19-01-2025    પ્રાતઃ  ગુજરાતી મુરલી        ઓમ શાંતિ  30.11.2003     બાપદાદા મધુબન


“ચારેય સબ્જેક્ટ માં અનુભવ નાં ઓથોરિટી બની સમસ્યા ને સમાધાન સ્વરુપ માં પરિવર્તન કરો”
 


આજે બ્રાહ્મણ સંસાર નાં રચયિતા પોતાનાં ચારેય તરફ નાં બ્રાહ્મણ બાળકો ને જોઈ રહ્યા છે. આ બ્રાહ્મણ સંસાર નાનકડો સંસાર છે, પરંતુ અતિ શ્રેષ્ઠ, અતિ પ્રિય સંસાર છે. આ બ્રાહ્મણ સંસાર આખા વિશ્વ નાં વિશેષ આત્માઓ નો સંસાર છે. દરેક બ્રાહ્મણ કોટો માં કોઈ, કોઈ માં પણ કોઈ આત્મા છે કારણકે પોતાનાં બાપ ને ઓળખી, બાપ નાં વરસાનાં અધિકારી બન્યા છે. જેમ બાપ ઊંચા માં ઊંચા છે તેમ બાપ ને ઓળખી બાપ નાં બનવા વાળા આત્માઓ પણ વિશેષ આત્માઓ છે. દરેક બ્રાહ્મણ આત્મા નાં જન્મતા જ ભાગ્યવિધાતા બાપે મસ્તક પર શ્રેષ્ઠ ભાગ્ય ની લકીર ખેંચી છે, એવા શ્રેષ્ઠ ભાગ્યવાન આત્મા છો. એવા ભાગ્યવાન પોતાને સમજો છો? આટલો ઊંચો રુહાની નશો અનુભવ થાય છે? દરેક બ્રાહ્મણ નાં દિલ માં દિલારામ, દિલ નો દુલાર, દિલ નો પ્રેમ આપી રહ્યા છે. આ પરમાત્મ-પ્રેમ આખા કલ્પ માં એક દ્વારા અને એક સમયે જ પ્રાપ્ત થાય છે. આ રુહાની નશો સદા દરેક કર્મ માં રહે છે? કારણકે આપ વિશ્વ ને ચેલેન્જ કરો છો કે અમે કર્મયોગી જીવન વાળા વિશેષ આત્માઓ છીએ. ફક્ત યોગ લગાવવા વાળા યોગી નથી, યોગી જીવન વાળા છો. જીવન સદાકાળ નું હોય છે. નેચરલ અને નિરંતર હોય છે. ૮ કલાક, ૬ કલાક નાં યોગી જીવન વાળા નથી. યોગ અર્થાત્ યાદ તો બ્રાહ્મણ જીવન નું લક્ષ છે. જીવન નું લક્ષ સ્વતઃ જ યાદ રહે છે અને જેવું લક્ષ હોય છે તેવા લક્ષણ પણ સ્વતઃ જ આવે છે.

બાપદાદા દરેક બ્રાહ્મણ આત્મા નાં મસ્તક માં ચમકતો ભાગ્ય નો સિતારો જુએ છે. બાપદાદા સદા દરેક બાળક ને શ્રેષ્ઠ સ્વમાનધારી, સ્વરાજ્યધારી જુએ છે. તો આપ સર્વ પણ પોતાને સ્વમાનધારી આત્મા છું, સ્વરાજ્યધારી આત્મા છું - એવો અનુભવ કરો છો? સેકન્ડ માં જો સ્મૃતિ માં લાવો કે હું સ્વમાનધારી આત્મા છું, તો સેકન્ડ માં સ્વમાન નું કેટલું લિસ્ટ આવી જાય? હમણાં પણ તમારા સ્વમાન નું લિસ્ટ સ્મૃતિ માં આવ્યું? લાંબુ લિસ્ટ છે ને? સ્વમાન, અભિમાન ને ખતમ કરી દે છે કારણકે સ્વમાન છે શ્રેષ્ઠ અભિમાન. તો શ્રેષ્ઠ અભિમાન અશુદ્ધ ભિન્ન-ભિન્ન દેહ-અભિમાન ને સમાપ્ત કરી દે છે. જેવી રીતે સેકન્ડ માં લાઈટ ની સ્વીચ ઓન કરવાથી અંધકાર ભાગી જાય છે, અંધકાર ને ભગાવાતો નથી કે અંધકાર ને કાઢવાની મહેનત નથી કરવી પડતી પરંતુ સ્વિચ ઓન કરી અંધકાર સ્વતઃ સમાપ્ત થઈ જાય છે. એવી રીતે સ્વમાન ની સ્મૃતિ ની સ્વીચ ઓન કરો તો ભિન્ન-ભિન્ન દેહ-અભિમાન સમાપ્ત કરવાની મહેનત નહીં કરવી પડશે. મહેનત ત્યારે કરવી પડે છે જ્યાં સુધી સ્વમાન નાં સ્મૃતિ સ્વરુપ નથી બનતાં. બાપદાદા બાળકો નો ખેલ જુએ છે - સ્વમાન ને દિલ માં વર્ણન કરે છે - “હું બાપદાદા નો દિલ તખ્તનશીન છું”, વર્ણન પણ કરી રહ્યા છે, વિચારી પણ રહ્યા છે પરંતુ અનુભવ ની સીટ પર સેટ નથી થતાં. જે વિચારો છો તે અનુભવ થવો જરુરી છે કારણકે સૌથી શ્રેષ્ઠ ઓથોરિટી અનુભવ ની ઓથોરિટી છે. તો બાપદાદા જુએ છે - સાંભળે ખુબ સારું છે, વિચારે પણ ખૂબ સારું છે પરંતુ સાંભળવું અને વિચારવું અલગ વસ્તુ છે, અનુભવી સ્વરુપ બનવું - આ જ બ્રાહ્મણ જીવન ની શ્રેષ્ઠ ઓથોરિટી છે. આ જ ભક્તિ અને જ્ઞાન માં અંતર છે. ભક્તિ માં પણ સાંભળવાની મસ્તી માં ખૂબ મસ્ત રહે છે. વિચારે પણ છે પરંતુ અનુભવ નથી કરી શકતાં. જ્ઞાન નો અર્થ જ છે, જ્ઞાની તુ આત્મા અર્થાત્ દરેક સ્વમાન નાં અનુભવી બનવું. અનુભવી સ્વરુપ રુહાની નશો ચઢાવે છે. અનુભવ ક્યારેય પણ જીવન માં ભૂલાતો નથી, સાંભળેલું, વિચારેલું ભૂલી શકાય છે પરંતુ અનુભવ ની ઓથોરિટી ક્યારેય ઓછી નથી થતી.

તો બાપદાદા આ જ બાળકો ને સ્મૃતિ અપાવે છે - દરેક સાંભળેલી વાત જે ભગવાન બાપ પાસે થી સાંભળી, એનાં અનુભવીમૂર્ત બનો. અનુભવ કરેલી વાત હજાર લોકો પણ જો ખતમ કરવા ઈચ્છે તો ખતમ કરી ન શકે. માયા પણ અનુભવ ને ખતમ કરી નથી શકતી. જેવી રીતે શરીર ધારણ કરતા જ અનુભવ કરો છો કે હું ફલાણો છું, તો કેટલું પાક્કું રહે છે? ક્યારેય પોતાનાં દેહ નું નામ ભૂલાય છે? કોઈ તમને કહે નહીં, તમે ફલાણી કે ફલાણા નથી, તો માની શકો છો? એવી રીતે જ દરેક સ્વમાન નું લિસ્ટ અનુભવ કરવાથી ક્યારેય સ્વમાન ભૂલી ન શકાય. પરંતુ બાપદાદાએ જોયું કે અનુભવ દરેક સ્વમાન નો તથા દરેક પોઈન્ટ નાં, અનુભવી બનવામાં નંબરવાર છે. જ્યારે અનુભવ કરી લીધો કે હું છું જ આત્મા, આત્મા સિવાય બીજું છો જ શું? દેહ ને તો મારો કહો છો પરંતુ હું છું જ આત્મા, જ્યારે છો જ આત્મા તો દેહભાન ક્યાંથી આવ્યું? કેમ આવ્યું? કારણ, ૬૩ જન્મ નો અભ્યાસ, હું દેહ છું, ઉલ્ટો અભ્યાસ પાક્કો છે. યથાર્થ અભ્યાસ અનુભવ માં ભૂલાઈ જાય છે. બાપદાદા બાળકો ને જ્યારે મહેનત કરતા જુએ છે તો બાળકો પર પ્રેમ આવે છે. પરમાત્મ-બાળકો અને મહેનત! કારણ, અનુભવ મૂર્ત ની કમી છે. જ્યારે દેહભાન નો અનુભવ કાંઈ પણ થઈ જાય, કોઈ પણ કર્મ કરતા દેહભાન ભૂલાતું નથી, તો બ્રાહ્મણ-જીવન અર્થાત્ કર્મયોગી જીવન, યોગી જીવન માં અનુભવ કેવી રીતે ભૂલી શકાય?

તો ચેક કરો - દરેક સબજેક્ટ ને અનુભવ માં લાવ્યા છો? જ્ઞાન સાંભળવું, સંભળાવવું તો સહજ છે પરંતુ જ્ઞાન સ્વરુપ બનવાનું છે. જ્ઞાન ને સ્વરુપ માં લાવ્યા તો સ્વતઃ જ દરેક કર્મ નોલેજફુલ અર્થાત્ નોલેજ ની લાઈટ-માઈટ વાળા હશે. નોલેજ ને કહેવાય જ છે લાઈટ અને માઈટ. એવી રીતે જ યોગી સ્વરુપ, યોગયુક્ત, યુક્તિયુક્ત સ્વરુપ. ધારણા સ્વરુપ અર્થાત્ દરેક કર્મ, દરેક કર્મેન્દ્રિય, દરેક ગુણ નાં ધારણા સ્વરુપ હશે. સેવા નાં અનુભવી મૂર્ત, સેવાધારી નો અર્થ જ છે નિરંતર સ્વતઃ જ સેવાધારી, ભલે મન્સા કે વાચા, ભલે કર્મણા કે સંબંધ-સંપર્ક દરેક કર્મ માં સેવા નેચરલ થતી રહે, આને કહેવાય છે ચારેય સબજેક્ટ માં અનુભવ સ્વરુપ. તો બધા ચેક કરો - ક્યાં સુધી અનુભવી બન્યા છો? દરેક ગુણ નાં અનુભવી, દરેક શક્તિ નાં અનુભવી. આમ પણ કહેવત છે કે અનુભવ સમય પર ખૂબ કામ માં આવે છે. તો અનુભવી મૂર્ત નો અનુભવ કેવી પણ સમસ્યા હોય, અનુભવી મૂર્ત અનુભવ ની ઓથોરિટી થી સમસ્યા ને સેકન્ડ માં સમાધાન સ્વરુપ માં પરિવર્તન કરી લે છે. સમસ્યા, સમસ્યા નહીં રહેશે, સમાધાન સ્વરુપ બની જશે. સમજ્યાં?

હવે સમય ની સમીપતા, બાપ સમાન બનવાની સમીપતા, સમાધાન સ્વરુપ નો અનુભવ કરાવે. ઘણા સમય થી સમસ્યા નું આવવું, સમાધાન કરવું આ મહેનત કરી, હવે બાપદાદા દરેક બાળક ને સ્વમાનધારી, સ્વરાજ્ય અધિકારી, સમાધાન સ્વરુપ માં જોવા ઈચ્છે છે. અનુભવી મૂર્ત સેકન્ડ માં પરિવર્તન કરી શકે છે. અચ્છા.

બધી તરફ થી પહોંચી ગયા છે. ડબલ ફોરેનર્સ પણ દરેક ગ્રુપ માં પોતાનો ચાન્સ સારો લઈ રહ્યા છે. સારું - આ ગ્રુપ માં પાંડવ પણ ઓછા નથી. પાંડવો બધા હાથ ઉઠાવો. માતાઓ, કુમારીઓ, ટીચર્સ હાથ ઉઠાવો. પહેલાં ગ્રુપ માં માતાઓ વધારે હતી પરંતુ આ ગ્રુપ માં પાંડવોએ પણ રેસ સારી કરી છે. પાંડવો નો નશો અને નિશ્ચય હજી સુધી ગાયન માં પણ ગવાય છે. શું ગવાયેલું છે? જાણો છો? પ પાંડવ પરંતુ નશો અને નિશ્ચય નાં આધાર થી વિજયી બન્યા, આ ગાયન હજી સુધી છે. તો એવા પાંડવો છો? સારું - નશો છે? તો પાંડવો જ્યારે પણ સાંભળતા હશો તમે પાંડવ છો, તો પાંડવો ને પાંડવપતિ તો નથી ભૂલાતા ને? ક્યારેક-ક્યારેક ભૂલાય છે? પાંડવ અને પાંડવપતિ, પાંડવો ને ક્યારેય પણ પાંડવપતિ ભૂલાઈ ન શકે. પાંડવો ને આ નશો હોવો જોઈએ, અમે કલ્પ-કલ્પ નાં પાંડવ, પાંડવપતિ નાં પ્રિય છીએ. યાદગાર માં પાંડવો નું નામ પણ ઓછું નથી. પાંડવો નું ટાઈટલ જ છે વિજયી પાંડવ. તો એવા પાંડવ છો? બસ અમે વિજયી પાંડવ છીએ, ફક્ત પાંડવ નથી, વિજયી પાંડવ. વિજય નું તિલક અવિનાશી મસ્તક પર લાગેલું જ છે.

માતાઓ ને શું નશો રહે છે? ખૂબ નશો રહે છે! માતાઓ નશા માં કહે છે કે બાબા આવ્યા છે અમારા માટે. એવું છે ને? કારણકે અડધા કલ્પ માં માતાઓ ને પદ નથી મળ્યું, હમણાં સંગમ પર રાજનીતિ માં પણ માતાઓ ને અધિકાર મળ્યો છે. દરેક ડિપાર્ટમેન્ટ માં આપ શક્તિઓ ને બાપે આગળ રાખ્યા ને? તો સંસાર માં પણ દરેક વર્ગ માં હવે માતાઓ ને અધિકાર મળે છે. કોઈપણ એવો વર્ગ નથી જેમાં માતાઓ નથી. આ સંગમયુગ નું પદ છે. તો માતાઓ ને રહે છે - અમારા બાબા. રહે છે - મારા બાબા? નશો છે? માતાઓ હાથ હલાવી રહ્યા છે. સારું છે. ભગવાન ને પોતાનાં બનાવી લીધાં તો જાદુગરણી તો માતાઓ થઈ ને? બાપદાદા જુએ છે માતાઓ કે પાંડવ, બાપદાદા ને સર્વ સંબંધો થી, પ્રેમ તો સર્વ સંબંધો થી છે પરંતુ કોઈ ને કયો વિશેષ સંબંધ પ્રિય છે, તે પણ જુએ છે. ઘણાં બાળકો ને ખુદા ને દોસ્ત બનાવવા ખૂબ ગમે છે, એટલે ખુદા દોસ્ત ની કહાણી પણ છે. બાપદાદા આ જ કહે છે, જે સમયે જે સંબંધ ની આવશ્યક્તા હોય તો ભગવાન ને એ સંબંધ માં પોતાનાં બનાવી શકો છો. સર્વ સંબંધ નિભાવી શકો છો? બાળકોએ કહ્યું બાબા મારા અને બાપે શું કહ્યું? હું તારો.

મધુબન ની રોનક ગમે છે ને? ભલે કેટલાં પણ દૂર બેસીને સાંભળે પણ, જુએ પણ પરંતુ મધુબન ની રોનક પોતાની છે. મધુબન માં બાપદાદા તો મળે જ છે પરંતુ બીજી કેટલી પ્રાપ્તિઓ થાય છે? જો લિસ્ટ કાઢો તો કેટલી પ્રાપ્તિ છે? સૌથી ઊંચા માં ઊંચી પ્રાપ્તિ સહજ યોગ, સ્વતઃ યોગ રહે છે. મહેનત નથી કરવી પડતી. જો કોઈ મધુબન નાં વાયુમંડળ નું મહત્વ રાખે તો મધુબન નું વાયુમંડળ, મધુબન ની દિનચર્યા સહજયોગી, સ્વતઃ યોગી બનાવવા વાળી છે. કેમ? મધુબન માં બુદ્ધિ માં ફક્ત એક જ કામ છે, સેવાધારી ગ્રુપ આવે છે તે અલગ વાત છે પરંતુ જે રિફ્રેશ થવા માટે આવે છે તો મધુબન માં શું કામ છે? કોઈ જવાબદારી છે શું? ખાવ, પીવો, મોજ કરો, ભણો. તો મધુબન, મધુબન જ છે. વિદેશ માં પણ સાંભળી રહ્યા છે, પરંતુ તે સાંભળવું અને મધુબન માં આવવું, આમાં રાત-દિવસ નો ફરક છે. બાપદાદા સાધનો દ્વારા સાંભળવા, જોવા વાળાને પણ યાદ-પ્યાર તો આપે જ છે, કોઈ બાળકો તો રાત્રે જાગીને પણ સાંભળે છે. ના (ન સાંભળવા) કરતાં સારું જરુર છે પરંતુ સારા માં સારું મધુબન પ્રિય છે. મધુબન માં આવવાનું ગમ્યું છે કે ત્યાં બેસીને મોરલી સાંભળી લો! શું ગમે છે? ત્યાં પણ તો મોરલી સાંભળશો ને? અહીં પણ તો પાછળ-પાછળ ટી.વી.માં જુઓ છો. તો જે સમજે છે મધુબન માં આવવું જ સારું છે, તે હાથ ઉઠાવો. (બધાએ ઉઠાવ્યો) સારું. છતાં પણ જુઓ ભક્તિ માં પણ ગાયન શું છે? મધુબન માં મોરલી વાગે. આ નથી કે લંડન માં મોરલી વાગે. ક્યાંય પણ હોય, મધુબન ની મહિમા નું મહત્વ જાણવું અર્થાત્ સ્વયં ને મહાન બનાવવાં.

સારું - બધા જે પણ આવ્યા છે તે યોગી જીવન, જ્ઞાની તુ આત્મા જીવન, ધારણા સ્વરુપ નો અનુભવ કરી રહ્યા છો. હવે પહેલાં ટર્ન માં આ સીઝન માટે વિશેષ અટેન્શન અપાવ્યું હતું કે આ પૂરી સિઝન સંતુષ્ટ મણી બનીને રહેવાનું છે અને સંતુષ્ટ કરવાના છે. ફક્ત બનવાનું નથી, કરવાના પણ છે. સાથે હમણાં સમય અનુસાર ક્યારેય પણ કાંઈ પણ થઈ શકે છે, પ્રશ્ન ન પૂછો ક્યારે થશે, એક વર્ષ માં થશે, ૬ મહિના માં થશે. અચાનક કાંઈ પણ, કોઈપણ સમયે થઈ શકે છે એટલે પોતાની સ્મૃતિ ની સ્વીચ ખૂબ પાવરફુલ બનાવો. સેકન્ડ માં સ્વીચ ઓન અને અનુભવ સ્વરુપ બની જાઓ. સ્વીચ ઢીલી હોય છે ને તો ઘડી-ઘડી ઓન-ઓફ કરવી પડે છે અને સમય લાગે છે, ઠીક થવામાં. પરંતુ સેકન્ડ માં સ્વીચ ઓન સ્વમાન ની, સ્વરાજ્ય અધિકારી ની, અંતર્મુખી બનીને અનુભવ કરતા જાઓ. અનુભવો નાં સાગર માં સમાઈ જાઓ. અનુભવ ની ઓથોરિટી ને કોઈપણ ઓથોરિટી જીતી નથી શકતી. સમજ્યા, શું કરવાનું છે? બાપદાદા ઈશારો તો આપી રહ્યા છે પરંતુ પ્રતિક્ષા નહીં કરો, ક્યારે-ક્યારે-ક્યારે નહીં, હમણાં. એવરરેડી. સેકન્ડ માં સ્મૃતિ ની સ્વીચ ઓન કરી શકો છો. કરી શકો છો? કેવી પણ પરિસ્થિતિ હોય, કેવી પણ સમસ્યા હોય, સ્મૃતિ ની સ્વીચ ઓન કરો. આ અભ્યાસ કરો કારણકે ફાઈનલ પેપર સેકન્ડ નું જ થવાનું છે, મિનિટ પણ નહીં. વિચારવા વાળા પાસ નહીં કરી શકે, અનુભવ વાળા પાસ થઈ જશે. તો હમણાં સેકન્ડ માં બધા “હું પરમધામ નિવાસી શ્રેષ્ઠ આત્મા છું”, આ સ્મૃતિ ની સ્વીચ ને ઓન કરો બીજી કોઈ પણ સ્મૃતિ ન હોય. કોઈ બુદ્ધિ માં હલચલ ન હોય, અચલ. (ડ્રિલ) અચ્છા.

ચારેય તરફ નાં શ્રેષ્ઠ સ્વમાનધારી, અનુભવી આત્માઓ ને, સદા દરેક સબજેક્ટ ને અનુભવ માં લાવવા વાળા સદા યોગી જીવન માં ચાલવા વાળા નિરંતર યોગી આત્માઓ ને, સદા પોતાનાં વિશેષ ભાગ્ય ને દરેક કર્મ માં ઈમર્જ સ્વરુપ માં રાખવા વાળા કોટો માં કોઈ, કોઈ માં પણ કોઈ વિશેષ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

દાદીજી સાથે:- બધાને ઉમંગ-ઉત્સાહ માં લાવવાનું સારું કાર્ય કરી રહ્યા છો. (હમણાં તો કરોડ ને સંદેશ આપવાનો પ્લાન ચાલી રહ્યો છે) કરોડ શું આખા વિશ્વ નાં આત્માઓ ને સંદેશ મળવાનો છે. અહો પ્રભુ તો કહેશે ને? અહો પ્રભુ કહેવા માટે પણ તો તૈયાર કરવાના છે ને? (દાદીઓ સાથે) આ પણ સહયોગ આપી રહ્યા છે. સારું છે, મધુબન ને સંભાળી રહ્યા છે. સારું સહયોગી ગ્રુપ મળ્યું છે ને? એક-એક ની વિશેષતા છે. છતાં પણ આદિ રત્નો નો પ્રભાવ પડે છે. ભલે કેટલી પણ આયુ થઈ જાય, નવાં-નવાં પણ આગળ વધી રહ્યા છે પરંતુ છતાં પણ આદિ રત્નો ની પાલના પોતાની છે, એટલે ગ્રુપ સારું છે.

વરદાન :-
વિઘ્ન પ્રુફ ચમકતો ફરિશ્તા ડ્રેસ ધારણ કરવા વાળા સદા વિઘ્ન - વિનાશક ભવ

સ્વ નાં પ્રત્યે અને સર્વ નાં પ્રત્યે સદા વિઘ્ન-વિનાશક બનવા માટે પ્રશ્નાર્થ ને વિદાય આપજો અને ફુલ સ્ટોપ દ્વારા સર્વ શક્તિઓનો ફુલ સ્ટોક કરજો. સદા વિઘ્ન પ્રૂફ ચમકતો ડ્રેસ પહેરીને રાખજો, માટી નો ડ્રેસ નહીં પહેરતાં. સાથે-સાથે સર્વગુણો નાં ઘરેણા થી શૃંગારિત રહેજો. સદા અષ્ટ શક્તિ શસ્ત્રધારી સંપન્ન મૂર્તિ બનીને રહેજો અને કમળ પુષ્પ નાં આસન પર પોતાનાં શ્રેષ્ઠ જીવન નો પગ રાખજો.

સ્લોગન :-
અભ્યાસ પર પૂરે-પૂરું અટેન્શન આપો તો ફર્સ્ટ ડિવિઝન માં નંબર આવી જશો.

પોતાની શક્તિશાળી મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો

જેવી રીતે વાચા સેવા નેચરલ થઈ ગઈ છે, એવી રીતે મન્સા સેવા પણ સાથે-સાથે વધારે નેચરલ થાય. વાણી ની સાથે મન્સા સેવા પણ કરતા રહો તો તમને બોલવું ઓછું પડશે. બોલવામાં જે એનર્જી લગાવો છો તે મન્સા સેવા નાં સહયોગ નાં કારણે વાણી ની એનર્જી જમા થશે અને મન્સા ની શક્તિશાળી સેવા સફળતા વધારે અનુભવ કરાવશે.

સુચના:- આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ત્રીજો રવિવાર છે, સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી બધા ભાઈ-બહેનો સંગઠિત રુપ માં એક જ શુદ્ધ સંકલ્પ થી પ્રકૃતિ સહિત સર્વ વિશ્વ નાં આત્માઓ ને શાંતિ અને શક્તિ નો સકાશ આપવાની સેવા કરો. અનુભવ કરો કે બાપદાદા નાં મસ્તક થી શક્તિશાળી કિરણો નીકળી મારી ભ્રકુટી પર આવી રહી છે અને મારા દ્વારા આખા ગ્લોબ પર જઈ રહી છે.