10-11-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  14.11.2002    બાપદાદા મધુબન


“ બ્રાહ્મણ - જીવન નું ફાઉન્ડેશન અને સફળતા નો આધાર - નિશ્ચય બુદ્ધિ”


આજે સમર્થ બાપ પોતાના ચારે તરફનાં સમર્થ બાળકોને જોઈ રહ્યા છે. દરેક બાળકો સમર્થ બની બાપ સમાન બનવાનાં શ્રેષ્ઠ પુરુષાર્થ માં લાગેલા છે. બાળકોની આ લગન ને જોઈ બાપદાદા પણ હર્ષિત થતા રહે છે. બાળકોનો આ દૃઢ સંકલ્પ બાપદાદા ને પણ પ્યારો લાગે છે. બાપદાદા તો બાળકોને આ જ કહેતા કે બાપથી પણ આગળ જઈ શકો છો કારણ કે યાદગારમાં પણ બાપની પૂજા સિંગલ છે, આપ બાળકોની પૂજા ડબલ છે. બાપદાદા નાં માથા પર પણ તાજ હોય. બાપદાદા બાળકો નાં સ્વમાન ને જોઈ સદા આ જ કહેતા વાહ, શ્રેષ્ઠ સ્વમાનધારી, સ્વરાજ્યધારી બાળકો વાહ! દરેક બાળકોની વિશેષતા બાપને દરેક નાં મસ્તકમાં ચમકતી દેખાય આવે છે. તમે પણ પોતાની વિશેષતા ને જાણી, ઓળખી વિશ્વ-સેવા માં લગાવતા ચાલો. ચેક કરો- હું પ્રભુ-પસંદ, પરિવાર-પસંદ ક્યાં સુધી બન્યો છું? કારણ કે સંગમયુગ માં બાપ બ્રાહ્મણ પરિવાર રચે છે, તો પ્રભુ-પસંદ અને પરિવાર-પસંદ બંને આવશ્યક છે.

આજે બાપદાદા સર્વ બાળકોનાં બ્રાહ્મણ-જીવન નું ફાઉન્ડેશન જોઈ રહ્યા હતાં. ફાઉન્ડેશન છે નિશ્ચયબુદ્ધિ એટલે જ્યાં દરેક સંકલ્પમાં, દરેક કાર્ય માં નિશ્ચય છે ત્યાં વિજય નિશ્ચિત છે. સફળતા જન્મસિદ્ધ અધિકાર નાં રુપમાં સ્વત: અને સહજ પ્રાપ્ત છે. જન્મસિદ્ધ અધિકાર માટે મહેનતની આવશ્યકતા નથી હોતી. સફળતા બ્રાહ્મણ-જીવન નાં ગળા નો હાર છે. બ્રાહ્મણ-જીવન છે જ સફળતા સ્વરુપ. સફળતા હશે અથવા નહીં હશે આ બ્રાહ્મણ-જીવન નો પ્રશ્ન જ નથી. નિશ્ચયબુદ્ધિ સદા બાપની સાથે કમ્બાઇન્ડ છે, તો જ્યાં બાપ કમ્બાઇન્ડ છે ત્યાં સફળતા સદા પ્રાપ્ત છે. તો ચેક કરો-સફળતા સ્વરુપ ક્યાં સુધી બન્યા છો? જો સફળતા માં પર્સન્ટેજ છે તો એનું કારણ નિશ્ચયમાં પર્સન્ટેજ છે. નિશ્ચય ફક્ત બાપ માં છે, આ તો બહુ જ સારું છે. પરંતુ નિશ્ચય- બાપમાં નિશ્ચય, સ્વમાં નિશ્ચય, ડ્રામામાં નિશ્ચય અને સાથે-સાથે પરિવારમાં નિશ્ચય. આ ચારેય નિશ્ચય નાં આધાર થી સફળતા સહજ અને સ્વતઃ છે.

બાપમાં નિશ્ચય બધા બાળકોનો છે ત્યારે તો અહીં આવ્યા છે. બાપને પણ તમારા બધામાં નિશ્ચય છે ત્યારે પોતાના બનાવ્યા છે. પરંતુ બ્રાહ્મણ-જીવન માં સંપન્ન અથવા સંપૂર્ણ બનવા માટે સ્વ માં પણ નિશ્ચય આવશ્યક છે. બાપદાદા દ્વારા પ્રાપ્ત થયેલાં શ્રેષ્ઠ આત્મા નું સ્વમાન સદા સ્મૃતિ માં રહે કે હું પરમાત્મા દ્વારા સ્વમાનધારી શ્રેષ્ઠ આત્મા છું. સાધારણ આત્મા નહીં, પરમાત્મ-સ્વમાનધારી આત્મા. તો સ્વમાન દરેક સંકલ્પ માં, દરેક કર્મ માં સફળતા અવશ્ય અપાવે છે. સાધારણ કર્મ કરવા વાળો આત્મા નહીં, સ્વમાનધારી આત્મા છું. તો દરેક કર્મ માં સ્વમાન પોતાને સફળતા સહજ જ અપાવશે. તો સ્વમાં નિશ્ચયબુદ્ધિની નિશાની છે - સફળતા અથવા વિજય. એવી રીતે જ બાપમાં તો પાક્કો નિશ્ચય છે, એમની વિશેષતા છે “નિરંતર હું બાપનો અને બાપ મારા”. આ નિરંતર વિજય નો આધાર છે. “મારા બાબા” ફક્ત બાબા નહીં, મારા બાબા. મારા માં અધિકાર હોય છે. તો મારા બાબા, એવાં નિશ્ચયબુદ્ધિ આત્મા સદા અધિકારી છે - સફળતા નો, વિજય નો. એવી જ રીતે ડ્રામામાં પણ પૂરે-પૂરો નિશ્ચય જોઈએ. સફળતા અને સમસ્યા બંને પ્રકારની વાતો ડ્રામામાં આવે છે પરંતુ સમસ્યા નાં સમયે નિશ્ચયબુદ્ધિની નિશાની છે-સાધારણ સ્વરુપ. સમસ્યાને સેકન્ડમાં સમાધાન સ્વરુપ દ્વારા પરિવર્તન કરી દેવું. સમસ્યાનું કામ છે આવવું, નિશ્ચય બુદ્ધિ આત્માનું કામ છે સમાધાન સ્વરુપ થી સમસ્યાને પરિવર્તન કરવું. કેમ? તમે દરેક બ્રાહ્મણ આત્માએ બ્રાહ્મણજન્મ લેતા માયા ને ચૈલેન્જ કરી છે. કરી છે ને કે ભૂલી ગયા છો? ચૈલેન્જ છે કે અમે માયાજીત બનવા વાળા છે. તો સમસ્યા નું સ્વરુપ, માયા નું સ્વરુપ છે. જ્યારે ચૈલેન્જ કરી છે તો માયા સામ નો તો કરશે ને? તે ભિન્ન-ભિન્ન સમસ્યાઓ નાં રુપ માં પોતાની ચૈલેન્જ ને પુરી માટે આવે છે. તમારે નિશ્ચયબુદ્ધિ વિજયી સ્વરુપ થી પાર કરવાની છે, શા માટે? નથીંગ ન્યુ. કેટલી વાર વિજયી બન્યા છો? હમણાં એક વાર સંગમ પર વિજયી બની રહ્યા છો કે અનેકવાર બનેલા ને રીપીટ કરી રહ્યા છો? એટલે સમસ્યા તમારા માટે નવી વાત નથી, નથીંગ ન્યુ. અનેક વાર વિજયી બન્યા છે, બની રહ્યા છે અને આગળ પણ બનતા રહેશે. આ છે ડ્રામામાં નિશ્ચયબુદ્ધિ વિજયી. બીજું છે- બ્રાહ્મણ-પરિવાર માં નિશ્ચય, શા માટે? બ્રાહ્મણ-પરિવાર નો અર્થ જ છે સંગઠન. નાનો પરિવાર નથી, બ્રહ્મા-બાપ નો બ્રાહ્મણ-પરિવાર સર્વ પરિવારો થી શ્રેષ્ઠ અને મોટો છે. તો પરિવાર નાં વચ્ચે, પરિવાર ની પ્રીત ની રીત થી નિભાવવામાં પણ વિજય. એવું નહીં કે બાપ મારા, હું બાબા નો, બધું થઈ ગયું, બાબા થી કામ છે, પરિવારથી શું કામ! પરંતુ આ પણ નિશ્ચયની વિશેષતા છે. ચાર જ વાતો માં નિશ્ચય, વિજય આવશ્યક છે. પરિવાર પણ બધાને ઘણી વાતોમાં મજબૂત બનાવે છે. ફક્ત પરિવારમાં આ સ્મૃતિમાં રહે કે બધા પોત- પોતાના નંબરવાર ધારણા સ્વરુપ છે. વેરાઈટી છે. એની યાદગાર ૧૦૮ ની માળા છે. વિચારો- ક્યાં એક નંબર અને ક્યાં ૧૦૮ મો નંબર, કેમ બન્યો? બધા એક નંબર કેમ નહીં બન્યા? ૧૬ હજાર કેમ બન્યા? કારણ? વેરાઈટી સંસ્કારને સમજી નોલેજફુલ બની ચાલવું, નિભાવવું, આ જ સક્સેસફુલ સ્ટેજ છે. ચાલવું તો પડે જ છે. પરિવારને છોડીને ક્યાં જશો ? નશો પણ છે ને કે અમારો આટલો મોટો પરિવાર છે. તો મોટા પરિવાર માં મોટા દિલથી દરેક નાં સંસ્કારને જાણવા સાથે ચાલવું, નિર્માણ થઈને ચાલવું, શુભ ભાવના, શુભ કામના ની વૃત્તિથી ચાલવું… આ જ પરિવાર નાં નિશ્ચયબુદ્ધિ વિજય ની નિશાની છે. તો બધા વિજયી છો ને ? વિજયી છો?

ડબલ ફોરેનર્સ વિજયી છે? હાથ તો બહુ જ સારો હલાવી રહ્યા છે. બહુ જ સારું. બાપદાદા ને ખુશી છે. અચ્છા-ટીચર્સ, વિજય છે? કે થોડા-થોડા થાય છો? શું કરે? આ તો નહીં! ‘કેવી રીતે’ ને બદલે ‘એવી રીતે’ શબ્દ ને યુઝ કરો, કેવી રીતે કરીએ, નહીં. આવી રીતે કરીએ. ૨૧ જન્મ નો સંગાથ પરિવાર સાથે છે એટલે જે પરિવાર માં પાસ (ઉત્તીર્ણ) છે, તે બધામાં પાસ છે.

તો ચારેય પ્રકાર નો નિશ્ચય ચેક કરો કારણકે પ્રભુ-પસંદ ની સાથે પરિવાર પસંદ પણ હોવું અતિ આવશ્યક છે. નંબર આ ચારેય નિશ્ચય નાં પર્સન્ટેજ અનુસાર મળવાનો છે. એવું નથી કે હું બાબાની, બાબા મારા, બસ થઈ ગયું. એવું નહીં. મારા બાબા તો બહુ જ સારા કહો છો અને સદા આ નિશ્ચય માં અટલ પણ છો, એની મુબારક છે પરંતુ ત્રણ બીજા પણ છે. ટીચર્સ, ચારેય જરુરી છે કે નહીં? એવું તો નથી કે ત્રણ જરુરી છે એક નહીં? જે સમજે છે ચારેય નિશ્ચય જરુરી છે તે એક હાથ ઉઠાવો. બધાને ચારેય વાતો પસંદ છે? જેમને ત્રણ વાતો પસંદ હોય તે હાથ ઉઠાવો. કોઈ નહીં. નિભાવવુ મુશ્કેલ નથી? બહુ જ સારું. જો દિલથી હાથ ઉઠાવ્યો તો બધા પાસ થઈ ગયા. અચ્છા.

જુઓ, ક્યાં-ક્યાં થી, ભિન્ન-ભિન્ન દેશની ડાળીઓ મધુવનમાં એક વૃક્ષ બની જાય છે. મધુબનમાં યાદ રહે છે શું, હું દિલ્હીની છું, હું કર્ણાટકની છું, હું ગુજરાતની છું….બધા મધુબન નિવાસી છે. તો એક ઝાડ થઈ ગયુ ને? આ સમયે બધા શું સમજે છે, મધુબન નિવાસી છો કે પોત-પોતાના દેશ નાં નિવાસી છો? મધુબન નિવાસી છો? બધા મધુવન નિવાસી છો, બહુ જ સારું. આમ પણ દરેક બ્રાહ્મણો નું પરમેનેન્ટ એડ્રેસ તો મધુબન જ છે. તમારું પરમેનેન્ટ એડ્રેસ કયું છે? બોમ્બે છે? દિલ્હી છે? પંજાબ છે? મધુબન પરમેનેન્ટ એડ્રેસ છે. આ તો સેવા માટે સેવા કેન્દ્રમાં મોકલાવ્યા છે. તે સેવા નું સ્થાન છે, ઘર તમારું મધુબન છે. અંતમાં પણ એલશમ (ઠીકાણું) ક્યાં મળવાનું છે? મધુવનમાં જ મળવાનું છે, એટલે મોટા મોટા સ્થાન બનાવી રહ્યા છે ને!

બધા નું લક્ષ બાપ સમાન બનવાનું છે. તો આખા દિવસમાં આ ડ્રિલ કરો - મન ની ડ્રીલ. શરીર ની ડ્રિલ તો શરીર નાં તંદુરસ્તી માટે કરો છો, કરતા રહો કારણકે આજકાલ દવાઓથી પણ એક્સરસાઇઝ આવશ્યક છે. તે તો કરો અને ખૂબ કરો સમય પર. સેવા નાં સમયે એક્સરસાઇઝ નહીં કરતા રહેવું. બાકી સમય પર એક્સરસાઇઝ કરવું સારું છે. પરંતુ સાથે-સાથે મનની એક્સરસાઇઝ વારંવાર કરો. જ્યારે બાપ સમાન બનવું છે તો એક છે નિરાકાર અને બીજા છે અવ્યક્ત ફરિશ્તા. તો જ્યારે પણ સમય મળે છે સેકન્ડ માં બાપ સમાન નિરાકારી સ્ટેજ પર સ્થિત થઈ જાઓ, બાપ સમાન બનવું છે તો નિરાકારી સ્થિતિ બાપ સમાન છે. કાર્ય કરતાં ફરિશ્તા બનીને કર્મ કરો, ફરિશ્તા અર્થાત્ ડબલ લાઈટ. કાર્ય નો બોજ ન હોય. કાર્ય નો બોજ અવ્યક્ત ફરિશ્તા બનવા નહીં દેશે. તો વચ્ચે-વચ્ચે નિરાકારી અને ફરિશ્તા સ્વરુપ મનની એક્સરસાઇઝ કરો તો થાક નહીં લાગશે. જેવી રીતે બ્રહ્મા બાપને સાકાર રુપમાં જોયા-ડબલ લાઈટ. સેવાનો પણ બોજ નહીં. અવ્યક્ત ફરિશ્તા રુપ. તો સહજ જ બાપ સમાન બની જશો. આત્મા પણ નિરાકાર છે અને આત્મા નિરાકાર સ્થિતિમાં સ્થિત હશે તો નિરાકાર બાપની યાદ સહજ સમાન બનાવી દેશે. હમણાં-હમણાં એક સેકન્ડ માં નિરાકારી સ્થિતિમાં સ્થિત થઈ શકો છો? થઈ શકો છો? (બાપદાદા એ ડ્રીલ કરાવી) આ અભ્યાસ અને અટેન્શન ચાલતાં-ફરતાં, કર્મ કરતાં વચ્ચે-વચ્ચે કરતા રહેવું. તો આ પ્રેક્ટિસ મન્સા સેવા કરવામાં પણ સહયોગ આપશે અને પાવરફુલ યોગની સ્થિતિ માં પણ બહુ જ મદદ મળશે. અચ્છા.

ડબલ ફોરેનર્સ :- જુઓ, ડબલ ફોરેનર્સ ને આ સિઝન માં કારણે-અકારણે બધા ગ્રુપ માં ચાન્સ મળ્યો છે. દરેક ગ્રુપમાં આવી શકે છે, ફ્રીડમ છે. તો આ ભાગ્ય છે ને, ડબલ ભાગ્ય છે. તો આ ગ્રુપમાં પણ બાપદાદા જોઈ રહ્યા છે કે કોઈ પહેલી વાર પણ આવ્યા છે, કોઈ પહેલા વાળા પણ આવ્યા છે. બાપદાદાની દૃષ્ટિ બધા ફોરેનર્સ ની ઉપર છે. જેટલો પ્રેમ તમારો બાપ સાથે છે, બાપનો પ્રેમ તમારાથી પદમગુણો છે. ઠીક છે ને? પદમગુણો છે? તમારો પણ પ્રેમ, દિલ નો પ્રેમ છે ત્યારે અહીં પહોંચ્યા છો. ડબલ ફોરેનર્સ આ બ્રાહ્મણ-પરિવાર નો શૃંગાર છે. સ્પેશ્યલ શૃંગાર છો. દરેક દેશ માં બાપદાદા જોઈ રહ્યા છે-યાદમાં બેઠા છે, સાંભળી પણ રહ્યા છે તો યાદ માં પણ બેઠા છે. બહુ જ સારું,

ટીચર્સ :- ટીચર્સ નું સંગઠન પણ મોટો છે. બાપદાદા ટીચર્સ ને એક ટાઇટલ આપે છે. કયું ટાઈટલ આપે છે? (ફ્રેન્ડ્સ) ફ્રેન્ડ્સ તો બધા છે જ. ડબલ ફોરેનર્સ તો પહેલા ફ્રેન્ડ્સ છે. એમને ફ્રેન્ડ નો સંબંધ સારો લાગે છે. ટીચર્સ તો યોગ્ય છે, બધાને નથી, યોગ્ય ટીચર્સ ને બાપદાદા કહે છે- આ ગુર ભાઈ છે. જેવી રીતે મોટાં બાળકો બાપનાં સમાન થઈ જાય છે ને, તો ટીચર્સ પણ ગુરુભાઈ છે કારણ કે સદા બાપ ની સેવા નિમિત્ત બનેલા છે. બાપ સમાન સેવાધારી છે. જુઓ, ટીચર્સ ને બાપ નું સિંહાસન મળે છે, મોરલી સંભળાવવા માટે. ગુરુની ગાદી મળે છે ને! એટલે ટીચર્સ અર્થાત્ નિરંતર સેવાધારી. ભલે મન્સા, ભલે વાચા, ભલે સંબંધ-સંપર્ક દ્વારા કર્મણા-સદા સેવાધારી. એવું છે ને? આરામ પસંદ તો નથી ને સેવાધારી? સેવા, સેવા અને સેવા. ઠીક છે ને ? અચ્છા.

સેવામાં દિલ્હી , આગ્રાનો ટર્ન છે :- આગ્રા સાથી છે. દિલ્હી નું લશ્કર તો બહુ મોટું છે અચ્છા, દિલ્હીમાં સ્થાપનાનું ફાઉન્ડેશન પડ્યું આ તો બહુ જ સારું હમણાં પ્રત્યક્ષતા બાપની કરવાનું ફાઉન્ડેશન ક્યાંથી થશે? દિલ્હીથી કે મહારાષ્ટ્ર થી? કર્ણાટકથી, લંડનથી….ક્યાંથી થશે? દિલ્હી થી થશે? કરો નિરંતર સેવા અને તપસ્યા. સેવા અને તપસ્યા બંનેમાં બૈલેન્સ થી પ્રત્યક્ષતા થશે. જેવી રીતે સેવા નો ડાયલોગ બનાવ્યો ને, એવી રીતે દિલ્હીમાં તપસ્યા નું વર્ણન કરવાનો ડાયલોગ બનાવો ત્યારે કહીશું દિલ્હી, દિલ્હી છે. દિલ્હી બાપનું દિલ તો છે પરંતુ બાપ નાં દિલ-પસંદ કાર્ય કરવાનું પણ દેખાડશે. પાંડવ કરવું છે ને? કરશે, જરુર કરશે. તપસ્યા એવી કરો જે બધા પતંગ બાબા-બાબા કહેતા દિલ્હી નાં વિશેષ સ્થાન પર પહોંચી જાય. પરવાના બાબા-બાબા કહેતા આવે ત્યારે કહીશું પ્રત્યક્ષતા. તો આ કરવાનું છે, આવતા વર્ષે આ ડાયલોગ કરવાનો છે, આ રીઝલ્ટ સંભળાવવાનું છે કે કેટલા પરવાના બાબા- બાબા કરતા સ્વાહા થયા. ઠીક છે ને? બહુ જ સારું, માતાઓ પણ બહુ જ છે.

કુમાર કુમારીઓ :- કુમાર અને કુમારીઓ, તો અડધો હોલ કુમાર-કુમારીઓ છે. શાબાશ કુમાર-કુમારીઓ ને. બસ કુમાર-કુમારીઓ જ્વાલા રુપ બનો-આત્માઓને પાવન બનાવી દેવા વાળા. કુમાર અને કુમારીઓ ને તરસ પડવી જોઈએ, આજનાં કુમાર અને કુમારીઓ પર, કેટલા ભટકી રહ્યા છે. ભટકેલા હમજીનસ ને રસ્તા પર લગાવો. સારુ, જે પણ કુમાર અને કુમારી આવે છે એમનામાં આ આખા વર્ષમાં જેટલા આત્માઓને સેવામાં આપ સમાન બનાવ્યા છે તે મોટો હાથ ઉઠાવો. કુમારીઓને આપ સમાન બનાવી છે? સારો પ્લેન બનાવી રહ્યા છે. આ હોસ્ટેલ વાળી હાથ ઉઠાવી રહી છે. હમણાં સેવા નું સબૂત નથી લાવ્યા. તો કુમાર અને કુમારીઓ ને સેવા નું સબૂત લાવવાનું છે. ઠીક છે. અચ્છા.

ચારે તરફનાં વિજય રત્નો ને, સદા નિશ્ચય બુદ્ધિ સહજ સફળતામૂર્ત બાળકો ને, સદા મારા બાબા નાં અધિકાર થી દરેક સેવામાં સફળતા પ્રાપ્ત કરવા વાળા સફળતામૂર્ત બાળકો ને, સદા સમાધાન સ્વરુપ, સમસ્યાને પરિવર્તન કરવા વાળા પરિવર્તક આત્માઓ, એવા શ્રેષ્ઠ બાળકોને સદા બાપને પ્રત્યક્ષ કરવાનાં પ્લાન ને પ્રેક્ટીકલ માં લાવવા વાળા બાળકોને બાપદાદાનાં યાદપ્યાર, મુબારક, અક્ષોણી વાર મુબારક અને નમસ્તે.

દાદીજી સાથે :- બધાનો તમારી સાથે પ્રેમ છે બાપનો પણ તમારી સાથે પ્રેમ છે.(રતન મોહિની દાદી સાથે) સહયોગી બનવાથી બહુ જ કંઈક સૂક્ષ્મમાં પ્રાપ્ત થાય છે. એવું છે ને! આદિ રતન છે. આદિ રતન હમણાં સુધી પણ નિમિત્ત છે. સારું. ઓમ શાંતિ.

વરદાન :-
સર્વસ્વ તારું - તારું કરી મારા પણા નાં અંશ માત્રને પણ સમાપ્ત કરવા વાળા ડબલ લાઈટ ભવ

કોઈ પણ પ્રકારનું મારાપણું-મારો સ્વભાવ, મારા સંસ્કાર, મારો નેચર… કંઈ પણ મારું છે તો બોજ છે અને બોજ વાળા ઊડી નથી શકતાં. આ મારું-મારું જ મેલા બનાવવા વાળું છે એટલે હવે તારું-તારું કહી સ્વચ્છ બનો. ફરિશ્તા એટલે જ મારાપણા નો અંશ માત્ર નહીં. સંકલ્પ માં પણ મારાપણા નું ભાન આવે તો સમજો મેલા થયા. તો આ મેલાપણા નાં બોજ ને સમાપ્ત કરી ડબલ લાઈટ બનો.

સ્લોગન :-
જહાન નાં નૂર તે છે જે બાપદાદાને પોતાના નયનોમાં સમાવવા વાળા છે.