03-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારું આ નવું ઝાડ ખૂબ મીઠું છે , આ મીઠાં ઝાડ ને જ કીડા લાગે છે , કીડા ને સમાપ્ત કરવાની દવા છે મનમનાભવ”

પ્રશ્ન :-
પાસ વિથ ઓનર થવાવાળા સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ની નિશાની શું હશે?

ઉત્તર :-
તેઓ ફક્ત એક વિષય માં નહીં પરંતુ બધા વિષય પર પૂરે-પૂરું ધ્યાન આપશે. સ્થૂળ સર્વિસ (સેવા) નો પણ વિષય સારો છે, અનેક ને સુખ મળે છે, એનાથી પણ માર્ક્સ (ટકા) જમા થાય છે પરંતુ સાથે-સાથે જ્ઞાન પણ જોઈએ તો ચલન પણ જોઈએ. દૈવી ગુણો પર પૂરું અટેન્શન (ધ્યાન) હોય. જ્ઞાન-યોગ પૂરો હોય ત્યારે પાસ વિથ ઓનર થઈ શકશો.

ગીત :-
ન વો હમસે જુદા હોંગે…

ઓમ શાંતિ!
બાળકોએ શું સાંભળ્યું? બાળકો નું કોની સાથે દિલ લાગેલું છે? ગાઈડ (માર્ગદર્શક) સાથે. ગાઈડ શું-શું દેખાડે છે? સ્વર્ગ માં જવા નો ગેટ (દ્વાર) દેખાડે છે. બાળકો ને નામ પણ આપ્યું છે ગેટ વે ટુ હેવન. સ્વર્ગ નું ફાટક ક્યારે ખુલે છે? હમણાં તો હેલ (નર્ક) છે ને? હેવન નું ફાટક કોણ ખોલે છે અને ક્યારે? આ આપ બાળકો જ જાણો છો. તમને સદૈવ ખુશી રહે છે. હેવન માં જવા માટે રસ્તો તમે જાણો છો. મેળા પ્રદર્શન દ્વારા તમે આ દેખાડો છો કે મનુષ્ય સ્વર્ગ નાં દ્વારે કેવી રીતે જઈ શકે છે? ચિત્ર તો તમે ખૂબ બનાવ્યાં છે. બાબા પૂછે છે આ બધા ચિત્રો માં કયું એવું ચિત્ર છે જેનાંથી આપણે કોઈને પણ સમજાવી શકીએ કે આ છે સ્વર્ગ માં જવાનો ગેટ? ગોળા (સૃષ્ટિ ચક્ર) નાં ચિત્ર માં સ્વર્ગ જવાનો ગેટ સિદ્ધ થાય છે. આ જ રાઈટ (સત્ય) છે. ઉપર તે તરફ છે નર્ક નો ગેટ, આ તરફ છે સ્વર્ગ નો ગેટ. બિલકુલ ક્લિયર (સ્પષ્ટ) છે. અહીં થી બધા આત્માઓ ભાગે છે શાંતિધામ પછી આવે છે સ્વર્ગ માં. આ ગેટ છે. આખાં ચક્ર ને પણ ગેટ નહીં કહેવાશે. ઉપર જ્યાં સંગમ દેખાડ્યો છે તે છે પૂરો ગેટ. જેમાંથી આત્માઓ નીકળી જાય છે, પછી નવી દુનિયા માં આવે છે. બાકી બધા શાંતિધામ માં રહે છે. કાંટો દેખાડે છે - આ નર્ક છે, તે સ્વર્ગ છે. સૌથી સારું ફર્સ્ટ ક્લાસ સમજાવવાનું આ ચિત્ર છે. બિલકુલ ક્લિયર છે, ગેટ વે ટુ હેવન. આ બુદ્ધિ થી સમજવાની વાત છે ને? અનેક ધર્મો નો વિનાશ અને એક ધર્મ ની સ્થાપના થઈ રહી છે. તમે જાણો છો આપણે સુખધામ માં જઈશું, બાકી બધા શાંતિધામ માં ચાલ્યાં જશે. ગેટ તો ખૂબ ક્લિયર છે. આ ગોળો જ મુખ્ય ચિત્ર છે. આમાં નર્ક નો દ્વાર, સ્વર્ગ નો દ્વાર બિલકુલ ક્લિયર છે. સ્વર્ગ નાં દ્વાર માં જે કલ્પ પહેલાં ગયા હતાં એ જ જશે, બાકી બધા શાંતિ દ્વાર ચાલ્યાં જશે. નર્ક નો દ્વાર બંધ થઈ શાંતિ અને સુખ નો દ્વાર ખુલે છે. સૌથી ફર્સ્ટ ક્લાસ ચિત્ર આ છે. બાબા હંમેશા કહે છે ત્રિમૂર્તિ, બે ગોળા અને આ ચક્ર ફર્સ્ટ ક્લાસ ચિત્ર છે. જે પણ કોઈ આવે તેમને પહેલાં આ ચિત્ર પર દેખાડો સ્વર્ગ માં જવાનો આ ગેટ છે. આ નર્ક, આ સ્વર્ગ. નર્ક નો હવે વિનાશ થાય છે. મુક્તિ નો ગેટ ખુલે છે. આ સમયે આપણે સ્વર્ગ માં જઈશું બાકી બધા શાંતિધામ માં જશે. કેટલું સહજ છે? સ્વર્ગ નાં દ્વારે બધા તો નહીં જશે. ત્યાં તો આ દેવી-દેવતાઓ નું જ રાજ્ય હતું. તમારી બુદ્ધિ માં છે સ્વર્ગ નાં દ્વારે ચાલવા માટે હમણાં આપણે લાયક બનીએ છીએ. જેટલું લખશો, ભણશો બનશો નવાબ, રડશો, પડશો તો થશો ખરાબ. સૌથી સારું ચિત્ર આ ગોળા નું છે, બુદ્ધિ થી સમજી શકાય છે એક વાર ચિત્ર જોયાં પછી બુદ્ધિ થી કામ લેવાય છે. આપ બાળકો ને આખો દિવસ આ ખ્યાલાત ચાલવા જોઈએ કે કયું ચિત્ર મુખ્ય છે, જેનાં પર આપણે સારી રીતે સમજાવી શકીએ છીએ. ગેટ વે ટુ હેવન - આ અંગ્રેજી શબ્દ ખૂબ સારો છે. હમણાં તો અનેક ભાષાઓ થઈ ગઈ છે. હિન્દી શબ્દ હિન્દુસ્તાન થી નીકળ્યો છે. હિન્દુસ્તાન શબ્દ કોઈ રાઈટ (સાચો) નથી, આનું અસલ નામ તો ભારત જ છે. ભારતખંડ કહે છે. આ તો ગલીઓ વગેરે નાં નામ બદલાય છે. ખંડ નું નામ થોડી બદલાવાય છે? મહાભારત શબ્દ છે ને? બધા માં ભારત જ યાદ આવે છે. ગાય પણ છે ભારત અમારો દેશ છે. હિંદુ ધર્મ કહેવાથી ભાષા પણ હિન્દી કરી દીધી છે. આ છે અનરાઈટિયસ (ખોટું). સતયુગ માં હતું સાચ્ચું જ સાચ્ચું - સાચ્ચું પહેરવાનું, સાચ્ચું ખાવાનું, સાચ્ચું બોલવાનું. અહીં બધું જુઠ્ઠું થઈ ગયું છે. તો આ ગેટ વે ટુ હેવન શબ્દ ખૂબ સારો છે. ચાલો, અમે તમને સ્વર્ગ જવાનો ગેટ બતાવીએ. કેટલી ભાષાઓ થઈ ગઈ છે? બાપ આપ બાળકો ને સદ્દગતિ ની શ્રેષ્ઠ મત આપે છે. બાપ ની મત માટે ગાયન છે એમની ગત મત ન્યારી. આપ બાળકો ને કેટલી સહજ મત આપે છે! ભગવાન ની શ્રીમત પર જ તમારે ચાલવાનું છે. ડોક્ટર ની મત પર ડોક્ટર બનશો. ભગવાન ની મત પર ભગવાન-ભગવતી બનવાનું હોય છે. છે પણ ભગવાનુવાચ એટલે બાબાએ કહ્યું હતું પહેલાં તો આ સિદ્ધ કરો ભગવાન કોને કહેવાય છે. સ્વર્ગ નાં માલિક જરુર ભગવાન ભગવતી જ થયાં. બ્રહ્મ માં તો કાંઈ નથી. સ્વર્ગ પણ અહીં, નર્ક પણ અહીં હોય છે. સ્વર્ગ-નર્ક બંને બિલકુલ ન્યારા છે. મનુષ્યો ની બુદ્ધિ બિલકુલ તમોપ્રધાન થઈ ગઈ છે, કાંઈ પણ સમજતા નથી. સતયુગ ને લાખો વર્ષ આપી દીધાં છે. કળિયુગ માટે કહે છે ૪૦ હજાર વર્ષ રહ્યાં છે. બિલકુલ જ ઘોર અંધકાર માં છે.

હવે આપ બાળકો જાણો છો બાપ આપણ ને હેવન લઈ જવાં માટે એવાં ગુણવાન બનાવે છે. મુખ્ય ફિકર જ આ રાખવાની છે કે આપણે સતોપ્રધાન કેવી રીતે બનીએ? બાપે કહ્યું છે મામેકમ્ યાદ કરો. ચાલતાં-ફરતાં કામ કરતા બુદ્ધિ માં આ યાદ રહે. આશિક-માશૂક પણ કર્મ તો કરે છે ને? ભક્તિ માં પણ કર્મ તો કરે છે ને? બુદ્ધિ માં એમની યાદ રહે છે. યાદ કરવા માટે માળા ફેરવે છે. બાપ પણ ઘડી-ઘડી કહે છે મુજ બાપ ને યાદ કરો. સર્વવ્યાપી કહી દેવાથી તો પછી યાદ કોને કરશે? બાપ સમજાવે છે તમે કેટલાં નાસ્તિક બની ગયા છો. બાપ ને જ નથી જાણતાં. કહો પણ છો ઓ ગોડ ફાધર. પરંતુ એ છે કોણ, આ જરા પણ ખબર નથી. આત્મા કહે છે ઓ ગોડ ફાધર. પરંતુ આત્મા શું છે, આત્મા અલગ છે, એમને કહેવાય છે પરમ આત્મા અર્થાત્ સુપ્રીમ (સર્વોચ્ચ), ઊંચા માં ઊંચા સુપ્રીમ સોલ પરમ આત્મા. એક પણ મનુષ્ય નથી જેમને પોતાનાં આત્મા નું જ્ઞાન હોય. હું આત્મા છું, આ શરીર છે. બે ચીજ તો છે ને? આ શરીર ૫ તત્વો નું બનેલું છે. આત્મા તો અવિનાશી એક બિંદુ છે. તે કઈ ચીજ થી બનશે. આટલું નાનું બિંદુ છે, સાધુ-સંત વગેરે કોઈને ખબર નથી. આમણે તો ઘણાં ગુરુ કર્યા પરંતુ કોઈએ એ નથી સંભળાવ્યું કે આત્મા શું છે? પરમપિતા પરમાત્મા શું છે? એવું નથી ફક્ત પરમાત્મા ને નથી જાણતાં. આત્મા ને પણ નથી જાણતાં. આત્મા ને જાણી જાય તો પરમાત્મા ને ફટ થી જાણી જાય. બાળક પોતાને જાણે અને બાપ ને ન જાણે તો ચાલી કેવી રીતે શકે? તમે તો હમણાં જાણો છો આત્મા શું છે, ક્યાં રહે છે? ડોક્ટર લોકો પણ એટલું સમજે છે-એ સૂક્ષ્મ છે, આ આંખો થી જોઈ નથી શકાતો પછી કાચ માં પણ બંધ કરવાથી જોઈ કેવી રીતે શકશે? દુનિયામાં તમારા જેવી નોલેજ કોઈને નથી. તમે જાણો છો આત્મા બિંદુ છે, પરમાત્મા પણ બિંદુ છે. બાકી આપણે આત્માઓ પતિત થી પાવન, પાવન થી પતિત બનીએ છીએ. ત્યાં તો પતિત આત્મા નથી રહેતો. ત્યાં થી બધા પાવન આવે છે પછી પતિત બને છે. પછી બાપ આવીને પાવન બનાવે છે, આ ખૂબ સહજ થી સહજ વાત છે. તમે જાણો છો આપણો આત્મા ૮૪ નું ચક્ર લગાવી હવે તમેપ્રધાન બની ગયો છે. આપણે જ ૮૪ જન્મ લઈએ છીએ. એક ની વાત નથી. બાપ કહે છે હું સમજાવું આમને છું, સાંભળો તમે છો. મેં આમનામાં પ્રવેશ કર્યો છે, આમને સંભળાવું છું. તમે સાંભળી લો છો. આ છે રથ. તો બાબા એ સમજાવ્યું છે - નામ રાખવું જોઈએ ગેટ વે ટુ હેવન. પરંતુ આમાં પણ સમજાવવું પડે કે સતયુગ માં જે દેવી-દેવતા ધર્મ હતો તે હમણાં પ્રાયઃલોપ છે. કોઈને ખબર નથી. ક્રિશ્ચન પણ પહેલાં સતોપ્રધાન હતાં પછી પુનર્જન્મ લેતાં-લેતાં તમોપ્રધાન બને છે. ઝાડ પણ જૂનું જરુર થાય છે. આ વેરાઈટી ધર્મો નું ઝાડ છે. ઝાડ નાં હિસાબ થી બીજા બધા ધર્મવાળા આવે જ પાછળ થી છે. આ ડ્રામા પૂર્વ નિર્ધારિત છે. એમ થોડી કોઈને ટર્ન (તક) મળી જશે સતયુગ માં આવવાનો? ના. આ તો અનાદિ ખેલ બનેલો છે. સતયુગ માં એક જ આદિ સનાતન પ્રાચીન દેવી-દેવતા ધર્મ હતો. હવે આપ બાળકો ની બુદ્ધિ માં છે કે આપણે સ્વર્ગ માં જઈ રહ્યાં છીએ. આત્મા કહે છે અમે તમોપ્રધાન છીએ તો ઘરે કેવી રીતે જઈશું? સ્વર્ગ માં કેવી રીતે જઈશું? એનાં માટે સતોપ્રધાન બનવાની યુક્તિ પણ બાપે બતાવી છે. બાપ કહે છે મને જ પતિત-પાવન કહે છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. ભગવાનુવાચ લખેલું છે. આ પણ બધા કહેતા રહે છે-ક્રાઈસ્ટ થી આટલાં વર્ષ પહેલાં ભારત હેવન હતું. પરંતુ કેવી રીતે બન્યું પછી ક્યાં ગયું? આ કોઈ નથી જાણતું. તમે તો સારી રીતે જાણો છો. પહેલાં આ બધી વાતો થોડી જાણતા હતાં? દુનિયામાં આ પણ કોઈને ખબર નથી કે આત્મા જ સારો કે ખરાબ બને છે. બધા આત્માઓ બાળકો છે. બાપ ને યાદ કરે છે. બાપ બધા નાં માશૂક છે, બધા આશિક છે. હમણાં આપ બાળકો જાણો છો એ માશૂક આવેલાં છે. ખૂબ મીઠાં માશૂક છે. નહીં તો બધા તેમને યાદ કેમ કરે? કોઈ પણ એવાં મનુષ્ય નહીં હશે જેમનાં મુખ થી પરમાત્મા નું નામ ન નીકળે. ફક્ત જાણતા નથી. તમે જાણો છો આત્મા અશરીરી છે. આત્માઓ ની પણ પૂજા થાય છે ને? આપણે જે પૂજ્ય હતાં તે પછી પોતાનાં જ આત્મા ને પૂજવા લાગ્યાં. હોઈ શકે છે આગલાં જન્મ માં બ્રાહ્મણ કુળ માં જન્મ લીધો હોય. શ્રીનાથ માં ભોગ લાગે છે, ખાય તો પુજારી લોકો છે. આ બધો છે ભક્તિમાર્ગ.

આપ બાળકોએ સમજાવવાનું છે-સ્વર્ગ નું ફાટક ખોલવા વાળા બાપ છે. પરંતુ ખોલે કેવી રીતે, સમજાવે કેવી રીતે? ભગવાનુવાચ છે તો જરુર શરીર દ્વારા ઉવાચ હશે ને? આત્મા જ શરીર દ્વારા બોલે છે, સાંભળે છે. આ બાબા રેજ્ગારી બતાવે છે. બીજ અને ઝાડ છે. આપ બાળકો જાણો છો આ નવું ઝાડ છે. ધીમે-ધીમે પછી વૃદ્ધિ થાય છે. તમારા આ નવાં ઝાડ ને કીડા પણ ખૂબ લાગે છે કારણકે આ નવું ઝાડ ખૂબ મીઠું છે. મીઠાં ઝાડ ને જ કીડા વગેરે કાંઈ ન કાંઈ લાગે છે પછી દવાઓ છાંટે છે. બાપે પણ મનમનાભવ ની દવા ખૂબ સરસ આપી છે. મનમનાભવ ન હોવાથી કીડા ખાઈ જાય છે. કીડા વાળી ચીજ શું કામ માં આવશે. તે તો ફેંકી દેવાય છે. ક્યાં ઊંચું પદ, ક્યાં નીચું પદ? ફરક તો છે ને? મીઠાં બાળકો ને સમજાવતા રહે છે ખૂબ મીઠાં-મીઠાં બનો. કોઈ સાથે પણ લૂણપાણી ન બનો, ક્ષીરખંડ બનો. ત્યાં સિંહ-બકરી પણ ક્ષીરખંડ રહે છે. તો બાળકોએ પણ ક્ષીરખંડ બનવું જોઈએ. પરંતુ કોઈની તકદીર માં જ નથી તો તદબીર (પુરુષાર્થ) પણ શું કરે? નપાસ થઈ જાય છે. શિક્ષક તો ભણાવે છે તકદીર ઊંચી બનાવવાં. શિક્ષક ભણાવે તો બધાને છે. ફરક પણ તમે જુઓ છો. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ક્લાસ માં જાણી શકે છે, કોણ કયા વિષય માં હોંશિયાર છે. અહીં પણ એવું છે. સ્થૂળ સર્વિસ નો પણ વિષય તો છે ને? જેમ ભંડારી છે, અનેક ને સુખ મળે છે, કેટલું બધા યાદ કરે છે. આ તો ઠીક છે, આ વિષય થી પણ માર્ક્સ મળે છે. પરંતુ પાસ વિથ ઓનર બનવા માટે ફક્ત એક વિષય માં નહીં, બધા વિષયો માં પૂરું ધ્યાન આપવાનું છે. જ્ઞાન પણ જોઈએ, ચલન પણ એવી જોઈએ, દૈવી ગુણ પણ જોઈએ. અટેન્શન (ધ્યાન) રાખવું સારું છે. ભંડારી ની પાસે પણ કોઈ આવે તો કહે મનમનાભવ. શિવબાબા ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને તમે સ્વર્ગ નાં માલિક બની જશો. બાપ ને યાદ કરતા બીજાઓ ને પણ પરિચય આપતા રહો. જ્ઞાન અને યોગ જોઈએ. ખૂબ સહજ છે. મુખ્ય વાત છે જ આ. આંધળાઓ ની લાઠી બનવાનું છે. પ્રદર્શન માં પણ કોઈને લઈ જાઓ, ચાલો, અમે તમને સ્વર્ગ નો ગેટ દેખાડીએ. આ નર્ક છે, તે સ્વર્ગ છે. બાપ કહે છે મને યાદ કરો, પવિત્ર બનો તો તમે પવિત્ર દુનિયાનાં માલિક બની જશો. મનમનાભવ. હૂબહૂ તમને ગીતા સંભળાવે છે એટલે બાબાએ ચિત્ર બનાવ્યાં છે - ગીતા નાં ભગવાન કોણ? સ્વર્ગ નો ગેટ કોણ ખોલે છે? ખોલે છે શિવબાબા. શ્રીકૃષ્ણ એ ગેટ થી પાર કરે છે. મુખ્ય ચિત્ર છે જ બે. બાકી તો રેજ્ગારી છે. બાળકોએ ખૂબ મીઠાં બનવાનું છે. પ્રેમ થી વાત કરવાની છે. મન્સા, વાચા, કર્મણા બધાને સુખ આપવાનું છે. જુઓ, ભંડારી બધાને ખુશ કરે છે તો એનાં માટે સૌગાત (ભેટ) પણ લઈ આવે છે. આ પણ વિષય છે ને? સૌગાત આવીને આપે છે, તે કહે છે હું તમારી પાસે થી કેમ લઉં, પછી તમારી યાદ રહેશે. શિવબાબા નાં ભંડારા માંથી મળશે તો મને શિવબાબા ની યાદ રહેશે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની ઊંચી તકદીર બનાવવા માટે પરસ્પર ખૂબ-ખૂબ ક્ષીરખંડ, મીઠાં થઈને રહેવાનું છે, ક્યારેય લૂણ-પાણી નથી થવાનું. બધા વિષયો પર પૂરું અટેન્શન આપવાનું છે.

2. સદ્દગતિ માટે બાપ ની જે શ્રેષ્ઠ મત મળી છે, તેનાં પર ચાલવાનું છે અને બધા ને શ્રેષ્ઠ મત જ સંભળાવવાની છે. સ્વર્ગ માં જવાનો રસ્તો દેખાડવાનો છે.

વરદાન :-
દરેક આત્મા ને હિંમત , ઉલ્લાસ અપાવવા વાળા રહેમદિલ , વિશ્વ કલ્યાણકારી ભવ

ક્યારેય પણ બ્રાહ્મણ પરિવાર માં કોઈ કમજોર આત્મા ને, તમે કમજોર છો - એવું નહીં કહેતાં. આપ રહેમદિલ, વિશ્વ કલ્યાણકારી બાળકો નાં મુખ થી દરેક આત્મા નાં પ્રત્યે શુભ બોલ નીકળવા જોઈએ, દિલશિકસ્ત બનાવવા વાળા નહીં. ભલે કોઈ કેટલાં પણ કમજોર હોય, એને ઈશારો અથવા શિક્ષા પણ આપવી હોય તો પહેલાં સમર્થ બનાવીને પછી શિક્ષા આપો. પહેલાં ધરણી પર હિંમત અને ઉલ્લાસ નું હળ ચલાવો પછી બીજ નાખો તો સહજ દરેક બીજ નું ફળ નીકળશે. એનાં થી વિશ્વ કલ્યાણ ની સેવા તીવ્ર થઈ જશે.

સ્લોગન :-
બાપ ની દુવાઓ લેતા સદા ભરપૂરતા નો અનુભવ કરો.

અવ્યક્ત ઈશારા - “કંબાઇન્ડ સ્વરુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

સદા દરેક કર્મ કરતા પોતાને કર્મયોગી આત્મા અનુભવ કરો. કોઈ પણ કર્મ કરતા યાદ ભૂલાઈ ન શકે. કર્મ અને યોગ - બંને કંબાઇન્ડ થઈ જાય. જેવી રીતે કોઈ જોડાયેલી વસ્તુ ને અલગ નથી કરી શકતા, એવી રીતે કર્મયોગી બનો.