15-11-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - સ્વયં
ની તપાસ કરો કે કેટલો સમય બાપ ની સ્મૃતિ રહે છે , કારણકે સ્મૃતિ માં છે ફાયદો ,
વિસ્મૃતિ માં છે નુકસાન”
પ્રશ્ન :-
આ પાપ આત્માઓ ની દુનિયા માં કઈ વાત બિલકુલ અસંભવ છે અને કેમ?
ઉત્તર :-
અહીં કોઈ કહે અમે પુણ્ય આત્મા છીએ, આ બિલકુલ અસંભવ છે કારણકે દુનિયા જ કળિયુગી
તમોપ્રધાન છે. મનુષ્ય જેને પુણ્ય નું કામ સમજે છે એ પણ પાપ થઈ જાય છે કારણકે દરેક
કર્મ વિકારો ને વશ થઈને કરે છે.
ઓમ શાંતિ!
આ તો બાળકો
સમજતા હશે અમે હવે બ્રહ્મા નાં બાળકો બ્રહ્માકુમાર- બ્રહ્માકુમારીઓ છીએ. પછી બનીએ
છીએ દેવી-દેવતા. આ તો તમે જ સમજો છો, બીજા કોઈ નથી સમજતાં. તમે જાણો છો અમે
બ્રહ્માકુમાર-કુમારીઓ બેહદ નું ભણતર ભણી રહ્યા છીએ. ૮૪ જન્મો નું ભણતર પણ ભણો છો,
સૃષ્ટિ ચક્ર નું ભણતર પણ ભણો છો. પછી તમને આ શિક્ષા મળે છે કે પવિત્ર બનવાનું છે.
અહીં બેસીને આપ બાળકો બાપને યાદ તો જરુર કરો છો પાવન બનવા માટે. પોતાનાં દિલને પૂછો,
સાચ્ચે-સાચ્ચે અમે બાપની યાદમાં બેઠાં હતાં કે માયા-રાવણ બુદ્ધિને બીજી તરફ લઈ ગઈ?
બાપે કહ્યું છે મામેકમ્ યાદ કરો તો પાપ કપાય. હવે પોતાને પૂછવાનું છે આપણે બાબાની
યાદ માં રહ્યા કે બુદ્ધિ ક્યાંય ચાલી ગઈ? સ્મૃતિ રહેવી જોઈએ - કેટલો સમય આપણે બાબાની
યાદ માં રહ્યાં? કેટલો સમય આપણી બુદ્ધિ ક્યાં-ક્યાં ગઈ? પોતાની અવસ્થા ને જુઓ. જેટલો
સમય બાપને યાદ કરશો, એનાથી જ પાવન બનશો. જમા અને નુકસાન નો પણ પોતામેલ રાખવાનો છે.
આદત હશે તો યાદ પણ રહેશે. લખતા રહેશે. ડાયરી તો બધાનાં ખિસ્સા માં રહે જ છે. જે પણ
વેપાર વાળા હોય છે, એમની છે હદ ની ડાયરી. તમારી છે બેહદ ની ડાયરી. તો તમારે પોતાનો
ચાર્ટ નોંધવાનો છે. બાપ ની આજ્ઞા છે - ધંધો વગેરે બધું કરો પરંતુ થોડો સમય કાઢી મને
યાદ કરો. પોતાનો પોતામેલ જોઈ ફાયદો વધારતા જાઓ. નુકસાન ન કરો. તમારું યુદ્ધ તો છે
ને? સેકન્ડ માં ફાયદો, સેકન્ડ માં નુકસાન. ઝટ ખબર પડે છે, આપણે ફાયદો કર્યો કે
નુકસાન? તમે વેપારી છો ને? કોઈ વિરલા આ વેપાર કરે. સ્મૃતિ થી છે ફાયદો, વિસ્મૃતિ થી
છે નુકસાન. આ પોતાની તપાસ કરવાની છે, જેમને ઊંચ પદ મેળવવું છે તેમને તો ઈચ્છા રહે
છે - જોઈએ, અમે કેટલો સમય વિસ્મૃતિ માં રહ્યાં? આ તો આપ બાળકો જાણો છો આપણા સર્વ
આત્માઓ નાં બાપ પતિત-પાવન છે. આપણે અસલ માં આત્માઓ છીએ. આપણા ઘરે થી અહીં આવ્યા છીએ,
આ શરીર લઈને પાર્ટ ભજવીએ છીએ. શરીર વિનાશી છે, આત્મા અવિનાશી છે. સંસ્કાર પણ આત્મા
માં રહે છે. બાબા પૂછે છે - હે આત્મા, યાદ કરો આ જન્મ નાં નાનપણ માં કોઈ ઊલ્ટું કામ
તો નથી કર્યુ? યાદ કરો. ૩-૪ વર્ષથી લઈને યાદ તો રહે છે, અમે નાનપણ કેવી રીતે
વીતાવ્યું છે, શું-શું કર્યુ છે? કોઈ પણ વાત દિલ માં અંદર ખાતી તો નથી? યાદ કરો.
સતયુગ માં પાપ કર્મ હોતા જ નથી તો પૂછવાની વાત નથી રહેતી. અહીં તો પાપ થાય જ છે.
મનુષ્ય જેને પુણ્ય નું કામ સમજે છે એ પણ પાપ જ છે. આ છે જ પાપ આત્માઓ ની દુનિયા.
તમારી લેવડ-દેવડ પણ છે પાપ આત્માઓ સાથે. પુણ્ય આત્મા અહીં છે જ નહીં. પુણ્ય આત્માઓની
દુનિયા માં પછી એક પણ પાપ આત્મા નથી. પાપ આત્માઓની દુનિયા માં એક પણ પુણ્ય આત્મા ન
હોઈ શકે. જે ગુરુઓ નાં ચરણો માં પડે છે એ પણ કોઈ પુણ્ય આત્મા નથી. આ તો છે જ કળિયુગ
તે પણ તમોપ્રધાન. તો આમાં કોઈપણ પુણ્ય આત્મા હોવા જ અસંભવ છે. પુણ્ય આત્મા બનવા માટે
જ બાપને બોલાવે છે કે આવીને અમને પાવન આત્મા બનાવો. એવું નથી, કોઈ બહુ જ દાન-પુણ્ય
વગેરે કરે છે, ધર્મશાળા વગેરે બનાવે છે તો એ કોઈ પુણ્ય આત્મા છે. ના, લગ્ન વગેરે
માટે હોલ બનાવે છે આ કોઈ પુણ્ય થોડી છે? આ સમજવાની વાત છે. આ છે રાવણ રાજ્ય, પાપ
આત્માઓ ની આસુરી દુનિયા. આ વાતોને તમારા સિવાય બીજા કોઈ નથી જાણતાં. રાવણ ભલે છે
પરંતુ તેને ઓળખે થોડી છે? શિવ નું ચિત્ર પણ છે પરંતુ ઓળખતા નથી. મોટા-મોટા શિવલિંગ
વગેરે બનાવે છે, તો પણ કહી દે છે નામ-રુપ થી ન્યારા છે, સર્વવ્યાપી છે એટલે બાપે
કહ્યું છે યદા યદા હિ... ભારત માં જ શિવબાબા ની ગ્લાનિ થાય છે. જે બાપ તમને વિશ્વ
નાં માલિક બનાવે છે, તમે મનુષ્ય મત પર ચાલી એમની કેટલી ગ્લાનિ કરો છો? મનુષ્ય મત અને
ઈશ્વરીય મત નું પુસ્તક પણ છે ને? આ તો તમે જાણો છો અને સમજાવો છો આપણે શ્રીમત પર
દેવતા બનીએ છીએ. રાવણ મત પર પછી આસુરી મનુષ્ય બની જઈએ છીએ. મનુષ્ય મતને આસુરી મત
કહેવાશે. આસુરી કર્તવ્ય જ કરતા રહે છે. મૂળ વાત ઈશ્વરને સર્વવ્યાપી કહી દે છે. કચ્છ
અવતાર, મચ્છ અવતાર... તો કેટલાં આસુરી છી-છી બની ગયા છે. તમારો આત્મા કચ્છ-મચ્છ
અવતાર નથી લેતો, મનુષ્ય તન માં જ આવે છે. હવે તમે સમજો છો આપણે કોઈ કચ્છ-મચ્છ થોડી
બનીએ છીએ? ૮૪ લાખ યોની થોડી લઈએ છીએ? હમણાં તમને બાપની શ્રીમત મળે છે - બાળકો, તમે
૮૪ જન્મ લો છો. ૮૪ અને ૮૪ લાખ નાં શું પર્સન્ટેજ (ટકા) કહેવાશે? જુઠ્ઠું તો પૂરું
જુઠ્ઠું, સાચાં ની રત્તી માત્ર નથી. આનો પણ અર્થ સમજાવવો જોઈએ. ભારત નો હાલ જુઓ શું
છે! ભારત સચખંડ હતું, જેને સ્વર્ગ જ કહેવાતું હતું. અડધો કલ્પ છે રામરાજ્ય, અડધો
કલ્પ છે રાવણ રાજ્ય. રાવણ રાજ્ય ને આસુરી સંપ્રદાય કહેવાશે. કેટલો કઠોર શબ્દ છે.
અડધો કલ્પ દેવતાઓ નું રાજ્ય ચાલે છે. બાપે સમજાવ્યું છે લક્ષ્મી-નારાયણ ધી ફર્સ્ટ,
ધી સેકન્ડ, ધી થર્ડ કહેવાય છે. જેમ એડવર્ડ ધી ફર્સ્ટ, ધી સેકન્ડ હોય છે ને? પહેલી
પેઢી, પછી બીજી પેઢી એમ ચાલે છે. તમારું પણ પહેલાં હોય છે સૂર્યવંશી રાજ્ય પછી
ચંદ્રવંશી. બાપે આવીને ડ્રામા નાં રહસ્ય પણ સારી રીતે સમજાવ્યા છે. તમારા શાસ્ત્રો
માં આ બધી વાતો નહોતી. કોઈ-કોઈ શાસ્ત્રો માં થોડી લકીરો (વાતો) લગાડેલી છે પરંતુ તે
સમયે જેમણે પુસ્તક બનાવ્યા છે એ કંઈ સમજ્યાં નથી.
બાબા પણ જ્યારે બનારસ
ગયા હતાં એ સમયે આ દુનિયા નહોતી ગમતી, ત્યાં બધી દિવાલો પર રેખાઓ બેસીને લગાડતા હતાં.
બાપ આ બધું કરાવતા હતાં પરંતુ હું (બ્રહ્મા બાબા) તો એ સમયે બાળક હતો ને? પૂરું
સમજાતું નહોતું. બસ, કોઈ છે જે મારા દ્વારા આ કરાવે છે. વિનાશ જોયો તો અંદર ખુશી પણ
હતી. રાત નાં સૂતાં હતાં તો પણ જાણે ઊડતાં રહેતાં હતાં પરંતુ કંઈ સમજાતું નહોતું.
આમ-આમ રેખાઓ ખેંચતા રહેતાં હતાં. કોઈ તાકાત છે જેમણે પ્રવેશ કર્યો છે. અમે વન્ડર
ખાતાં હતાં. પહેલાં તો ધંધો વગેરે કરતા હતાં પછી શું થયું? કોઈને જોતા હતાં અને ઝટ
ધ્યાન માં ચાલ્યા જતા હતાં. કહેતા હતાં આ શું થાય છે? જેમને જોઉં છું એમની આંખો બંધ
થઈ જાય છે. પૂછતાં હતાં શું જોયું? તો કહેતા હતાં વૈકુંઠ જોયું, કૃષ્ણ જોયાં. આ પણ
બધી સમજવાની વાતો થઈ ને એટલે બધું જ છોડીને બનારસ ચાલ્યા ગયા સમજવા માટે. આખો દિવસ
બેસી રહેતા હતાં. પેન્સિલ અને દિવાલ બીજો કોઈ ધંધો જ નથી. બાળક હતાં ને? તો આવું-આવું
જ્યારે જોયું તો સમજ્યા હવે આ કંઈ કરવાનું નથી. ધંધો વગેરે છોડવો પડશે. ખુશીથી આ
ગધાઈ છોડવાની છે. રાવણ રાજ્ય છે ને? રાવણ પર ગધેડા નું શીશ (માથું) દેખાડે છે ને,
તો ખ્યાલ આવ્યો આ રાજાઈ નથી, ગધાઈ છે. ગધેડો ઘડી-ઘડી માટી માં આળોટાઈને ધોબીનાં કપડા
બધા ખરાબ કરી દે છે. બાપ પણ કહે છે તમે શું હતાં, હવે તમારી શું અવસ્થા થઈ ગઈ છે? આ
બાપ જ સમજાવે છે અને આ દાદા પણ સમજાવે છે. બંને નું ચાલતું રહે છે. જ્ઞાન માં જે
સારી રીતે સમજાવે છે એ હોશિયાર કહેવાશે. નંબરવાર તો છે ને? આપ બાળકો પણ સમજાવો છો,
આ રાજધાની સ્થાપન થઈ રહી છે. જરુર નંબરવાર પદ મેળવશે. આત્મા જ પોતાનો પાર્ટ
કલ્પ-કલ્પ ભજવે છે. બધા એક સમાન જ્ઞાન નહીં ઉઠાવશે. આ સ્થાપના જ વન્ડરફુલ છે. બીજું
કોઈ સ્થાપના નું જ્ઞાન થોડી આપે છે? સમજો, સિક્ખ ધર્મની સ્થાપના થઈ. શુદ્ધ આત્માએ
પ્રવેશ કર્યો, થોડા સમય પછી સિક્ખ ધર્મની સ્થાપના થઈ. એમનાં હેડ (મુખ્ય) કોણ?
ગુરુનાનક. એમણે આવીને જપ સાહેબ બનાવ્યું. પહેલાં તો નવા આત્મા જ હશે કારણ કે પવિત્ર
આત્મા હોય છે. પવિત્ર ને મહાન આત્મા કહેવાય છે. સુપ્રીમ તો એક બાપને કહેવાય છે. તે
(ધર્મ સ્થાપક) પણ ધર્મ સ્થાપન કરે છે તો મહાન કહેવાશે. પરંતુ નંબરવાર પાછળ-પાછળ આવે
છે. ૫૦૦ વર્ષ પહેલાં એક આત્મા આવ્યો, આવીને સિક્ખ ધર્મ સ્થાપન કર્યો, એ સમયે ગ્રંથ
ક્યાંથી આવશે? જરુર સુખમણી જપ સાહેબ વગેરે પછી બનાવ્યા હશે ને? શું શિક્ષા આપે છે?
ઉમંગ આવે છે તો બાપની મહિમા કરે છે. બાકી આ પુસ્તક વગેરે તો પછી બને છે. જ્યારે ઘણાં
હોય. વાંચવાવાળા પણ જોઈએ ને? બધાનાં શાસ્ત્ર પછી બન્યા હશે. જ્યારે ભક્તિ માર્ગ શરુ
થાય ત્યારે શાસ્ત્ર વાંચે. જ્ઞાન જોઈએ ને? પહેલાં સતોપ્રધાન હશે પછી સતો, રજો, તમો
માં આવે છે. જ્યારે ખૂબ વૃદ્ધિ થાય ત્યારે મહિમા થાય અને શાસ્ત્ર વગેરે બને. નહીં
તો વૃદ્ધિ કોણ કરે? ફોલોઅર્સ (અનુયાયીઓ) બન્યાં ને? સિક્ખ ધર્મનાં આત્માઓ આવે જે
આવીને અનુકરણ કરે. આમાં બહુ સમય જોઈએ.
નવાં આત્મા જે આવે છે
તેમને દુઃખ તો હોઈ ન શકે. લો (કાયદો) નથી કહેતો. આત્મા સતોપ્રધાન થી સતો, રજો, તમો
માં આવે ત્યારે દુઃખ થાય. લો (કાયદો) પણ છે ને? અહીં છે મિક્સઅપ, (મિશ્રણ) રાવણ
સંપ્રદાય પણ છે, તો રામ સંપ્રદાય પણ છે. હજી તો સંપૂર્ણ બન્યા નથી. સંપૂર્ણ બનશે તો
પછી શરીર છોડી દેશે. કર્માતીત અવસ્થા વાળાને કોઈ દુઃખ હોઈ ન શકે. તે આ છી-છી દુનિયા
માં રહી ન શકે. તે ચાલ્યા જશે બાકી જે રહેશે એ કર્માતીત નહીં બન્યા હોય. બધા તો એક
સાથે કર્માતીત બની ન શકે. ભલે વિનાશ થાય છે તો પણ થોડા બચશે. પ્રલય નથી થતો. ગાય પણ
છે રામ ગયો, રાવણ ગયો.... રાવણ નો મોટો પરિવાર હતો. આપણો પરિવાર તો થોડો છે. તે
કેટલાં અસંખ્ય ધર્મ છે. હકીકત માં સૌથી મોટો આપણો પરિવાર હોવો જોઈએ કારણકે
દેવી-દેવતા ધર્મ સૌથી પહેલો છે. હવે તો બધા મિક્સઅપ થયા છે તો ક્રિશ્ચન ખૂબ બની ગયા
છે. જ્યાં મનુષ્ય સુખ જુએ છે, પોઝીશન (પદ) જુએ છે તો એ ધર્મનાં બની જાય છે.
જ્યારે-જ્યારે પોપ આવે છે તો ઘણાં ક્રિશ્ચન બને છે. પછી વૃદ્ધિ પણ ખૂબ થાય છે.
સતયુગ માં તો છે જ એક બાળક, એક બાળકી. બીજા કોઈ ધર્મની આવી વૃદ્ધિ નથી થતી. હમણાં
જુઓ, સૌથી હોંશિયાર ક્રિશ્ચન છે. જે વધારે બાળકોને જન્મ આપે છે એમને ઈનામ મળે છે
કારણકે એમને તો મનુષ્ય જોઈએ ને? જે મિલેટ્રી લશ્કર કામમાં આવશે. છે તો બધા ક્રિશ્ચન.
રશિયા, અમેરિકા બધા ક્રિશ્ચન છે, એક કહાણી છે બે વાંદરા લડ્યા, માખણ બિલાડી ખાઈ ગઈ.
આ પણ ડ્રામા બનેલો છે. પહેલાં તો હિંદુ, મુસલમાન એક-સાથે રહેતા હતાં. જ્યારે અલગ થયા
ત્યારે પાકિસ્તાન ની નવી રાજધાની ઊભી થઈ ગઈ. આ પણ ડ્રામા બનેલો છે. બે લડશે તો
બારુદ લેશે, ધંધો થશે. ઊંચા માં ઊંચો એમનો આ ધંધો છે. પરંતુ ડ્રામા માં વિજય ની ભાવી
તમારી છે. ૧૦૦ ટકા નિશ્ચિત છે, તમને કોઈ પણ જીતી ન શકે. બાકી બધું ખતમ થઈ જશે. તમે
જાણો છો નવી દુનિયા માં આપણું રાજ્ય હશે, જેનાં માટે જ તમે ભણો છો. લાયક બનો છો. તમે
લાયક હતાં હવે ન લાયક બની ગયા છો ફરી લાયક બનવાનું છે. ગાય પણ છે - પતિત-પાવન આવો.
પરંતુ અર્થ થોડી સમજે છે? આ છે જ આખું જંગલ. હવે બાપ આવ્યા છે, આવીને કાંટાઓ નાં
જંગલને ગાર્ડન ઓફ ફ્લાવર (ફૂલોનો બગીચો) બનાવે છે. એ છે ડીટી વર્લ્ડ (દૈવી દુનિયા).
આ છે ડેવિલ વર્લ્ડ (આસુરી દુનિયા). આખી મનુષ્ય-સૃષ્ટિ નાં રહસ્ય સમજાવ્યા છે. તમે
હવે સમજો છો આપણે પોતાનાં ધર્મને ભૂલી ધર્મ ભ્રષ્ટ બની ગયા છીએ. તો બધા કર્મ,
વિકર્મ જ થાય છે.
કર્મ, વિકર્મ, અકર્મ ની ગતિ બાબા તમને સમજાવીને ગયા હતાં. તમે સમજો છો બરોબર કાલે
આપણે આવા હતાં પાછા આજે આપણે આ બનીયે છીએ. નજીક છીએ ને? બાબા કહે છે કાલે તમને દેવતા
બનાવ્યા હતાં. રાજ્ય-ભાગ્ય આપ્યું હતું પછી બધું ક્યાં ગયું? તમને સ્મૃતિ આવી છે -
ભક્તિમાર્ગ માં આપણે કેટલું ધન ગુમાવ્યું છે. કાલની વાત છે ને? બાપ તો આવીને હથેળી
પર બહિશ્ત (સ્વર્ગ) આપે છે. આ જ્ઞાન બુદ્ધિમાં રહેવું જોઈએ.
બાબાએ એ પણ સમજાવ્યું
છે આ આંખો કેટલી દગો દે છે, ક્રિમિનલ (વિકારી) આંખો ને જ્ઞાન થી સિવિલ (નિર્વિકારી)
બનાવવાની છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની
બેહદ ની ડાયરી માં ચાર્ટ નોંધવાનો છે કે અમે યાદ માં રહીને કેટલો ફાયદો વધાર્યો?
નુકસાન તો નથી થયું? યાદનાં સમયે બુદ્ધિ ક્યાં-ક્યાં ગઈ?
2. આ જન્મ માં નાનપણ
થી આપણા થી કયા-કયા ઉલ્ટા કર્મ તથા પાપ થયા છે, એ નોંધવાનું છે. જે વાત માં દિલ ખાય
છે એ બાપને સંભળાવી હલકા થઈ જવાનું છે. હવે કોઈ પણ પાપ નું કામ નથી કરવાનું.
વરદાન :-
કર્મ બંધન ને
સેવા નાં બંધન માં પરિવર્તન કરી સર્વ થી ન્યારા અને પરમાત્મ - પ્યારા ભવ
પરમાત્મ-પ્રેમ
બ્રાહ્મણ-જીવન નો આધાર છે પરંતુ તે ત્યારે મળશે જ્યારે ન્યારા બનશો. જો પ્રવૃત્તિ
માં રહો છો તો સેવા માટે રહો છો. ક્યારેય પણ એમ નહીં સમજો કે હિસાબ-કિતાબ છે, કર્મ
બંધન છે… પરંતુ સેવા છે. સેવા નાં બંધન માં બંધાવા થી કર્મ બંધન ખતમ થઈ જાય છે. સેવા
ભાવ નથી તો કર્મ બંધન ખેંચે છે. જ્યાં કર્મ બંધન છે ત્યાં દુઃખની લહેર છે, સેવા નાં
બંધન માં ખુશી છે એટલે કર્મ બંધન ને સેવા નાં બંધન માં પરિવર્તન કરી ન્યારા-પ્યારા
રહો તો પરમાત્મ-પ્યારા બની જશો.
સ્લોગન :-
શ્રેષ્ઠ આત્મા
એ છે જે સ્વ સ્થિતિ દ્વારા દરેક પરિસ્થિતિ ને પાર કરી લે.