12-11-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
આવ્યા છે આપ બાળકોનો શૃંગાર કરવા , બધાથી સારો શૃંગાર છે પવિત્રતાનો”
પ્રશ્ન :-
પૂરા ૮૪ જન્મ લેવા વાળાઓ ની મુખ્ય નિશાની કઈ હશે?
ઉત્તર :-
૧. તેઓ બાપની સાથે-સાથે શિક્ષક અને સદ્દગુરુ ત્રણેય ને યાદ કરશે. એવું નહીં, બાપ
યાદ આવે તો શિક્ષક ભુલી જાય. જ્યારે ત્રણેય ને યાદ કરે ત્યારે કૃષ્ણપુરી માં જઈ શકે
અર્થાત્ શરુઆત થી પાર્ટ ભજવી શકે. ૨. તેમને ક્યારેય પણ માયા નાં તોફાન હરાવી નથી
શકતાં.
ઓમ શાંતિ!
બાપ પહેલાં
બાળકો ને કહે છે આ ભૂલી તો નથી જતાં-આપણે બાપ ની આગળ, શિક્ષક ની આગળ અને સદ્દગુરુ
ની આગળ બેઠેલા છીએ? બાબા નથી સમજતા કે બધા આ યાદમાં બેઠા છે. તો પણ બાપ ની ફરજ છે
સમજાવવું. આ છે અર્થ સહિત યાદ કરવું. આપણા બાબા બેહદ નાં બાપ પણ છે, શિક્ષક પણ છે
અને બરોબર આપણા સદ્દગુરુ પણ છે જે બાળકો ને સાથે લઈ જશે. બાપ આવ્યા જ છે બાળકોનો
શૃંગાર કરવાં. પવિત્રતાથી શૃંગાર કરતાં આવે છે. ધન પણ અથાહ આપે છે. ધન આપે જ છે નવી
દુનિયા માટે, જ્યાં તમારે જવાનું છે. આ બાળકોએ યાદ કરવાનું છે. બાળકો ગફલત કરે છે
જે ભૂલી જાય છે. તે જે પૂરી ખુશી હોવી જોઈએ તે ઓછી થઈ જાય છે. આવાં બાપ તો ક્યારેય
મળતા જ નથી. તમે જાણો છો આપણે બાબા નાં બાળકો જરુર છીએ. તેઓ આપણને ભણાવે છે એટલે
શિક્ષક પણ જરુર છે. આપણું ભણતર છે જ નવી દુનિયા અમરપુરી માટે. હમણાં આપણે સંગમયુગ
પર બેઠા છીએ. આ યાદ તો જરુર બાળકો ને હોવી જોઈએ. પાક્કું-પાક્કું યાદ કરવાનું છે. આ
પણ જાણો છો આ સમય કંસપુરી આસુરી દુનિયામાં છે. સમજો, કોઈને સાક્ષાત્કાર થાય છે પરંતુ
સાક્ષાત્કાર થી કોઈ કૃષ્ણપુરી, એમની ડિનાયસ્ટી (વંસજ) માં નહીં જઈ શકશે. જઈ ત્યારે
શકે જ્યારે બાપ, શિક્ષક, ગુરુ ત્રણેય ને યાદ કરતા રહેશે. આ આત્માઓથી વાત કરાય છે.
આત્મા જ કહે છે હા બાબા. બાબા, તમે તો સત્ય કહો છો. તમે બાપ પણ છો, ભણાવવા વાળા
શિક્ષક પણ છો. સુપ્રીમ આત્મા ભણાવે છે. લૌકિક ભણતર પણ આત્મા જ શરીરની સાથે ભણે છે.
પરંતુ તે આત્મા પણ પતિત તો શરીર પણ પતિત છે. દુનિયા નાં મનુષ્યને આ ખબર નથી કે આપણે
નર્કવાસી છીએ.
હમણાં તમે સમજો છો
આપણે તો હવે ચાલ્યા આપણા વતન. આ તમારું વતન નથી. આ છે રાવણનું પારકું વતન. તમારા
વતનમાં તો અથાહ સુખ છે. અહીં નાં લોકો એવું નથી સમજતા-આપણે પારકા રાજ્યમાં છીએ.
પહેલા મુસલમાનો નાં રાજ્ય માં બેઠાં હતા પછી ક્રિશ્ચન નાં રાજ્ય માં બેઠાં. હવે તમે
જાણો છો આપણે પોતાનાં રાજ્યમાં જઈએ છીએ. પહેલા રાવણ રાજ્યને આપણે પોતાનું સમજી બેઠાં
હતા. આ ભૂલી ગયા છીએ આપણે પહેલા રામરાજ્ય માં હતાં. પછી ૮૪ જન્મોનાં ચક્રમાં આવવાથી
રાવણ રાજ્યમાં, દુઃખ માં આવી પડ્યા છીએ. પારકા રાજ્યમાં તો દુઃખ જ હોય છે. આ પૂરું
જ્ઞાન અંદર આવવું જોઈએ. બાપ તો જરુર યાદ આવશે. પરંતુ ત્રણેય ને યાદ કરવાનાં છે. આ
નોલેજ પણ મનુષ્ય જ લઈ શકે છે. જનાવર નહીં ભણશે. આ પણ આપ બાળકો સમજો છો ત્યાં કોઈ
વકીલાત વગેરે નું ભણતર હોતું નથી. બાપ અહીં જ તમને માલામાલ કરી રહ્યા છે તો બધા તો
રાજાઓ નથી બનતાં. વેપાર પણ ચાલતો હશે પરંતુ ત્યાં તમને અઢળક ધન હોય છે. નુકસાન વગેરે
થવાનો કાયદો જ નથી. લુટ-માર વગેરે ત્યાં હશે નહીં. નામ છે જ સ્વર્ગ. હમણાં આપ
બાળકોને સ્મૃતિ આવી છે આપણે સ્વર્ગમાં હતા પછી પુનર્જન્મ લેતાં-લેતાં નીચે ઉતરે છે.
બાપ કહાણી પણ તેમની જ બતાવે છે. ૮૪ જન્મ નહીં લીધા હોય તો માયા હરાવી દેશે. આ પણ
બાપ સમજાવતા રહે છે. માયા નું કેટલું મોટું તોફાન છે. અનેકો ને માયા હરાવવાની કોશિશ
કરે છે, આગળ ચાલી તમે બહુ જ જોશો, સાંભળશો. બાપ ની પાસે બધા નાં ચિત્ર હોત તો તમે
વન્ડર (આશ્ચર્ય) દેખાડત-આ ફલાણો આટલા દિવસ આવ્યો, બાપનો બન્યા પછી માયા ખાઈ ગઈ. મરી
ગયો, માયાની સાથે જઈને મળ્યો. અહીં આ સમયે કોઈ શરીર છોડે છે તો આ જ દુનિયામાં આવી
જન્મ લે છે. તમે શરીર છોડશો તો બાબાની સાથે બેહદ ઘરમાં જશો. ત્યાં બાબા, મમ્મા,
બાળકો બધાં છે ને? પરિવાર એવો જ હોય છે. મૂળવતન માં બાપ અને ભાઈ-ભાઈ છે, બીજો કોઈ
સંબંધ નથી. અહીં બાપ અને ભાઇ-બહેન છે પછી વૃદ્ધિને પામે છે. કાકા, મામા વગેરે બહુ જ
સંબંધ થઈ જાય છે. આ સંગમ પર તમે પ્રજાપિતા બ્રહ્મા નાં બનો છો તો ભાઈ-બહેન છો.
શિવબાબાને યાદ કરો છો તો ભાઈ-ભાઈ છો. આ બધી વાતો સારી રીતે યાદ કરવાની છે. ઘણાં
બાળકો ભૂલી જાય છે. બાપ તો સમજાવતા રહે છે. બાપની ફરજ છે બાળકોને માથા પર ચઢાયવાની,
ત્યારે તો નમસ્તે-નમસ્તે કરતા રહે છે. અર્થ પણ સમજાવે છે. ભક્તિ કરવા વાળા સાધુ-સંત
વગેરે કોઈ તમને જીવનમુક્તિ નો રસ્તો નથી બતાવતા, તે મુક્તિ માટે પુરુષાર્થ કરતા રહે
છે. તે છે જ નિવૃત્તિ માર્ગ વાળા. તે રાજયોગ કેવી રીતે શીખવાડશે? રાજયોગ છે જ
પ્રવૃત્તિ માર્ગ નો. પ્રજાપિતા બ્રહ્મા ને ચાર ભુજાઓ આપે છે તો પ્રવૃત્તિ માર્ગ થયો
ને? અહીં બાપે એમને એડોપ્ટ (દત્તક) કર્યા તો નામ રાખ્યું છે બ્રહ્મા અને સરસ્વતી.
ડ્રામા માં નોંધ જુઓ કેવી છે? વાનપ્રસ્થ અવસ્થામાં જ મનુષ્ય ગુરુ કરે છે, ૬૦ વર્ષ
પછી. એમાં પણ ૬૦ વર્ષ પછી બાપે પ્રવેશ કર્યો તો બાપ, શિક્ષક, ગુરુ બની ગયા. હવે તો
કાયદા પણ બગડી ગયા છે. નાનાં બાળકોને પણ ગુરુ કરાવી દે છે. આ તો છે જ નિરાકાર. તમારા
આત્માઓનાં આ બાપ પણ બનતાં, શિક્ષક, સદ્દગુરુ પણ બને છે. નિરાકારી દુનિયાને કહેવાય
છે આત્માઓની દુનિયા. એવું તો નહીં કહેશું દુનિયા જ નથી. શાંતિધામ કહેવાય છે. ત્યાં
આત્માઓ રહે છે. જે કહે પરમાત્મા નાં નામ, રુપ, દેશ, કાળ નથી તો બાળકો પછી ક્યાંથી
આવશે?
આપ બાળકો હવે સમજો છો
આ વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રાફી કેવી રીતે રિપિટ થાય છે. હિસ્ટ્રી ચૈતન્યની હોય છે,
જોગ્રાફી તો જડ વસ્તુની છે. તમારો આત્મા જાણે છે આપણે ક્યાં સુધી રાજ્ય કરીએ છીએ?
હિસ્ટ્રી ગવાય છે જેને વાર્તા કહેવાય છે. જોગ્રાફી દેશની હોય છે. ચૈતન્ય એ રાજ્ય
કર્યું, જડ તો રાજ્ય નહીં કરશે. કેટલા સમયથી ફલાણા નું રાજ્ય હતું, ક્રિશ્ચયને ભારત
પર ક્યાર થી ક્યાં સુધી રાજ્ય કર્યું. તો આ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી ને કોઈ
જાણતું જ નથી. કહે છે સતયુગ ને તો લાખો વર્ષ થયા. એમાં કોણ રાજ્ય કરીને ગયા? કેટલો
સમય રાજ્ય કર્યું? એ કોઈ નથી જાણતું. આને કહેવાય છે હિસ્ટ્રી. આત્મા ચૈતન્ય, શરીર
જડ છે. આખી રમત જડ અને ચૈતન્ય ની છે. મનુષ્ય-જીવન જ ઉત્તમ ગવાય છે. વસ્તી પણ
મનુષ્યોની ગણાય છે. જનાવરો ની તો કોઈ ગણતરી કરી પણ ન શકે. આખી રમત તમારા પર છે.
હિસ્ટ્રી- જોગ્રાફી પણ તમે સાંભળો છો. બાપ એમનામાં આવી તમને બધી વાતો સમજાવે છે, આને
કહેવાય છે બેહદની હિસ્ટ્રી- જોગ્રાફી. આ નોલેજ ન હોવાને કારણે તમે કેટલા બેસમજ બની
પડ્યા છો. મનુષ્ય થઈને દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી ન જાણી તો એ મનુષ્ય જ શું કામના?
હમણાં બાપ દ્વારા તમે વિશ્વની હિસ્ટ્રી-જોગ્રાફી સાંભળી રહ્યા છો. આ ભણતર કેટલું
સરસ છે? કોણ ભણાવે છે? બાપ. બાપ જ ઊંચેથી ઊંચું પદ અપાવવા વાળા છે. આ
લક્ષ્મી-નારાયણ નું અને જે એમની સાથે સ્વર્ગમાં રહે છે એમનું ઊંચેથી ઊંચું પદ છે
ને? ત્યાં વકીલાત વગેરે તો કરતા નથી. ત્યાં તો ફક્ત શીખવાનું છે. કળા નહી શીખે તો
મકાન વગેરે કેવી રીતે બને? એક-બીજા ને કળા શીખવાડે છે. નહીં તો આટલા મકાન વગેરે કોણ
બનાવશે? જાતે તો નહીં જ બની જાય. આ બધાં રહસ્ય હમણાં આપ બાળકોની બુદ્ધિમાં નંબરવાર
પુરુષાર્થ અનુસાર રહે છે. તમે જાણો છો આ ચક્ર ફરતું રહે છે, આટલો સમય આપણે રાજ્ય
કરતા હતા પછી રાવણનાં રાજ્યમાં આવીએ છીએ. દુનિયાને આ વાતોની ખબર નથી કે આપણે રાવણ
રાજ્યમાં છીએ. કહે છે અમને બાબા રાવણનાં રાજ્યથી મુક્ત કરો. ભારતવાસીઓ એ ક્રિશ્ચન
રાજ્યથી પોતાને મુક્ત કર્યા. હવે ફરી કહે છે ગોડફાધર, અમને મુક્ત કરો. સ્મૃતિ આવે
છે ને કોઈ પણ આ નથી જાણતા કે આવું કેમ કહે છે? હવે તમે સમજો છો આખી સૃષ્ટિ પર જ
રાવણ રાજ્ય છે, બધા કહે છે રામરાજય જોઈએ તો મુક્ત કોણ કરશે? સમજે છે ગોડફાધર મુક્ત
કરી ગાઈડ બની લઈ જશે. ભારતવાસીઓ ને એટલી અક્કલ નથી. આ તો બિલ્કુલ તમોપ્રધાન છે. તેઓ
ન એટલું દુઃખ ઉઠાવે છે, ન એટલું સુખ જ મેળવે છે. ભારતવાસી સૌથી સુખી બને છે તો દુઃખી
પણ બને છે. હિસાબ છે ને? હમણાં કેટલું દુઃખ છે! જે રિલિજિયસ માઈન્ડેડ (ધાર્મિક
મનોવૃત્તિવાળા) છે તેઓ યાદ કરે છે-ઓ ગોડ ફાધર, મુક્તિદાતા. તમારા પણ દિલ માં છે બાબા
આવીને અમારા દુઃખ હરો અને સુખધામ લઇ જાઓ. તેઓ કહેશે શાંતિધામ લઈ જાઓ. તમે કહેશો
શાંતિધામ અને સુખધામ માં લઈ જાઓ. હવે બાપ આવ્યા છે તો બહુ જ ખુશી થવી જોઈએ.
ભક્તિમાર્ગ માં કનરસ કેટલો છે. તેમાં સાચી વાત કંઈ પણ છે નહીં. એકદમ લોટ માં મીઠા
જેટલું છે. ચંડિકા દેવીનો પણ મેળો લાગે છે. હવે ચંડીઓ નો પછી મેળો કેમ લાગે છે? ચંડી
કોને કહેવાય છે? બાબાએ બતાવ્યું છે ચંડાળ નો જન્મ પણ અહીંના વાળા જ લે છે. અહીંયા
રહીને ખાઈ-પીને કઈ આપી પછી કહે છે - અમે જે દીધું તે અમને આપો. અમે નથી માનતા. સંશય
પડી જાય છે કે તેઓ શું જઈને બનશે? આવી ચંડિકા નો પણ મેળો લાગે છે. છતાં પણ સતયુગી
તો બને છે ને? થોડો સમય પણ મદદગાર બન્યા તો સ્વર્ગમાં આવી ગયા. તે ભક્ત લોકો તો
જાણતા નથી, જ્ઞાન તો કોઈની પાસે છે નહીં. તે ચિત્રો વાળી ગીતા છે, કેટલા પૈસા કમાય
છે. આજકાલ ચિત્ર પર તો બધા આશિક હોય છે. એને કળા સમજે છે. મનુષ્યને શું ખબર દેવતાઓનાં
ચિત્ર કેવા હોય છે. તમે અસલમાં કેટલા ફર્સ્ટ ક્લાસ હતા. ફરી શું બની ગયા છો. ત્યાં
કોઈ આંધળા, કાણા વગેરે હશે નહીં. દેવતાઓની કુદરતી શોભા હોય છે. ત્યાં કુદરતી
સૌંદર્ય હોય છે. તો બાપ પણ સમજાવી પછી કહે છે -બાળકો, બાપ ને યાદ કરો. બાપ, બાપ પણ
છે શિક્ષક, સદ્દગુરુ પણ છે. ત્રણેય રુપ માં યાદ કરો તો ત્રણેય વારસા મળશે. પાછળ આવવા
વાળા ત્રણેય રુપ માં યાદ કરી નહીં શકશે. પછી મુક્તિ માં ચાલ્યા જશે.
બાબાએ સમજાવ્યું છે
સૂક્ષ્મવતન વગેરેમાં જે કંઈ જુઓ છો એ તો બધી છે સાક્ષાત્કાર ની વાતો. બાકી
હિસ્ટ્રી-જોગ્રાફી બધી અહીંયાની છે. આમની આયુની કોઈને ખબર નથી. હવે આપ બાળકોને બાપે
સમજાવ્યું છે તમે ફરી કોઈને પણ સમજાવી શકો છો. પહેલા-પહેલા તો બાપ નો પરિચય આપવાનો
છે. આ બેહદ નાં બાપ છે સુપ્રીમ. લૌકિક બાપ ને પરમાત્મા અથવા સુપ્રીમ આત્મા ક્યારેય
નહીં કહેવાય. સુપ્રીમ તો એક જ છે જેને ભગવાન કહેવાય છે. એ નોલેજફુલ છે તો તમને
નોલેજ શીખવાડે છે. આ ઈશ્વરીય નોલેજ છે સોર્સ ઓફ ઇન્કમ. નોલેજ પણ ઉત્તમ, મધ્યમ,
કનિષ્ઠ હોય છે ને. બાપ છે ઊંચેથી ઊંચા તો ભણતર પણ ઊંચેથી ઊંચું છે. પદવી પણ ઊંચી
છે. હિસ્ટ્રી, જોગ્રાફી તો ઝટ જાણી જાય છે. બાકી યાદની યાત્રામાં યુદ્ધ ચાલે છે. આમાં
તમે હારો છો તો નોલેજમાં પણ તમે હારો છો. હારીને ભાગન્તી થઈ જાય છે તો નોલેજમાં પણ
ભાગન્તી થઈ જાય છે. પછી જેવા હતા તેવા બની જાય છે વધારે જ એનાથી પણ ખરાબ. બાપની આગળ
ચલનથી દેહ- અભિમાન ઝટ પ્રસિદ્ધ થઈ જાય છે. બ્રાહ્મણોની માળા પણ છે પરંતુ ઘણાને ખબર
નથી કે અમે કેવી રીતે નંબરવાર અહીં બેસીએ. દેહ-અભિમાન છે ને? નિશ્ચય વાળા ને જરુર
અપાર ખુશી હશે. કોને નિશ્ચય છે અમે આ શરીર છોડી રાજકુમાર બનીશું? (બધાએ હાથ ઉઠાવ્યા)
બાળકોને આટલી ખુશી રહે છે. તમારા બધામાં તો પૂરા દૈવી ગુણ હોવા જોઈએ, જ્યારે નિશ્ચય
છે. નિશ્ચયબુદ્ધિ એટલે વિજય માળામાં પીરોવન્તી એટલે શહેજાદા બનન્તી. એક દિવસ જરુર
આવશે જે ફોરેનર્સ (વિદેશી) સૌથી વધારે આબૂ માં આવશે અને બધા તીર્થ યાત્રા વગેરે છોડી
દેશે. તેઓ ઇચ્છે છે ભારતનો રાજયોગ શીખીએ. કોણ છે જેમને પેરેડાઇઝ (સ્વર્ગ) સ્થાપન
કર્યું? પુરુષાર્થ કરાય છે, કલ્પ પહેલા આ થયું હશે તો જરુર મ્યુઝિયમ બની જશે.
સમજાવવાનું છે આવી પ્રદર્શની હંમેશા માટે લગાવવા માંગીએ છીએ. ૪-૫ વર્ષ માટે ભાડા પર
પણ મકાન લઈને લગાવી શકે છે. અમે ભારતની જ સેવા કરીએ છીએ, સુખધામ બનાવવા માટે. આમાં
અનેકો નું કલ્યાણ થશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અપાર ખુશી
માં રહેવા માટે સદા સ્મૃતિ રહે કે સ્વયં બાપ આપણો શૃંગાર કરી રહ્યા છે, તેઓ આપણને
અથાહ ધન આપે છે. આપણે નવી દુનિયા અમરપુરી માટે ભણીએ છીએ.
2. વિજયમાળા માં
પરોવાવા માટે નિશ્ચયબુદ્ધિ બની દૈવીગુણ ધારણ કરવાના છે. જે આપ્યું એને પાછુ લેવાનો
સંકલ્પ ક્યારેય ન આવે. સંશયબુદ્ધિ બની પોતાનું પદ નથી ગુમાવાનું.
વરદાન :-
ક્રોધી આત્મા
ને રહેમ નાં શીતળ જળ દ્વારા ગુણ દાન આપવા વાળા વરદાની આત્મા ભવ
તમારી સામે કોઈ
ક્રોધ-અગ્નિ માં બળતાં આવે, તમને ગાળો આપે, નિંદા કરે… તો એવાં આત્માને પણ પોતાની
શુભ ભાવના, શુભ કામના દ્વારા, વૃત્તિ દ્વારા સ્થિતિ દ્વારા ગુણદાન અથવા સહનશીલતા ની
શક્તિ નું વરદાન આપો. ક્રોધી આત્મા પરવશ છે, એવાં પરવશ આત્માને રહેમ નાં શીતળ જળ
દ્વારા શાંત કરી દો, આ તમારું વરદાની આત્મા નું કર્તવ્ય છે. ચૈતન્ય માં જ્યારે
તમારામાં આવા સંસ્કાર ભર્યા છે ત્યારે તો જડ ચિત્રો દ્વારા ભક્તોને વરદાન મળે છે.
સ્લોગન :-
યાદ દ્વારા
સર્વ શક્તિઓ નાં ખજાના નો અનુભવ કરવા વાળા જ શક્તિ સંપન્ન બને છે.