02-02-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  31.12.2003    બાપદાદા મધુબન


“ આ વર્ષે નિમિત્ત અને નિર્માણ બની

 

 જમા નાં ખાતા ને વધારો અને અખંડ

 

 મહાદાની બનો”
 


આજે અનેક ભુજાધારી બાપદાદા પોતાનાં ચારેય તરફ ની ભુજાઓ ને જોઈ રહ્યા છે. કોઈ ભુજાઓ સાકાર માં સન્મુખ છે અને ઘણી ભુજાઓ સૂક્ષ્મ રુપ માં દેખાઈ રહી છે. બાપદાદા પોતાની અનેક ભુજાઓ ને જોઈ હર્ષિત થઈ રહ્યા છે. બધી ભુજાઓ નંબરવાર બહુ જ ઓલરાઉન્ડર, એવરરેડી, આજ્ઞાકારી ભુજાઓ છે. બાપદાદા ફક્ત ઈશારો કરે તો રાઈટ હેન્ડસ કહે - હા બાબા, હાજર બાબા, હમણાં બાબા. એવા મુરબ્બી બાળકો ને જોઈ કેટલી ખુશી થાય? બાપદાદા ને રુહાની ફખુર (નશો) છે કે બાપદાદા સિવાય બીજા કોઈ પણ ધર્મ આત્મા, મહાન આત્મા ને આવી બીજી આટલી સહયોગી ભુજાઓ નથી મળતી. જુઓ, આખા કલ્પ માં ચક્કર લગાવો આવી ભુજાઓ કોઈને મળી છે? તો બાપદાદા દરેક ભુજા ની વિશેષતા ને જોઈ રહ્યા છે. આખા વિશ્વ માંથી વીણેલી વિશેષ ભુજાઓ છો, પરમાત્મ-સહયોગી ભુજાઓ છો. જુઓ, આજે આ હોલ માં પણ કેટલાં પહોંચી ગયા છે! (આજે હોલ માં ૧૮ હજાર થી પણ વધારે ભાઈ-બહેનો બેઠાં છે) બધા પોતાને પરમાત્મ-ભુજા છીએ, આ અનુભવ કરો છો? ફખુર છે ને?

બાપદાદા ને ખુશી છે કે ચારેય તરફ થી નવું વર્ષ મનાવવા માટે બધા પહોંચી ગયા છે. પરંતુ નવું વર્ષ શું યાદ અપાવે છે? નવો યુગ, નવો જન્મ. જેટલો જ અતિ જૂનો અંતિમ જન્મ છે એટલો જ નવો પહેલો જન્મ કેટલો સુંદર છે! આ શ્યામ અને તે સુંદર. એટલું સ્પષ્ટ જેમ આજ નાં દિવસે જૂનું વર્ષ પણ સ્પષ્ટ છે અને નવું વર્ષ પણ સામે સ્પષ્ટ છે. એવી રીતે પોતાનો નવો યુગ, નવો જન્મ સ્પષ્ટ સામે આવે છે? આજે અંતિમ જન્મ માં છીએ, કાલે પહેલાં જન્મ માં હોઈશું. ક્લિયર છે? સામે આવે છે? જે આદિ બાળકો છે એમણે બ્રહ્મા બાપ નો અનુભવ કર્યો. બ્રહ્મા બાપ ને જાણે પોતાનો નવો જન્મ, નવાં જન્મ ની રાજાઈ શરીર રુપી વસ્ત્ર સદા સામે ખીલ્લી પર લટકાયેલું દેખાતું હતું. જે પણ બાળકો મળવા જતા તે અનુભવ કરતા, બ્રહ્મા બાપ નો અનુભવ રહ્યો, આજે વૃદ્ધ છું કાલે મિચનૂ (વિષ્ણુ) જેવો બની જઈશ. યાદ છે ને? જૂનાઓ ને યાદ છે? છે પણ આજ અને કાલ નો ખેલ. આટલું સ્પષ્ટ ભવિષ્ય અનુભવ થાય. આજે સ્વરાજ્ય અધિકારી છો કાલે વિશ્વ રાજ્ય અધિકારી. છે નશો? જુઓ, આજે બાળકો તાજ પહેરીને બેઠાં છે. (રીટ્રીટ માં આવેલા ડબલ વિદેશી નાનાં બાળકો તાજ પહેરીને બેઠાં છે) તો શું નશો છે? તાજ પહેરવાથી શું નશો છે? આ ફરિશ્તા નાં નશા માં છે. હાથ હલાવી રહ્યા છે, અમે નશા માં છીએ.

તો આ વર્ષે શું કરશો? નવાં વર્ષ માં નવીનતા શું કરશો? કોઈ પ્લાન બનાવ્યો છે? નવીનતા શું કરશો? પ્રોગ્રામ તો કરતા રહો છો, લાખ નો પણ કર્યો, બે લાખ નો પણ કર્યો, નવીનતા શું કરશો? આજકાલ નાં લોકો એક તરફ સ્વ પ્રાપ્તિ માટે ઈચ્છુક પણ છે, પરંતુ હિંમતહીન છે. હિંમત નથી. સાંભળવા ઈચ્છે પણ છે, પરંતુ બનવાની હિંમત નથી. એવા આત્માઓ ને પરિવર્તન કરવા માટે પહેલાં તો આત્માઓ ને હિંમત ની પાંખ લગાવો. હિંમત ની પાંખ નો આધાર છે અનુભવ. અનુભવ કરાવો. અનુભવ એવી વસ્તુ છે, જરાક અંચલી મળ્યા પછી અનુભવ કર્યો તો અનુભવ ની પાંખ કહો અથવા અનુભવ નાં પગ કહો એનાથી હિંમત માં આગળ વધી શકશે. એનાં માટે વિશેષ આ વર્ષે નિરંતર અખંડ મહાદાની બનવું પડે , અખંડ . મન્સા દ્વારા શક્તિ સ્વરુપ બનાવો. મહાદાની બની મન્સા દ્વારા, વાયબ્રેશન દ્વારા નિરંતર શક્તિઓ નો અનુભવ કરાવો. વાચા દ્વારા જ્ઞાન-દાન આપો, કર્મ દ્વારા ગુણો નું દાન આપો. આખો દિવસ ભલે મન્સા, વાચા કે કર્મ ત્રણેય દ્વારા અખંડ મહાદાની બનો. સમય પ્રમાણે હમણા દાની નહીં, ક્યારેક-ક્યારેક દાન કર્યુ, ના, અખંડદાની કારણકે આત્માઓ ને આવશ્યક્તા છે. તો મહાદાની બનવા માટે પહેલાં પોતાનું જમા નું ખાતું ચેક કરો. ચારેય વિષય માં જમા નું ખાતું કેટલાં પર્સેન્ટ માં છે? જો સ્વયં માં જમા નું ખાતું નહીં હશે તો મહાદાની કેવી રીતે બનશો? અને જમા નાં ખાતા ને ચેક કરવાની નિશાની શું છે? મન્સા, વાચા, કર્મ દ્વારા સેવા તો કરી પરંતુ જમા ની નિશાની છે - સેવા કરતા સાથે-સાથે પહેલાં સ્વયં ની સંતુષ્ટતા. સાથે-સાથે જેમની સેવા કરો છો, એ આત્માઓ માં ખુશી ની સંતુષ્ટતા આવી? જો બંને તરફ સંતુષ્ટતા નથી તો સમજો સેવા નાં ખાતા માં તમારી સેવા નું ફળ જમા નથી થયું.

બાપદાદા ક્યારેક-ક્યારેક બાળકો નાં જમા નું ખાતું જુએ છે. તો ક્યાંક-ક્યાંક મહેનત વધારે છે, પરંતુ જમા નું ફળ ઓછું છે. કારણ? બંને તરફ ની સંતુષ્ટતા ની ઉણપ. જો સંતુષ્ટતા નો અનુભવ નથી કર્યો, ભલે પોતે, અથવા બીજાઓએ તો જમા નું ખાતું ઓછું થાય છે. બાપદાદાએ જમા નું ખાતું ખૂબ સહજ વધારવાની ગોલ્ડન ચાવી બાળકોને આપી છે. જાણો છો તે ચાવી શું છે? મળે તો છે ને? સહજ જમા નું ખાતું ભરપૂર કરવાની ગોલ્ડન ચાવી છે - કોઈ પણ મન્સા-વાચા-કર્મ, કોઈ માં પણ સેવા કરતી વખતે એક તો પોતાની અંદર નિમિત્ત ભાવની સ્મૃતિ. નિમિત્ત ભાવ, નિર્માણ ભાવ, શુભ ભાવ, આત્મિક સ્નેહ નો ભાવ, જો આ ભાવ ની સ્થિતિ માં સ્થિત થઈને સેવા કરો છો તો સહજ તમારા આ ભાવ થી આત્માઓ ની ભાવના પૂર્ણ થઈ જાય છે. આજ નાં લોકો દરેક નો ભાવ શું છે, તે નોંધ કરે છે. શું નિમિત્ત ભાવ થી કરી રહ્યા છે કે અભિમાન નાં ભાવ થી? જ્યાં નિમિત્ત ભાવ છે ત્યાં નિર્માણ ભાવ આપમેળે આવી જાય છે. તો ચેક કરો-શું જમા થયું? કેટલું જમા થયું? કારણકે આ સમયે સંગમયુગ જ જમા કરવાનો યુગ છે. પછી તો આખો કલ્પ જમા ની પ્રારબ્ધ છે.

તો આ વર્ષે શું વિશેષ અટેન્શન આપવાનું છે? પોત-પોતાનું જમા નું ખાતું ચેક કરો. ચેકર પણ બનો, મેકર પણ બનો કારણકે સમય ની સમીપતા નાં નજારા જોઈ રહ્યા છો. અને બધાએ બાપદાદા સાથે વાયદો કર્યો છે કે અમે સમાન બનીશું. વાયદો કર્યો છે ને? જેમણે વાયદો કર્યો છે, તે હાથ ઉઠાવો. કર્યો છે પાક્કો? કે પર્સન્ટેજ માં? પાક્કો કર્યો છે ને? તો બ્રહ્મા બાપ સમાન ખાતું જમા જોઈએ ને? બ્રહ્મા બાપ સમાન બનવું છે તો બ્રહ્મા બાપ નું વિશેષ ચરિત્ર શું જોયું? આદિ થી લઈને અંત સુધી દરેક વાત માં, મેં કહ્યું કે બાબા કહ્યું? હું કરી રહ્યો છું, ના, બાબા કરાવી રહ્યા છે. કોને મળવા આવ્યા છો? બાબા ને મળવા આવ્યા છો, હું-પણા નો અભાવ, અવિદ્યા, આ જોયું ને? જોયું? દરેક મોરલી માં બાબા, બાબા કેટલીવાર યાદ અપાવે છે? તો સમાન બનવું, આનો અર્થ જ છે પહેલાં હું-પણા નો અભાવ હોય. પહેલાં સંભળાવ્યું છે કે બ્રાહ્મણો નું હું-પણું પણ ખૂબ રોયલ છે. યાદ છે ને? સંભળાવ્યું હતું ને? બધા ઈચ્છે છે કે બાપદાદા ની પ્રત્યક્ષતા થાય. બાપદાદા ની પ્રત્યક્ષતા કરીએ. પ્લાન ખૂબ બનાવો છો. સારા પ્લાન બનાવો છો, બાપદાદા ખુશ છે. પરંતુ આ રોયલ રુપ નું હું-પણું પ્લાન માં, સફળતા માં થોડા પર્સન્ટેજ ઓછા કરી દે છે. નેચરલ સંકલ્પ માં, બોલ માં, કર્મ માં, દરેક સંકલ્પ માં બાબા, બાબા સ્મૃતિ માં હોય. હું-પણું નહીં. બાપદાદા કરાવનહાર કરાવી રહ્યા છે. જગત અંબા ની આ જ વિશેષ ધારણા રહી. જગત અંબા નું સ્લોગન યાદ છે, જૂનાઓ ને યાદ હશે. છે યાદ? બોલો, (હુકમી હુકમ ચલાવી રહ્યા) આ હતી વિશેષ ધારણા જગત અંબા ની. તો નંબર લેવાનો છે, સમાન બનવું છે તો હું-પણું ખતમ થઈ જાય. મુખ થી ઓટોમેટિક બાબા-બાબા શબ્દ નીકળે. કર્મ માં, તમારા ચહેરા માં બાપ નો ચહેરો દેખાય ત્યારે પ્રત્યક્ષતા થશે.

બાપદાદા આ રોયલ રુપ નાં હું-હું નાં ગીત ખૂબ સાંભળે છે. મેં જે કર્યુ તે ઠીક છે, મેં જે વિચાર્યુ તે જ ઠીક છે, તે જ થવું જોઈએ, આ હું-પણું દગો આપી દે છે. વિચારો ભલે, કહો ભલે પરંતુ નિમિત્ત અને નિર્માણ ભાવ થી. બાપદાદાએ પહેલાં પણ એક રુહાની ડ્રિલ શીખવાડી છે, કઈ ડ્રિલ? હમણાં-હમણાં માલિક, હમણાં-હમણાં બાળક. વિચાર આપવામાં માલિકપણું, મેજોરીટી નું ફાઈનલ થયા પછી બાળકપણું. આ માલિક અને બાળક… આ રુહાની ડ્રિલ ખૂબ-ખૂબ આવશ્યક છે. ફક્ત બાપદાદા નાં ત્રણ શબ્દ શિક્ષા નાં યાદ રાખો - બધાને યાદ છે? મન્સા માં નિરાકારી, વાચા માં નિરંહકારી, કર્મ માં નિર્વિકારી. જ્યારે પણ સંકલ્પ કરો છો તો નિરાકારી સ્થિતિ માં સ્થિત થઈને સંકલ્પ કરો બીજું બધું ભૂલી જાઓ પરંતુ આ ત્રણ શબ્દ નહીં ભૂલો. આ સાકાર રુપ ની ત્રણ શબ્દો ની શિક્ષા સૌગાત (ભેટ) છે. તો બ્રહ્મા બાપ સાથે સાકાર રુપ માં પણ પ્રેમ રહ્યો છે. હજી પણ ડબલ ફોરેનર્સ ઘણાં અનુભવ સંભળાવે છે કે બ્રહ્મા બાપ સાથે બહુ જ પ્રેમ છે. જોયા નથી તો પણ પ્રેમ છે. છે? હા, ડબલ ફોરેનર્સ બ્રહ્મા બાપ સાથે પ્રેમ વધારે છે ને? છે ને? તો જેની સાથે પ્રેમ હોય છે ને એમની ભેટ બહુ જ સંભાળીને રાખે છે. ભલે નાની પણ ભેટ હશે ને, તો જેની સાથે અતિ પ્રેમ હોય છે એમની ભેટ ને છુપાવીને રાખે છે, સંભાળીને રાખે છે. તો બ્રહ્મા બાપ સાથે પ્રેમ છે તો આ ત્રણ શબ્દો ની શિક્ષા સાથે પ્રેમ. એમાં સંપન્ન બનવાનું અથવા સમાન બનવાનું ખૂબ સહજ થઈ જશે. યાદ કરો બ્રહ્મા બાપે શું કહ્યું?

તો નવાં વર્ષ માં વાચા ની સેવા ભલે કરો, ધામધૂમ થી કરો પરંતુ અનુભવ કરાવવાની સેવા સદા અટેન્શન માં રાખો. બધા અનુભવ કરે કે આ બહેન દ્વારા અથવા ભાઈ દ્વારા અમને શક્તિ નો અનુભવ થયો, શાંતિ નો અનુભવ થયો, કારણકે અનુભવ ક્યારેય ભૂલતા નથી. સાંભળેલું ભૂલી જવાય છે. ગમે છે પરંતુ ભૂલાઈ જાય છે. અનુભવ એવી વસ્તુ છે જે ખેંચીને એમને તમારી નજીક લાવશે. સંપર્ક વાળા સંબંધ માં આવતા રહેશે કારણકે સંબંધ વગર વારસા નાં અધિકારી નથી બની શકતાં. તો અનુભવ સંબંધ માં લાવવા વાળો છે. અચ્છા.

સમજ્યા, શું કરશો? ચેક કરો, ચેકર પણ બનો મેકર પણ બનો. અનુભવ કરાવવાનાં મેકર બનો, જમા નાં ખાતા ચેક કરવાના ચેકર બનો. અચ્છા.

હવે બધા શું કરશે? બાપદાદા ને નવાં વર્ષ ની કોઈ ગિફ્ટ આપશો કે નહીં? નવાં વર્ષ માં શું કરો છો? એક-બીજા ને ગિફ્ટ આપો છો ને? એક કાર્ડ આપે છે, એક ગિફ્ટ આપે છે. તો બાપદાદા ને કાર્ડ નથી જોઈતાં, રેકોર્ડ જોઈએ. બધા બાળકો નો રેકોર્ડ નંબરવન હોય, આ રેકોર્ડ જોઈએ છે. નિર્વિઘ્ન હોય, હમણાં આ કોઈ-કોઈ વિધ્ન ની વાતો સાંભળો છો ને, તો બાપદાદાને એક હસવાનો ખેલ યાદ આવે છે. ખબર છે કયો હસવાનો ખેલ છે? તે ખેલ છે - ઘરડા-ઘરડા ઢીંગલીઓનો ખેલ કરી રહ્યા છે. છે ઘરડા પરંતુ ખેલ કરી રહ્યા છે ઢીંગલીઓનો, તો હસવાનો ખેલ છે ને? તો હમણાં જે નાની-નાની વાતો સાંભળે છે, જુએ છે ને તો એવું જ લાગે છે, વાનપ્રસ્થ અવસ્થા વાળા અને વાતો કેટલી નાની છે! તો આ રેકોર્ડ બાપ ને ગમતો નથી. એની બદલે, કાર્ડ ની બદલે રેકોર્ડ આપો - નિર્વિઘ્ન, નાની વાતો સમાપ્ત. મોટી ને નાની બનાવતા શીખો અને નાની ને ખતમ કરતા શીખો. બાપદાદા એક-એક બાળકો નો ચહેરો, બાપદાદા નો ચહેરો જોવાનું દર્પણ બનાવવા ઈચ્છે છે. તમારા દર્પણ માં બાપદાદા દેખાય. તો એવો વિચિત્ર દર્પણ બાપદાદા ને ગિફ્ટ માં આપો. દુનિયામાં તો એવો કોઈ દર્પણ જ નથી જેમાં પરમાત્મા દેખાય. તો તમે આ નવાં વર્ષ ની એવી ગિફ્ટ આપો જે વિચિત્ર દર્પણ બની જાઓ. જે પણ જુએ, જે પણ સાંભળે તો એમને બાપદાદા જ દેખાય, સંભળાય. બાપ નો અવાજ સંભળાય. તો ભેટ આપશો? આપશો? જે આપવાનો દૃઢ સંકલ્પ કરે છે, તે હાથ ઉઠાવો. દૃઢ સંકલ્પ નો હાથ ઉઠાવો. ડબલ ફોરેનર્સ પણ હાથ ઉઠાવી રહ્યા છે. સિંધી ગ્રુપ પણ ઉઠાવી રહ્યું છે. વિચારીને ઉઠાવી રહ્યા છે.

સારું છે - બાપદાદા ને સિંધી ગ્રુપ માં ઉમ્મીદ (આશા) છે, બતાવે કઈ ઉમ્મીદ છે? આ જ ઉમ્મીદ છે કે સિંધી ગ્રુપ માંથી એક એવો માઈક નીકળે જે ચેલેન્જ કરે કે શું હતું અને શું બની ગયા છીએ! જે સિંધીઓને જગાડે. બિચારા, બિચારા છે. ઓળખતા જ નથી. દેશ નાં અવતાર ને જ નથી જાણતાં. તો સિંધી ગ્રુપ માં એવા માઈક નીકળે જે ચેલેન્જ થી કહે અમે સંભળાવીએ છીએ કે યથાર્થ શું છે? ઠીક છે? ઉમ્મીદ પૂરી કરશો? અચ્છા.

ચારેય તરફ નાં સદા અખંડ મહાદાની બાળકો ને, ચારેય તરફ નાં બાપ નાં રાઈટ હેન્ડ, આજ્ઞાકારી ભુજાઓ ને, ચારેય તરફ નાં સદા સર્વ આત્માઓ ને હિંમત ની પાંખ લગાવવા વાળા હિંમતવાન આત્માઓ ને ચારેય તરફ નાં સદા બાપ સમાન દરેક કર્મ માં ફોલો કરવાવાળા બ્રહ્મા બાપ અને જગત અંબા ની શિક્ષાઓ ને સદા પ્રેક્ટિકલ જીવન માં લાવવા વાળા સર્વ બાળકો ને ખૂબ-ખૂબ યાદ-પ્યાર, દુવાઓ અને નમસ્તે.

ડબલ વિદેશીઓ પ્રત્યે અને ભારત નાં બાળકો પ્રત્યે ડબલ ગુડ નાઈટ અને ગુડ મોર્નિંગ બંને જ આપી રહ્યા છે. જેવી રીતે હમણાં ખુશ થઈ રહો છો ને? તો જ્યારે કોઈ વાત એવી આવે તો આજ નાં દિવસ ને યાદ કરીને ખુશી માં ઝૂમજો. ખુશી નાં ઝૂલા માં સદા ઝૂલતાં રહેજો. ક્યારેય દુઃખ ની લહેર ન આવે. દુઃખ આપવા વાળા તો દુનિયામાં અનેક આત્માઓ છે, તમે સુખ આપવા, સુખ લેવા વાળા, સુખદાતા નાં બાળકો સુખ સ્વરુપ છો. ક્યારેક સુખ નાં ઝૂલા માં ઝૂલો, ક્યારેક પ્રેમ નાં ઝૂલા માં ઝૂલો, ક્યારેક શાંતિ નાં ઝૂલા માં ઝૂલો. ઝૂલતાં જ રહો. નીચે માટી માં પગ નહીં રાખતાં. ઝૂલતાં જ રહેજો. ખુશ રહેજો અને બધાને ખુશ રાખજો અને લોકોને ખુશી વહેંચજો. અચ્છા. ઓમ્ શાંતિ.

વરદાન :-
ફરિશ્તાપણા ની સ્થિતિ દ્વારા બાપ નાં સ્નેહ નું રિટર્ન આપવા વાળા સમાધાન સ્વરુપ ભવ

ફરિશ્તાપણા ની સ્થિતિ માં સ્થિત થવું આ જ બાપ નાં સ્નેહ નું રિટર્ન છે, આવું રિટર્ન આપવા વાળા સમાધાન સ્વરુપ બની જાય છે. સમાધાન સ્વરુપ બનવાથી સ્વયં ની અથવા અન્ય આત્માઓ ની સમસ્યાઓ સ્વતઃ સમાપ્ત થઈ જાય છે. તો હવે એવી સેવા કરવાનો સમય છે, લેવાની સાથે આપવાનો સમય છે. એટલે હવે બાપ સમાન ઉપકારી બની પોકાર સાંભળીને પોતાનાં ફરિશ્તા રુપ દ્વારા એ આત્માઓ ની પાસે પહોંચી જાઓ અને સમસ્યાઓ થી થાકેલા આત્માઓ નો થાક ઉતારો.

સ્લોગન :-
વ્યર્થ થી બેપરવાહ બનો, મર્યાદાઓ માં નહીં.

અવ્યક્ત - ઈશારા - એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો

પરસ્પર સંસ્કારો માં જે ભિન્નતા છે એને એકતા માં લાવવાની છે. એકતા માટે વર્તમાન ની ભિન્નતા ને ખતમ કરીને બે વાતો લાવવી પડશે- એક - એકનામી બની સદૈવ દરેક વાત માં એક નું જ નામ લો, સાથે-સાથે સંકલ્પો ની, સમય અને જ્ઞાન-ખજાના ની ઈકોનોમી કરો. પછી હું સમાવીને એક બાપ માં બધી ભિન્નતા સમાઈ જશે.