11-11-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મ ી ઠ ાં બ ા ળક ો - દ ુ ન િ ય ા મ ાં ભલ ે બ ી જ ા ક ો ઈન ો ડર ન ર ા ખ ો પર ં ત ુ આ બ ા પ ન ો ડર જર ુ ર ર ા ખ ો, ડર ર ા ખવ ો એટલ ે પ ા પ કર ્ મ ો થ ી બચ ્ ય ા રહ ે વ ું”

પ્રશ્ન :-
બાબા દરેક બાળકો ને પોતાની જાંચ કરવાની (ચાર્ટ રાખવાની) શ્રીમત કેમ આપે છે?

ઉત્તર :-
કારણકે ઈશ્વરીય કાયદા ખૂબ કડક છે. જો બ્રાહ્મણ બનીને નાની-મોટી ભૂલો થાય તો ખૂબ કઠોર સજા ખાવી પડશે, એટલે બાબા કહે છે પોતાની જાંચ રાખો. જો કોઈ પણ જૂનો હિસાબ-કિતાબ રહી ગયો તો માની અને મોચરો ખાવો પડશે (સજા ખાઈને પાઈ પૈસા નું પદ મેળવવું). હવે કયામત (મોત) નો સમય ખૂબ નજીક છે એટલે પોતાનાં બધાં હિસાબ-કિતાબ યોગબળ થી ચૂક્તું કરો.

ઓમ શાંતિ!
બાપ ની યાદ માં તો બાળકો જાતેજ રહે છે. ઘડી-ઘડી કહેવાની પણ દરકાર નથી રહેતી. બાપ નું ડાયરેક્શન (માર્ગદર્શન) છે કે ચાલતાં-ફરતાં, ઉઠતાં-બેસતાં બાપ ને યાદ કરો તો રાવણ જેમણે તમને પતિત બનાવી દીધાં છે, તેનાં પર જીત મેળવી લેશો. તમને કોઈ હથિયાર વગેરે નથી આપતાં, ફક્ત યોગબળ થી તમે રાવણ પર જીત મેળવો છો. જીત મેળવવાની છે જરુર અને સંગમ પર જ મેળવો છો, જ્યારે કે રાવણ રાજ્ય ખતમ થઈ રામરાજ્ય ની સ્થાપના થવાની છે. બાપ હિંસા તો ક્યારેય શિખવાડી ન શકે. દેવતાઓનો છે જ અહિંસા પરમો ધર્મ. દુનિયા આ નથી જાણતી કે ત્યાં કામ-કટારી ની હિંસા થતી નથી. જે કલ્પ પહેલાં નિર્વિકારી બન્યાં હશે તે જ તમારી વાતો ને માનશે. હવે તમે યુદ્ધ નાં મેદાન માં છો. ગવાયેલું પણ છે શિવશક્તિ સેના. તમે છો ગુપ્ત વારિયર્સ (યોધ્ધા), દરેક પોતાનાં માટે કરી રહ્યાં છે. માયાજીત જગતજીત બનવાનું છે. તમે પોતાનાં માટે કરો છો, એટલે પોતાનાં ભારત દેશ નાં માટે કરો છો. આમાં જે સારી રીતે પુરુષાર્થ કરે છે તે મેળવે છે. જે ૫ વિકારો પર જીત મેળવશે તે જ જગજીત બનશે બીજી કોઈ વસ્તુ પર જીત મેળવવાની નથી. તમારી છે જ રાવણ રાજ્ય પર જીત મેળવવી અર્થાત્ દૈવીગુણ ધારણ કરવાં. દૈવીગુણ ધારણ કર્યા સિવાય સતયુગ માં જઈ ન શકાય. તો પોતાનાથી પૂછવાનું છે ક્યાં સુધી અમે દૈવીગુણ ધારણ કર્યા છે? દૈવીગુણ ધારણ કરવા એટલે રાવણ પર જીત મેળવવી. કહે છે રામરાજ્ય હતું તો એક રામે તો રાજ્ય નહીં કર્યુ હશે? પ્રજા પણ તો હશે. અહીં રાજા, રાણી તથા પ્રજા બધાં રાવણ પર જીત મેળવી રહ્યાં છે. દૈવીગુણ ધારણ કરી રહ્યાં છે. દૈવીગુણો માં ખાવા-પીવાનું, બોલવા-કરવાનું બધું શુદ્ધ પવિત્ર હોય છે. દરેક વાત માં સાચ્ચું બતાવવાનું છે. બાપ છે જ સત્ય. તો એવાં બાપ ની સાથે કેટલું સાચ્ચું બનવું જોઈએ. જો સાચાં નહીં બનશો તો કેટલી ખરાબ ગતિ થશે. ગતિ તો ઊંચ પામવી જોઈએ. નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનવાનું છે. કહેવાય પણ છે - તમારી ગતિ મત તમે જ જાણો. બાપ જે મત આપે, તેનાથી કેટલી ઊંચ ગતિ થાય છે. ઊંચા માં ઊંચા બાપ ઊંચા માં ઊંચી ગતિ પ્રાપ્ત કરાવે છે. તો હવે શ્રીમત પર ચાલીને દૈવીગુણ ધારણ કરવાનાં છે. જન્મ-જન્માંતર નાં પાપ યોગબળ વગર કપાઈ ન શકે એટલે યાદ ની યાત્રા ખૂબ સારી જોઈએ. યાદ સારી રહેશે - અમૃતવેલાએ. તે સમયે વાયુમંડળ સારું હોય છે. દિવસ માં ભલે કેટલો સમય પણ બેસો, પરંતુ અમૃતવેલા જેવો સમય નથી. આપણી વાતો ગુપ્ત છે. અંગ્રેજી માં કહે છે “વી આર એટ વોર” (અમે યુદ્ધ પર છીએ) આપણું યુદ્ધ છે રાવણ ની સાથે. આ છે નંબરવન દુશ્મન. રામ સંપ્રદાયે રાવણ સંપ્રદાય પર જીત મેળવી છે શ્રીમત થી. બાપ સર્વશક્તિમાન છે ને. દુનિયા તો બિચારી આ સમયે ઘોર અંધકાર માં છે. તેમને ખબર જ નથી કે અમે હાર ખાધી છે. માયા થી હારે હાર છે, માયા કોને કહેવાય છે - આ પણ કોઈ નથી જાણતું. આખી લંકા પર રાવણ નું રાજ્ય હતું. શાસ્ત્રો માં ભક્તિમાર્ગ ની કેટલી દંતકથાઓ લખી દીધી છે, જે જન્મ-જન્માંતર વાંચી છે. હજી પણ કહે છે શાસ્ત્ર તો જરુર વાંચવા જોઈએ. જે નથી વાંચતાં એમને નાસ્તિક કહેવાય છે અને બાપ કહે છે - શાસ્ત્ર વાંચતાં-વાંચતાં બધા નાસ્તિક બની પડ્યાં છે. આ વાતો બાળકોએ સારી રીતે સમજાવવી જોઈએ કે ભારત જ્યારે સતોપ્રધાન હતું, તેને સ્વર્ગ કહેવાતું હતું. તે જ ભારતવાસી ૮૪ જન્મ લેતાં-લેતાં હવે પતિત તમોપ્રધાન બન્યાં છે. હવે ફરી પાવન કેવી રીતે બને? બાપ કહે છે - મને યાદ કરો તો સતોપ્રધાન પાવન બની જશો, બીજા કોઈ પણ દેહધારી ને યાદ ન કરો. કોઈને ગુરુ ન બનાવો. કહેવાય છે ગુરુ વગર ઘોર અંધકાર. અસંખ્ય નાં અસંખ્ય ગુરુ છે. પરંતુ બધાં અંધકાર માં લઈ જવાવાળા છે. બાપ કહે છે - જ્ઞાન સૂર્ય જ્યારે આવે ત્યારે ઘોર અંધકાર દૂર થાય. સંન્યાસી ભલે પાવન બને છે પરંતુ જન્મ તો વિકાર થી લે છે ને. દેવી-દેવતાઓ તો વિકાર થી જન્મ નથી લેતાં. અહીં બધાનાં શરીર મૂત-પલીતી (અપવિત્ર) છે. બાપ એવાં મૂત-પલીતી કપડા સાફ કરે છે. આત્મા પવિત્ર બને પછી શરીર પણ સારું મળે છે. એનાં માટે પુરુષાર્થ કરવાનો છે. પોતાની જાંચ રાખવાની છે - મારા થી કોઈ ખરાબ કામ તો નથી થતું. ઈશ્વરીય કાયદા પણ કડક છે. કોઈ ખરાબ કામ કરે તો એની સજા ખૂબ કઠોર છે. કયામત નો સમય છે. બધા હિસાબ-કિતાબ ચૂક્તું કરવાનાં છે - યોગબળ થી. જો ચૂક્તું ન કર્યા તો મોચરો (માર) ખાવો પડશે. પછી કહેવાય પણ છે - મોચરો અને રોટી. માની (રોટલી) તો બધાંને મળવાની છે. મુક્તિ અને જીવન-મુક્તિ ની માની બધાંને આપશે. કોઈ પાસ વિથ ઓનર, કોઈને મોચરો મળશે પછી થોડીક માની મળશે, બેઇજ્જતી થી. તખ્ત પર તો તે બેસી ન શકે. કોઈ પણ ખરાબ કામ કર્યું તો બેઇજ્જતી થશે, તે પણ બાપ ની આગળ. શિવબાબા બેઠાં છે ને. તમને સાક્ષાત્કાર કરાવશે કે હું આમાં હતો, તમને કેટલું સમજાવતાં હતાં. હવે હું સંપૂર્ણ (બ્રહ્મા) માં છું. આપ બાળકીઓ સંપૂર્ણ બાબા ની પાસે જાઓ છો. એમનાં દ્વારા શિવબાબા માર્ગદર્શન વગેરે આપે છે ને. તમને બાબા સાક્ષાત્કાર કરાવશે કે આમાં બેસીને તમને કેટલું ભણાવતાં હતાં, સમજાવતાં હતાં કે દૈવીગુણ ધારણ કરો, સર્વિસ (સેવા) કરો. કોઈની નિંદા નહીં કરો. તમે છતાં પણ આ કામ કર્યા, હવે ખાઓ સજા. જેટલાં-જેટલાં પાપ કર્યા હશે તો સજા ખાવી પડશે. કોઈ ખૂબ સજાઓ ખાય છે, કોઈ ઓછી. તેમાં પણ નંબરવાર છે, જેટલું થઈ શકે યોગબળ થી વિકર્મ કાપતા રહેવાનાં છે. આ વધારે માં વધારે ફુરણા (ચિન્તા) બાળકોએ રાખવાની છે કે અમે સંપૂર્ણ પાકું સોનું કેવી રીતે બનીએ? ઉઠતાં-બેસતાં આ જ બુદ્ધિ માં રહે, જેટલું યાદ કરશો એટલું ઊંચ પદ મેળવશો. માયા નાં તોફાનો ની પરવા નથી કરવાની, જેટલો સમય મળે બાપ ને યાદ કરવાનાં છે. અમારે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવું છે. બાપ ને યાદ કરશો તો પાપ કપાઈ જશે. કોઈ પાપ પણ ન કરવું જોઈએ. નહીં તો સો-ગણું બની જશે. માફી ન લીધી તો પછી વૃદ્ધિ ને પામતાં-પામતાં સત્યાનાશ થઈ જાય છે. પાપ પાછળ પાપ માયા કરાવતી રહેશે. બેહદ નાં બાપ થી બે-અદબી (અપમાન) થઈ જાય છે. આ પણ ઘણાઓને ખબર નથી પડતી. બાબા હંમેશા સમજાવે છે એવું સમજો કે શિવબાબા મોરલી ચલાવે છે, શિવબાબા માર્ગદર્શન આપે છે તો યાદ પણ રહે, ડર પણ રહે. ખૂબ પાપ કરતાં રહે છે. સાફ (સાચ્ચું) બોલવું જોઈએ કે બાબા મારા થી આ ભૂલ થઈ. બાપ સમજાવે છે પાપો નો બોજો માથા પર બહુજ છે. જે કાંઈ કર્યુ છે તે બતાવો. સાચ્ચું બતાવવાથી અડધું ઓછું થઈ જશે.

બાબાએ સમજાવ્યું છે જે નંબરવન પુણ્ય આત્મા બને છે, તે જ ફરી પાપ આત્મા પણ નંબરવન બને છે. બાબા સ્વયં કહે છે - તમારો અનેક જન્મો નો પણ અંત નો જન્મ છે. તમે પુણ્ય આત્મા હતાં, તે હવે પાપ આત્મા બન્યાં છો ફરી પુણ્ય આત્મા બનવાનું છે. પોતાનું કલ્યાણ તો કરવાનું છે. અહીં તમારે માથું વગેરે ટેકવાની પણ દરકાર નથી, ફક્ત બાપ ને યાદ કરવાનાં છે. ભલે આ પણ વૃધ્ધ છે, નમસ્તે કરે છે. બાળકો ઘર માં ઘડી-ઘડી થોડી નમસ્તે કરે છે. એકવાર નમસ્તે કર્યુ પછી રીસ્પોન્ડ (જવાબ) માં પણ કરાય છે. બાબા કહે છે - તમે મને મોટાં સમજીને નમસ્તે કરો છો, હું પછી તમને વિશ્વનાં માલિક સમજી નમસ્તે કરું છું. અર્થ છે ને. મનુષ્યો તો રામ-રામ કહી દે છે પરંતુ અર્થ કાંઈ નથી સમજતાં. હકીકત માં રામ અર્થાત્ શિવબાબા. રામ તે રઘુપતિ નથી, આ રામ નિરાકાર છે. એમનું નામ છે શિવબાબા. શિવ નાં આગળ કોઈ એવું નહીં કહેશે કે હું રામ ની પૂજા કરું છું. હવે બાપ કહે છે તમે મંદિરો માં જઈને સમજાવો કે આ પણ મનુષ્ય હતાં. તમે એમની આગળ જઈને મહિમા ગાઓ છો - આપ નિર્વિકારી, સર્વગુણ સંપન્ન, અમે પાપી-નીંચ છીએ. આ તન પણ મનુષ્ય નું છે અને તે તન પણ મનુષ્ય નું છે પરંતુ તેમનામાં દૈવીગુણ છે એટલે દેવતા છે. તમે સ્વયં કહો છો - અમારામાં આસુરી ગુણ છે એટલે વાનર છીએ. સૂરત (ચહેરો) બંનેની એક છે. સીરત (ચરિત્ર) માં ફરક છે. ભારતવાસી જ સિરતાજ (તાજધારી) હતાં. હમણાં તાજ નથી, ગરીબ પણ ભારતવાસી જ છે. બાપ પણ ભારત માં જ આવે છે, જ્યાં સ્વર્ગ બનાવવાનું છે ત્યાં બાપ આવશે ને. કહેવાય છે કલંગી અવતાર, કેટલાં કલંક લગાવ્યાં છે. જો બીજા ધર્મ વાળા પણ કાંઈ કહે છે, તે પણ ભારતવાસીઓ ને ફોલો કરે (અનુસરે) છે. પથ્થર બુદ્ધિ હોવાનાં કારણે મને પણ પથ્થર-ભિત્તર માં કહી દે છે. બાપ ને જાણતાં જ નથી કે બાપ આમનામાં પ્રવેશ કરી ભારત ને કેટલો સિરતાજ બનાવે છે. ભારત ની કેટલી સેવા કરે છે. બાપ કહે છે મારી તમે ગ્લાનિ (અપમાન) કરો છો. હું તમને સ્વર્ગ નાં માલિક બનાવું છું. તમે કેટલો અપકાર કરો છો. રાવણે તમારી મત કેટલી મારી નાખી છે. ખરાબ ગતિ થઈ ગઈ છે, ત્યારે બોલાવે છે પતિત-પાવન આવો. સમજણ કેટલી સહજ મળે છે. છતાં પણ ઘણાં બાળકો ભૂલી જાય છે. યોગ નથી તો ધારણા પણ નથી થતી એટલે બાબા કહે છે બાંધેલીઓ સૌથી વધારે યાદ કરે છે. શિવબાબા ની યાદ માં સહન પણ કરે છે. ભારતવાસીઓમાં જે દેવી-દેવતાઓ બનવા વાળા છે તે જ અહીં આવશે. આર્ય સમાજી તો દેવતાઓની મૂર્તિઓ ને માનતાં જ નથી. ઝાડ નાં અંત માં ડાળી છે, ૨-૩ જન્મ પણ મુશ્કેલ હશે.

ઘણાં લોકો સમજે છે - વિકાર વગર દુનિયા કેવી રીતે ચાલશે. અરે, દેવતાઓને સંપૂર્ણ નિર્વિકારી કહેવાય છે ને. આ પણ કોઈને ખબર નથી કે ત્યાં વિકાર હોતાં જ નથી. કલ્પ પહેલાં વાળા ઝટ સમજી જાય છે. ગાયન પણ છે - ભગવાનુવાચ - કામ મહાશત્રુ છે. પરંતુ ભગવાને ક્યારે કહ્યું હતું - આ કોઈને ખબર નથી. હવે આપ બાળકો જગતજીત બની રહ્યાં છો. પરંતુ ઊંચ પદ મેળવવા માટે મહેનત કરવાની છે. બાપ કહે છે - ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં ફક્ત બુદ્ધિયોગ મારા થી લગાવો. જ્યારે કે બાપ નાં બની ગયાં છો તો બાપ થી લવ (પ્રેમ) હોવો જોઈએ. બાકી બીજાઓની સાથે કામ નીકાળવાનાં માટે પ્રેમ રાખવાનો છે. બુદ્ધિ માં આ ખ્યાલ રાખવાનો છે કે બિચારાઓને સ્વર્ગવાસી કેવી રીતે બનાવીએ? સાચ્ચી યાત્રા પર ચાલવાની યુક્તિ બતાવીએ. તે છે શારીરિક યાત્રા, જે જન્મ-જન્માંતર કરતાં આવ્યાં છે. આ એક જ યાદ ની યાત્રા છે. હવે આપણાં ૮૪ જન્મ પૂરા થયાં પછી સતયુગ ની હિસ્ટ્રી રિપીટ (પુનરાવર્તિ) થવાની છે. પતિત તો ઘરે જઈ નથી શકતાં. પાવન બનવાના માટે પતિત-પાવન બાપ જોઈએ. ભલે સંન્યાસી પાવન બને છે પરંતુ પાછાં જઈ નથી શકતાં. બધાને લઈ જવા વાળા બાપ જ છે. બાપ આવીને બધાંને રાવણ થી છોડાવી મુક્ત કરી દે છે. સતયુગ માં દુઃખ આપવા વાળી કોઈ વસ્તુ હોતી નથી. નામ જ છે સુખધામ. આ છે દુઃખધામ. તે ક્ષીરસાગર, આ છે વિષય સાગર.

હવે તમે જાણો છો સ્વર્ગ માં કેટલાં સુખ, આરામ થી રહે છે. ક્ષીરસાગર થી નીકળી વિષય સાગર માં કેવી રીતે આવે છે, આ કોઈ નથી જાણતું. બાપ સમજાવે છે શ્રીમત પર ચાલવાનું છે પછી જવાબદાર એ છે. શ્રીમત કહે છે - હાં ભલે જાઓ, બાળકો ને સંભાળો. એમને ભૂં-ભૂં કરતાં રહો, તો કાંઈ ન કાંઈ કલ્યાણ થતું જશે. સ્વર્ગ માં તો આવી જશે. બાપ આવીને નર્કવાસી થી સ્વર્ગવાસી બનાવે છે ૨૧ જન્મનાં માટે. આ પણ તમારી બુદ્ધિ માં છે. મનુષ્ય તો કાંઈ પણ નથી જાણતાં. આ પણ પહેલાં કાંઈ નહોતાં જાણતાં. જેવી રીતે આમનાં ૮૪ જન્મો ની કહાણી છે - “તત્વમ્” આ પણ રાજયોગ શિખી રહ્યાં છે. તમે છો રાજઋષિ. તે છે હઠયોગ ઋષિ. તમે ગૃહસ્થ વ્યવહાર માં રહીને રાજાઈ પ્રાપ્ત કરી રહ્યાં છો. તમે બધાં શરણાગતિ થવા આવ્યાં છો ને. હવે સમજે છે અમે તો સ્વર્ગ માં બેઠાં છીએ. દુનિયામાં છે માયા નો પંપ. જ્યાં સુધી નર્ક નો વિનાશ ન થાય ત્યાં સુધી સ્વર્ગ કેવી રીતે થઈ શકે છે. માયાવી પુરુષ આને જ સ્વર્ગ સમજી બેઠાં છે. બાબાને નવી દુનિયા સ્થાપન કરવામાં કેટલી મહેનત લાગે છે. પૂરાં નર્કવાસી છે, સ્વર્ગવાસી બનતાં જ નથી. બાપ કેટલું પ્રેમ થી સમજાવે છે. અચ્છા! મીઠાં-મીઠાં બાળકો રાવણ પર જીત મેળવવાથી જ તમે જગતજીત બનશો. તેનાં માટે પુરુષાર્થ કરવાનો છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. એવું કોઈ કામ નથી કરવાનું જે બેઇજ્જતી થાય. સજાઓ ખાવી પડે. માયા નાં તોફાનો ની પરવા ન કરી જેટલો સમય મળે બાપ ને યાદ કરવાનાં છે. એક બાપ થી જ સાચ્ચો-સાચ્ચો લવ રાખવાનો છે.

2. પોતાની ઊંચ ગતિ બનાવવા માટે સાચાં બાપ થી સાચ્ચું રહેવાનું છે. કોઈ પણ વાત છુપાવવાની નથી.

વરદાન :-
સર ્ વ જવ ા બદ ા ર ી ઓન ો બ ો જ બ ા પ ન ે આપ ી ન ે સદ ા પ ો ત ા ન ી ઉન ્ નત િ કરવ ા વ ા ળ ા સહજય ો ગ ી ભવ

જે બાળકો બાપ નાં કાર્ય ને સંપન્ન કરવાની જવાબદારી નો સંકલ્પ લે છે એમને બાપ પણ એટલો જ સહયોગ આપે છે. ફક્ત જે પણ વ્યર્થ નો બોજ છે તે બાપ નાં ઉપર છોડી દો. બાપ નાં બનીને બાપ નાં ઉપર જવાબદારીઓ નો બોજ છોડવાથી સફળતા પણ વધારે અને ઉન્નતિ પણ સહજ થશે. કેમ અને શું નાં પ્રશ્ન થી મુક્ત રહો, વિશેષ ફુલસ્ટોપ ની સ્થિતિ રહે તો સહજયોગી બની અતીન્દ્રિય સુખ નો અનુભવ કરતા રહેશો.

સ્લોગન :-
દિલ અને દિમાગ માં સચ્ચાઈ હશે તો બાપ કે પરિવાર નાં વિશ્વાસ-પાત્ર બની જશો.

આ અવ ્ યક ્ ત ઈશ ા ર ા - બ ્ રહ ્ મ ા બ ા પ સમ ા ન સ ં પન ્ ન અન ે સ ં પ ૂ ર ્ ણ સ ્ થ િ ત િ ન ો અન ુ ભવ કર ો

જેટલી સંપૂર્ણ સ્ટેજ સમીપ આવતી જશે એટલાં બીજાઓ નાં સંકલ્પો ને રીડ કરી શકશો, એના માટે પોતાનાં સંકલ્પ નાં ઉપર ફુલ બ્રેક જોઈએ. જે પોતાનાં સંકલ્પો ને સમેટી શકે છે તે જ બીજાઓનાં સંકલ્પો ને સમજી શકે છે. તો સંકલ્પો નાં વિસ્તાર ને બંધ કરતા ચાલો.