04-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - હમણાં તમે પુરુષોત્તમ બનવાનો પુરુષાર્થ કરો છો , પુરુષોત્તમ છે દેવતાઓ , કારણકે તે છે પાવન , તમે પાવન બની રહ્યાં છો”

પ્રશ્ન :-
બેહદ નાં બાપે આપ બાળકો ને શરણ કેમ આપી છે?

ઉત્તર :-
કારણકે આપણે બધા રિફ્યુજ નાં (કચરા નાં) ડબ્બા માં પડેલા હતાં. બાપ આપણને કચરા નાં ડબ્બા માંથી કાઢીને ગુલ-ગુલ બનાવે છે. આસુરી ગુણ વાળાઓ ને દૈવી ગુણવાન બનાવે છે. ડ્રામા અનુસાર બાપે આવીને આપણને કચરા માંથી કાઢી એડોપ્ટ કરી પોતાનાં બનાવ્યાં છે.

ગીત :-
યહ કૌન આયા આજ સવેરે-સવેરે…

ઓમ શાંતિ!
રાત ને દિવસ બનાવવા માટે બાપ ને આવવું પડે છે. હમણાં આપ બાળકો જાણો છો કે બાપ આવેલા છે. પહેલાં આપણે શૂદ્ર વર્ણ નાં હતાં, શુદ્ર બુદ્ધિ હતાં. વર્ણો વાળું ચિત્ર પણ સમજાવવા માટે ખૂબ સારું છે. બાળકો જાણે છે આપણે આ વર્ણો માં કેવી રીતે ચક્ર લગાવીએ છીએ. હવે આપણને પરમપિતા પરમાત્માએ શુદ્ર થી બ્રાહ્મણ બનાવ્યાં છે. કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે આપણે બ્રાહ્મણ બનીએ છીએ. બ્રાહ્મણો ને પુરુષોત્તમ નહીં કહેવાશે. પુરુષોત્તમ તો દેવતાઓ ને કહેવાશે. બ્રાહ્મણ અહીં પુરુષાર્થ કરે છે પુરુષોત્તમ બનવા માટે. પતિત થી પાવન બનવા માટે જ બાપ ને બોલાવે છે. તો પોતાને પૂછવું જોઈએ આપણે પાવન ક્યાં સુધી બની રહ્યાં છીએ? સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પણ ભણવા માટે વિચાર સાગર મંથન કરે છે ને? સમજે છે આ ભણતર થી અમે આ બનીશું. આપ બાળકો ને બુદ્ધિ માં છે કે હમણાં આપણે બ્રાહ્મણ બન્યાં છીએ દેવતા બનવા માટે. આ છે અમૂલ્ય જીવન કારણકે તમે ઈશ્વરીય સંતાન છો. ઈશ્વર તમને રાજયોગ શીખવાડી રહ્યાં છે, પતિત થી પાવન બનાવી રહ્યાં છે. પાવન દેવતા બને છે. વર્ણો પર સમજાવવું ખૂબ સરસ છે. સંન્યાસી વગેરે આ વાત પર નહીં માનશે. બાકી ૮૪ જન્મો નો હિસાબ સમજી શકે છે. આ પણ સમજી શકે છે કે અમે સંન્યાસ ધર્મ વાળા ૮૪ જન્મ નથી લેતાં. ઈસ્લામી, બૌદ્ધિ વગેરે પણ સમજશે અમે ૮૪ જન્મ નથી લેતાં. હા, પુનર્જન્મ લે છે. પરંતુ ઓછાં. તમારા સમજાવવા થી ઝટ સમજી જશે. સમજાવવા ની પણ યુક્તિ જોઈએ. આપ બાળકો અહીં સન્મુખ બેઠાં છો તો બાબા બુદ્ધિ ને રિફ્રેશ કરે છે જેમ બીજા બાળકો પણ અહીં આવે છે રિફ્રેશ થવા માટે. તમને તો રોજ બાબા રિફ્રેશ કરે છે કે આ ધારણા કરો. બુદ્ધિ માં આ જ વિચાર ચાલતાં રહે, આપણે ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ? કેવી રીતે શુદ્ર થી બ્રાહ્મણ બન્યાં છીએ? બ્રહ્મા નાં સંતાન બ્રાહ્મણ. હવે બ્રહ્મા ક્યાંથી આવ્યાં? બાપ સમજાવે છે મેં આમનું નામ બ્રહ્મા રાખ્યું છે. આ જે બ્રહ્માકુમાર-કુમારીઓ છે આ ફેમિલી (પરિવાર) થઈ ગયાં. તો જરુર અડોપ્ટેડ (દત્તક) છે. બાપ જ અડોપ્ટ કરશે. એમને બાપ કહેવાય છે, દાદા નહીં કહેવાશે. બાપ ને બાપ જ કહેવાય છે. મિલકત મળે છે જ બાપ પાસે થી. કોઈ કાકા, મામા તથા સમાજ વાળા પણ અડોપ્ટ કરે છે. જેમ બાપે કહ્યું હતું એક બાળકી કચરા નાં ડબ્બા માં પડી હતી, તે કોઈએ ઉપાડી, જઈને કોઈનાં ખોળા માં આપી કારણકે તેમને પોતાનું બાળક નહોતું. તો બાળકી જેમનાં ખોળા માં ગઈ તેમને જ મમ્મા-બાબા કહેવા લાગી જશે ને? આ પછી છે બેહદ ની વાત. આપ બાળકો પણ જાણે બેહદ નાં કચરા નાં ડબ્બા માં પડ્યાં હતાં. વિષય વૈતરણી નદી માં પડ્યાં હતાં. કેટલાં ગંદા થઈ ગયાં હતાં. ડ્રામા અનુસાર બાપે આવીને તે કચરા માંથી કાઢી તમને અડોપ્ટ કર્યા છે. તમોપ્રધાન ને કચરો જ કહેવાશે ને? આસુરી ગુણ વાળા મનુષ્ય છે દેહ-અભિમાની. કામ, ક્રોધ પણ મોટા વિકાર છે ને? તો તમે રાવણ નાં મોટાં રિફ્યુજ માં પડ્યાં હતાં. હકીકત માં રિફ્યુજી (શરણાર્થી) પણ છો. હમણાં તમે બેહદ નાં બાપ ની શરણ લીધી છે, રિફ્યુજ થી નીકળી ગુલ-ગુલ દેવતા બનવાં. આ સમયે આખી દુનિયા રિફ્યુજ નાં મોટા ડબ્બા માં પડી છે. બાપ આવીને આપ બાળકો ને કચરા માંથી કાઢી પોતાનાં બનાવે છે. પરંતુ કચરા માં રહેવા વાળા એવાં ટેવાયેલા છે, જે નીકળે છે છતાં પણ કચરો જ ગમે છે. બાપ આવીને બેહદ નાં કાદવ માંથી કાઢે છે. બોલાવે પણ છે કે બાબા આવીને અમને ગુલ-ગુલ બનાવો. કાંટાઓ નાં જંગલ માંથી કાઢી ફ્લાવર (ફૂલ) બનાવો. ખુદાઈ બગીચા માં બેસાડો. હમણાં અસુરો નાં જંગલ માં પડ્યાં છીએ. બાપ આપ બાળકો ને ગાર્ડન (બગીચા) માં લઈ જાય છે. શુદ્ર થી બ્રાહ્મણ બન્યાં છીએ પછી દેવતા બનીશું. આ દેવતાઓ ની રાજધાની છે. બ્રાહ્મણો ની રાજાઈ નથી. ભલે પાંડવ નામ છે પરંતુ પાંડવો ની રાજાઈ નથી. રાજાઈ પ્રાપ્ત કરવા માટે બાપ ની સાથે બેઠાં છે. બેહદ ની રાત હવે પૂરી થઈ બેહદ નો દિવસ શરુ થાય છે. ગીત સાંભળ્યું ને - કૌન આયા સવેરે-સવેરે… સવારે-સવારે આવે છે રાત ને ખતમ કરી દિવસ બનાવવા અર્થાત્ સ્વર્ગ ની સ્થાપના, નર્ક નો વિનાશ કરાવવાં. આ પણ બુદ્ધિ માં રહે તો ખુશી થાય. જે નવી દુનિયા માં ઊંચ પદ મેળવવા વાળા છે તે ક્યારેય પોતાનો આસુરી સ્વભાવ નહીં દેખાડે. જે યજ્ઞ થી આટલાં ઊંચ બને છે, તે યજ્ઞ ની ખુબ પ્રેમ થી સેવા કરશે. આવાં યજ્ઞ માં તો હાડકા પણ આપી દેવા જોઈએ. પોતાને જોવું જોઈએ - આ ચલન થી અમે ઊંચું પદ કેવી રીતે મેળવીશું? બેસમજ નાનાં બાળકો તો નથી ને? સમજી શકો છો - રાજા કેવી રીતે, પ્રજા કેવી રીતે બને છે? બાબાએ રથ પણ અનુભવી લીધો છે. જે રાજાઓ વગેરે ને સારી રીતે જાણે છે. રાજાઓ નાં દાસ-દાસીઓ ને પણ ખૂબ સુખ મળે છે. તે તો રાજાઓ ની સાથે જ રહે છે. પરંતુ કહેવાશે તો દાસ-દાસી. સુખ તો છે ને? જે રાજા-રાણી ખાય તે તેમને મળે. બહાર વાળા થોડી ખાઈ શકે છે? દાસીઓ માં પણ નંબરવાર હોય છે. કોઈ શ્રુંગાર કરવા વાળી, કોઈ બાળકો ને સંભાળવા વાળી, કોઈ ઝાડૂ વગેરે કાઢવા વાળી. અહીં નાં રાજાઓ ને આટલાં દાસ-દાસીઓ છે, તો ત્યાં કેટલાં અસંખ્ય હશે. બધા પર અલગ-અલગ પોતાનો ચાર્જ (ફરજ) હોય છે. રહેવાનું સ્થાન અલગ હશે. તે કોઈ રાજા-રાણી જેવાં શૃંગારેલા નહીં હશે. જેમ સર્વન્ટ ક્વાટર્સ હોય છે ને? અંદર આવશે જરુર પરંતુ રહે સર્વન્ટ ક્વાટર્સ માં છે. તો બાપ સારી રીતે સમજાવે છે પોતાનાં પર રહેમ કરો. અમે ઊંચા માં ઊંચા બનીએ. આપણે હમણાં શુદ્ર થી બ્રાહ્મણ બન્યાં છીએ. અહો સૌભાગ્ય! પછી દેવતા બનીશું. આ સંગમયુગ બહુ જ કલ્યાણકારી છે. તમારી દરેક વાત માં કલ્યાણ ભરેલું છે. ભંડારા માં પણ યોગ માં રહી ભોજન બનાવો તો અનેક નું કલ્યાણ સમાયેલું છે. શ્રીનાથ દ્વારા માં ભોજન બનાવે છે બિલકુલ જ સાઈલેન્સ (શાંતિ) માં. શ્રીનાથ જ યાદ રહે છે. ભક્ત પોતાની ભક્તિ માં બહુ જ મસ્ત રહે છે. તમારે પછી જ્ઞાન માં મસ્ત રહેવાનું છે. શ્રીકૃષ્ણ ની એવી ભક્તિ થાય છે, વાત ન પૂછો. વૃંદાવન માં બે બાળકીઓ છે, પૂરી ભક્તાણી છે, કહે છે બસ, અમે અહીં જ રહીશું. અહીં જ શરીર છોડીશું, શ્રીકૃષ્ણ ની યાદ માં. તેમને ખૂબ કહે છે સારા મકાન માં જઈને રહો, જ્ઞાન લો, કહે છે અમે તો અહીં જ રહીશું. તો તેને કહેવાશે ભક્ત શિરોમણી. શ્રીકૃષ્ણ પર કેટલાં ન્યોછાવર જાય છે. હવે તમારે બાપ પર ન્યોછાવર થવાનું છે. પહેલાં-પહેલાં શરુ માં શિવબાબા પર કેટલાં ન્યોછાવર થયાં. અનેકાનેક આવ્યાં. જ્યારે ઈન્ડિયા (ભારત) માં આવ્યાં તો અનેક ને પોતાનાં ઘરબાર યાદ આવવા લાગ્યાં. કેટલાં ચાલ્યાં ગયાં. ગ્રહચારી તો અનેક પર આવે છે ને? ક્યારેક કેવી દશા, ક્યારેક કેવી દશા બેશે છે! બાબાએ સમજાવ્યું છે કોઈ પણ આવે છે તો બોલો ક્યાં આવ્યાં છો? બહાર બોર્ડ જોયું - બ્રહ્માકુમાર-કુમારીઓ. આ તો પરિવાર છે ને? એક છે નિરાકાર પરમપિતા પરમાત્મા. બીજા પછી પ્રજાપિતા બ્રહ્મા પણ ગવાયેલા છે. આ બધા એમનાં બાળકો છે, દાદા છે શિવબાબા. વારસો એમની પાસે થી મળે છે. એ સલાહ આપે છે મને યાદ કરો તો તમે પતિત થી પાવન બની જશો. કલ્પ પહેલાં પણ આવી સલાહ આપી હતી. કેટલું ઊંચુ ભણતર છે? આ પણ તમારી બુદ્ધિ માં છે આપણે બાપ પાસે થી વારસો લઈ રહ્યાં છીએ.

આપ બાળકો મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર ભણી રહ્યાં છો. તમારે જરુર દૈવી ગુણ ધારણ કરવાના છે. તમારું ખાવા-પીવાનું, બોલવા-ચાલવાનું કેટલું રોયલ હોવું જોઈએ? દેવતાઓ કેટલું થોડું ખાય છે! તેમના માં કોઈ લાલચ થોડી હોય છે? ૩૬ પ્રકાર નાં ભોજન બને છે, ખાય કેટલું થોડું છે. ખાવા-પીવાની લાલચ રાખવી - આને પણ આસુરી ચલન કહેવાય છે. દૈવી ગુણ ધારણ કરવાના છે તો ખાવા-પીવાનું બહુ જ શુદ્ધ અને સાધારણ હોવું જોઈએ. પરંતુ માયા એવી છે જે એકદમ પથ્થર બુદ્ધિ બનાવી દે છે તો પછી પદ પણ એવું મળશે. બાપ કહે છે પોતાનું કલ્યાણ કરવા માટે દૈવી ગુણ ધારણ કરો. સારી રીતે ભણશો, ભણાવશો તો તમને જ ઇજાફો (ફળ) મળશે. બાપ નથી આપતાં, તમે પોતાનાં પુરુષાર્થ થી મેળવો છો. સ્વયં ને જોવું જોઈએ ક્યાં સુધી અમે સર્વિસ (સેવા) કરીએ છીએ? અમે શું બનીશું? આ સમયે શરીર છૂટી જાય તો શું મળશે? બાબા ને કોઈ પૂછે તો બાબા ઝટ બતાવી દે કે આ એક્ટિવિટી (પ્રવૃત્તિ) થી સમજાય છે આ ફલાણું પદ મેળવશે. પુરુષાર્થ જ નથી કરતા તો કલ્પ-કલ્પાન્તર માટે પોતાનું નુકસાન કરે છે. સારી સર્વિસ કરવા વાળા જરુર સારું પદ મેળવશે. અંદર ખબર રહે છે આ દાસ-દાસી જઈને બનશે. બહાર થી કહી નથી શકતાં. સ્કૂલ માં પણ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) સમજે છે અમે સિનિયર બનીશું કે જુનિયર? અહીં પણ આવું છે. સિનિયર જે હશે તે રાજા-રાણી બનશે, જુનિયર ઓછું પદ મેળવશે. સાહૂકારો માં પણ સિનિયર અને જુનિયર હશે. દાસ-દાસીઓ માં પણ સિનિયર અને જુનિયર હશે. સિનિયર વાળાઓ નું પદ ઊંચું હોય છે. ઝાડૂ કાઢવા વાળી દાસી ને ક્યારેય અંદર મહેલ માં આવવાનો હુકમ નથી હોતો. આ બધી વાતો ને આપ બાળકો સારી રીતે સમજી શકો છો. અંત માં બીજા પણ સમજતા જશે. ઊંચ બનાવવા વાળા નો પછી રિગાર્ડ (માન) પણ રાખવાનો હોય છે. જુઓ, કુમારકા છે, તે સિનિયર છે તો રિગાર્ડ રાખવો જોઈએ.

બાપ બાળકો નું ધ્યાન ખેંચાવે છે - જે બાળકો મહારથી છે, તેમનો રિગાર્ડ રાખો. રિગાર્ડ નથી રાખતા તો પોતાનાં પર પાપ નો બોજો ચઢાવે છે. આ બધી વાતો બાપ ધ્યાન માં લાવે છે. બહુ જ ખબરદારી જોઈએ. નંબરવાર કોઈનો રિગાર્ડ કેવી રીતે રાખવો જોઈએ, બાબા તો દરેક ને જાણે છે ને? કોઈને કહે તો ટ્રેટર (દગાબાજ) બનવામાં વાર ન કરે. પછી કુમારીઓ, માતાઓ વગેરે પર પણ બંધન આવી જાય છે. કષ્ટ સહન કરવા પડે છે. વધારે કરીને માતાઓ જ લખે છે - બાબા, અમને આ ખૂબ હેરાન કરે છે, અમે શું કરીએ? અરે, તમે કોઈ જાનવર થોડી છો જે જબરજસ્તી કરશે. અંદર દિલ છે ત્યારે પૂછો છો શું કરું? આમાં તો પૂછવાની પણ વાત નથી. આત્મા પોતાનો મિત્ર છે, પોતાનો જ શત્રુ છે. જે ઈચ્છે તે કરે. પૂછવું એટલે દિલ (મન) છે. મુખ્ય વાત છે યાદ ની. યાદ થી જ તમે પાવન બનો છો. આ લક્ષ્મી-નારાયણ નંબરવન પાવન છે ને? મમ્મા કેટલી સર્વિસ કરતી હતી. એવું તો કોઈ કહી ન શકે અમે મમ્મા કરતાં પણ હોંશિયાર છીએ. મમ્મા જ્ઞાન માં સૌથી તીખી (હોશિયાર) હતી. યોગ ની કમી અનેક માં છે. યાદ માં રહી નથી શકતાં. યાદ નહીં કરશો તો વિકર્મ વિનાશ કેવી રીતે થશે? લો (કાયદો) કહે છે અંત માં યાદ માં જ શરીર છોડવાનું છે. શિવબાબા ની યાદ માં જ પ્રાણ તન થી નીકળે. એક બાપ સિવાય બીજું કોઈ યાદ ન આવે. ક્યાંય પણ આસક્તિ ન હોય. આ પ્રેક્ટિસ (અભ્યાસ) કરવાની હોય છે. આપણે અશરીરી આવ્યાં હતાં પછી અશરીરી થઈને જવાનું છે. બાળકો ને વારંવાર સમજાવતા રહે છે. બહુ જ મીઠાં બનવાનું છે. દૈવી ગુણ પણ હોવા જોઈએ. દેહ-અભિમાન નું ભૂત હોય છે ને? પોતાનાં પર ખૂબ ધ્યાન રાખવાનું છે. ખૂબ પ્રેમ થી ચાલવાનું છે. બાપ ને યાદ કરો અને ચક્ર ને યાદ કરો. ચક્ર નું રહસ્ય કોઈને સમજાવ્યું તો પણ વન્ડર ખાશે. ૮૪ જન્મો ની જ કોઈને યાદ નથી રહેતી તો ૮૪ લાખ પછી કેવી રીતે કોઈ યાદ કરી શકે? વિચાર માં પણ આવી ન શકે, આ ચક્ર ને જ બુદ્ધિમાં યાદ રાખો તો પણ અહો સૌભાગ્ય. હવે આ નાટક પૂરું થાય છે. જૂની દુનિયાથી વૈરાગ હોવો જોઈએ, બુદ્ધિયોગ શાંતિધામ-સુખધામ માં રહે. ગીતા માં પણ છે મનમનાભવ. કોઈ પણ ગીતા પાઠી મનમનાભવ નો અર્થ નથી જાણતાં. આપ બાળકો જાણો છો-ભગવાનુવાચ, દેહ નાં સર્વ સંબંધ છોડી સ્વયં ને આત્મા સમજો. કોણે કહ્યું? સ્વયં બાપે. કોઈ પછી કહે છે અમે તો શાસ્ત્રો ને જ માનીએ છીએ. ભલે ભગવાન આવે તો પણ નહીં માનશે. બરોબર શાસ્ત્ર વાંચતા રહે છે. ભગવાન આવ્યાં છે, રાજયોગ શીખવાડી રહ્યાં છે, સ્થાપના થઈ રહી છે, આ શાસ્ત્ર વગેરે બધાં છે જ ભક્તિ માર્ગ નાં. ભગવાન પર નિશ્ચય હોય તો વારસો લેવા લાગી જાય, પછી ભક્તિ પણ ઉડી જાય. પરંતુ જ્યારે નિશ્ચય હોય ને? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દેવતા બનવા માટે બહુ જ રોયલ સંસ્કાર ધારણ કરવાના છે. ખાવા-પીવાનું ખૂબ શુદ્ધ અને સાધારણ રાખવાનું છે. લાલચ નથી કરવાની. પોતાનું કલ્યાણ કરવા માટે દૈવી ગુણ ધારણ કરવાના છે.

2. પોતાનાં ઉપર ધ્યાન રાખતાં, બધા ની સાથે બહુ જ પ્રેમ થી ચાલવાનું છે. પોતાનાં કરતાં જે સીનિયર છે, તેમનો રિગાર્ડ જરુર રાખવાનો છે. બહુ જ-બહુ જ મીઠાં બનવાનું છે. દેહ-અભિમાન માં નથી આવવાનું.

વરદાન :-
વીતેલી વાતો ને રહેમદિલ બની સમાવવા વાળા શુભ ચિંતક ભવ

જો કોઈની પણ વિતેલી કમજોરી ની વાતો કોઈ સંભળાવે તો શુભ ભાવના થી કિનારો કરી લો. વ્યર્થ ચિંતન અથવા કમજોરી ની વાતો પરસ્પર ન ચાલવી જોઈએ. વીતેલી વાતો ને રહેમદિલ બનીને સમાવી લો. સમાવી ને શુભ ભાવના થી એ આત્મા પ્રત્યે મન્સા સેવા કરતા રહો. ભલે સંસ્કારો નાં વશ કોઈ ઉલ્ટું કહે, કરે અથવા સાંભળે છે તો એને પરિવર્તન કરો. એક થી બે સુધી, બે થી ત્રણ સુધી એવી રીતે વ્યર્થ વાતો ની માળા ન થઈ જાય. એવું અટેન્શન રાખવું અર્થાત્ શુભ ચિંતક બનવું.

સ્લોગન :-
સંતુષ્ટમણી બનો તો પ્રભુ પ્રિય, લોકપ્રિય અને સ્વયં પ્રિય બની જશો.

અવ્યક્ત ઇશારા - “ કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

જેવી રીતે શરીર અને આત્મા કમ્બાઇન્ડ છે તો જીવન છે. જો આત્મા શરીર થી અલગ થઈ જાય તો જીવન સમાપ્ત થઈ જાય. એવી રીતે કર્મયોગી જીવન અર્થાત્ કર્મ યોગ નાં વગર નથી, યોગ કર્મ નાં વગર નથી. સદા કમ્બાઇન્ડ છો તો સફળતા મળતી રહેશે.