20-12-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - યાદ માં રહેવાની પ્રેક્ટિસ કરો તો સદા હર્ષિતમુખ , ખીલેલા રહેશો , બાપ ની મદદ મળતી રહેશે , ક્યારેય મૂરઝાશો નહીં ”

પ્રશ્ન :-
આપ બાળકોએ આ ગોડલી સ્ટુડન્ટ લાઈફ (ઈશ્વરીય વિદ્યાર્થી જીવન) કયા નશા માં વિતાવવાની છે?

ઉત્તર :-
સદા નશો રહે કે આપણે આ ભણતર થી પ્રિન્સ-પ્રિન્સેસ બનીશું. આ જીવન હસતાં-રમતાં, જ્ઞાન નો ડાન્સ કરતાં વિતાવવાનું છે. સદા વારિસ બની ફૂલ બનવાનો પુરુષાર્થ કરતા રહો. આ છે પ્રિન્સ-પ્રિન્સેસ બનવાની કોલેજ. અહીં ભણવાનું પણ છે તો ભણાવવાનું પણ છે, પ્રજા પણ બનાવવાની છે ત્યારે રાજા બની શકશો. બાપ તો ભણેલા જ છે, એમને ભણવાની જરુર નથી.

ગીત :-
બચપન કે દિન ભૂલા ન દેના…

ઓમ શાંતિ!
આ ગીત છે ખાસ બાળકો માટે. ભલે છે ગીત ફિલ્મી પરંતુ અમુક ગીત છે જ તમારા માટે. જે સપૂત બાળકો છે એમણે ગીત સાંભળતી વખતે એનો અર્થ પોતાનાં દિલ માં લાવવો પડે છે. બાપ સમજાવે છે મારા લાડલા બાળકો, કારણકે તમે બાળકો બન્યા છો. જ્યારે બાળક બને ત્યારે તો બાપ નાં વારસા ની પણ યાદ રહે. બાળક જ નથી બન્યા તો યાદ કરવું પડશે. બાળકોને સ્મૃતિ રહે છે અમે ભવિષ્ય માં બાબાનો વારસો લઈશું. આ છે જ રાજ્યોગ, પ્રજા યોગ નથી. આપણે ભવિષ્ય માં પ્રિન્સ-પ્રિન્સેસ બનીશું. આપણે એમનાં બાળકો છીએ બાકી જે પણ મિત્ર-સંબંધી વગેરે છે તે બધાને ભૂલવા પડે છે. એક વગર બીજું કોઈ યાદ ન આવે. દેહ પણ યાદ ન આવે. દેહ-અભિમાન ને તોડી દેહી-અભિમાની બનવાનું છે. દેહ-અભિમાન માં આવવાથી જ અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ ઉલ્ટા પાડી દે છે. યાદ કરવાની પ્રેક્ટિસ કરતા રહેશો તો સદૈવ હર્ષિત મુખ ખીલેલા ફૂલ રહેશો. યાદ ભૂલવાથી ફૂલ મુરઝાઈ જાય છે. હિંમતે બાળકો મદદે બાપ. બાળક જ નથી બન્યા તો બાપ મદદ કઈ વાત ની કરશે? કારણકે તેમનાં મા-બાપ પછી છે રાવણ માયા, તો તેની પાસેથી મદદ મળશે પડવાની. તો આ ગીત આખું આપ બાળકો પર બનેલું છે - બચપન કે દિન ભૂલા ન દેના… બાપ ને યાદ કરવાના છે, યાદ નથી કર્યા તો જે આજે હસ્યા કાલે પછી રડતાં રહેશે. યાદ કરવાથી સદૈવ હર્ષિત મુખ રહેશે. આપ બાળકો જાણો છો એક જ ગીતા શાસ્ત્ર છે, જેમાં કોઈ-કોઈ શબ્દ ઠીક છે. લખ્યું છે કે યુદ્ધ નાં મેદાન માં મરશો તો સ્વર્ગ માં જશો. પરંતુ એમાં હિંસક યુદ્ધની તો વાત જ નથી. આપ બાળકોએ બાપ પાસેથી શક્તિ લઈને માયા પર જીત મેળવવાની છે. તો જરુર બાપ ને યાદ કરવા પડે ત્યારે જ તમે સ્વર્ગ નાં માલિક બનશો. તેમણે પછી સ્થૂળ હથિયાર વગેરે દેખાડયા છે. જ્ઞાન-કટારી, જ્ઞાન-બાણ શબ્દો સાંભળ્યા છે તો સ્થૂળ રુપ માં હથિયાર આપી દીધાં છે. હકીકત માં છે આ જ્ઞાન ની વાતો. બાકી આટલી ભુજાઓ વગેરે તો કોઈની હોતી નથી. તો આ છે યુદ્ધ નું મેદાન. યોગ માં રહી શક્તિ લઈને વિકારો પર જીત મેળવવાની છે. બાપ ને યાદ કરવાથી વારસો યાદ આવશે. વારિસ જ વારસો લે છે. વારિસ નથી બનતા તો પછી પ્રજા બની જાય છે. આ છે જ રાજયોગ, પ્રજા યોગ નથી. આ સમજણ બાપ સિવાય કોઈ આપી ન શકે.

બાપ કહે છે મારે આ સાધારણ તન નો આધાર લઈ આવવુ પડે છે. પ્રકૃતિ નો આધાર લીધાં વગર આપ બાળકો ને રાજયોગ કેવી રીતે શીખવાડું? આત્મા શરીર છોડી દે છે તો પછી કોઈ વાતચીત થઈ નથી શકતી. પછી જ્યારે શરીર ધારણ કરે, બાળક થોડું મોટું થાય ત્યારે બહાર નીકળે અને બુદ્ધિ ખુલે. નાનાં બાળકો તો હોય જ પવિત્ર છે, તેમનાં માં વિકાર હોતા નથી. સંન્યાસી લોકો સીડી ચઢીને પછી નીચે ઉતરે છે. પોતાનાં જીવન ને સમજી શકે છે. બાળકો તો હોય છે જ પવિત્ર, એટલે જ બાળકો અને મહાત્મા એક સમાન ગવાય છે. તો આપ બાળકો જાણો છો આ શરીર છોડીને આપણે પ્રિન્સ-પ્રિન્સેસ બનીશું. પહેલાં પણ આપણે બન્યા હતાં, હવે ફરી બનીએ છીએ. એવા-એવા વિચાર વિદ્યાર્થીઓ ને રહે છે. આ પણ એમની બુદ્ધિ માં આવશે જે બાળકો હશે અને પછી વફાદાર, ફરમાનવરદાર બની શ્રીમત પર ચાલતાં હશે. નહીં તો શ્રેષ્ઠ પદ મેળવી ન શકે. શિક્ષક તો ભણેલા જ છે. એવું નથી કે એ ભણે છે અને પછી ભણાવે છે. ના, શિક્ષક તો ભણેલા જ છે. એમને નોલેજફુલ કહેવાય છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ બીજા કોઈ નથી જાણતાં. પહેલાં તો નિશ્ચય જોઈએ એ બાપ છે. જો કોઈની તકદીર માં નથી તો પછી અંદર ખટપટ ચાલતી રહેશે. ખબર નહીં ચાલી શકશે. બાબાએ સમજાવ્યુ છે જ્યારે તમે બાપ નાં ખોળામાં આવશો તો આ વિકારો ની બીમારી વધારે જ જોર થી બહાર નીકળશે. વૈદ લોકો પણ કહે છે-બીમારી ઉથલ ખાશે. બાપ પણ કહે છે તમે બાળક બનશો તો દેહ-અભિમાન ની અને કામ-ક્રોધ વગેરે ની બીમારી વધશે. નહીં તો પરીક્ષા કેમ થાય? ક્યાંય પણ મૂંઝાઓ તો પૂછતા રહો. જ્યારે તમે રુશ્તમ બનો છો ત્યારે માયા ખુબજ પછાડે છે. તમે બોક્સિંગ માં છો. બાળક નથી બન્યા તો બોક્સિંગ ની વાત જ નથી. તે તો પોતાનાં જ સંકલ્પો-વિકલ્પો માં ગોથા ખાય છે, નથી કો ઈ જ મદદ મળતી. બાબા સમજે છે - મમ્મા-બાબા કહે છે તો બાપ નાં બાળક બનવું પડે, પછી તે દિલ માં પાક્કું થઈ જાય છે કે આ આપણા રુહાની બાપ છે. બાકી આ યુદ્ધ નું મેદાન છે, આમાં ડરવાનું નથી કે ખબર નહીં તોફાન માં રહી શકીશું કે નહીં? આને કમજોર કહેવાય છે. આમાં તો સિંહ બનવું પડે. પુરુષાર્થ માટે સારી મત લેવી જોઈએ. બાપ ને પૂછવું જોઈએ. ઘણાં બાળકો પોતાની અવસ્થા લખીને મોકલે છે. બાપે જ સર્ટિફિકેટ આપવાનું છે. આમનાં થી ભલે છુપાવે પરંતુ શિવબાબા થી તો છુપાઈ ન શકે. ઘણાં છે જે છુપાવે છે પરંતુ એમનાં થી કંઈ પણ છુપાઈ ન શકે. સારા નું ફળ સારું, ખરાબ નું ફળ ખરાબ હોય છે. સતયુગ-ત્રેતા માં તો બધું જ સારું જ સારું હોય છે. સારું-ખરાબ, પાપ-પુણ્ય અહીં થાય છે. ત્યાં દાન-પુણ્ય પણ નથી કરાતું. છે જ પ્રારબ્ધ. અહીં આપણે પૂરાં સરેન્ડર થઈએ છીએ તો બાબા ૨૧ જન્મો માટે રિટર્ન (વળતર) માં પણ આપી દે છે. ફોલો ફાધર કરવાના છે. જો ઉલ્ટા કામ કરશો તો નામ પણ બાપ નું બદનામ કરશો એટલે શિક્ષા પણ આપવી પડે છે. રુપ-વસંત પણ બધાએ બનવાનું છે. આપણને આત્માઓ ને બાપે ભણાવ્યા છે પછી આપણે બીજાઓ ને ભણાવાનું પણ છે. સાચાં બ્રાહ્મણો ને સાચ્ચી ગીતા સંભળાવવાની છે. બીજા કોઈ શાસ્ત્રો ની વાત નથી. મુખ્ય છે ગીતા. બાકી છે એમનાં બાળકો. તેનાંથી કોઈનું કલ્યાણ નથી થતું. મને કોઈ પણ નથી મળતું. હું જ આવીને ફરી થી સહજ જ્ઞાન, સહજ રાજયોગ શીખવાડું છું. સર્વ શાસ્ત્રમઈ શિરોમણી ગીતા છે, તે સાચ્ચી ગીતા દ્વારા વારસો મળે છે. શ્રીકૃષ્ણ ને પણ ગીતા થી જ વારસો મળ્યો, ગીતા નાં પણ બાપ જે રચયિતા છે, એ વારસો આપે છે. બાકી ગીતા શાસ્ત્ર થી વારસો નથી મળતો. રચયિતા છે એક, બાકી છે એમની રચના. પ્રથમ નંબર નું શાસ્ત્ર છે ગીતા તો પછી જે શાસ્ત્ર બને છે તેનાંથી પણ વારસો મળી ન શકે. વારસો મળે જ સન્મુખ છે. મુક્તિ નો વારસો તો બધાને મળવાનો છે, બધાંને પાછા જવાનું છે. બાકી સ્વર્ગ નો વારસો મળે છે ભણતર થી. પછી જે જેટલું ભણશે. બાપ સન્મુખ ભણાવે છે. જ્યાં સુધી નિશ્ચય નથી કે કોણ ભણાવે છે તો સમજશે શું? પ્રાપ્તિ શું કરી શકશે? તો પણ બાપ પાસે થી સાંભળતા રહે છે તો જ્ઞાન નો વિનાશ નથી થતો. જેટલું સુખ મળશે પછી બીજાઓને પણ સુખ આપશે. પ્રજા બનાવશે તો પછી સ્વયં રાજા બની જશે.

આપણું છે વિદ્યાર્થી જીવન. હસતાં-રમતાં, જ્ઞાન નો ડાન્સ કરતા આપણે જઈને પ્રિન્સ બનીશું. વિદ્યાર્થી જાણે છે અમારે પ્રિન્સ બનવાનું છે તો ખુશી નો પારો ચઢશે. આ તો પ્રિન્સ-પ્રિન્સેસ ની કોલેજ છે. ત્યાં પ્રિન્સ-પ્રિન્સેસ ની અલગ કોલેજ હોય છે. વિમાનો માં ચઢીને જાય છે. વિમાન પણ ત્યાં નાં ફુલપ્રુફ હોય છે, ક્યારેય તૂટી ન શકે. ક્યારેય અકસ્માત થવાનો જ નથી, કોઈ પણ પ્રકાર નો. આ બધી સમજવાની વાતો છે. એક તો બાપ સાથે પૂરો બુદ્ધિયોગ રાખવો પડે, બીજું બાપ ને બધા સમાચાર આપવા પડે કે કોણ-કોણ કાંટા થી કળીઓ બન્યા છે? બાપ સાથે પુરું કનેક્શન રાખવું પડે, જે પછી શિક્ષક પણ ડાયરેક્શન આપતા રહે. કોણ વારિસ બની ફૂલ બનવાનો પુરુષાર્થ કરે છે? કાંટાઓ થી કળી તો બન્યા પછી ફૂલ ત્યારે બને જ્યારે બાળક બને. નહીં તો કળી નાં કળી રહેશે અર્થાત્ પ્રજા માં આવી જશે. હવે જે જેવો પુરુષાર્થ કરશે, એવું પદ મેળવશે. એવું નથી, એક નાં દોડવાથી આપણે એની પૂંછડી પકડી લઈશું. ભારતવાસી એવું સમજે છે. પરંતુ પુછડી પકડવાની તો વાત જ નથી, જે કરશે તે મેળવશે. જે પુરુષાર્થ કરશે, ૨૧ પેઢી તેની પ્રારબ્ધ બનશે. વૃદ્ધ તો જરુર થશે. પરંતુ અકાળે મૃત્યુ નથી થતું. કેટલું શ્રેષ્ઠ પદ છે. બાપ સમજી જાય છે આમની તકદીર ખુલી છે, વારિસ બન્યા છે. હમણાં પુરુષાર્થી છે પછી રિપોર્ટ પણ કરે છે, બાબા આ-આ વિઘ્નો આવે છે, આ થાય છે. દરેકે પોતામેલ આપવાનો હોય છે. આટલી મહેનત બીજા કોઈ સત્સંગ માં નથી હોતી. બાબા તો નાનાં-નાનાં બાળકો ને પણ સંદેશી બનાવી દે છે. લડાઈ માં સંદેશ લઈ જવા વાળા પણ જોઈએ ને? લડાઈ નું આ મેદાન છે. અહીંયા તમે સન્મુખ સાંભળો છો તો ખૂબ ગમે છે, દિલ ખુશ થાય છે. બહાર ગયા અને બગલાઓ નો સંગ મળ્યો તો ખુશી ઉડી જાય છે. ત્યાં માયા ની ધૂળ છે ને? એટલે પાક્કું બનવું પડે.

બાબા કેટલાં પ્રેમ થી ભણાવે છે, કેટલી સગવડ આપે છે? એવા પણ ઘણાં છે જે સારું-સારું કહીને પછી ગુમ થઈ જાય છે, કોઈ વિરલા જ ઉભા રહી શકે છે. અહીં તો જ્ઞાન નો નશો જોઈએ. દારુ નો પણ નશો હોય છે ને? કોઈએ દેવાળું માર્યુ હોય અને દારુ પીધો, જોર થી (ખૂબ) નશો ચઢ્યો તો સમજશે હું રાજાઓ નો રાજા છું. અહીં આપ બાળકોને રોજ જ્ઞાન-અમૃત નો પ્યાલો મળે છે. ધારણ કરવા માટે દિવસે-દિવસે પોઈન્ટ્સ એવા મળતા રહે છે જે બુદ્ધિ નું તાળું જ ખુલતું જાય છે એટલે મોરલી તો કેવી પણ રીતે વાંચવાની છે. જેમ ગીતા નો રોજ પાઠ કરે છે ને? અહીં પણ રોજ બાપ પાસે ભણવું પડે. પૂછવું જોઈએ મારી ઉન્નતિ નથી થતી, શું કારણ છે? આવીને સમજવું જોઈએ. આવશે પણ તે જેમને પૂરો નિશ્ચય છે કે એ આપણા બાપ છે. એવું નહીં, પુરુષાર્થ કરી રહ્યો છું-નિશ્ચય બુદ્ધિ થવા માટે. નિશ્ચય તો એક જ હોય છે, તેમાં ટકાવારી નથી હોતી. બાપ એક છે, એમની પાસેથી વારસો મળે છે. અહીં હજારો ભણે છે તો પણ કહે છે નિશ્ચય કેવી રીતે કરું? તેમને કમબખ્ત કહેવાય છે. બખ્તાવર તે જે બાપ ને ઓળખી અને માની લે. કોઈ રાજા કહે અમારા ખોળા નો બાળક આવીને બનો તો તેમનાં ખોળા માં જવાથી જ નિશ્ચય થઈ જાય છે ને? એવું નહીં કહેશે કે નિશ્ચય કેવી રીતે થાય? આ છે જ રાજયોગ. બાપ તો સ્વર્ગ નાં રચયિતા છે સ્વર્ગ નાં માલિક બનાવે છે. નિશ્ચય નથી થતો તો તમારી તકદીર માં નથી, બીજા કોઈ શું કરી શકે છે? નથી માનતા તો પછી તદબીર કેવી રીતે થઈ શકે? તે લંગડાતા જ ચાલશે. બેહદ નાં બાપ પાસેથી ભારત વાસીઓ ને કલ્પ-કલ્પ સ્વર્ગનો વારસો મળે છે. દેવતા હોય જ છે સ્વર્ગ માં. કળિયુગ માં તો રાજાઈ નથી. પ્રજા નું પ્રજા પર રાજ્ય છે. પતિત દુનિયા છે તો તેને પાવન દુનિયા બાપ નહીં કરશે તો કોણ કરશે? તકદીર માં નથી તો પછી સમજતા નથી. આ તો બિલકુલ સહજ સમજવાની વાત છે. લક્ષ્મી-નારાયણે આ રાજાઈ ની પ્રારબ્ધ ક્યારે મેળવી? જરુર પહેલાં નાં જન્મો નાં કર્મ છે ત્યારે જ પ્રારબ્ધ મેળવી છે. લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક હતાં, હમણાં નર્ક છે તો આવાં શ્રેષ્ઠ કર્મ અથવા રાજયોગ બાપ સિવાય બીજું કોઈ શીખવાડી ન શકે. હવે બધાનો અંતિમ જન્મ છે. બાપ રાજયોગ શીખવાડી રહ્યા છે. દ્વાપર માં થોડી રાજયોગ શિખવાડશે? દ્વાપર પછી સતયુગ થોડી આવશે? અહીં તો ખૂબ સારી રીતે સમજીને જાય છે. બહાર જવાથી જ ખાલી થઈ જાય છે જેમકે ડબ્બી માં ઠીકરી રહી જાય છે, રત્નો નિકળી જાય છે. જ્ઞાન સાંભળતા-સાંભળતા પછી વિકાર માં પડયા તો ખલાસ. બુદ્ધિ થી જ્ઞાન-રત્નો ની સફાઈ થઈ જાય છે. એવું પણ ઘણાં લખે છે-બાબા, મહેનત કરતા-કરતા પછી આજે પડી ગયાં. પડ્યા એટલે પોતાને અને કુળ ને કલંક લગાવ્યો, તકદીર ને લકીર લગાવી દીધી. ઘર માં પણ બાળકો જો એવા કોઈ અકર્તવ્ય કરે છે તો કહે છે આવાં બાળકો કરતાં મુવા (મરેલા) ભલા. તો આ બેહદ નાં બાપ કહે છે કુળ કલંકિત નહીં બનો. જો વિકારો નું દાન આપીને પછી પાછું લીધું તો પદ ભ્રષ્ટ થઈ જશે. પુરુષાર્થ કરવાનો છે, જીત મેળવવાની છે. માર લાગે છે તો ઉભા થઈ જાઓ. ઘડી-ઘડી માર ખાતા રહેશો તો હાર ખાઈને બેહોશ થઈ જશો. બાપ સમજાવે તો ખૂબ છે પરંતુ કોઈ રહે પણ. માયા ખૂબ હોશિયાર છે. પવિત્રતા નું પ્રણ કરી લીધું, જો પછી પડો છો તો માર ખૂબ જોરથી લાગી જાય છે. બેડો પાર થાય જ છે પવિત્રતા થી. પવિત્રતા હતી તો ભારત નો સિતારો ચમકતો હતો. હમણાં તો ઘોર અંધકાર છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ યુદ્ધ નાં મેદાન માં માયા થી ડરવાનું નથી, બાપ પાસેથી પુરુષાર્થ માટે સારી મત લઈ લેવાની છે. વફાદાર, ફરમાનવરદાર બની શ્રીમત પર ચાલતાં રહેવાનું છે.

2. રુહાની નશા માં રહેવા માટે જ્ઞાન-અમૃત નો પ્યાલો રોજ પીવાનો છે. મોરલી રોજ વાંચવાની છે. તકદીરવાન (બખ્તાવર) બનવા માટે બાપ માં ક્યારેય સંશય ન આવે.

વરદાન :-
બ્રહ્મા બાપ સમાન જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરવા વાળા કર્મ નાં બંધનો થી મુક્ત ભવ

બ્રહ્મા બાપ કર્મ કરતા પણ કર્મો નાં બંધન માં નહીં ફસાયા. સંબંધ નિભાવતા પણ સંબંધોનાં બંધન માં ન બંધાયા. એ ધન અને સાધનો નાં બંધન થી પણ મુક્ત રહ્યા, જવાબદારીઓ સંભાળવા છતાં પણ જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કર્યો. એમ ફોલો ફાધર કરો. કોઈ પણ પાછળ નાં હિસાબ-કિતાબ નાં બંધન માં બંધાતા નહીં. સંસ્કાર, સ્વભાવ, પ્રભાવ અને દબાવ નાં બંધન માં પણ નહીં આવતા ત્યારે કહેવાશો કર્મબંધન મુક્ત, જીવનમુક્ત.

સ્લોગન :-
તમોગુણી વાયુમંડળ માં સ્વયં ને સેફ (સુરક્ષિત) રાખવા છે તો સાક્ષી થઈને ખેલ જોવાનો અભ્યાસ કરો.