05-02-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ શરીર રુપી વસ્ત્ર ને અહીં જ છોડવાનું છે , એટલે આમાંથી મમત્વ ખતમ કરી દો , કોઈ પણ મિત્ર - સંબંધી યાદ ન આવે”

પ્રશ્ન :-
જે બાળકો માં યોગબળ છે, તેમની નિશાની કઈ હશે?

ઉત્તર :-
તેમને કોઈપણ વાત માં થોડો પણ ધક્કો નહીં લાગશે, ક્યાંય પણ લગાવ નહીં હશે. સમજો, આજે કોઈએ શરીર છોડ્યું તો દુઃખ ન થઈ શકે, કારણકે જાણે છે એમનો ડ્રામા માં આટલો જ પાર્ટ હતો. આત્મા એક શરીર છોડી જઈ બીજું શરીર લેશે.

ઓમ શાંતિ!
આ જ્ઞાન બહુ જ ગુપ્ત છે, આમાં નમસ્તે પણ નથી કરવું પડતું. દુનિયામાં નમસ્તે અથવા રામ-રામ વગેરે કહે છે. અહીં આ બધી વાતો ચાલી ન શકે કારણકે આ એક ફેમિલી (પરિવાર) છે. ફેમિલી માં એક-બીજા ને નમસ્તે અથવા ગુડમોર્નિગ કરે - એટલું શોભતું નથી. ઘર માં તો ખાધું-પીધું ઓફિસ માં ગયા, પાછા આવ્યાં, આ ચાલતું રહે છે. નમસ્તે કરવાની જરુર નથી રહેતી. ગુડમોર્નિગ ની ફેશન પણ યુરોપવાસી દ્વારા નીકળી છે. નહીં તો પહેલાં કાંઈ ચાલતું નહોતું. કોઈ સત્સંગ માં પરસ્પર મળે છે તો નમસ્તે કરે છે, પગે પડે છે. આ પગે વગેરે પડવાનું નમ્રતા માટે શીખવાડે છે. અહીં તો આપ બાળકોએ દેહી-અભિમાની બનવાનું છે. આત્મા, આત્મા ને શું કરશે? છતાં પણ કહેવાનું તો હોય છે. જેમ બાબા ને કહેશે-બાબા, નમસ્તે. હવે બાપ પણ કહે છે-હું સાધારણ બ્રહ્મા તન દ્વારા તમને ભણાવું છું, આમનાં દ્વારા સ્થાપના કરાવું છું. કેવી રીતે? એ તો જ્યારે બાપ સન્મુખ હોય ત્યારે સમજાવે, નહીં તો કોઈ કેવી રીતે સમજે? આ બાપ સન્મુખ સમજાવે છે તો બાળકો સમજે છે. બંને ને નમસ્તે કરવું પડે-બાપદાદા, નમસ્તે. બહારવાળા જો આ સાંભળે તો મુંઝાશે કે આ શું કહે છે ‘બાપદાદા’. બે નામ પણ ઘણાં મનુષ્યો નાં હોય છે ને? જેમ લક્ષ્મી-નારાયણ અથવા રાધાકૃષ્ણ… પણ નામ છે. આ તો જેમ સ્ત્રી-પુરુષ ભેગા થઈ ગયાં. હવે આ તો છે બાપદાદા. આ વાતો ને આપ બાળકો જ સમજી શકો છો. જરુર બાપ મોટા થયાં! તે નામ ભલે બે છે પરંતુ છે તો એક ને? પછી બે નામ કેમ રાખી દીધાં છે? હમણાં આપ બાળકો જાણો છો આ ખોટા નામ છે. બાબા ને બીજા તો કોઈ ઓળખી ન શકે. તમે કહેશો નમસ્તે બાપદાદા. બાપ પછી કહેશે નમસ્તે શરીરધારી રુહાની બાળકો, પરંતુ આટલું લાંબુ શોભતું નથી. શબ્દો તો સાચાં છે. તમે હમણાં શરીરધારી બાળકો પણ છો તો રુહાની પણ છો. શિવબાબા સર્વ આત્માઓ નાં બાપ છે અને પછી પ્રજાપિતા પણ જરુર છે. પ્રજાપિતા બ્રહ્મા નાં સંતાન ભાઈ-બહેન છે. પ્રવૃત્તિ માર્ગ થઈ જાય છે. તમે છો બધા બ્રહ્માકુમાર-કુમારીઓ. બ્રહ્માકુમાર-કુમારીઓ હોવાથી પ્રજાપિતા પણ સિદ્ધ થઈ જાય છે. આમાં અંધશ્રદ્ધા ની કોઈ વાત નથી. બોલો, બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારીઓ ને બાપ પાસે થી વારસો મળે છે. બ્રહ્મા પાસે થી નથી મળતો, બ્રહ્મા પણ શિવબાબા નાં બાળક છે. સુક્ષ્મવતનવાસી બ્રહ્મા, વિષ્ણુ, શંકર - આ છે રચના. તેમનાં રચયિતા છે શિવ. શિવ માટે તો કોઈ કહી ન શકે કે એમનાં રચયિતા કોણ? શિવ નાં રચયિતા કોઈ હોતા નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકર આ છે રચના. તેમની પણ ઉપર છે શિવ, સર્વ આત્માઓ નાં બાપ. હવે રચયિતા છે તો પછી પ્રશ્ન ઉઠે છે ક્યારે રચના રચી? ના, આ તો અનાદિ છે. આટલા આત્માઓ ને ક્યારે રચ્યાં? આ પ્રશ્ન ન ઉઠી શકે. આ અનાદિ ડ્રામા ચાલ્યો આવે છે, બેઅંત છે. આનો ક્યારેય અંત નથી થતો. આ વાતો આપ બાળકો માં પણ નંબરવાર સમજે છે. આ છે ખૂબ સહજ. એક બાપ સિવાય બીજા કોઈ સાથે લગાવ ન હોય, કોઈ પણ મરે કે જીવે. ગાયન પણ છે અમ્મા મરે તો ભી હલુઆ ખાના… સમજો, કોઈ પણ મરી જાય છે, ફિકર ની વાત નથી કારણકે આ ડ્રામા અનાદિ બનેલો છે. ડ્રામાનુસાર તેમને આ સમયે જવાનું જ હતું, આમાં કરી જ શું શકે? જરા પણ દુઃખ થવાની વાત નથી. આ છે યોગબળ ની અવસ્થા. કાયદો કહે છે જરા પણ ધક્કો ન આવવો (લાગવો) જોઈએ. બધા એક્ટર્સ છે ને? પોત-પોતાનો પાર્ટ ભજવતા રહે છે. બાળકોને જ્ઞાન મળેલું છે.

બાપ ને કહે છે-હે પરમપિતા પરમાત્મા, આવીને અમને લઈ જાઓ. આટલાં બધા શરીરો નો વિનાશ કરાવી સર્વ આત્માઓ ને સાથે લઈ જવા, આ તો ખૂબ ભારે કામ થયું. અહીં કોઈ એક મરે છે તો ૧૨ મહિના રડતા રહે છે. બાપ તો આટલાં બધા અસંખ્ય આત્માઓ ને લઈ જશે. બધા નાં શરીર અહીં છૂટી જશે. બાળકો જાણે છે મહાભારત લડાઈ લાગે છે તો મચ્છરો ની જેમ જતા રહે છે. નેચરલ કેલેમિટીઝ (કુદરતી આપદાઓ) પણ આવવાની છે. આ આખી દુનિયા બદલાય છે. હમણાં જુઓ ઈંગ્લેન્ડ, રશિયા વગેરે કેટલાં મોટા-મોટા છે. સતયુગ માં આ બધા હતાં શું? દુનિયામાં આ પણ કોઈની બુદ્ધિ માં નથી આવતું કે આપણા રાજ્ય માં આ કોઈપણ નહોતાં. એક જ ધર્મ, એક જ રાજ્ય હતું, તમારા માં પણ નંબરવાર છે જેમની બુદ્ધિ માં સારી રીતે બેસે છે. જો ધારણા હોય તો તે નશો સદૈવ ચઢ્યો રહે. નશો કોઈને બહુ જ મુશ્કેલી થી ચઢ્યો રહે છે. મિત્ર-સંબંધી વગેરે બધા માંથી યાદ કાઢી એક બેહદ ની ખુશી માં ટકી જાય, ખૂબ કમાલ છે. હા, આ પણ અંત માં થશે. અંત માં જ કર્માતીત અવસ્થા મેળવી લે છે. શરીર થી પણ ભાન તૂટી જાય છે. બસ, હવે અમે જઈએ છીએ, આ જાણે સાધારણ થઈ જશે. જેમ નાટકવાળા પાર્ટ ભજવીને પછી જાય છે ઘરે. આ દેહ રુપી વસ્ત્ર તો તમારે અહીં જ છોડવાનું છે. આ વસ્ત્ર અહીં જ લે છે, અહીં જ છોડે છે. આ બધી નવી વાતો તમારી બુદ્ધિ માં છે, બીજા કોઈની બુદ્ધિ માં નથી. અલ્ફ અને બે. અલ્ફ છે સૌથી ઊપર. કહે પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ, વિષ્ણુ દ્વારા પાલના. સારું, બાકી શિવ નું કામ શું છે? ઊંચા માં ઊંચા શિવબાબા ને કોઈપણ જાણતું નથી. કહી દે છે એ તો સર્વવ્યાપી છે. આ બધા એમનાં જ રુપ છે. આખી દુનિયા ની બુદ્ધિ માં આ પાક્કું થઈ ગયું છે, એટલે બધા તમોપ્રધાન બન્યા છે. બાપ કહે છે-આખી દુનિયા ની દુર્ગતિ થયેલી છે. પછી હું જ આવીને બધાને સદ્દગતિ આપું છું. જો સર્વવ્યાપી છે તો શું બધા ભગવાન જ ભગવાન છે? એક તરફ કહે છે બધા ભાઈ-ભાઈ, પછી કહી દે છે બધા પિતા, સમજતા નથી. હવે આપ બાળકો ને બેહદ નાં બાપ કહે છે, બાળકો, મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. તમારે આ દાદા ને તથા મમ્મા ને પણ યાદ નથી કરવાનાં. બાપ તો કહે છે કે ન મમ્મા, ન બાબા કોઈની મહિમા કાંઈ પણ નથી. શિવબાબા ન હોત તો આ બ્રહ્મા પણ શું કરત? આમને યાદ કરવાથી શું થશે? હા, તમે જાણો છો આમનાં દ્વારા અમે બાપ પાસે થી વારસો લઈ રહ્યા છીએ, આમની પાસે થી નહીં. આ પણ એમની પાસે થી વારસો લે છે, તો યાદ એમને કરવાના છે. આ તો વચ્ચે દલાલ છે. બાળક અને બાળકી ની સગાઈ થાય છે, ત્યારે યાદ તો એક-બીજા ને કરશે ને? લગ્ન કરાવવા વાળા તો વચ્ચે દલાલ થયાં. આમનાં દ્વારા બાપ આપ આત્માઓ ની સગાઈ પોતાની સાથે કરાવે છે એટલે ગાયન પણ છે સદ્દગુરુ મળ્યા દલાલ નાં રુપ માં. સદ્દગુરુ કોઈ દલાલ નથી. સદ્દગુરુ તો નિરાકાર છે. ભલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, કહે છે પરંતુ તે કોઈ ગુરુ નથી. સદ્દગુરુ એક બાપ જ છે જે સર્વ ની સદ્દગતિ કરે છે. બાપે તમને શીખવાડ્યું છે ત્યારે તમે બીજાને પણ રસ્તો બતાવો છો અને બધાને કહો છો કે જોવા છતાં પણ નહીં જુઓ. બુદ્ધિ શિવબાબા સાથે જોડાયેલી રહે. આ આંખો થી જે કાંઈ જુઓ છો કબ્રદાખલ થવાનું છે. યાદ એક બાપ ને કરવાના છે, નહીં કે આમને. બુદ્ધિ કહે છે આમની પાસે થી થોડી વારસો મળશે? વારસો તો બાપ પાસે થી મળવાનો છે. જવાનું પણ બાપ ની પાસે છે. વિદ્યાર્થી, વિદ્યાર્થી ને થોડી યાદ કરશે? વિદ્યાર્થી તો શિક્ષક ને યાદ કરશે ને? સ્કૂલ માં જે હોશિયાર બાળકો હોય છે તે પછી બીજાઓને પણ ઉઠાવવાની કોશિશ કરે છે. બાપ પણ કહે છે એક-બીજા ને ઊંચા ઉઠાવવાની કોશિશ કરો પરંતુ તકદીર માં નથી તો પુરુષાર્થ પણ નથી કરતાં. થોડા માં જ રાજી થઈ જાય છે. સમજાવવું જોઈએ પ્રદર્શન માં અનેક આવે છે, અનેક ને સમજાવવાથી ઉન્નતિ બહુ જ થાય છે. નિમંત્રણ આપીને બોલાવે છે. તો મોટા-મોટા સમજદાર વ્યક્તિઓ આવે છે. નિમંત્રણ વગર તો અનેક પ્રકારના લોકો આવી જાય છે. શું-શું ઉલ્ટું-સુલ્ટુ બોલતા રહે છે. રોયલ મનુષ્યો ની ચાલ-ચલન પણ રોયલ હોય છે. રોયલ વ્યક્તિ રોયલ્ટી થી અંદર આવશે. ચલન માં પણ બહુ જ ફરક હોય છે. તેમનાં માં ચાલવાની, બોલવાની કોઈ સભ્યતા નથી હોતી. મેળા માં તો બધા પ્રકારનાં આવી જાય છે. કોઈને મનાઈ નથી કરાતી એટલે ક્યાંય પણ પ્રદર્શન માં નિમંત્રણ કાર્ડ પર મંગાવશો તો રોયલ સારા-સારા લોકો આવશે. પછી તે બીજાઓને પણ જઈને સંભળાવશે. ક્યારેક ફીમેલ્સ (સ્ત્રીઓ) નો પ્રોગ્રામ રાખો તો ફક્ત ફીમેલ્સ જ આવીને જુએ કારણકે ક્યાંક-ક્યાંક ફીમેલ્સ બહુ જ પર્દે નશીન (પડદામાં) હોય છે. તો ફક્ત ફીમેલ્સ નો જ પ્રોગ્રામ થાય. મેલ (પુરુષ) કોઈ પણ ન આવે. બાબાએ સમજાવ્યું છે કે પહેલાં-પહેલાં તમારે આ સમજાવવાનું છે કે શિવબાબા નિરાકાર છે. શિવબાબા અને પ્રજાપિતા બ્રહ્મા બંને બાબા થયાં. બંને એકરસ તો હોઈ ન શકે, જો બંને બાબા પાસે થી વારસો મળે. વારસો દાદા નો યા બાપ નો મળશે. દાદા ની મિલકત પર હક લાગે છે. ભલે કેવું પણ કપૂત બાળક હશે તો પણ દાદા નો વારસો મળી જશે. આ અહીં નો કાયદો છે. સમજે પણ છે આમને પૈસા મળવાથી એક વર્ષ ની અંદર ઉડાવી દેશે. પરંતુ ગવર્મેન્ટ (સરકાર) નો કાયદો એવો છે જે આપવું પડે છે. ગવર્મેન્ટ કાંઈ કરી નથી શકતી. બાબા તો અનુભવી છે. એક રાજા નો બાળક (દિકરો) હતો, એક કરોડ રુપિયા ૧૨ મહિના માં ખતમ કરી દીધાં. આવા પણ હોય છે. શિવબાબા તો નહીં કહેશે કે મેં જોયું છે. આ (દાદા) કહે છે મેં એવા ખૂબ ઉદાહરણ જોયા છે. આ દુનિયા તો બહુ જ ખરાબ છે. આ છે જ જૂની દુનિયા, જુનું ઘર. જૂનાં ઘર ને હંમેશા તોડવાનું હોય છે. આ લક્ષ્મી-નારાયણ નાં રાજાઈ ઘર જુઓ, કેવા ફર્સ્ટ ક્લાસ (સરસ) છે!

હવે તમે બાપ દ્વારા સમજી રહ્યા છો અને તમે પણ નર થી નારાયણ બનો છો. આ છે જ સત્યનારાયણ ની કથા. આ પણ આપ બાળકો જ સમજો છો. તમારામાં પણ પૂરાં ફ્લાવર્સ (ફૂલ) હજી બન્યા નથી, આમાં રોયલ્ટી ખૂબ સારી જોઈએ. તમારી ઉન્નતિ દિવસે-દિવસે થતી રહે છે. ફ્લાવર્સ (ફૂલ) બનતા જાઓ છો.

આપ બાળકો પ્રેમ થી કહો છો “બાપદાદા”. આ પણ તમારી નવી ભાષા છે, જે મનુષ્યો ની સમજ માં નથી આવી શકતી. સમજો, બાબા ક્યાંય પણ જાય તો બાળકો કહેશે બાપદાદા નમસ્તે. બાપ રેસપોન્ડ (પ્રતિઉત્તર) આપશે રુહાની શરીરધારી બાળકો ને નમસ્તે. એવું કહેવું પડે ને? કોઈ સાંભળશે તો કહેશે આ તો કોઈ નવી વાત છે, બાપદાદા સાથે કેવી રીતે કહે છે. બાપ અને દાદા બંને એક ક્યારેય હોય છે શું? નામ પણ બંને નાં અલગ છે. શિવબાબા, બ્રહ્મા દાદા, તમે આ બંને નાં બાળકો છો. તમે જાણો છો આમની અંદર શિવબાબા બેઠાં છે. અમે બાપદાદા નાં બાળકો છીએ. આ પણ બુદ્ધિ માં યાદ રહે તો ખુશીનો પારો ચઢેલો રહે અને ડ્રામા પર પણ પાક્કું રહેવાનું છે. સમજો, કોઈએ શરીર છોડ્યું, જઈને બીજો પાર્ટ ભજવશે. દરેક આત્મા ને અવિનાશી પાર્ટ મળેલો છે, આમાં કાંઈ પણ વિચાર કરવાની જરુર નથી. એમને બીજો પાર્ટ જઈને ભજવવાનો છે. પાછા તો બોલાવી ન શકાય. ડ્રામા છે ને? આમાં રડવાની કોઈ વાત નથી. આવી અવસ્થા વાળા જ નિર્મોહી રાજા જઈને બને છે. સતયુગ માં બધા નિર્મોહી હોય છે. અહીં કોઈ મરે છે તો કેટલું રડે છે. બાપ ને પામી લીધાં તો પછી રડવાની જરુર જ નથી. બાબા કેટલો સરસ રસ્તો બતાવે છે. કન્યાઓ માટે તો ખૂબ સરસ છે. બાપ ફાલતું પૈસા ખર્ચ કરે અને તમે જઈને નર્ક માં પડો. એના કરતાં તો બોલો અમે આ પૈસા થી રુહાની યુનિવર્સિટી સાથે હોસ્પિટલ ખોલીશું. અનેક નું કલ્યાણ કરીશું તો તમારું પણ પુણ્ય, અમારું પણ પુણ્ય થઈ જશે. બાળકો સ્વયં પણ ઉત્સાહ માં રહેવાવાળા હોય કે અમે ભારત ને સ્વર્ગ બનાવવા માટે તન-મન-ધન બધું ખર્ચ કરીશું. આટલો નશો રહેવો જોઈએ. આપવું હોય તો આપો, ન આપવું હોય તો ન આપો. તમે પોતાનું કલ્યાણ અને અનેક નું કલ્યાણ કરવા નથી ઈચ્છતાં? એટલી મસ્તી (ખુશી) હોવી જોઈએ. ખાસ કુમારીઓ એ તો બહુ જ ઉભા થવું જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં ની ચાલ-ચલન બહુ જ રોયલ રાખવાની છે. બહુ જ ફઝીલત (સભ્યતા) થી વાતચીત કરવાની છે. નમ્રતા નો ગુણ ધારણ કરવાનો છે.

2. આ આંખો થી જે કાંઈ દેખાય છે - આ બધું કબ્રદાખલ થવાનું છે એટલે આને જોતા પણ નથી જોવાનું. એક શિવબાબા ને જ યાદ કરવાના છે. કોઈ દેહધારી ને નહીં.

વરદાન :-
માસ્ટર જ્ઞાનસાગર બની ઢીંગલીઓ નો ખેલ સમાપ્ત કરવા વાળા સ્મૃતિ સો સમર્થ સ્વરુપ ભવ

જેવી રીતે ભક્તિમાર્ગ માં મૂર્તિ બનાવીને પૂજા વગેરે કરે છે, પછી એમને ડૂબાડી દે છે તો તમે એને ઢીંગલીઓ ની પૂજા કહો છો. એવી રીતે તમારી સામે પણ જ્યારે કોઈ નિર્જીવ, અસાર વાતો ઈર્ષા, અનુમાન, આવેશ વગેરેની આવે છે અને તમે તેનો વિસ્તાર કરી અનુભવ કરો અથવા કરાવો છો કે આ જ સત્ય છે, તો આ પણ જાણે કે એનામાં પ્રાણ ભરી દો છો. પછી એને જ્ઞાનસાગર બાપ ની યાદ થી, વીતેલી ને વીતેલી કરી, સ્વ-ઉન્નતિ ની લહેરો માં ડુબાડો પણ છો પરંતુ એમાં પણ ટાઈમ તો વેસ્ટ જાય છે ને, એટલે પહેલાં થી જ માસ્ટર જ્ઞાનસાગર બની સ્મૃતિ સો સમર્થી ભવ નાં વરદાન થી આ ઢીંગલીઓ નાં ખેલ ને સમાપ્ત કરો.

સ્લોગન :-
જે સમય પર સહયોગી બને છે એમને એક નું પદમગુણા ફળ મળી જાય છે.

અવ્યક્ત ઈશારા - એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો

જે પણ રાજનેતાઓ કે ધર્મ નેતાઓ છે એમને “પવિત્રતા અને એકતા” નો અનુભવ કરાવો. આની જ કમી નાં કારણે બંને સત્તાઓ કમજોર છે. ધર્મસત્તા ને ધર્મસત્તાહીન બનાવવાની વિશેષ રીત છે-પવિત્રતા ને સિદ્ધ કરવી અને રાજ્ય સત્તાવાળાઓ ની આગળ એકતા ને સિદ્ધ કરવી.