ભૂલાવી દે છે. બાબા જાણે છે તમે સ્થાઈ યાદ માં રહી નહીં શકો. આપ બાળકો અડોલ બની યાદ કરતા રહો તો જલ્દી કર્માતીત અવસ્થા થઈ જાય અને આત્મા પાછો ચાલ્યો જાય. પરંતુ ના. પહેલાં નંબર માં તો આ જવાવાળા છે. પછી છે શિવબાબા ની જાન. લગ્ન માં માતાઓ માટી નાં મટકા માં દીવો પ્રગટાવીને લઈ જાય છે ને? આ નિશાની છે. શિવબાબા સાજન તો સદા જાગતી જ્યોત છે. બાકી આપણી જ્યોત જગાડી છે. અહીં ની વાત પછી ભક્તિમાર્ગ માં લઈ ગયા છે. તમે યોગબળ થી પોતાની જ્યોત જગાડો છો. યોગ થી તમે પવિત્ર બનો છો. જ્ઞાન થી ધન મળે છે. ભણતર ને સોર્સ ઓફ ઇન્કમ (આવકનું સાધન) કહેવાય છે ને? યોગબળ થી તમે ખાસ ભારત અને આમ આખા વિશ્વ ને પવિત્ર બનાવો છો. આમાં કન્યાઓ ખૂબ સારી મદદગાર બની શકે છે. સર્વિસ કરી ઊંચુ પદ મેળવવાનું છે. જીવન હીરા જેવું બનાવવાનું છે, ઓછું નહીં. ગવાય છે ફોલો ફાધર-મધર (માત-પિતાનું અનુકરણ કરો). જુઓ, મધર-ફાધર અને અનન્ય બ્રધર્સ (ભાઈઓ), સિસ્ટર્સ (બહેનો).

આપ બાળકો પ્રદર્શન માં પણ સમજાવી શકો છો કે તમને બે ફાધર છે-લૌકિક અને પારલૌકિક. આમાં મોટું કોણ? મોટા તો જરુર બેહદ નાં બાપ થયા ને? વારસો એમની પાસે થી મળવો જોઈએ. હમણાં વારસો આપી રહ્યા છે, વિશ્વ નાં માલિક બનાવી રહ્યા છે. ભગવાનુવાચ-તમને રાજયોગ શીખવાડું છું પછી તમે બીજા જન્મ માં વિશ્વ નાં માલિક બનશો. બાપ કલ્પ-કલ્પ ભારત માં આવીને ભારત ને ખૂબ સાહૂકાર બનાવે છે. તમે વિશ્વ નાં માલિક બનો છો આ ભણતર થી. તે ભણતર થી શું મળશે? અહીં તો તમે હીરા જેવા બનો છો ૨૧ જન્મ માટે. તે ભણતર માં રાત-દિવસ નો ફરક છે. આ તો બાપ, શિક્ષક, ગુરુ એક જ છે. તો બાપ નો વારસો, શિક્ષક નો વારસો અને ગુરુ નો વારસો બધું જ આપે છે. હવે બાપ કહે છે દેહ સહિત બધાને ભૂલવાના છે. આપ મુયે મર ગઈ દુનિયા. બાપ નાં એડોપ્ટેડ (દત્તક) બાળકો બન્યા, બાકી કોને યાદ કરશો? બીજાને જોતા પણ જેમ કે જોતા નથી. પાર્ટ માં પણ આવીએ છીએ પરંતુ બુદ્ધિ માં છે-હવે આપણે ઘરે જવાનું છે પછી અહીં આવીને પાર્ટ ભજવવાનો છે. આ બુદ્ધિ માં રહે તો પણ બહુ જ ખુશી રહેશે. બાળકોએ દેહભાન છોડી દેવું જોઈએ. આ જૂની ચીજ અહીં છોડવાની છે, હવે પાછા જવાનું છે. નાટક પૂરું થાય છે. જૂની સૃષ્ટિ ને આગ લાગી રહી છે. આંધળા નાં સંતાન આંધળા અજ્ઞાન નિંદર માં સૂતેલાં પડ્યા છે. મનુષ્ય તો સમજશે આ સૂતેલો મનુષ્ય દેખાડ્યો છે. પરંતુ આ અજ્ઞાન નિંદર ની વાત છે, જેનાથી તમે જગાડો છો. જ્ઞાન અર્થાત્ દિવસ છે સતયુગ, અજ્ઞાન અર્થાત્ રાત છે કળિયુગ. આ બહુ જ સમજવાની વાતો છે. કન્યા લગ્ન કરે છે તો માતા-પિતા, સાસુ-સસરા વગેરે પણ યાદ આવશે. તેમને ભૂલવા પડે. એવા પણ યુગલ છે, જે સંન્યાસીઓ ને દેખાડે છે-અમે યુગલ બનીને ક્યારેય વિકાર માં નથી જતાં. જ્ઞાન-તલવાર વચ્ચે છે. બાપ નું ફરમાન છે-પવિત્ર રહેવાનું છે. જુઓ રમેશ-ઉષા છે, ક્યારેય પણ પતિત નથી બન્યાં, આ ડર છે જો અમે પતિત બન્યા તો ૨૧ જન્મો ની રાજાઈ ખતમ થઈ જશે. દેવાળું મારી દઈશું. એમ કોઈ-કોઈ નપાસ થઈ જાય છે. ગંધર્વ વિવાહ નું નામ તો છે ને? તમે જાણો છો પવિત્ર રહેવા થી પદ ખૂબ ઊંચું મળશે. એક જન્મ માટે પવિત્ર બનવાનું છે. યોગબળ થી કર્મેન્દ્રિયો પર પણ કંટ્રોલ (નિયંત્રણ) આવી જાય છે. યોગબળ થી તમે આખી દુનિયા ને પવિત્ર બનાવો છો. તમે કેટલાં થોડા બાળકો યોગબળ થી આ આખો પહાડ ઉડાવી સોના નો પહાડ સ્થાપન કરો છો. મનુષ્ય થોડી સમજે છે? તેઓ તો ગોવર્ધન પર્વત પાછળ પરિક્રમા કરતા રહે છે. આ તો બાપ જ આવીને આખી દુનિયા ને ગોલ્ડન એજડ (સતયુગ) બનાવે છે. એવું નથી કે હિમાલય કાંઈ સોનાનો થઈ જશે. ત્યાં તો સોના ની ખાણો ભરતું થઈ જશે. ૫ તત્વ સતોપ્રધાન છે, ફળ પણ સારા આપે છે. સતોપ્રધાન તત્વો થી આ શરીર પણ સતોપ્રધાન બને છે. ત્યાં નાં ફળ પણ ખૂબ મોટા-મોટા સ્વાદિષ્ટ હોય છે. નામ જ છે સ્વર્ગ. તો સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાથી જ વિકાર છૂટશે. દેહ-અભિમાન આવવાથી વિકાર ની ચેષ્ટા (ઈચ્છા) થાય છે. યોગી ક્યારેય વિકાર માં નહીં જશે. જ્ઞાન-બળ તો છે, પરંતુ યોગી નહીં હોય તો પડી જશે. જેમ પૂછાય છે-પુરુષાર્થ મોટો કે પ્રારબ્ધ? તો કહેવાય છે પુરુષાર્થ મોટો. એમ આમાં કહેવાશે યોગ મોટો. યોગ દ્વારા જ પતિત થી પાવન બને છે. હવે આપ બાળકો તો કહેશો અમે બેહદ નાં બાપ પાસે થી ભણીશું. મનુષ્ય પાસે ભણવાથી શું મળશે? મહિના માં શું કમાણી થશે? આ તમે એક-એક રત્ન ધારણ કરો છો. આ છે લાખો રુપિયા નાં. ત્યાં પૈસા ની ગણતરી નથી કરાતી. અગણિત ધન હોય છે. બધાને પોત-પોતાની ખેતી વગેરે હોય છે. હવે બાપ કહે છે હું તમને રાજયોગ શીખવાડું છું. આ છે મુખ્ય-ઉદ્દેશ. પુરુષાર્થ કરીને ઊંચા બનવાનું છે. રાજધાની સ્થાપન થઈ રહી છે. આ લક્ષ્મી-નારાયણે કેવી રીતે પ્રારબ્ધ મેળવી, આમની પ્રારબ્ધ ને જાણી ગયા તો બાકી શું જોઈએ? હવે તમે જાણો છો કલ્પ નાં ૫ હજાર વર્ષ પછી બાપ આવે છે, આવીને ભારત ને સ્વર્ગ બનાવે છે. તો બાળકોને સર્વિસ (સેવા) કરવાનો ઉમંગ હોવો જોઈએ. જ્યાં સુધી કોઈને રસ્તો નથી બતાવ્યો, ખાવાનું નહીં ખાઈશું-એટલો ઉલ્લાસ-ઉમંગ હોય ત્યારે ઊંચું પદ મેળવી શકો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ઈશ્વરીય સર્વિસ કરી પોતાનું જીવન ૨૧ જન્મો માટે હીરા જેવું બનાવવાનું છે. માત-પિતા અને અનન્ય ભાઈ-બહેનો ને જ ફોલો કરવાના છે.

2. કર્માતીત અવસ્થા બનાવવા માટે દેહ સહિત બધાને ભૂલવાના છે. પોતાની યાદ અડોલ અને સ્થાઈ બનાવવાની છે. દેવતાઓ જેવા નિર્લોભી, નિર્મોહી, નિર્વિકારી બનવાનું છે.

વરદાન :-
તડપતા આત્માઓ ને એક સેકન્ડ માં ગતિ - સદ્દગતિ આપવા વાળા માસ્ટર દાતા ભવ

જેવી રીતે સ્થૂળ સિઝન નો પ્રબંધ કરો છો, સેવાધારી સામગ્રી બધી તૈયારી કરો છો જેનાથી કોઈ ને કાંઈ તકલીફ ન થાય, સમય વ્યર્થ ન જાય. એવી રીતે જ હવે સર્વ આત્માઓ ની ગતિ-સદ્દગતિ કરવાની અંતિમ સિઝન આવવાની છે, તડપતા આત્માઓ ને લાઈન માં ઉભા રહેવાનું કષ્ટ નથી આપવાનું, આવતા જાય અને લેતા જાય. આનાં માટે એવરરેડી બનો. પુરુષાર્થી જીવન માં રહેવા કરતાં ઉપર હવે દાતાપણા ની સ્થિતિ માં રહો. દરેક સંકલ્પ,‌ દરેક સેકન્ડ માં માસ્ટર દાતા બનીને ચાલો.

સ્લોગન :-
હજૂર ને બુદ્ધિ માં હાજર રાખો તો સર્વ પ્રાપ્તિઓ જી હજૂર કરશે.

અવ્યક્ત ઈશારા - એકાંત - પ્રિય બનો , એકતા અને એકાગ્રતા ને અપનાવો

એકતા ની સાથે એકાંતપ્રિય બનવાનું છે. એકાંત-પ્રિય તે હશે જેનો અનેક તરફ થી બુદ્ધિયોગ તૂટેલો હશે અને એક નાં જ પ્રિય હશે. એક પ્રિય હોવાનાં કારણે એક ની જ યાદ માં રહી શકે. એકાંત-પ્રિય અર્થાત્ એક સિવાય બીજું ન કોઈ. સર્વ સંબંધ, સર્વ રસનાઓ એક પાસે થી લેવાવાળા જ એકાંત-પ્રિય બની શકે છે.