19-12-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ પુરષોત્તમ સંગમયુગ ટ્રાન્સફર ( પરિવર્તન ) થવાનો યુગ છે , હવે તમારે કનિષ્ટ થી ઉત્તમ પુરુષ બનવાનું છે”

પ્રશ્ન :-
બાપ ની સાથે-સાથે કયા બાળકો ની પણ મહિમા ગવાય છે?

ઉત્તર :-
જે શિક્ષક બની અનેક નું કલ્યાણ કરવાના નિમિત્ત બને છે, તેમની મહિમા પણ બાપ ની સાથે-સાથે ગવાય છે. કરન-કરાવનહાર બાબા બાળકો દ્વારા અનેક નું કલ્યાણ કરાવે છે તો બાળકોની પણ મહિમા થઈ જાય છે. કહે છે - બાબા, ફલાણા એ અમારા પર દયા કરી, જે અમે શું થી શું બની ગયા! શિક્ષક બન્યા વગર આશીર્વાદ મળી ન શકે.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને પૂછે છે. સમજાવે પણ છે પછી પૂછે પણ છે. હવે બાપ ને બાળકોએ જાણ્યા છે. ભલે કોઈ સર્વવ્યાપી પણ કહે છે પરંતુ તેની પહેલાં બાપ ને ઓળખવા તો જોઈએ ને - બાપ કોણ છે? ઓળખ્યા પછી કહેવું જોઈએ, બાપ નું નિવાસ સ્થાન ક્યાં છે? બાપ ને જાણતા જ નથી તો એમનાં નિવાસ સ્થાન ની ખબર કેવી રીતે પડે? કહી દે છે એ તો નામ-રુપ થી ન્યારા છે, એટલે નથી. તો જે ચીજ નથી એમનાં રહેવાના સ્થાન નો પણ કેવી રીતે વિચાર કરી શકાય? આ હમણાં આપ બાળકો જાણો છો. બાપે પહેલાં-પહેલાં તો પોતાનો પરિચય આપ્યો છે, પછી રહેવાનું સ્થાન સમજાવાય છે. બાપ કહે છે હું તમને આ રથ દ્વારા પરિચય આપવા આવ્યો છું. હું તમારા બધાનો બાપ છું, જેમને પરમપિતા કહેવાય છે. આત્માને પણ કોઈ નથી જાણતાં. બાપ નાં નામ, રુપ, દેશ, કાળ નથી તો બાળકો નાં પછી ક્યાંથી આવ્યાં? બાપ જ નામ-રુપ થી ન્યારા છે તો બાળકો પછી ક્યાંથી આવ્યાં? બાળકો છે તો જરુર બાપ પણ છે. સિદ્ધ થાય છે એ નામ-રુપ થી ન્યારા નથી. બાળકોનાં પણ નામ-રુપ છે. ભલે કેટલાં પણ સૂક્ષ્મ હોય. આકાશ સૂક્ષ્મ છે તો પણ નામ તો છે ને આકાશ? જેમ આ પોલાર સૂક્ષ્મ છે, એમ બાપ પણ ખૂબ સૂક્ષ્મ છે. બાળકો વર્ણન કરે છે વંડરફુલ સિતારો છે, જે આમના માં પ્રવેશ કરે છે, જેને આત્મા કહે છે. બાપ તો રહે જ છે પરમધામ માં, એ રહેવાનું સ્થાન છે. ઉપર નજર જાય છે ને? ઉપર આંગળી નો ઈશારો કરી યાદ કરે છે. તો જરુર જેમને યાદ કરે છે, કોઈ વસ્તુ હશે. પરમપિતા પરમાત્મા કહે તો છે ને? છતાં પણ નામ-રુપ થી ન્યારા કહેવું-આને અજ્ઞાન કહેવાય છે. બાપ ને જાણવા, આને જ્ઞાન કહેવાય છે. આ પણ તમે સમજો છો આપણે પહેલાં અજ્ઞાની હતાં. બાપ ને પણ નહોતા જાણતા, સ્વયં ને પણ નહોતા જાણતાં. હવે સમજો છો આપણે આત્મા છીએ, નહીં કે શરીર. આત્માને અવિનાશી કહેવાય છે તો જરુર કોઈ ચીજ છે ને? અવિનાશી કોઈ નામ નથી. અવિનાશી અર્થાત્ જેનો વિનાશ નથી થતો. તો જરુર કોઈ વસ્તુ છે. બાળકો ને સારી રીતે સમજાવાયું છે, મીઠાં-મીઠાં બાળકો, જેમને બાળકો-બાળકો કહે છે એ આત્માઓ અવિનાશી છે. આ આત્માઓનાં બાપ પરમપિતા પરમાત્મા સમજાવે છે. આ ખેલ એક જ વાર થાય છે જ્યારે બાપ આવીને બાળકો ને પોતાનો પરિચય આપે છે. હું પણ પાર્ટધારી છું. કેવી રીતે પાર્ટ ભજવું છું, એ પણ તમારી બુદ્ધિ માં છે. જૂનાં અર્થાત્ પતિત આત્માને નવાં પાવન બનાવે છે તો પછી શરીર પણ તમારાં ત્યાં ગુલ-ગુલ હોય છે. આ તો બુદ્ધિ માં છે ને?

હમણાં તમે બાબા-બાબા કહો છો, આ પાર્ટ ચાલી રહ્યો છે ને? આત્મા કહે છે બાબા આવેલા છે - આપણને બાળકો ને શાંતિધામ ઘરે લઈ જવા માટે. શાંતિધામ પછી છે જ સુખધામ. શાંતિધામ પછી દુઃખધામ હોઈ ન શકે. નવી દુનિયા માં સુખ જ કહેવાય છે. આ દેવી-દેવતાઓ જો ચૈતન્ય હોય અને એમને કોઈ પૂછે તમે ક્યાંના રહેવાવાળા છો, તો કહેશે અમે સ્વર્ગ નાં રહેવાવાળા છીએ. હવે આ જડ મૂર્તિ તો નથી કહી શકતી. તમે તો કહી શકો છો ને? આપણે અસલ સ્વર્ગ માં રહેવાવાળા દેવી-દેવતાઓ હતાં પછી ૮૪ નું ચક્ર લગાવી હમણાં સંગમ પર આવ્યા છીએ. આ ટ્રાન્સફર થવાનો પુરુષોત્તમ સંગમયુગ છે. બાળકો જાણે છે આપણે ખૂબ ઉત્તમ પુરુષ બનીએ છીએ. આપણે દર ૫ હજાર વર્ષ પછી સતોપ્રધાન બનીએ છીએ. સતોપ્રધાન પણ નંબરવાર કહેવાશે. તો બધો પાર્ટ આત્મા ને મળેલો છે. એવું નહીં કહેવાશે કે મનુષ્ય ને પાર્ટ મળેલો છે. અહમ્ આત્મા ને પાર્ટ મળેલો છે. હું આત્મા ૮૪ જન્મ લઉં છું. આપણે આત્મા વારિસ છીએ, વારિસ હમેશા પુરુષ હોય છે, સ્ત્રી નહીં. તો હવે આપ બાળકોએ આ પાક્કું સમજવાનું છે કે આપણે સર્વ આત્માઓ પુરુષ છીએ. બધાને બેહદ નાં બાપ પાસેથી વારસો મળે છે. હદનાં લૌકિક બાપ પાસે થી ફક્ત દીકરા ને વારસો મળે છે, દીકરી ને નહીં. એવું પણ નથી, આત્મા સદૈવ સ્ત્રી બને છે. બાપ સમજાવે છે તમે આત્મા ક્યારેક પુરુષ નું, ક્યારેક સ્ત્રી નું શરીર લો છો. આ સમયે તમે બધા મેલ્સ (પુરુષ) છો. બધા આત્માઓને એક બાપ પાસે થી વારસો મળે છે. બધા બાળકો જ બાળકો છે. બધાનાં બાપ એક છે. બાપ પણ કહે છે - હે બાળકો, તમે બધા આત્માઓ મેલ્સ છો. મારા રુહાની બાળકો છો. પછી પાર્ટ ભજવવા માટે પુરુષ-સ્ત્રી બંને જોઈએ. ત્યારે તો મનુષ્ય સૃષ્ટિ ની વૃદ્ધિ થાય. આ વાતો ને તમારા સિવાય કોઈ પણ નથી જાણતાં. ભલે કહે તો છે અમે બધા બ્રધર્સ (ભાઈઓ) છીએ પરંતુ સમજતા નથી.

હવે તમે કહો છો બાબા તમારી પાસેથી અમે અનેક વાર વારસો લીધો છે. આત્માને આ પાક્કું થઈ જાય છે. આત્મા બાપ ને જરુર યાદ કરે છે - ઓ બાબા, રહેમ કરો. બાબા, હવે તમે આવો, અમે બધા તમારા બાળકો બનીશું. દેહ સહિત દેહનાં બધા સંબંધ છોડી અમે આત્મા તમને જ યાદ કરીશું. બાપે સમજાવ્યું છે સ્વયંને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. બાપ પાસેથી આપણે વારસો કેવી રીતે મેળવીએ છીએ? દર ૫ હજાર વર્ષ પછી આપણે આ દેવતા કેવી રીતે બનીએ છીએ, આ પણ જાણવું જોઈએ ને? સ્વર્ગ નો વારસો કોની પાસેથી મળે છે, આ હવે તમે સમજો છો. બાપ તો સ્વર્ગવાસી નથી, બાળકો ને બનાવે છે. સ્વયં તો નર્ક માં જ આવે છે, તમે બાપ ને બોલાવો પણ નર્ક માં છો, જ્યારે તમે તમોપ્રધાન બનો છો. આ તમોપ્રધાન દુનિયા છે ને? સતોપ્રધાન દુનિયા હતી, ૫ હજાર વર્ષ પહેલાં એમનું રાજય હતું. આ વાતો ને, આ ભણતર ને હમણાં તમે જ જાણો છો. આ છે મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર. મનુષ્ય સે દેવતા કિયે કરત ન લાગી વાર… બાળક બન્યા અને વારિસ બન્યા, બાપ કહે છે તમે સર્વ આત્માઓ મારા બાળકો છો. તમને વારસો આપું છું. તમે ભાઈ-ભાઈ છો, રહેવાનું સ્થાન મૂળવતન અથવા નિર્વાણધામ છે, જેને નિરાકારી દુનિયા પણ કહે છે. સર્વ આત્માઓ ત્યાં રહે છે. આ સૂર્ય-ચંદ્ર થી પણ પેલી પાર તે તમારું સ્વીટ સાઈલેન્સ ઘર છે પરંતુ ત્યાં બેસી તો નથી જવાનું. બેસીને શું કરશો? એ તો જાણે જડ અવસ્થા થઈ ગઈ. આત્મા જ્યારે પાર્ટ ભજવે ત્યારે જ ચૈતન્ય કહેવાય. છે ચૈતન્ય પરંતુ પાર્ટ ન ભજવે તો જડ થયો ને? તમે અહીં ઊભા રહી જાઓ, હાથ-પગ ન ચલાવો તો જેમ જડ થયાં. ત્યાં તો કુદરતી શાંતિ રહે છે, આત્માઓ જાણે કે જડ છે. પાર્ટ કંઈ પણ નથી ભજવતાં. શોભા તો પાર્ટ માં છે ને? શાંતિધામ માં શું શોભા હશે? આત્માઓ સુખ-દુઃખ ની ભાસના થી પરે રહે છે. કોઈ પાર્ટ જ નથી ભજવતા તો ત્યાં રહેવાથી શું ફાયદો? પહેલાં-પહેલાં સુખ નો પાર્ટ ભજવવાનો છે. દરેક ને પહેલાં થી જ પાર્ટ મળેલો છે. કોઈ કહે છે અમને તો મોક્ષ જોઈએ. પરપોટા પાણી માં મળી ગયાં બસ, આત્મા જાણે કે નથી. કોઈ પણ પાર્ટ ન ભજવે તો જાણે કે જડ કહેવાશે. ચૈતન્ય હોવા છતાં જડ થઈને પડ્યાં રહે તો શું ફાયદો? પાર્ટ તો બધાએ ભજવવાનો જ છે. મુખ્ય હીરો-હીરોઈન નો પાર્ટ કહેવાય છે. આપ બાળકો ને હીરો-હીરોઈન નું ટાઈટલ મળે છે. આત્મા અહીં પાર્ટ ભજવે છે. પહેલાં સુખ નું રાજય કરે છે પછી રાવણ નાં દુઃખ નાં રાજ્ય માં જાય છે. હવે બાપ કહે છે આપ બાળકો બધાને આ સંદેશ આપો. શિક્ષક બની બીજા ને સમજાવો. જે શિક્ષક નથી બનતા એમનું પદ ઓછું થશે. શિક્ષક બન્યા વગર કોઈ ને આશીર્વાદ કેવી રીતે મળશે? કોઈ ને પૈસા આપશે તો એમને ખુશી થશે ને? અંદર સમજે છે બી.કે. અમારા ઉપર બહુ જ દયા કરે છે, જે અમને શું થી શું બનાવી દે છે! આમ તો મહિમા એક બાપ ની જ કરે છે - વાહ બાબા, તમે આ બાળકો દ્વારા અમારું કેટલું કલ્યાણ કરો છો! કોઈ દ્વારા તો થાય છે ને? બાપ કરનકરાવનહાર છે, તમારા દ્વારા કરાવે છે. તમારું કલ્યાણ થાય છે. તો તમે પછી બીજાઓ ને કલમ લગાવો છો. જેમ-જેમ જે સર્વિસ કરે છે, એટલું ઊંચું પદ મેળવે છે. રાજા બનવું છે તો પ્રજા પણ બનાવવાની છે. પછી જે સારા નંબર માં આવે છે એ પણ રાજા બને છે. માળા બને છે ને? પોતાને પૂછવું જોઈએ અમે માળા માં કયો નંબર બનીશું? ૯ રત્ન મુખ્ય છે ને? વચ્ચે છે હીરો બનાવવા વાળા. હીરા ને વચ્ચે રાખે છે. માળા માં ઉપર ફૂલ પણ છે ને? અંત માં તમને ખબર પડશે - કયા મુખ્ય દાણા બને છે, જે રાજધાની માં આવશે. અંત માં તમને બધા સાક્ષાત્કાર થશે જરુર. જોશો, કેવી રીતે આ બધા સજાઓ ખાય છે. શરુઆત માં દિવ્ય દૃષ્ટિ માં તમે સૂક્ષ્મવતન માં જોતા હતાં. આ પણ ગુપ્ત છે. આત્મા સજાઓ ક્યાં ખાય છે? આ પણ ડ્રામા માં પાર્ટ છે. ગર્ભ જેલ માં સજાઓ મળે છે. જેલ માં ધર્મરાજ ને જુએ છે પછી કહે છે બહાર કાઢો. બીમારીઓ વગેરે થાય છે, એ પણ કર્મ નો હિસાબ છે ને? આ બધી સમજવાની વાતો છે. બાપ તો જરુર સાચ્ચુ જ સંભળાવશે ને? હવે તમે સાચાં બનો છો. સાચાં એમને કહેવાય છે જે બાપ પાસે થી ખૂબ તાકાત લે છે.

તમે વિશ્વ નાં માલિક બનો છો ને? કેટલી તાકાત રહે છે? હંગામા વગેરે ની કોઈ વાત નથી. તાકાત ઓછી છે તો કેટલાં હંગામા થઈ જાય છે? આપ બાળકો ને તાકાત મળે છે - અડધાકલ્પ માટે. છતાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર. એક જેવી તાકાત નથી મેળવી શકતાં, નથી એક જેવું પદ મેળવી શકતાં. આ પણ પહેલાં થી નોંધ છે. ડ્રામા માં અનાદિ નોંધ છે. કોઈ અંત માં આવે છે, એક-બે જન્મ લીધાં અને શરીર છોડ્યું. જેમ દિવાળી પર મચ્છર હોય છે, રાત્રે જન્મ લે છે, સવારે મરી જાય છે. એ તો અગણિત હોય છે. મનુષ્યની તો પણ ગણતરી થાય છે. પહેલાં-પહેલાં જે આત્માઓ આવે છે એમનું આયુષ્ય કેટલું લાબુ હોય છે? આપ બાળકોને ખુશી થવી જોઈએ - અમે બહુ જ લાંબા આયુષ્ય વાળા બનીશું. તમે પૂરો પાર્ટ ભજવો છો. બાપ તમને જ સમજાવે છે, તમે કેવી રીતે પૂરો પાર્ટ ભજવો છો? ભણતર અનુસાર ઉપર થી આવો છો પાર્ટ ભજવવાં. તમારું આ ભણતર છે જ નવી દુનિયા માટે. બાપ કહે છે અનેક વાર તમને ભણાવું છું. આ ભણતર અવિનાશી બની જાય છે. અડધોકલ્પ તમે પ્રાલબ્ધ પામો છો. તે વિનાશી ભણતર થી સુખ પણ અલ્પકાળ માટે મળે છે. હમણાં કોઈ બેરિસ્ટર બને છે પછી કલ્પ પછી ફરી બેરિસ્ટર બનશે. આ પણ તમે જાણો છો - જે પણ બધાનો પાર્ટ છે, એ જ પાર્ટ કલ્પ-કલ્પ ભજવાતો રહેશે. દેવતા હોય કે શુદ્ર હોય, દરેકનો પાર્ટ એમજ ભજવાય છે, જે કલ્પ-કલ્પ ભજવાય છે. એમાં કોઈ પણ ફરક નથી થઈ શકતો. દરેક પોતાનો પાર્ટ ભજવતા રહે છે. આ બધો પૂર્વ-નિર્ધારિત ખેલ છે. પૂછે છે પુરુષાર્થ મોટો કે પ્રારબ્ધ મોટી? હવે પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ મળતી નથી. પુરુષાર્થ થી પ્રારબ્ધ મળે છે ડ્રામા અનુસાર. તો બધો બોજ ડ્રામા પર આવી જાય છે. પુરુષાર્થ કોઈ કરે છે, કોઈ નથી કરતું. આવે પણ છે તો પણ પુરુષાર્થ નથી કરતા તો પ્રારબ્ધ નથી મળતી. આખી દુનિયામાં જે પણ એક્ટ (પ્રવૃત્તિ) ચાલે છે, બધું પૂર્વ-નિર્ધારિત ડ્રામા છે. આત્મા માં પહેલાં થી જ પાર્ટ નોંધાયેલો છે આદિ થી અંત સુધી. જેમ તમારા આત્મા માં ૮૪ નો પાર્ટ છે, હીરો પણ બને છે, તો કોડી જેવો પણ બને છે. આ બધી વાતો તમે હમણાં સાંભળો છો. સ્કૂલ માં જો કોઈ નપાસ થઈ જાય છે તો કહેવાશે આ બુદ્ધિહીન છે. ધારણા નથી થતી, આને કહેવાય છે વેરાઈટી ઝાડ, વેરાઈટી ફીચર્સ. આ વેરાઈટી ઝાડ નું જ્ઞાન બાપ જ સમજાવે છે. કલ્પવૃક્ષ પર પણ સમજાવે છે. વડ નાં ઝાડ નું દૃષ્ટાંત પણ આના પર છે. તેની શાખાઓ ખૂબ ફેલાય છે.

બાળકો સમજે છે આપણો આત્મા અવિનાશી છે, શરીર તો વિનાશ થઈ જશે. આત્મા જ ધારણા કરે છે, આત્મા ૮૪ જન્મ લે છે, શરીર તો બદલાતા જાય છે. આત્મા એ જ છે, આત્મા જ ભિન્ન-ભિન્ન શરીર લઈ પાર્ટ ભજવે છે. આ નવી વાત છે ને? આપ બાળકો ને પણ હવે આ સમજ મળી છે. કલ્પ પહેલાં પણ આવું સમજ્યા હતું. બાપ આવે પણ છે ભારત માં. તમે બધાને પૈગામ (સંદેશ) આપતા રહો છો, કોઈ પણ એવું નહીં રહેશે જેમને સંદેશ ન મળે. સંદેશ સાંભળવાનો બધાનો હક છે. પછી બાપ પાસે થી વારસો પણ લેશે. થોડું તો સાંભળશે ને? તો પણ બાપ નાં બાળકો છે ને? બાપ સમજાવે છે - હું આપ આત્માઓનો બાપ છું. મારા દ્વારા આ રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણવાથી તમે આ પદ મેળવો છો. બાકી બધા મુક્તિ માં ચાલ્યા જાય છે. બાપ તો બધાની સદ્દગતિ કરે છે. ગાય છે અહો બાબા, તારી લીલા… શું લીલા? કેવી લીલા? આ જૂની દુનિયાને બદલવાની લીલા છે. ખબર હોવી જોઈએ ને? મનુષ્ય જ જાણશે ને? બાપ આપ બાળકોને જ આવીને બધી વાતો સમજાવે છે. બાપ નોલેજફુલ છે. તમને પણ નોલેજફુલ બનાવે છે. નંબરવાર તમે બનો છો. સ્કોલરશિપ લેવાવાળા નોલેજફુલ કહેવાશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
૧) સદા એ જ સ્મૃતિ માં રહેવાનું છે કે આપણે આત્મા પુરુષ છીએ, આપણે બાપ પાસેથી પૂરો વારસો લેવાનો છે. મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર ભણવાનું અને ભણાવવાનું છે.

૨) આખી દુનિયામાં જે પણ એક્ટ (પ્રવૃત્તિ) ચાલે છે, આ બધો પૂર્વ-નિર્ધારિત ડ્રામા છે, આમાં પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને ની નોંધ છે. પુરુષાર્થ વગર પ્રારબ્ધ નથી મળી શકતી, આ વાત ને સારી રીતે સમજવાની છે.

વરદાન :-
કોઈ પણ સેવા સાચાં મન થી તથા લગન થી કરવા વાળા સાચાં રુહાની સેવાધારી ભવ

સેવા કોઈ પણ હોય પરંતુ તે સાચાં મન થી, લગન થી કરાય તો એનાં ૧૦૦ માર્ક્સ મળે છે. સેવા માં ચિડચીડાપણું ન હોય, સેવા કામ ઉતારવા માટે કરવામાં ન આવે. તમારી સેવા છે જ બગડેલા ને બનાવવાની, બધાને સુખ આપવાની, આત્માઓ ને યોગ્ય અને યોગી બનાવવાની, અપકારીઓ પર ઉપકાર કરવાની, સમય પર દરેક ને સાથ તથા સહયોગ આપવો, આવી સેવા કરવા વાળા જ સાચાં રુહાની સેવાધારી છે.

સ્લોગન :-
પવિત્રતા જ બ્રાહ્મણ-જીવન ની નવીનતા છે, આ જ જ્ઞાન નું ફાઉન્ડેશન છે.