21-11-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
હવે શિક્ષક બની બધા ને મન - વશીકરણ મંત્ર સંભળાવવાનો છે , આ આપ સર્વ બાળકોની ડ્યુટી
( જવાબદારી ) છે”
પ્રશ્ન :-
બાબા કયા બાળકોનું કંઈ પણ સ્વીકાર નથી કરતા?
ઉત્તર :-
જેમને અહંકાર છે હું આટલું આપું છું, હું આટલી મદદ કરી શકું છું, બાબા એમનું કંઈ પણ
સ્વીકાર નથી કરતા. બાબા કહે - મારા હાથમાં ચાવી છે. ઈચ્છું તો હું કોઈને ગરીબ બનાવું,
ભલે કોઈને સાહૂકાર બનાવું. આ પણ ડ્રામામાં રહસ્ય છે. જેમને આજે પોતાની સાહૂકારી નું
ઘમંડ છે તેઓ કાલે ગરીબ બની જાય અને ગરીબ બાળકો બાપનાં કાર્યમાં પોતાની પાઈ-પાઈ સફળ
કરી સાહૂકાર બની જાય છે.
ઓમ શાંતિ!
આ તો રુહાની
બાળકો જાણે છે કે બાપ આવ્યા છે, આપણને નવી દુનિયાનો વારસો આપવા. આ તો બાળકોને પાક્કું
છે ને કે જેટલાં આપણે બાપને યાદ કરીશું એટલા પવિત્ર બનીશું. જેટલા આપણે સારા શિક્ષક
બનીશું એટલું ઊંચ પદ મેળવીશું. બાપ તમને શિક્ષક નાં રુપમાં ભણાવવાનું શીખવાડે છે.
તમારે પછી બીજાને શીખવાડવાનું છે. તમે ભણાવવા વાળા શિક્ષક જરુર બનો છો, બાકી તમે
કોઈનાં ગુરુ નથી બની શકતા, ફક્ત શિક્ષક બની શકો છો. ગુરુ તો એક સદ્દગુરુ જ છે જે
શીખવાડે છે. સર્વનાં સદ્દગુરુ એક જ છે. એ શિક્ષક બનાવે છે. તમે બધા ને શીખવાડી રસ્તો
બતાવતા રહો છો મનમનાભવ નો. બાપે તમને આ ડ્યુટી (જવાબદારી) આપી છે કે મને યાદ કરો અને
પછી શિક્ષક પણ બનો. તમે કોઈને બાપ નો પરિચય આપો છો તો તેમની પણ ફરજ છે બાપ ને યાદ
કરવાની. શિક્ષક નાં રુપમાં સૃષ્ટિચક્ર નું જ્ઞાન આપવું પડે છે. બાપ ને જરુર યાદ કરવા
પડે. બાપની યાદ થી જ પાપ ખતમ થઈ જવાનાં છે. બાળકો જાણે છે આપણે પાપ આત્મા છીએ, એટલે
બાપ બધા ને કહે છે સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો તો તમારા પાપ ખતમ થઈ જશે. બાપ
જ પતિત-પાવન છે. યુક્તિ બતાવે છે - મીઠાં બાળકો, તમારો આત્મા પતિત બન્યો છે, જેનાં
કારણે શરીર પણ પતિત બન્યું છે. પહેલા તમે પવિત્ર હતા, હવે તમે અપવિત્ર બન્યા છો. હવે
પતિત થી પાવન બનવાની યુક્તિ તો બહુ જ સહજ સમજાવે છે. બાપ ને યાદ કરો તો તમે પવિત્ર
બની જશો. ઊઠતાં, બેસતાં, ચાલતાં બાપ ને યાદ કરો. તે લોકો ગંગાસ્નાન કરે છે તો ગંગા
ને યાદ કરે છે. સમજે છે તે પતિત-પાવની છે. ગંગા ને યાદ કરવાથી પાવન બની જઈશું. પરંતુ
બાપ કહે છે કોઈ પણ પાવન બની નથી શકતાં. પાણીથી કેવી રીતે પાવન બનશે? બાપ કહે છે હું
પતિત-પાવન છું. હે બાળકો, દેહ સહિત દેહનાં બધાં ધર્મ છોડી મને યાદ કરવાથી તમે પાવન
બની ફરી પોતાના ઘરે મુક્તિધામ પહોંચી જશો. આખો કલ્પ ઘરને ભૂલ્યા છો. બાપ ને આખો
કલ્પ કોઈ જાણતા જ નથી. એક જ વાર બાપ પોતે આવીને પોતાનો પરિચય આપે છે - આ મુખ દ્વારા.
આ મુખ ની કેટલી મહિમા છે? ગૌમુખ કહે છે ને? તે ગાય તો પશુ છે, આ તો છે મનુષ્ય ની
વાત.
તમે જાણો છો આ મોટી
માતા છે. જે માતા દ્વારા શિવબાબા તમને બધા ને એડોપ્ટ (દત્તક) કરે છે. તમે હવે
બાબા-બાબા કહેવા લાગ્યા છો. બાપ પણ કહે છે - આ યાદની યાત્રાથી તમારા પાપ ખતમ થાય
છે. બાળકોને બાપ યાદ આવી જાય છે ને? એમનો ચહેરો વગેરે દિલ માં બેસી જાય છે. આપ બાળકો
જાણો છો જેમ આપણે આત્મા છીએ એમ એ પરમ આત્મા છે. ચહેરામાં બીજો કોઈ ફરક નથી. શરીરનાં
સંબંધમાં તો ફીચર્સ વગેરે અલગ છે, બાકી આત્મા તો એક જેવો જ છે. જેમ આપણો આત્મા, એમ
બાપ પણ પરમ આત્મા છે. આપ બાળકો જાણો છો - બાપ પરમધામમાં રહે છે, આપણે પણ પરમધામમાં
રહીએ છીએ. બાપનો આત્મા અને આપણા આત્મામાં બીજો કોઈ ફરક છે નહીં. એ પણ બિંદી છે, આપણે
પણ બિંદી છીએ. આ જ્ઞાન બીજા કોઈને છે નહીં. તમને જ બાપે બતાવ્યું છે. બાપ ને માટે
પણ શું-શું કહી દે છે? સર્વવ્યાપી છે, પથ્થર-ઠિક્કરમાં છે, જેને જે આવડે છે તે કહી
દે છે. ડ્રામા પ્લાન અનુસાર ભક્તિમાર્ગમાં બાપ નાં નામ, રુપ, દેશ, કાળ ને ભૂલી જાય
છે. તમે પણ ભૂલી જાઓ છો. આત્મા પોતાના બાપને ભૂલી જાય છે. બાળક બાપ ને ભૂલી જાય છે
તો બાકી શું જાણશે? નિધન થઈ ગયા. ધની ને યાદ જ નથી કરતા? ધની નાં પાર્ટને જ નથી
જાણતા. સ્વયં ને પણ ભૂલી જાય છે. તમે સારી રીતે જાણો છો - બરોબર આપણે ભૂલી ગયા હતાં.
આપણે પહેલા આવા દેવી-દેવતા હતા, હવે જનાવર થી પણ બદતર થઈ ગયા છીએ. મુખ્ય તો આપણે
આપણા આત્માને પણ ભૂલેલા છીએ. હવે રિયલાઈઝ કોણ કરાવે? કોઈ પણ જીવ-આત્માને આ ખબર નહીં
હોય કે આપણે આત્મા શું છીએ? કેવી રીતે આખો પાર્ટ ભજવીએ છીએ? આપણે બધા ભાઈ-ભાઈ છીએ -
આ જ્ઞાન બીજા કોઈમાં નથી. આ સમયે આખી સૃષ્ટિ જ તમોપ્રધાન બની ગઈ છે. જ્ઞાન નથી.
તમારામાં હમણાં જ્ઞાન છે, બુદ્ધિ માં આવ્યું આપણે આત્મા આટલા સમય થી પોતાના બાપની
ગ્લાનિ કરતા આવ્યા છીએ. ગ્લાનિ કરવાથી બાપ થી દૂર થઈ જઈએ છીએ. સીડી નીચે ઉતરતા ગયા
ડ્રામા પ્લાન અનુસાર. મૂળ વાત થઈ જાય છે બાપ ને યાદ કરવાની. બાપ બીજી કોઈ તકલીફ નથી
આપતાં. બાળકોને ફક્ત બાપ ને યાદ કરવાની તકલીફ છે. બાપ ક્યારેય બાળકોને કોઈ તકલીફ આપી
શકે છે શું? લો (કાયદો) નથી કહેતો. બાપ કહે છે હું કોઈપણ તકલીફ નથી આપતો. કંઈ પણ
પ્રશ્ન વગેરે પૂછે છે - કહું છું આ વાતોમાં સમય વેસ્ટ (વ્યર્થ) કેમ કરો છો? બાપને
યાદ કરો. હું આવ્યો જ છું તમને લઈ જવા, એટલે આપ બાળકોએ યાદ ની યાત્રા થી પાવન બનવાનું
છે. બસ, હું જ પતિત-પાવન બાપ છું. બાપ યુક્તિ બતાવે છે - ક્યાંય પણ જાઓ બાપ ને યાદ
કરવાનાં છે. ૮૪ નાં ચક્રનું રહસ્ય પણ બાપે સમજાવી દીધું છે. હવે પોતાની તપાસ કરવાની
છે - કેટલો સમય આપણે બાપ ને યાદ કરીએ છીએ? બસ, બીજા કોઈ તરફનાં વિચાર નથી કરવાનાં.
આ તો બહુ જ સહજ છે. બાપ ને યાદ કરવાનાં છે. બાળક થોડું મોટું થાય છે તો ઓટોમેટિકલી
(આપોઆપ) મા-બાપને યાદ કરવા લાગી જાય છે. તમે પણ સમજો આપણે આત્મા બાપ નાં બાળક છીએ,
યાદ કેમ કરવા પડે છે? કારણકે આપણી ઉપર જે પાપ ચઢેલા છે, તે આ યાદ થી જ ખતમ થશે. એટલે
ગાયન પણ છે એક સેકન્ડમાં જીવનમુક્તિ. જીવનમુક્તિ નો આધાર ભણતર પર છે અને મુક્તિ નો
આધાર યાદ પર છે. જેટલાં તમે બાપ ને યાદ કરશો અને ભણતર પર ધ્યાન આપશો તો ઊંચ નંબર
નું પદ મેળવશો. ધંધો વગેરે તો ભલે કરતા રહો, બાબા કોઈ મનાઈ નથી કરતા. ધંધો વગેરે જે
તમે કરો છો - તે પણ દિવસ-રાત યાદ રહે છે ને! તો હવે બાપ રુહાની ધંધો આપે છે -
સ્વયંને આત્મા સમજી મને યાદ કરો અને ૮૪ નાં ચક્રને યાદ કરો. મને યાદ કરવાથી જ તમે
સતોપ્રધાન બનશો. આ પણ સમજો છો, હવે જૂનું શરીર છે પછી નવું શરીર મળશે. પોતાની પાસે
બુદ્ધિ માં તંત (સાર) રાખવાનો છે, જેનાથી બહુ જ ફાયદો થવાનો છે. જેમ સ્કૂલમાં વિષય
તો ઘણા હોય છે તો પણ અંગ્રેજી પર માર્ક્સ સારા હોય છે કારણકે અંગ્રેજી છે મુખ્ય ભાષા.
તેમનું પહેલા રાજ્ય હતું એટલે તે વધારે ચાલે છે. હમણાં પણ ભારતવાસી કર્જદાર છે. ભલે
કોઈ કેટલા પણ ધનવાન છે પરંતુ બુદ્ધિ માં આ તો છે ને કે આપણા રાજ્યનાં જે મુખ્ય છે,
તે કર્જદાર છે. એટલે આપણે ભારતવાસી કર્જદાર છીએ. પ્રજા જરુર કહેશે ને અમે કર્જદાર
છીએ. આ પણ સમજ જોઈએ ને? જ્યારે તમે રાજાઈ સ્થાપન કરી રહ્યા છો. તમે જાણો છો આપણે સૌ
આ બધાં કર્જાથી છૂટીને સાહૂકાર બનીએ છીએ પછી અડધો કલ્પ આપણે કોઈથી પણ કર્જો ઉપાડવાનો
નથી. કર્જદાર પતિત દુનિયાનાં માલિક છે. હમણાં આપણે કર્જદાર પણ છીએ, પતિત દુનિયાનાં
માલિક પણ છીએ. આપણું ભારત આવું છે - ગાઓ છો ને?
આપ બાળકો જાણો છો આપણે
બહુ જ સાહૂકાર હતાં. પરીજાદા, પરીજાદીઓ હતાં. આ યાદ રહે છે? આપણે આવા વિશ્વનાં
માલિક હતાં. હવે બિલકુલ કર્જદાર અને પતિત બની ગયા છીએ. આ ખેલ નું રિઝલ્ટ બાપ બતાવી
રહ્યા છે. રિઝલ્ટ (પરિણામ) શું આવ્યું છે? આપ બાળકોને સ્મૃતિ આવી છે. સતયુગમાં આપણે
કેટલા સાહૂકાર હતા, કોણે તમને સાહૂકાર બનાવ્યાં? બાળકો કહેશે - બાબા તમે અમને કેટલા
સાહૂકાર બનાવ્યા હતાં? એક બાપ જ સાહૂકાર બનાવવા વાળા છે. દુનિયા આ વાતોને નથી જાણતી.
લાખો વર્ષ કહી દેવાથી બધું ભૂલી ગયા છે, કંઈ નથી જાણતા. તમે હવે બધું જાણી ગયા છો.
આપણે પદ્દમાપદમ સાહૂકાર હતાં. બહુ જ પવિત્ર હતા, બહુ જ સુખી હતાં. ત્યાં જૂઠ, પાપ
વગેરે કંઈ હોતું નથી. આખા વિશ્વ પર તમારી જીત હતી. ગાયન પણ છે - શિવબાબા, તમે જે આપો
છો તે બીજા કોઈ આપી ન શકે. કોઈની તાકાત નથી જે અડધા કલ્પ નું સુખ આપી શકે. બાપ કહે
છે ભક્તિમાર્ગમાં પણ તમને બહુ જ સુખ, અથાહ ધન રહે છે. કેટલા હીરા, ઝવેરાત હતા જે પછી
પાછળ વાળાનાં હાથમાં આવે છે. હવે તો તે વસ્તુ જ જોવામાં નથી આવતી. તમે ફરક જુઓ છો
ને? તમે જ પૂજ્ય દેવી-દેવતા હતા પછી તમે જ પુજારી બન્યા છો. પોતે જ પૂજ્ય, પોતે જ
પુજારી. બાપ કોઈ પુજારી નથી બનતા પરંતુ પુજારી દુનિયામાં તો આવે છે ને? બાપ તો
એવરપૂજ્ય (સદાપૂજ્ય) છે. એ ક્યારેય પુજારી થતા નથી, એમનો ધંધો છે તમને પુજારી થી
પૂજ્ય બનાવવાનો. રાવણ નું કામ છે તમને પુજારી બનાવવાનું. આ દુનિયામાં કોઈને ખબર નથી.
તમે પણ ભૂલી જાઓ છો. રોજ-રોજ બાપ સમજાવતા રહે છે. બાપ નાં હાથમાં છે - કોઈને ઇચ્છે
તો સાહૂકાર બનાવે, ઈચ્છે તો ગરીબ બનાવે. બાપ કહે છે જે સાહૂકાર છે તેમને ગરીબ જરુર
બનવાનું છે, બનશે જ. તેમનો પાર્ટ એવો છે. તે ક્યારેય રહી ન શકે. ધનવાન ને અહંકાર પણ
બહુ જ રહે છે ને - હું ફલાણો છું, આ-આ અમારું છે. ઘમંડ તોડવા માટે બાબા કહે છે - આ
જ્યારે આવશે આપવા માટે તો બાબા કહેશે - જરુરત (આવશ્યકતા) નથી. આ પોતાની પાસે રાખો.
જ્યારે જરુરત હશે તો પછી લઈ લેશે કારણ કે જુએ છે - કામનું નથી, પોતાનો ઘમંડ છે. તો
આ બધું બાબા નાં હાથ માં છે ને - લેવું કે ન લેવું. બાબા પૈસા શું કરશે? જરુરત નથી.
આ તો આપ બાળકો માટે મકાન બની રહ્યા છે, આવીને બાબા ને મળીને જ જવાનું છે. સદૈવ તો
રહેવાનું નથી. પૈસા ની શું જરુર રહેશે? કોઈ લશ્કર કે તોપ વગેરે તો નથી જોઈતાં. તમે
વિશ્વનાં માલિક બનો છો. હમણાં યુદ્ધનાં મેદાનમાં છો, તમે બીજું કંઈ પણ નથી કરતા
સિવાય બાપને યાદ કરવાનાં. બાપે ફરમાન કર્યુ છે મને યાદ કરો તો આટલી શક્તિ મળશે. આ
તમારો ધર્મ બહુ જ સુખ આપવા વાળો છે. બાપ છે સર્વશક્તિવાન. તમે એમનાં બનો છો. બધો
આધાર યાદ ની યાત્રા પર છે. અહીં તમે સાંભળો છો પછી એના પર મંથન ચાલે છે. જેમ ગાય
ખાવાનું ખાઈને પછી વાગોળે છે, મુખ ચાલતું જ રહે છે. આપ બાળકોને પણ કહે છે જ્ઞાનની
વાતો પર ખૂબ વિચાર કરો. બાબા ને અમે શું પૂછીએ? બાપ તો કહે છે મનમનાભવ, જેનાથી જ તમે
સતોપ્રધાન બનો છો. આ મુખ્ય ઉદ્દેશ સામે છે.
તમે જાણો છો -
સર્વગુણ સમ્પન્ન, ૧૬ કળા સમ્પન્ન બનવાનું છે. આ ઓટોમેટિકલી અંદર માં આવવું જોઈએ.
કોઈની ગ્લાનિ કે પાપ કર્મ વગેરે કંઈ પણ ન થાય. કોઈ પણ તમારે ઉલ્ટા કર્મ ન કરવા જોઈએ.
નંબરવન છે આ દેવી-દેવતાઓ. પુરુષાર્થ થી ઊંચું પદ મેળવ્યું છે ને? તેમનાં માટે ગાયન
છે અહિંસા પરમો દેવી-દેવતા ધર્મ. કોઈને મારવું આ હિંસા થઈ ને? બાપ સમજાવે છે તો પછી
બાળકોએ અંતર્મુખ થઈ પોતાને જોવાનું છે - આપણે કેવા બન્યા છીએ? બાબાને આપણે યાદ કરીએ
છીએ? કેટલો સમય આપણે યાદ કરીએ છીએ? એટલું દિલ લાગી જાય જે આ યાદ ક્યારેય ભૂલાય જ નહીં.
હવે બેહદનાં બાપ કહે છે આપ આત્માઓ મારા બાળકો છો. એ પણ તમે અનાદિ બાળકો છો. તે જે
આશિક-માશૂક હોય છે તેમની છે શારીરિક યાદ. જેમ સાક્ષાત્કાર થાય છે પછી ગુમ થઈ જાય છે
એમ તે પણ સામે આવી જાય છે. એ ખુશીમાં જ ખાતા-પીતા યાદ કરતા રહે છે. તમારી આ યાદમાં
તો બહુ જ બળ છે. એક બાપ ને જ યાદ કરતા રહેશો. અને તમને પછી પોતાનું ભવિષ્ય યાદ આવશે.
વિનાશનો સાક્ષાત્કાર પણ થશે. આગળ જતાં જલ્દી-જલ્દી વિનાશ નાં સાક્ષાત્કાર થશે. પછી
તમે કહી શકશો કે હવે વિનાશ થવાનો જ છે. બાપ ને યાદ કરો. બાબા એ આ બધું છોડી દીધું
ને? કંઈ પણ અંતમાં યાદ ન આવે. હવે તો આપણે પોતાની રાજધાનીમાં ચાલ્યા. નવી દુનિયામાં
જરુર જવાનું છે. યોગબળ થી બધા પાપોને ભસ્મ કરવાનાં છે, આમાં જ બહુ મહેનત કરવાની છે.
ઘડી-ઘડી બાપ ને ભૂલી જાય છે કારણકે આ બહુ જ મહીન (સુક્ષ્મ) ચીજ છે. ઉદાહરણ જે આપે
છે સાપ નું, ભ્રમરી નું, એ બધું આ સમયનું છે. ભ્રમરી કમાલ કરે છે ને? તેનાથી તમારી
કમાલ વધારે છે. બાબા લખે છે ને - જ્ઞાનની ભૂઁ-ભૂઁ કરતા રહો. છેલ્લે જાગી જશે. જશે
ક્યાં? તમારી પાસે જ આવતા જશે. વૃદ્ધિ થતી જશે. તમારો નામાચાર થતો જશે. હમણાં તો તમે
થોડા છો ને? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન નું
ખૂબ વિચાર-સાગર-મંથન કરવાનું છે. જે સાંભળ્યું છે એને વાગોળવાનું છે. અંતર્મુખ થઈ
જોવાનું છે કે બાપ સાથે એવું દિલ લાગી ગયું છે જે એ ક્યારેય ભૂલાય નહીં?
2. કોઈ પણ પ્રશ્ન
વગેરે પૂછવામાં પોતાનો સમય વ્યર્થ ન કરી યાદની યાત્રાથી સ્વયંને પાવન બનાવવાનું છે.
અંત સમયમાં એક બાપની યાદનાં સિવાય બીજો કોઈ પણ વિચાર ન આવે - આ અભ્યાસ હમણાંથી જ
કરવાનો છે.
વરદાન :-
દૃઢ સંકલ્પ
રુપી વ્રત દ્વારા વૃત્તિઓનું પરિવર્તન કરવા વાળા મહાન આત્મા ભવ
મહાન બનવાનો મુખ્ય
આધાર છે "પવિત્રતા". આ પવિત્રતા નાં વ્રતને પ્રતિજ્ઞા નાં રુપમાં ધારણ કરવી અર્થાત્
મહાન આત્મા બનવું. કોઈ પણ દૃઢ સંકલ્પ રુપી વ્રત વૃત્તિને બદલી દે છે. પવિત્રતાનું
વ્રત લેવું અર્થાત્ પોતાની વૃત્તિને શ્રેષ્ઠ બનાવવી. વ્રત રાખવું અર્થાત્ સ્થૂળ રીતિ
થી પરહેજ કરવી, મનમાં પાક્કો સંકલ્પ લેવો. તો પાવન બનવાનું વ્રત લીધું અને આપણે
આત્મા ભાઈ-ભાઈ છીએ - આ બ્રધરવુડ (ભાઈચારા) ની વૃત્તિ બનાવી. આ જ વૃત્તિથી બ્રાહ્મણ
મહાન આત્મા બની ગયા.
સ્લોગન :-
વ્યર્થથી બચવું
છે તો મુખ પર દૃઢ સંકલ્પનું બટન લગાવી દો.