13-11-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - આ દ્રામાં માં તમે હીરો હિરોઈન પાર્ટધારી છો, આખા કલ્પ માં તમારા જેવો હીરો પાર્ટ બીજો કોઈ પણ નથી.

પ્રશ્ન :-
મનુષ્ય થી દેવતા બનવાની પરીક્ષા કોણ પાસ કરી શકે છે?

ઉત્તર :-
જે ફોલો ફાધર (બાપ નું અનુકરણ) કરી બાપ સમાન પવિત્ર બને તે જ આ પરીક્ષા પાસ કરી શકે છે. ૨૧ જન્મો નો બેહદ નો વારસો મળે છે તો જરુર થોડી મહેનત કરવી પડશે. હમણાં મહેનત ન કરી તો કલ્પ-કલ્પાંતર નહીં કરશે પછી ઊંચ પદ કેવી રીતે મેળવશે. પવિત્ર બનશે તો સારું પદ મેળવશે. નહીં તો સજાઓ ખાવી પડશે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો થી બાબા સન્મુખ વાત કરી રહ્યાં છે. બાળકો સમજતાં હશે અમારી સાથે બેહદ નાં બાપ વાત કરી રહ્યાં છે. જે સૌથી અતિ મીઠાં છે. બાપ પણ મીઠાં હોય છે, શિક્ષક પણ મીઠાં હોય છે કારણકે બંને પાસેથી વારસો મળે છે. ગુરુ થી ભક્તિ નો વારસો મળે છે. અહીં તો એક થી જ ત્રણેય મળે છે. ખુશી પણ થાય છે. તમે એમની સન્મુખ બેઠાં છો. તમે જાણો છો બેહદનાં બાપ જેમને પતિત-પાવન કહેવાય છે, એ જ મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે. તે બીજ જડ હોય છે. આ છે ચૈતન્ય. આમને સત્ ચિત્ આનંદ સ્વરુપ કહેવાય છે પછી એમની મહિમા પણ છે. એ જ્ઞાન નાં સાગર છે પરંતુ એમનાથી નોલેજ શું મળે છે, આ કોઈને ખબર નથી. તમે જાણો છો જેમને બાપ નોલેજ આપી રહ્યાં છે, તે જ ભક્તિમાર્ગ માં એમનાં મંદિર, શાસ્ત્ર વગેરે બનાવે છે. આ પણ તમે જાણો છો કે બરોબર દર ૫ હજાર વર્ષ પછી આ કલ્પ નો સંગમ આવે છે. આને કહેવાય છે રુહાની અવિનાશી પુરુષોત્તમ સંગમયુગ. આમ તો ઉત્તમ પુરુષ ઘણાં હોય છે. પરંતુ તે એક જન્મ માં ઉત્તમ પુરુષ બને છે, પછી મધ્યમ, કનિષ્ટ થઈ પડે છે. આ લક્ષ્મી-નારાયણ જુઓ કેટલાં ઉત્તમ પુરુષ છે. આ છે પુરુષોત્તમ અને પુરુષોત્તમી. એવાં ઉત્તમ બંને ને કોણે બનાવ્યાં? ગવાય છે ઊંચા માં ઊંચા ભગવાન છે, એ ઉપર રહે છે. મનુષ્ય સૃષ્ટિમાં ઊંચા માં ઊંચા આ વિશ્વ મહારાજા-મહારાણી છે. ઊંચા માં ઊંચા ભારત માં રાજ્ય કરતાં હતાં. હવે આ રાજ્ય તેમણે કેવી રીતે મેળવ્યું! આ કોઈને ખબર નથી. એવાં બાપ જે તમને આટલાં ઊંચ બનાવે છે, એ કેટલાં મીઠાં લાગવાં જોઈએ. એમની મત પર ચાલવું જોઈએ. એવાં ઊંચા વિશ્વ નાં માલિક બનાવવા વાળા બાપ ભણાવે કેવી સાધારણ રીતે છે. આ પણ તમે જાણો છો કે બેહદ નાં બાપ ભારત માં આવ્યાં છે. શિવ જયંતી પણ મનાવે છે. ભારત ને આવીને સ્વર્ગ બનાવે છે. હવે સ્મૃતિ આવી છે કે આપણે સ્વર્ગવાસી ૮૪ જન્મ ભોગવી નર્કવાસી બન્યાં છીએ. ફરી બાબા આવેલાં છે સ્વર્ગવાસી બનાવવાં. હવે બાપ કહે છે મને યાદ કરો તો તમારો આત્મા તમોપ્રધાન થી સતોપ્રધાન બનશે. તો સતોપ્રધાન બન્યાં વગર પાછું કોઈ જઈ ન શકે. નહીં તો સજા ખાવી પડશે. સજા પણ આત્માને મળે છે ને. ગર્ભ જેલ માં શરીર ધારણ કરાવી પછી સજા આપે છે. બાળકોને ખૂબ દુઃખ ભોગવવાં પડે છે. ત્રાહી-ત્રાહી કરે છે. કહે છે ફરી પાપ નહીં કરીશ. આપ બાળકોએ તો ગર્ભ જેલ માં જવાનું નથી. ત્યાં ગર્ભ મહેલ છે કારણ કે પાપ થતું નથી. અહીં રાવણ રાજ્ય માં પાપ થાય છે ત્યારે તો રામરાજ્ય માંગે છે. પરંતુ આ જાણતાં નથી રાવણ રાજ્ય શું વસ્તુ છે. બાળે છે તો ખતમ થવું જોઈએ. ફરી-ફરી બાળે છે, એટલે મર્યો નથી. પછી આ બધું કરવાથી ફાયદો શું? તે લોકો જઈને લંકા લૂંટીને આવે છે. એક ઝાડ ને બીમારી થાય છે, તેને સોનું સમજી લઈ આવે છે. હકીકત માં તમે આ સમયે રાવણ પર જીત મેળવી અને ગોલ્ડન એજ (સતયુગ) નાં માલિક બનો છો. અજમેર માં વૈકુંઠ નું મોડલ (નમૂનો) બનાવ્યું છે. હવે તમે જાણો છો બાબા આવ્યાં છે બાળકોને ફરીથી સ્વર્ગ નાં માલિક બનાવવાં. હીરા-ઝવેરાતો નાં મહેલો માં આપણે રાજ્ય કરીશું.

હમણાં આપ બાળકો યોગબળ થી નિર્વિકારી સતોપ્રધાન બનો છો. આત્મા સંપૂર્ણ નિર્વિકારી બની પછી ચાલ્યો જશે શાંતિધામ, ત્યાં દુઃખ ની વાત નથી. બાબાએ સમજાવ્યું છે આ નાટક માં તમારો સૌથી મોટો મુખ્ય પાર્ટ છે હીરો-હીરોઇન નો. રાજ્ય લેવું અને ગુમાવવું - આ ખેલ (રમત) છે. હીરો-હીરોઇન તમે છો. હીરો નો અર્થ છે મુખ્ય પાર્ટધારી. તમે ગોલ્ડન એજ (સતયુગ) માં પવિત્ર ગૃહસ્થ આશ્રમ માં રહેતાં હતાં. આયરન એજ (કળિયુગ) માં અપવિત્ર ગૃહસ્થ વ્યવહાર છે. હવે બાબા ગોલ્ડન એજ માં લઈ જશે. ત્યાં લક્ષ્મી-નારાયણ સૂર્યવંશીઓનું રાજ્ય હશે. તે પુનર્જન્મ લઈ ચંદ્રવંશી માં આવશે, વૃદ્ધિ થતી રહેશે. હવે કેટલાં કરોડ થઈ ગયાં છે. હવે કહે છે બર્થ (જન્મ) ઓછા થાય. જેમને એક-બે બાળક હશે તે થોડી બંધ કરશે. હવે તમે તો જણાવી શકો છો કે જનસંખ્યા ઓછી કરાવવી આ તો બાપ નાં ઉપર છે. બાપ જાણે છે વધારે મનુષ્ય હશે તો મરશે. હું આવ્યો છું બધાંને ખલાસ કરી એક ધર્મ ની સ્થાપના કરવાં. ત્યાં ૯ લાખ હશે. છૂં મંતર થયું ને. કળિયુગ રુપી રાત પૂરી થઈને દિવસ શરું થઈ જશે. બર્થ કન્ટ્રોલ (જન્મ નિયંત્રણ) પર કેટલો ખર્ચો કરે છે. બાપ નો કોઈ ખર્ચો નથી. નેચરલ કૈલેમિટીજ (કુદરતી આપદાઓ) થશે, બધાં ખતમ થઈ જશે, ડ્રામા માં નોંધ છે. તે લોકો જે પ્લાન બનાવી રહ્યાં છે, તે પણ ડ્રામા માં નોંધ છે. યુરોપવાસી યાદવ, ભારતવાસી કૌરવ અને પાંડવ. તે બધાં એક તરફ, આ તરફ બે ભાઈ-ભાઈ છે. ભારત માં ભાઈ-ભાઈ છે. જે હમણાં કળિયુગ માં ભાઈ-ભાઈ છે તમે હવે નીકળી આવ્યાં છો સંગમ પર. કૌરવ અને પાંડવ એક જ ઘર નાં હતાં. આત્મા અસલ માં ભાઈ-ભાઈ છે. આપ આત્માઓથી જ પહેલાં-પહેલાં બાબા મળ્યાં છે. રેસ માં જે પહેલાં-પહેલાં જાય છે તે ઈનામ લે છે. તમારી છે યાદ ની દોડ. આ કોઈ શાસ્ત્ર માં નથી. બાપ કહે છે મારી સાથે યોગ રાખો. આ યોગ ની યાત્રા આ સમયે જ થાય છે. આ યાત્રા બીજું કોઈ શિખવાડી ન શકે. સતયુગ માં ન રુહાની યોગ, ન શારીરિક યોગ હશે - ત્યાં દરકાર જ નથી. એ આ સમયે તમારી બુદ્ધિ માં બેસે છે. ડ્રામા માં એક-એક સેકન્ડ નો એક્ટ (કર્મ) સમજાવાયો છે, આને સ્વદર્શન ચક્ર કહેવાય છે. હકીકત માં સ્વદર્શન ચક્રધારી હવે તમે બનો છો. ૮૪ જન્મો ની અથવા સૃષ્ટિ ચક્ર ની નોલેજ તમને છે. સ્વ એટલે આત્મા. આત્માને આ જ્ઞાન છે તો હવે આપ બાળકો સ્વદર્શન ચક્રધારી બનો છો. હું તમને કહીશ રુહાની બાળકો. સ્વદર્શન ચક્રધારી બ્રાહ્મણ કુળભૂષણ. આ શબ્દો નો અર્થ કોઈ નવાં સમજી ન શકે. આ અલંકાર તમને નથી આપતાં કારણ કે તમારા માંથી ઘણાં ભાગન્તી થઈ જાય છે. હવે તમારી બુદ્ધિ માં ૮૪ નું ચક્ર છે. હવે નંબરવન માં જશો. પહેલાં ઘરે જઈને પછી દેવતા બનશો. પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બનશો. કેટલી સમજ ની વાત છે. આટલું પણ કોઈ યાદ કરે તો અહો સૌભાગ્ય. બાકી થોડો સમય છે પછી આપણે સ્વર્ગ માં જઈશું. બાકી શાસ્ત્રો માં તો બહુજ દંતકથાઓ લખી દીધી છે. કૃષ્ણ જે બધાનાં પ્રિય છે, એમનાં માટે પણ લખી દીધું છે સાપે ડંખ્યો, આ થયું... કૃષ્ણ, રાધા થી પણ પ્રિય લાગે છે કારણ કે મોરલી વગાડી છે. આ હકીકત માં છે જ્ઞાન ની વાત. તમે આ સમયે જ્ઞાન-જ્ઞાનેશ્વરી છો. પછી ભણીને રાજ-રાજેશ્વરી બનો છો. આ છે મુખ્ય ઉદ્દેશ. તમને કોઈ પૂછે છે અહીં નો ઉદ્દેશ્ય શું છે? બોલો, મનુષ્ય થી દેવતા બનવાનો. આપણે જ દેવતા હતાં. ૮૪ જન્મો પછી શૂદ્ર બની, હવે ફરી બ્રાહ્મણ બન્યાં છીએ, ફરી દેવતા બનીશું. ભણાવવા વાળા જ્ઞાન નાં સાગર પરમાત્મા છે, ન કે કૃષ્ણ. આ રાજ્યોગ કોઈ પણ શિખવાડી ન શકે. તમે કહો છો બાબા અમે કલ્પ-કલ્પ તમારાથી આવીને રાજ્ય-ભાગ્ય લઈએ છીએ. આ પણ તમે જાણો છો. આ મહાભારે લડાઈ થી જ સ્વર્ગ નાં દ્વાર ખુલવાનાં છે. બાપ આવીને રાજયોગ શિખવાડે છે તો જરુર સ્વર્ગ જોઈએ. નર્ક ખતમ થવું જોઈએ. આ મહાભારે લડાઈ શાસ્ત્રો માં છે.

(ખાંસી આવી) આ કોને થાય છે? શિવબાબા ને કે બ્રહ્મા બાબા ને? (બ્રહ્મા ને) આ કર્મભોગ છે. અંત સુધી થતું રહેશે. જ્યાં સુધી સંપૂર્ણ બની જશો પછી આ શરીર પણ નહીં રહેશે. ત્યાં સુધી કાંઈ ન કાંઈ થતું રહેશે, આને કર્મભોગ કહેવાય છે. સતયુગ માં કર્મભોગ હોતાં નથી. કોઈ બીમારી વગેરે હોતી નથી. આપણે એવરહેલ્દી (સદા તંદુરસ્ત) - એવરવેલ્દી (સદા સંપત્તિવાન) બનીએ છીએ. સદૈવ હર્ષિત રહીએ છીએ કારણ કે બેહદ નાં બાપ પાસેથી વારસો મળે છે. પછી અડધાકલ્પ નાં પછી દુઃખ શરું થાય છે. તે પણ જ્યારે ભક્તિ વ્યભિચારી થઈ જાય છે ત્યારે દુઃખ વધારે થાય છે, ત્યારે ત્રાહી-ત્રાહી કરે છે અને પછી વિનાશ થાય છે. હવે તમે સન્મુખ સાંભળો છો તો કેટલી મજા આવે છે. જાણો છો આ આપણાં સાચાં બાપ, સાચાં શિક્ષક, સાચાં સદ્દગુરુ છે. આ મહિમા એક જ નિરાકાર બાપ ની છે. એ છે ઊંચા માં ઊંચા ભગવાન. એ બાપ ને યાદ કરો તો ઊંચ પદ મેળવશો. આ કોઈ સાધુ-સંત મહાત્મા તો તખ્ત (ગાદી) પર નથી બેસતાં. ક્યારેય પગે પડવા પણ નથી દેતાં. બાપ કહે છે - હું તમારો ઓબીડિયન્ટ સર્વન્ટ (આજ્ઞાકારી સેવક) છું. મને પગ ક્યાં છે? તમે માથું કોને ટેકવશો? બહુજ ગુરુઓ ને માથું ટેકવતાં-ટેકવતાં તમારું ટિપ્પડ (કપાળ) જ ઘસાઈ ગયું છે. જે ભક્તિમાર્ગ માં થાય છે તે જ્ઞાનમાર્ગ માં થઈ ન શકે. ભક્તિમાર્ગ માં કહે છે હે રામ… બાપ કહે છે અહીં કોઈ અવાજ નથી કરવાનો. પોતાને આત્મા સમજી ગુપ્ત બાપ ને યાદ કરવાનાં છે. હે શિવ… પણ કહેવાનું નથી. તમારે અવાજ થી પરે જવાનું છે. બાળકોને અંદર માં બાપ યાદ રહે છે. આત્મા જાણે છે કે આ અમારા બાબા છે. તમારે અંદર ગુપ્ત યાદ કરવાનાં છે, આને અજપા યાદ કહેવાય છે. જાપ નથી કરવાનાં. માળા અંદર ફેરવો કે બહાર ફેરવો. વાત એક જ છે. અંદર ફેરવવાનું કોઈ ગુપ્ત નથી. ગુપ્ત વાત છે - પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાં. એ શિવબાબા આ પ્રજાપિતા બ્રહ્મા. તમને ડબલ એન્જિન મળે છે, શૃંગારવા માટે. આમનો આત્મા પણ શૃંગારી રહ્યો છે. પછી બધાં ચાલશે પિયરઘર. ત્યાંથી પછી સસુરઘર વિષ્ણુપુરી માં આવશે. આ છે ડબલ પિયરઘર અલૌકિક, એ લૌકિક તે પારલૌકિક. આ અલૌકિક બાપ ને કોઈ જાણતું નથી, ત્યારે કહે છે આ દાદા ને કેમ બેસાડ્યાં છે. આ કોઈને ખબર નથી કે આ તન થી પરમાત્મા ભણાવે છે. આ અનેક જન્મો નાં અંત માં પૂજ્ય થી પુજારી બન્યાં છે. રાજા થી રંક બન્યાં છે. બાબા સમજાવે છે - આ તન માં હું પ્રવેશ કરું છું. છતાં પણ કોઈની બુદ્ધિ માં બેસતું નથી. મંદિરો માં બળદ રાખી દીધો છે. હવે શંકર તો છે સૂક્ષ્મવતન વાસી. સૂક્ષ્મવતન માં બળદ વગેરે તો હોતાં જ નથી. બળદ અર્થાત્ મેલ (પુરુષ). ભાગીરથ ને મેલ દેખાડે છે. મનુષ્ય તો બિલકુલ બેસમજ બની પડ્યાં છે. બાપ કહે છે - રાવણે બેસમજ બનાવ્યાં છે. પોતે કહે છે રામરાજ્ય જોઈએ. હવે રામરાજ્ય તો સતયુગ માં હોય છે. કળિયુગ માં રાવણ રાજ્ય. રામ અને રાવણ ભારત માં હોય છે. શિવ જયંતી પણ ભારત માં મનાવે છે, રાવણ જયંતી નથી મનાવતાં કારણ કે દુશ્મન છે. જયંતી એની મનાવાય છે જે સુખ આપે છે. હવે શિવબાબા આવીને જ્ઞાન સંભળાવે છે અને રાવણ પર જીત અપાવે છે. હવે તમે જાણો છો રાવણ શું વસ્તુ છે! ક્યારે આવે છે! એક્યુરેટ (ચોક્કસ) હિસાબ બતાવાય છે. આ વાતો સારી રીતે ધારણ કરો. ભૂલો નહીં. જ્ઞાન સાગર ની પાસે વાદળ બનીને આવ્યાં છો. ભરીને વરસાદ વરસાવવાનો છે, ધારણા ખૂબ સારી જોઈએ. અહીં તમે સન્મુખ બેઠાં છો. ભાસના આવે છે અમે બેહદ નાં બાપ ની સન્મુખ, ઘર માં બેઠાં છીએ. બ્રાહ્મણ કુળભૂષણ પણ છીએ. મમ્મા-બાબા પણ છે. બાબા આપણને શિક્ષક નાં રુપ માં ભણાવી રહ્યાં છે. સદ્દગુરુ નાં રુપ માં સાથે લઈ જશે. તે ગુરુ લોકો લઈ નથી જતાં. ગુરુ નું કામ છે ફોલોઅર્સ (અનુયાયીઓ) ને સાથે લઈ જવાનું. હકીકત માં તે ફોલોઅર્સ પણ નથી. તે સંન્યાસી, તે ગૃહસ્થી તો ફોલોઅર્સ કેવી રીતે થયાં. તમે શિવબાબા ને પણ ફોલો કરો છો, બ્રહ્મા બાબા ને પણ ફોલો કરો છો. જેવી રીતે આ બને છે, તમે પણ બનો છો. આપણે આત્મા પવિત્ર બની બાબા ની પાસે ચાલ્યાં જઈશું. બાબા કહે છે મામેકમ્ યાદ કરો. સાચાં-સાચાં ફોલોઅર્સ તમે છો.

બાપ કહે છે - હું આવ્યો છું તમને લઈ જવાનાં માટે. હવે જ્ઞાન-ચિતા પર બેસો તો લઈ જઈશ. સતયુગ માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, તે સમયે બીજા બધાં ધર્મ શાંતિધામ માં હતાં. આ વાતો ખૂબ સહજ છે. બાબા નાં ફોલોઅર્સ બનો. જેટલાં પવિત્ર બનશો, સારું પદ મેળવશો, નહીં તો સજા ખાવી પડશે. જવાનું તો જરુર છે ૨૧ જન્મો નો વારસો મળે છે તો કેમ નહીં મહેનત કરવી જોઈએ. હમણાં મહેનત ન કરી તો કલ્પ-કલ્પાંતર નહીં કરશો. પછી ઊંચ પદ કેવી રીતે પામશો. આ મોટો બેહદ નો ક્લાસ છે. એક જ પરીક્ષા છે. મનુષ્ય થી દેવતા બનવાનું છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ નાં સાચાં-સાચાં ફોલોઅર્સ બની પૂરે-પૂરા પવિત્ર બનવાનું છે. ૨૧ જન્મો નો વારસો લેવાનો પુરુષાર્થ કરવાનો છે.

2. મુખ થી “હે શિવબાબા” પણ નથી કહેવાનું. અવાજ થી પરે જવાનું છે. પોતાને આત્મા સમજી અંદર માં બાપ ને યાદ કરવાનાં છે.

વરદાન :-
સદા પોતાના રોયલ કુળની સ્મૃતિ દ્વારા ઊંચી સ્ટેજ પાર રહેવા વાળા ગુણમૂર્ત ભવ

જે રોયલ કુળ વાળા હોય છે તે ક્યારેય ધરતી પર, માટી પર પગ નથી રાખતાં. અહીં દેહ-અભિમાન માટી છે, આમાં નીચે નહીં આવો, આ માટી થી સદા દૂર રહો. સદા સ્મૃતિ રહે કે ઊંચા માં ઊંચા બાપ નાં રોયલ ફેમિલી નાં, ઊંચી સ્ટેજ વાળા બાળકો છીએ તો નીચે નજર નહીં જશે. સદૈવ પોતાને ગુણમૂર્ત જોતા ઊંચી સ્ટેજ પર સ્થિત રહો. કમી ને જોઈને ખતમ કરતા જાઓ. એને વારંવાર વિચારશો તો કમી રહી જશે.

સ્લોગન :-
રોયલ તે છે જે પોતાનાં હર્ષિતમુખ દ્વારા પ્યોરિટી ની રોયલ્ટી નો અનુભવ કરાવે.

આ અવ્યક્ત ઇશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો

જ્યારે સ્થૂળ અને સૂક્ષ્મ બંને નું અંતર સમાપ્ત થઈ જશે ત્યારે સંપૂર્ણ સ્થિતિ નાં સમીપ આવશો. આ વ્યક્ત દેશ અવ્યક્ત દેશ બની જશે. જેવી રીતે બાપદાદા વ્યક્ત માં આવે છે તો પણ અવ્યક્ત રુપ નાં અવ્યક્ત દેશ ની અવ્યક્તિ પ્રવાહ માં રહે છે. તે જ બાળકોને અનુભવ કરાવે છે તો તમે પણ પોતાની અવ્યક્ત સ્થિતિ નો અનુભવ બીજાઓને કરાવો.