17-11-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  30.11.2002    બાપદાદા મધુબન


“ રિટર્ન શબ્દ ની સ્મૃતિ થી સમાન બનો અને રિટર્ન - મુસાફરી નાં સ્મૃતિ સ્વરુપ બનો”


આજે બાપદાદા પોતાનાં ચારેય તરફ નાં દિલતખ્ત નશીન, ભ્રકુટી નાં તખ્ત નશીન, વિશ્વ નાં રાજ્ય નાં તખ્ત નશીન, સ્વરાજ્ય અધિકારી બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યા છે. પરમાત્મ-દિલતખ્ત આખા કલ્પ માં હમણાં તમને સિકિલધા, લાડલા બાળકો ને જ પ્રાપ્ત થાય છે. ભ્રકુટી નું તખ્ત તો સર્વ આત્માઓને છે પરંતુ પરમાત્મ-દિલતખ્ત બ્રાહ્મણ આત્માઓ સિવાય કોઈ ને પ્રાપ્ત નથી. આ દિલતખ્ત જ વિશ્વ નું તખ્ત અપાવે છે. વર્તમાન સમયે સ્વરાજ્ય અધિકારી બન્યા છો, દરેક બ્રાહ્મણ આત્મા નું સ્વરાજ્ય ગળા નો હાર છે. સ્વરાજ્ય તમારા જન્મ નો અધિકાર છે. આમ સ્વયં ને એવા સ્વરાજ્ય અધિકારી અનુભવ કરો છો? દિલ માં આ દૃઢ સંકલ્પ છે કે અમારા આ જન્મસિદ્ધ અધિકારને કોઈ છીનવી ન શકે? સાથે-સાથે આ પણ રુહાની નશો છે કે અમે પરમાત્મ-દિલતખ્ત નશીન પણ છીએ. માનવ-જીવન માં, તન માં પણ વિશેષ દિલ જ મહાન ગવાય છે. દિલ બંધ થઈ ગયું તો જીવન સમાપ્ત. તો આધ્યાત્મિક જીવન માં પણ દિલ તખ્ત નું ખૂબ મહત્વ છે. જે દિલ તખ્ત નશીન છે એ જ આત્માઓ વિશ્વ માં વિશેષ આત્માઓ ગવાય છે. એ જ આત્માઓ નું ભક્તો માટે માળા નાં મણકા નાં રુપ માં સ્મરણ થાય છે. એ જ આત્માઓ કોટો માં કોઈ, કોઈ માં પણ કોઈ ગવાય છે. તો એ કોણ છે? તમે છો? પાંડવ પણ છે? માતાઓ પણ છે? (હાથ હલાવી રહ્યા છે) તો બાપ કહે છે હે લાડલા બાળકો, ક્યારેક-ક્યારેક દિલતખ્ત ને છોડીને દેહરુપી માટી સાથે કેમ દિલ લગાવો છો? દેહ માટી છે. તો લાડલા બાળકો ક્યારેય માટી માં પગ નથી રાખતા, સદા તખ્ત પર, ખોળા માં કે અતિન્દ્રિય સુખના ઝુલા માં ઝૂલે છે. તમારા માટે બાપદાદા એ ભિન્ન-ભિન્ન ઝૂલા આપ્યા છે, ક્યારેક સુખ નાં ઝૂલા માં ઝૂલો, ક્યારેક ખુશી નાં ઝૂલા માં ઝૂલો. ક્યારેક આનંદમય ઝૂલા માં ઝૂલો.

તો આજે બાપદાદા આવા શ્રેષ્ઠ બાળકોને જોઈ રહ્યા હતાં કે કેવા નશા થી ઝૂલા માં ઝૂલી રહ્યા છે. ઝૂલતાં રહો છો? ઝૂલો છો? માટી માં તો નથી જતાં? ક્યારેક-ક્યારેક દિલ થાય છે શું, (મન થાય છે શું), માટી માં પગ રાખવાનું? કારણકે ૬૩ જન્મ માટી માં જ પગ રાખતા અને માટી થી જ રમતાં. તો હવે તો માટી થી નથી રમતા ને? ક્યારેક-ક્યારેક માટી માં પગ જાય છે કે નથી જતાં? ક્યારેક- ક્યારેક ચાલ્યા જાય છે. દેહ-અભિમાન પણ માટી માં પગ રાખવા છે. દેહ-અભિમાન તો ખૂબ ઊંડી માટી માં પગ રાખવા બરાબર છે. પરંતુ દેહ ભાન અર્થાત્ બોડી-કોન્સિયશનેસ આ પણ માટી છે. જેટલાં સંગમ નાં સમયે વધારે માં વધારે તખ્ત નશીન હશો એટલાં જ અડધોકલ્પ સૂર્યવંશની રાજધાની માં અને ચંદ્રવંશી માં પણ સૂર્યવંશ નાં રાજ્ય ઘરાના માં હશો. જો હમણાં સંગમ પર ક્યારેક-ક્યારેક તખ્તનશીન હશો તો સૂર્યવંશ નાં રોયલ ફેમિલી માં એટલો જ થોડો સમય હશો. તખ્તનશીન ભલે વારાફરતી હશો પરંતુ રોયલ ફેમિલી, રાજ્ય-ઘરાના નાં આત્માઓ નાં સદા સંબંધ માં હશો. તો ચેક કરો કે સંગમયુગ નાં આદિ સમય થી હમણાં સુધી ભલે ૧૦ વર્ષ થયા છે કે ૫૦ અથવા ૬૬ વર્ષ થઈ ગયા, પરંતુ જ્યાર થી બ્રાહ્મણ બન્યા ત્યાર થી આદિ થી હમણાં સુધી કેટલો સમય દિલતખ્ત નશીન સ્વરાજ્ય તખ્તનશીન રહ્યાં? બહુ જ કાળ રહ્યા, નિરંતર રહ્યા કે ક્યારેક-ક્યારેક રહ્યાં? જે પરમાત્મ-તખ્તનશીન હશે તેમની નિશાની-પ્રત્યક્ષ ચલન અને ચહેરા થી સદા બેફિકર બાદશાહ હશે. પોતાનાં મન માં સ્થૂળ બોજ તો માથા પર હોય છે પરંતુ સૂક્ષ્મ બોજ મન માં હોય છે. તો મન માં કોઈ બોજ નહીં હશે. ફિકર છે બોજ, બેફિકર છે ડબલ લાઈટ. જો કોઈ પણ પ્રકાર નો ભલે સેવા નો કે સંબંધ-સંપર્ક નો અથવા સ્થૂળ સેવા નો, કે રુહાની સેવા નો પણ બોજ નથી, શું થશે? કેવી રીતે થશે? સફળતા મળશે કે નહીં મળશે? વિચારવું, પ્લાન બનાવવો અલગ ચીજ છે, બોજ અલગ ચીજ છે. બોજવાળાની નિશાની સદા ચહેરા માં ખૂબ કે થોડા થાક નાં ચિન્હ હશે. થાક લાગવો અલગ ચીજ છે, થાક નાં ચિન્હ થોડા પણ, આ પણ બોજ ની નિશાની છે. અને બેફિકર બાદશાહ નો એ અર્થ નથી કે અલબેલા રહો, છે અલબેલાપણું અને કહે છે - અમે તો બેફિકર રહીએ છીએ. અલબેલાપણું, આ ખૂબ દગો આપવા વાળું છે. તીવ્ર પુરુષાર્થી નાં પણ આ જ શબ્દ છે અને અલબેલાપણા નાં પણ આ જ શબ્દ છે. તીવ્ર પુરુષાર્થી સદા દૃઢ નિશ્ચય હોવાનાં કારણે આ જ વિચારે છે - દરેક કાર્ય હિંમત અને બાપની મદદ થી સફળ થયેલા જ પડ્યા છે અને અલબેલાપણા નાં પણ આ જ શબ્દ છે, થઈ જશે, થઈ જશે, થયેલું જ પડ્યું છે. કોઈ કાર્ય રહ્યું છે શું, થઈ જશે. તો શબ્દ એક છે પરંતુ રુપ અલગ-અલગ છે.

વર્તમાન સમયે માયા નાં વિશેષ બે રુપ બાળકો નાં પેપર લે છે. એક વ્યર્થ સંકલ્પ, વિકલ્પ નહીં, વ્યર્થ સંકલ્પ. બીજું “હું જ રાઈટ છું” (સાચ્ચો છું). જે કર્યુ, જે કહ્યું, જે વિચાર્યું… હું ખોટો નથી, સાચ્ચો છું. બાપદાદા સમય પ્રમાણે હવે આ જ ઈચ્છે છે કે એક શબ્દ સદા સમૃતિ માં રાખો - બાપ પાસેથી થયેલી સર્વ પ્રાપ્તિઓ નું, સ્નેહ નું, સહયોગ નું રિટર્ન કરવાનું છે. રિટર્ન કરવું અર્થાત્ સમાન બનવું. બીજું, હવે અમારી રિટર્ન જર્ની (પાછા ફરવાની યાત્રા) છે. એક જ શબ્દ રિટર્ન સદા યાદ રહે. એના માટે ખૂબ સહજ સાધન છે- દરેક સંકલ્પ, બોલ અને કર્મ ને બ્રહ્મા-બાપ સાથે મેળવો. બાપ નાં સંકલ્પ કેવા રહ્યાં? બાપ નાં બોલ કેવા રહ્યાં? બાપ નાં કર્મ કેવા રહ્યાં? આને જ કહેવાય છે ફોલો ફાધર. ફોલો કરવું તો સહજ હોય છે ને? નવું વિચારવું, નવું કરવું એની આવશ્યક્તા જ નથી, જે બાપે કર્યુ તે ફોલો ફાધર. સહજ છે ને?

ટીચર્સ, હાથ ઉઠાવો. ફોલો કરવાનું છે કે મુશ્કેલ છે? સહજ છે ને? બસ, ફોલો ફાધર. પહેલાં ચેક કરો, જેમ કહેવત છે પહેલાં વિચારો પછી કરો, પહેલાં તોલો પછી બોલો. તો બધાં ટીચર્સ આ વર્ષ માં હવે આ વર્ષ નો છેલ્લો મહિનો છે, જૂનો જશે નવો આવશે. નવો આવતા પહેલા શું કરવાનું છે, તેની તૈયારી કરી લો. આ સંકલ્પ કરો કે બાપ નાં કદમ પર કદમ રાખ્યા સિવાય બીજા કોઈ પણ કદમ નહીં ઉઠાવીશું. બસ, ફૂટ સ્ટેપ. કદમ પર કદમ રાખવા તો સરળ છે ને? તો નવા વર્ષ માટે હમણાં થી સંકલ્પ માં પ્લાન બનાવો, જેમ બ્રહ્મા-બાપ સદા નિમિત્ત અને નિર્માણ રહ્યા, એમ નિમિત્ત ભાવ અને નિર્માણ ભાવ. ફક્ત નિમિત્ત ભાવ નહીં, નિમિત્ત ભાવની સાથે નિર્માણ ભાવ, બંને આવશ્યક છે કારણકે ટીચર્સ તો નિમિત્ત છે ને? તો સંકલ્પ માં પણ, બોલ માં પણ અને કોઈનાં પણ સંબંધ માં, સંપર્ક માં, કર્મ માં, દરેક બોલ માં નિર્માણ. જે નિર્માણ છે તે જ નિમિત્ત ભાવ માં છે. જે નિર્માણ નથી તેમનાં માં થોડુંક સૂક્ષ્મ મહાન રુપ માં અભિમાન ન પણ હોય તો રોબ હશે. આ રોબ, આ પણ અભિમાન નો અંશ છે અને બોલ માં સદા નિર્મળ ભાષી, મધુર ભાષી. જ્યારે સંબંધ-સંપર્ક માં આત્મિક રુપ ની સ્મૃતિ રહે છે તો સદા નિરાકારી અને નિરહંકારી રહે છે. બ્રહ્મા બાપ નાં છેલ્લા ત્રણેય શબ્દ યાદ રહે છે? નિરાકારી, નિરહંકારી તે જ નિર્વિકારી. અચ્છા, ફોલો ફાધર - પાક્કું રહ્યું ને?

આવતા વર્ષની મુખ્ય લક્ષ સ્વરુપ ની સ્મૃતિ છે-આ ત્રણ શબ્દ, નિરાકારી, નિરહંકારી, નિર્વિકારી. અંશ પણ ન હોય. મોટા-મોટા રુપ તો ઠીક થઈ ગયા છે પરંતુ અંશ પણ ન હોય કારણકે અંશ જ દગો દે છે. ફોલો ફાધર નો અર્થ જ છે આ ત્રણ શબ્દોને સદા સ્મૃતિ માં રાખો. ઠીક છે? અચ્છા.

ડબલ ફોરેનર્સ ઉઠો - સારુ ગ્રુપ આવ્યું છે. બાપદાદા ને ડબલ ફોરેનર્સ ની એક વાત પર ખુશી છે, જાણો છો કઈ? જુઓ, કેટલાં દૂર દેશ થી આવો છો, ડાયરેક્શન મળ્યું કે આ વારામાં પણ આવવાનું છે તો પહોંચી ગયા ને? કેમ પણ પુરુષાર્થ કરી મોટું જ ગ્રુપ પહોંચી ગયું છે. દાદી નું ડાયરેક્શન ઠીક માન્યું છે ને? એની મુબારક છે. બાપદાદા એક-એક ને જોઈ રહ્યા છે, દૃષ્ટિ આપી રહ્યા છે. એવું નથી કે સ્ટેજ પર જ દૃષ્ટિ મળે છે. દૂર થી વધારે જ સારું દેખાઈ રહ્યું છે. ડબલ ફોરેનર્સે હા જી નો પાઠ સારો ભણેલો છે. બાપદાદા ને ડબલ ફોરેનર્સ ઉપર પ્રેમ તો છે જ પરંતુ ગર્વ પણ છે, કારણકે વિશ્વનાં ખૂણા-ખૂણા માં સંદેશ પહોંચાડવા માટે ડબલ ફોરેનર્સ જ નિમિત્ત બન્યા છે. વિદેશ માં હવે કોઈ વિશેષ સ્થાન રહ્યું છે, ગામ-ગામ રહ્યા છે કે વિશેષ સ્થાન રહી ગયું છે? ગામ-ગામ ખૂણા-ખૂણા નાં નાના સ્થાન રહી ગયા છે કે વિશેષ સ્થાન રહી ગયું છે? કયું સ્થાન રહ્યું છે? મિડલ ઈસ્ટ નાં થોડા દેશ રહેલા છે) છતાં પણ જુઓ, આ પણ ગ્રુપ જે આવ્યું છે, કેટલાં દેશોનું ગ્રુપ છે? તો પણ બાપદાદા જાણે છે કે વિશ્વ નાં અનેક ભિન્ન-ભિન્ન દેશો માં આપ આત્માઓ નિમિત્ત બન્યા છો. બાપદાદા હંમેશા કહે જ છે કે બાપ નું વિશ્વ કલ્યાણકારી નું ટાઈટલ ડબલ વિદેશીઓએ જ પ્રત્યક્ષ કર્યુ છે. સારું છે. દરેક પોત-પોતાનાં સ્થાન પર પોતે પોતાનાં પુરુષાર્થ માં અને સેવા માં આગળ વધી રહ્યા છો અને સદા આગળ વધતા રહેશો. સફળતા નાં સિતારા છો જ. ખૂબ સરસ.

કુમારો સાથે :- મધુબન નાં કુમાર પણ છે. જુઓ, કુમારો ની સંખ્યા જુઓ કેટલી છે? અડધો ક્લાસ તો કુમારો નો છે. કુમાર હવે સાધારણ કુમાર નથી. કયા કુમાર છો? બ્રહ્માકુમાર તો છો જ. પરંતુ બ્રહ્માકુમારો ની વિશેષતા શું છે? કુમારો ની વિશેષતા છે કે સદા જ્યાં પણ અશાંતિ હોય એમાં શાંતિ ફેલાવવા વાળા શાંતિદૂત છે. ન મન ની અશાંતિ, ન બહાર ની અશાંતિ. કુમારો નું કાર્ય જ છે મુશ્કેલ કામ કરવું, હાર્ડવર્કર (મહેનતું) હોય છે ને? તો આજે સૌથી હાર્ડ માં હાર્ડ વર્ક છે - અશાંતિ ને ખતમ કરી શાંતિદૂત બની શાંતિ ફેલાવવી. એવા કુમાર છો? અશાંતિ નું નામ-નિશાન ન રહે - ન વિશ્વ માં, ન તમારા સંબંધ-સંપર્ક માં. એવા શાંતિદૂત છો? જેવી રીતે આગ ઓલવવા વાળા ક્યાંય પણ આગ લાગી હશે તો આગ ઓલવશે ને? તો શાંતિદૂત નું કાર્ય જ છે અશાંતિ ને શાંતિ માં બદલવી. તો શાંતિદૂત છો ને? પાક્કું? પાક્કું? પાક્કું? ખૂબ ગમી રહ્યું છે, બાપદાદા આટલા કુમારો ને જોઈ ખુશ થાય છે. પહેલાં પણ બાપદાદા એ પ્લાન આપ્યો હતો કે દિલ્લી માં વધારે માં વધારે કુમાર, જે ગવર્મેન્ટ સમજે છે કુમાર (યુથ) અર્થાત્ ઝઘડા કરવાવાળા, ડરે છે કુમારો થી. એવી ડરવા વાળી ગવર્મેન્ટ, દરેક બ્રહ્માકુમાર નું શાંતિદૂત નાં ટાઈટલ થી સ્વાગત કરે, ત્યારે છે કુમારો ની કમાલ. આખા વિશ્વ માં છવાઈ જાય કે બ્રહ્માકુમાર શાંતિદૂત છે. બની શકે છે ને? દિલ્લી માં કરજો. કરવાનું છે ને? દાદીઓ કરશે? એક ગ્રુપ માં આટલા કુમાર છે તો બધા ગ્રુપ માં કેટલાં હશે? વિશ્વ માં કેટલાં હશે? (લગભગ ૧ લાખ) તો કુમાર કરો કમાલ. ગવર્મેન્ટ માં જે કુમારો (યુવકો) પ્રત્યે ઊલટું ભરેલું છે તે સુલ્ટુ કરી દો. પરંતુ મન માં પણ અશાંતિ નહીં, સાથીઓ માં પણ અશાંતિ નહીં અને પોતાનાં સ્થાન પર પણ અશાંતિ નહીં. પોતાનાં શહેર માં પણ અશાંતિ નહીં. બસ, કુમારો નાં ચહેરા પર બોર્ડ લગાવવાની જરુર નથી પરંતુ મસ્તક માં ઓટોમેટિક લખેલો અનુભવ થાય કે આ શાંતિદૂત છે. ઠીક છે ને?

કુમારીઓ સાથે :- કુમારીઓ પણ ખૂબ છે. આ બધી કુમારીઓ નું લક્ષ શું છે? નોકરી કરવી છે કે વિશ્વ-સેવા કરવી છે? તાજ મસ્તક પર રાખવો છે કે ટોકરી રાખવી છે? શું રાખવું છે? જુઓ, બધી કુમારીઓએ રહેમદિલ બનવાનું છે. વિશ્વનાં આત્માઓ નું કલ્યાણ થઈ જાય, કુમારીઓ માટે ગાયન છે ૨૧ કુળ નો ઉદ્ધાર કરવા વાળી, તો અડધોકલ્પ ૨૧ કુળ થઈ જશે. તો એવી કુમારીઓ છો? જે ૨૧ કુળ નું કલ્યાણ કરશે તે હાથ ઉઠાવો? એક પરિવાર નું નહીં, ૨૧ પરિવાર નું. કરશો? જુઓ, તમારું નામ નોંધાશે અને પછી જોવાશે કે રહેમદિલ છે કે કોઈ હિસાબ-કિતાબ રહેલો છે? હજી સમય સૂચના આપી રહ્યો છે કે સમયની પહેલાં તૈયાર થઈ જાઓ. સમયને જોતા રહેશો તો સમય વીતી જશે, એટલે લક્ષ રાખો કે અમે બધા વિશ્વ કલ્યાણકારી રહેમદિલ બાપ નાં બાળકો રહેમ દિલ છીએ. ઠીક છે ને? રહેમ દિલ છો ને? રહેમદિલ વધારે બનો. થોડા હજી તીવ્ર ગતિ થી બનો. કુમારીઓ ને તો બાપ નું ખૂબ સહજ તખ્ત મળે છે. જોશે, નવા વર્ષ માં શું કમાલ કરીને દેખાડો છો? અચ્છા.

મીડિયા નાં ૧૦૮ રત્ન આવ્યા છે :- સારું છે, મીડિયાવાળા કમાલ કરીને દેખાડે જે બધાને બુદ્ધિ માં આવે કે બાપ પાસે થી વારસો લેવાનો જ છે. કોઈ વંચિત ન રહી જાય. મીડિયા નું કામ જ છે અવાજ ફેલાવવો. તો આ અવાજ ફેલાવો કે બાપ પાસે થી વારસો લઈ લો. કોઈ વંચિત ન રહી જાય. હવે વિદેશ માં પણ મીડિયા નાં પ્રોગ્રામ ચાલતાં રહે છે ને? સારું છે. ભિન્ન-ભિન્ન રુપ થી જે પ્રોગ્રામ રાખો છો તો સારા રસપ્રદ હોય છે. સારું કરી રહ્યા છો હજી કરતા રહેશો અને સફળતા તો છે જ. બધા વર્ગ વાળા જે પણ સેવા કરી રહ્યા છે બાપદાદાની પાસે સમાચાર આવતા રહે છે. દરેક વર્ગની પોત-પોતાની સેવા નાં સાધન અને સેવા ની રુપરેખા છે પરંતુ આ જોયું કે વર્ગ અલગ-અલગ હોવાથી દરેક વર્ગ એક-બીજા સાથે રેસ પણ કરે છે, સારું છે. રીસ નહીં કરતા, રેસ ભલે કરો. દરેક વર્ગ નું રીઝલ્ટ, વર્ગ ની સેવા પછી આઈ.પી. અને વી.આઈ.પી. સંપર્ક માં ઘણાં આવ્યા છે, હજી માઈક નથી લાવ્યા પરંતુ સંબંધ-સંપર્ક માં આવ્યા છે. અચ્છા.

બાપદાદા વાળી એક્સરસાઈઝ યાદ છે? હમણાં-હમણાં નિરાકારી, હમણાં-હમણાં ફરિશ્તા… આ છે ચાલતાં-ફરતાં બાપ અને દાદા નાં પ્રેમ નું રિટર્ન. તો હમણાં-હમણાં આ રુહાની એક્સરસાઈઝ કરો. સેકન્ડ માં નિરાકારી, સેકન્ડ માં ફરિશ્તા. (બાપદાદા એ ડ્રીલ કરાવી) અચ્છા - ચાલતાં-ફરતાં આખા દિવસ માં આ એક્સરસાઈઝ બાપ ની સહજ યાદ અપાવશે.

ચારેય તરફ નાં બાળકો ની યાદ બધી તરફથી બાપદાદાને પહોંચી છે. દરેક બાળક સમજે છે મારી યાદ આપજો, મારી યાદ આપજો. કોઈ પત્ર દ્વારા મોકલે, કોઈ કાર્ડ દ્વારા, કોઈ મુખ દ્વારા પરંતુ બાપદાદા ચારેય તરફ નાં બાળકોને, એક-એકને નયનો માં સમાવી યાદ નો રિસ્પોન્ડ પદમગુણા યાદ-પ્યાર આપી રહ્યા છે. બાપદાદા જોઈ રહ્યા છે કે આ સમયે કેટલાં પણ વાગ્યા છે પરંતુ મેજોરીટી બધાનાં મન માં મધુબન અને મધુબન નાં બાપ દાદા છે. અચ્છા.

ચારેય તરફ નાં ત્રણેય તખ્તનશીન, સ્વરાજ્ય અધિકારી બાળકોને, સદા બાપદાદા ને રિટર્ન બાપ સમાન બનવા વાળા બાળકોને, સદા રિટર્ન જર્ની નાં સ્મૃતિ સ્વરુપ બાળકો ને, સદા સંકલ્પ, વાણી અને કર્મ માં ફોલો ફાધર કરવાવાળા દરેક બાળકો ને બાપદાદા નાં ખૂબ-ખૂબ-ખૂબ યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
સર્વ આત્માઓ માં પોતાની શુભ ભાવના નું બીજ નાખવા વાળા માસ્ટર દાતા ભવ

ફળ ની પ્રતીક્ષા ન કરી તમે પોતાનું શુભ ભાવના નું બીજ દરેક આત્મા માં વાવતા ચાલો. સમય પર સર્વ આત્માઓને જાગવાનું જ છે. કોઈ વિરોધ પણ કરે છે તો પણ તમારે રહેમ ની ભાવના નથી છોડવાની, આ વિરોધ, અપમાન, ગાળો ખાતર નું કામ કરશે અને સારું ફળ નીકળશે. જેટલી ગાળો આપે છે એટલા ગુણ ગાશે, એટલે દરેક આત્માને પોતાની વૃત્તિ દ્વારા, વાઈબ્રેશન દ્વારા, વાણી દ્વારા માસ્ટર દાતા બની આપતા ચાલો.

સ્લોગન :-
સદા પ્રેમ, સુખ, શાંતિ અને આનંદ નાં સાગર માં સમાયેલા બાળકો જ સાચાં તપસ્વી છે.


સૂચના :- આજે મહિનાનો ત્રીજો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, બધા બ્રહ્મા વત્સ સંગઠિત રુપ માં સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી વિશેષ વરદાતા, ભાગ્યવિધાતા બાપદાદા ની સાથે કમ્બાઈન્ડ સ્વરુપ માં સ્થિત થઈ, અવ્યક્ત વતન થી સર્વ આત્માઓ ને સુખ-શાંતિ નું વરદાન આપવાની સેવા કરે.