24-01-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે એક બાપ નાં ડાયરેક્શન ( માર્ગદર્શન ) પર ચાલતાં જાઓ તો બાપ તમારા રેસ્પોન્સિબલ ( જવાબદાર ) છે , બાપ નું ડાયરેક્શન છે હરતાં - ફરતાં મને યાદ કરો”

પ્રશ્ન :-
જે સારા ગુણવાન બાળકો છે તેમની મુખ્ય નિશાનીઓ શું હશે?

ઉત્તર :-
તે કાંટાઓ ને ફૂલ બનાવવાની સારી સેવા કરશે. કોઈ ને પણ કાંટો નહીં લગાવશે (દુઃખ નહીં આપશે), ક્યારેય પણ પરસ્પર લડશે નહીં. કોઈ ને પણ દુઃખ નહીં આપે. દુઃખ આપવું પણ કાંટો લગાવવો છે.

ગીત :-
યહ વક્ત જા રહા હે…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં સિકિલધા રુહાની બાળકોએ નંબરવાર પુરુષાર્થ અનુસાર આ ગીત નો અર્થ સમજ્યો. નંબરવાર એટલે કહે છે કારણકે કોઈ તો ફર્સ્ટ ગ્રેડ (પ્રથમ શ્રેણી) માં સમજે છે, કોઈ સેકન્ડ ગ્રેડ (દ્વિતીય શ્રેણી) માં, કોઈ-કોઈ થર્ડ ગ્રેડ (ત્રિતીય શ્રેણી) માં. સમજણ પણ દરેક ની પોત-પોતાની છે. નિશ્ચયબુદ્ધિ પણ દરેક ની પોતાની છે. બાપ તો સમજાવતા રહે છે, એવું જ હંમેશા સમજો કે શિવબાબા આમનાં દ્વારા ડાયરેક્શન આપે છે. તમે અડધોકલ્પ આસુરી ડાયરેક્શન પર ચાલતા આવ્યા છો, હવે એવો નિશ્ચય કરો કે અમે ઈશ્વરીય ડાયરેક્શન પર ચાલીએ છીએ તો બેડો પાર થઈ શકે છે. જો ઈશ્વરીય ડાયરેક્શન ન સમજી મનુષ્ય નું ડાયરેક્શન સમજ્યા તો મુંઝાઈ જશો. બાપ કહે છે-મારા ડાયરેક્શન પર ચાલવાથી પછી હું રેસ્પોન્સિબલ (જવાબદાર) છું ને? આમનાં દ્વારા જે કાંઈ થાય છે, તેમની એક્ટિવિટી (કર્મ) નો હું જ રેસ્પોન્સિબલ છું, એને હું રાઈટ કરીશ. તમે ફક્ત મારા ડાયરેક્શન પર ચાલો. જે સારી રીતે યાદ કરશે તે જ ડાયરેક્શન પર ચાલશે. ડગલે-પગલે ઈશ્વરીય ડાયરેક્શન સમજીને ચાલશે તો ક્યારેય નુકસાન નહીં થશે. નિશ્ચય માં જ વિજય છે. ઘણાં બાળકો આ વાતો ને સમજતા નથી. થોડું જ્ઞાન આવવાથી દેહ-અભિમાન આવી જાય છે. યોગ બહુ જ ઓછો છે. જ્ઞાન તો છે હિસ્ટ્રી-જોગ્રોફી ને જાણવું, આ તો સહજ છે. અહીં પણ મનુષ્ય કેટલું વિજ્ઞાન વગેરે ભણે છે. આ ભણતર તો સહજ છે, બાકી મહેનત છે યોગ ની.

કોઈ કહે બાબા, અમે યોગ માં બહુજ મસ્ત રહીએ છીએ, બાબા માનશે નહીં. બાબા દરેક નાં કર્મ ને જુએ છે. બાપ ને યાદ કરવાવાળા તો મોસ્ટ લવલી હશે. યાદ નથી કરતા એટલે જ ઉલ્ટું-સુલ્ટુ કામ થાય છે. બહુ જ રાત-દિવસ નો ફરક છે. હમણાં તમે આ સીડી નાં ચિત્ર પર પણ સારી રીતે સમજાવી શકો છો. આ સમયે છે કાંટાઓનું જંગલ. આ બગીચો નથી. આ તો ક્લિયર (સ્પષ્ટ) સમજાવવું જોઈએ કે ભારત ફૂલો નો બગીચો હતો. બગીચા માં ક્યારેય જંગલી જનાવર રહે છે શું? ત્યાં તો દેવી-દેવતા રહે છે. બાપ તો છે જ હાઈએસ્ટ ઓથોરિટી (સર્વોચ્ચ સત્તા) અને પછી આ પ્રજાપિતા બ્રહ્મા પણ હાઈએસ્ટ ઓથોરિટી થયાં. આ દાદા છે સૌથી મોટી ઓથોરિટી. શિવ અને પ્રજાપિતા બ્રહ્મા. આત્માઓ છે શિવબાબા નાં બાળકો અને પછી સાકાર માં આપણે ભાઈ-બહેન બધા છીએ પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો. આ છે બધા નાં ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. આવી હાઈએસ્ટ ઓથોરિટી માટે અમને મકાન જોઈએ. એવું તમે લખો પછી જુઓ, બુદ્ધિ માં કઈ આવે છે?

શિવબાબા અને પ્રજાપિતા બ્રહ્મા, આત્માઓ નાં બાપ અને સર્વ મનુષ્ય માત્ર નાં બાપ. આ પોઈન્ટ (વાત) ખૂબ સારો છે સમજાવવા માટે. પરંતુ બાળકો પૂરી રીતે સમજાવતા નથી, ભૂલી જાય છે, જ્ઞાન ની મગરુરી (અભિમાન) ચઢી જાય છે. જાણે બાપદાદા પર પણ જીત મેળવી લે છે. આ દાદા કહે છે, મારું ભલે ન સાંભળો. હંમેશા સમજો શિવબાબા સમજાવે છે, એમની મત પર ચાલો. ડાયરેક્ટ ઈશ્વર મત આપે છે કે આ-આ કરો, રિસ્પોન્સિબલ હું છું. ઈશ્વરીય મત પર ચાલો. આ ઈશ્વર થોડી છે, તમારે ઈશ્વર પાસે થી ભણવાનું છે ને? હંમેશા સમજો આ ડાયરેક્શન ઈશ્વર આપે છે. આ લક્ષ્મી-નારાયણ પણ ભારત નાં જ મનુષ્ય હતાં. આ પણ બધા મનુષ્ય છે. પરંતુ આ શિવાલય નાં રહેવા વાળા છે એટલે બધા નમસ્તે કરે છે. પરંતુ બાળકો પૂરું સમજાવતા નથી, પોતાનો નશો ચઢી જાય છે. ડિફેક્ટ (ખામી) તો અનેક માં છે ને? જ્યારે પૂરો યોગ હોય ત્યારે વિકર્મ વિનાશ થાય. વિશ્વ નાં માલિક બનવું કોઈ માસી નું ઘર થોડી છે? બાબા જુએ છે, માયા એકદમ નાક થી પકડીને ગટર માં પાડી દે છે. બાપ ની યાદ માં તો ખૂબ ખુશી માં પ્રફુલ્લિત રહેવું જોઈએ. સામે મુખ્ય-ઉદ્દેશ છે, આપણે આ લક્ષ્મી-નારાયણ બની રહ્યા છીએ. ભૂલી જવાથી ખુશી નો પારો નથી ચઢતો. કહે છે અમને નેષ્ઠા માં બેસાડો, બહાર અમે યાદ નથી કરી શકતાં. યાદ માં નથી રહેતા એટલે ક્યારેક-ક્યારેક બાબા પણ પ્રોગ્રામ મોકલી દે છે પરંતુ યાદ માં બેસે થોડી છે, બુદ્ધિ અહીં-ત્યાં ભટકતી રહે છે. બાબા પોતાનો અનુભવ બતાવે છે-નારાયણ નાં કેટલાં પાક્કા ભક્ત હતાં, જ્યાં-ત્યાં સાથે નારાયણ નું ચિત્ર રાખતા હતાં. છતાં પણ પૂજા નાં સમયે બુદ્ધિ અહીં-ત્યાં ભાગતી હતી. આમાં પણ એવું થાય છે. બાપ કહે છે હરતાં-ફરતાં બાપ ને યાદ કરો પરંતુ ઘણાં કહે છે-બહેન નેષ્ઠા કરાવે. નેષ્ઠા નો તો કોઈ અર્થ જ નથી. બાબા હંમેશા કહે છે યાદ માં રહો, ઘણાં બાળકો નેષ્ઠા માં બેઠાં-બેઠાં ધ્યાન માં ચાલ્યા જાય છે. ન જ્ઞાન, ન યાદ રહે. નહીં તો પછી ઝુટકા ખાવા લાગી જાય છે, ઘણાં ને આદત પડી ગઈ છે. આ તો અલ્પકાળ ની શાંતિ થઈ ગઈ. એટલે બાકી આખો દિવસ અશાંતિ રહે છે. હરતાં-ફરતાં બાપ ને યાદ નહીં કરશો તો પાપો નો બોજો કેવી રીતે ઉતરશે? અડધાકલ્પ નો બોજ છે. આમાં જ ખૂબ મહેનત છે. સ્વયં ને આત્મા સમજો અને બાપ ને યાદ કરો. ભલે બાબા ને ઘણાં બાળકો લખીને મોકલે છે-આટલો સમય યાદ માં રહ્યા પરંતુ યાદ રહેતી નથી. ચાર્ટ ને સમજતા જ નથી. બાબા બેહદ નાં બાપ છે, પતિત-પાવન છે તો ખુશી માં રહેવું જોઈએ. એવું નહીં, અમે તો શિવબાબા નાં છીએ ને? એવાં પણ ખૂબ છે, સમજે છે અમે તો બાબા નાં છીએ પરંતુ યાદ બિલકુલ કરતા નથી. જો યાદ કરતા હોય તો પછી પહેલા નંબર માં જવા જોઈએ. કોઈને સમજાવવાની પણ ખૂબ સારી બુદ્ધિ જોઈએ. આપણે તો ભારત ની મહિમા કરીએ છીએ. નવી દુનિયામાં આદિ સનાતન દેવી-દેવતાઓ નું રાજ્ય હતું. હમણાં છે જૂની દુનિયા, આયરન એજ (કળિયુગ). તે સુખધામ, આ દુઃખધામ. ભારત ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) હતું તો આ દેવતાઓ નું રાજ્ય હતું. કહે છે અમે કેવી રીતે સમજીએ કે આમનું રાજ્ય હતું? આ નોલેજ ખૂબ વન્ડરફુલ છે. જેમની તકદીર માં જે છે, જે જેટલો પુરુષાર્થ કરે છે તે દેખાય તો છે. તમે એક્ટિવિટી થી જાણો છો, છે તો કળિયુગી પણ મનુષ્ય, તો સતયુગી પણ મનુષ્ય. પછી તેમની આગળ માથું જઈને કેમ નમાવો છો? એમને તો સ્વર્ગ નાં માલિક કહે છે ને? કોઈ મરે છે તો કહે છે ને ફલાણા સ્વર્ગવાસી થયા, આ પણ નથી સમજતાં. આ સમયે તો નર્કવાસી બધા છે. જરુર પુનર્જન્મ પણ અહીં જ લેશે. બાબા દરેક ની ચલન થી જોતા રહે છે. બાબા ને કેટલી સાધારણતા થી કોઈ-કોઈ સાથે વાત કરવી પડે છે. સંભાળવું પડે છે. બાપ કેટલું ક્લિયર કરીને સમજાવે છે. સમજે પણ છે કે વાત એકદમ ઠીક છે. છતાં પણ કેમ મોટા-મોટા કાંટા બની જાય છે. એક-બીજા ને દુઃખ આપવાથી કાંટા બની જાય છે. આદત છોડતા જ નથી. હમણાં બાગવાન બાપ ફૂલો નો બગીચો બનાવે છે. કાંટાઓ ને ફૂલ બનાવતા રહે છે. તેમનો ધંધો જ આ છે. જે પોતે જ કાંટા હશે તો ફૂલ કેવી રીતે બનાવશે? પ્રદર્શન માં પણ બહુ જ ખબરદારી થી કોઈને મોકલવાના હોય છે.

સારા ગુણવાન બાળકો તે જે કાંટાઓ ને ફૂલ બનાવવાની સારી સેવા કરે છે. કોઈને પણ કાંટો નથી લગાવતા અર્થાત્ કોઈને દુઃખ નથી આપતાં. ક્યારેય પણ પર પરસ્પર લડતાં નથી. આપ બાળકો બહુ જ એક્યુરેટ સમજાવો છો. આમાં કોઈ નાં અપમાન ની તો વાત જ નથી. હમણાં શિવ જયંતિ પણ આવે છે. તમે પ્રદર્શન વધારે કરતા રહો. નાનાં-નાનાં પ્રદર્શન પર પણ સમજાવી શકો છો. એક સેકન્ડ માં સ્વર્ગવાસી બનો અથવા પતિત ભ્રષ્ટાચારી થી પાવન શ્રેષ્ઠાચારી બનો. એક સેકન્ડ માં જીવનમુક્તિ પ્રાપ્ત કરો. જીવનમુક્તિ નો પણ અર્થ સમજતા નથી. તમે પણ હમણાં સમજો છો. બાપ દ્વારા બધાને મુક્તિ-જીવનમુક્તિ મળે છે. પરંતુ ડ્રામા ને પણ જાણવાનો છે. બધા ધર્મ સ્વર્ગ માં નહીં આવે. તે પછી પોત-પોતાનાં સેક્શન (વિભાગ) માં ચાલ્યા જશે. પછી પોત-પોતાનાં સમય પર આવીને સ્થાપના કરશે. ઝાડ માં કેટલું સ્પષ્ટ છે. એક સદ્દગુરુ સિવાય સદ્દગતિ દાતા બીજા કોઈ હોઈ ન શકે. બાકી ભક્તિ શિખવાડવા વાળા તો અનેક ગુરુ છે. સદ્દગતિ માટે મનુષ્ય ગુરુ બની ન શકે. પરંતુ સમજાવવાની પણ અક્કલ જોઈએ, આમાં બુદ્ધિ થી કામ લેવાનું હોય છે. ડ્રામા નો કેવો વન્ડરફુલ ખેલ છે? તમારા માં પણ બહુ થોડા છે જે આ નશા માં રહે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

રાત્રી ક્લાસ - ૧૮ - ૦૩ - ૬૮

તમારે હકીકત માં શાસ્ત્રો પર વાદ-વિવાદ કરવાની કોઈ જરુર નથી. મૂળ વાત છે જ યાદ ની અને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને સમજવાનું છે. ચક્રવર્તી રાજા બનવાનું છે. આ ચક્ર ને જ ફક્ત સમજવાનું છે, આનું જ ગાયન છે સેકન્ડ માં જીવનમુક્તિ. આપ બાળકો ને વન્ડર લાગતું હશે અડધોકલ્પ ભક્તિ ચાલે છે. જ્ઞાન રીંચક નથી. જ્ઞાન છે જ બાપ ની પાસે. બાપ દ્વારા જ જાણવાનું છે. આ બાપ કેટલાં અસાધારણ છે એટલે કોટો માં કોઈ નીકળે છે. તે શિક્ષકો એવું થોડી કહેશે? આ તો કહે છે હું જ બાપ, શિક્ષક, ગુરુ છું. તો મનુષ્ય સાંભળીને વન્ડર ખાશે. ભારત ને મધરકન્ટ્રી (માતૃભૂમિ) કહે છે કારણકે અંબા નું નામ ખૂબ પ્રસિદ્ધ છે. અંબા નાં મેળા પણ બહુ જ લાગે છે, અંબા મીઠો શબ્દ છે. નાનાં બાળકો પણ મા ને પ્રેમ કરે છે ને કારણકે મા ખવડાવે, પીવડાવે સંભાળે છે. હવે અંબા નાં બાબા (પિતા) પણ જોઈએ ને? આ તો બાળકી છે એડોપ્ટેડ (દત્તક). પતિ તો નથી. આ નવી વાત છે ને? પ્રજાપિતા બ્રહ્મા તો જરુર એડોપ્ટ કરતા હશે. આ બધી વાતો બાપ જ આવીને આપ બાળકોને સમજાવે છે. અંબા નાં કેટલાં મેળા લાગે છે, પૂજા થાય છે, કારણકે બાળકીએ ખૂબ સર્વિસ કરી છે. મમ્માએ જેટલા ને ભણાવ્યા હશે એટલું બીજા કોઈ ભણાવી ન શકે. મમ્મા ની પ્રસિદ્ધી ખૂબ છે, મેળા પણ ખૂબ મોટા લાગે છે. હવે આપ બાળકો જાણો છો બાપે જ આવીને રચના નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય આપ બાળકોને સમજાવ્યા છે. તમને બાપ નાં ઘર ની પણ ખબર પડી છે. બાપ સાથે પણ પ્રેમ છે તો ઘર સાથે પણ પ્રેમ છે. આ જ્ઞાન તમને હમણાં મળે છે. આ ભણતર થી કેટલી કમાણી થાય છે. તો ખુશી થવી જોઈએ ને? અને તમે છો બિલકુલ સાધારણ. દુનિયા ને ખબર નથી, બાપ આવીને આ નોલેજ સંભળાવે છે. બાપ જ આવીને બધી નવી-નવી વાતો બાળકો ને સંભળાવે છે. નવી દુનિયા બને છે બેહદ નાં ભણતર થી. જૂની દુનિયા થી વૈરાગ આવી જાય છે. આપ બાળકો ની અંદર જ્ઞાન ની ખુશી રહે છે. બાપ ને અને ઘર ને યાદ કરવાના છે. ઘરે તો બધાને જવાનું જ છે. બાપ તો બધાને કહેશે ને બાળકો, હું તમને મુક્તિ-જીવનમુક્તિ નો વારસો આપવા આવ્યો છું. પછી ભૂલી કેમ જાઓ છો? હું તમારો બેહદ નો બાપ છું. રાજયોગ શીખવાડવા આવ્યો છું. તો શું તમે શ્રીમત પર નહીં ચાલશો? પછી તો ખૂબ નુકસાન થઈ જશે. આ છે બેહદ નું નુકસાન. બાપ નો હાથ છોડ્યો તો કમાણી માં નુકસાન થઈ જશે. અચ્છા, ગુડનાઈટ. ઓમ્ શાંતિ.

ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ ની યાદ થી મોસ્ટ લવલી બનવાનું છે. ચાલતાં-ફરતાં, કર્મ કરતા યાદ માં રહેવાનો અભ્યાસ કરવાનો છે. બાપ ની યાદ અને ખુશી માં પ્રફુલ્લિત રહેવાનું છે.

2. ડગલે-પગલે ઈશ્વરીય ડાયરેક્શન પર ચાલી દરેક કાર્ય કરવાનું છે. પોતાની મગરુરી (દેહ-અભિમાન નો નશો) નથી દેખાડવાની. કોઈ પણ ઉલ્ટું-સુલ્ટુ કામ નથી કરવાનું. મૂંઝાવાનું નથી.

વરદાન :-
સાધારણ કર્મ કરતા પણ ઊંચી સ્થિતિ માં સ્થિત રહેવા વાળા સદા ડબલ લાઈટ ભવ

જેવી રીતે બાપ સાધારણ તન લે છે, જેવી રીતે આપ બોલો છો તેવી રીતે જ બોલે છે, તેવી રીતે ચાલે છે તો કર્મ ભલે સાધારણ છે, પરંતુ સ્થિતિ ઊંચી રહે છે. એવી રીતે આપ બાળકોની પણ સ્થિતિ સદા ઊંચી હોય. ડબલ લાઈટ બની ઊંચી સ્થિતિ માં સ્થિત થઈ કોઈ પણ સાધારણ કર્મ કરો. સદૈવ આ જ સ્મૃતિ માં રહે કે અવતરિત થઈને, અવતાર બનીને શ્રેષ્ઠ કર્મ કરવા માટે આવ્યા છીએ. તો સાધારણ કર્મ અલૌકિક કર્મ માં બદલાઈ જશે.

સ્લોગન :-
આત્મિક દૃષ્ટિ-વૃત્તિ નો અભ્યાસ કરવા વાળા પવિત્રતા ને સહજ ધારણ કરી શકે છે.

પોતાની શક્તિશાળી મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો

જેટલા સ્વયં ને મન્સા સેવા માં બીઝી રાખશો એટલા સહજ માયાજીત બની જશો. ફક્ત સ્વયં પ્રત્યે ભાવુક ન બનો પરંતુ બીજાઓને પણ શુભભાવના અને શુભકામના દ્વારા પરિવર્તિત કરવાની સેવા કરો. ભાવના અને જ્ઞાન, સ્નેહ અને યોગ બંને નું બેલેન્સ હોય. કલ્યાણકારી તો બન્યા છો હવે બેહદ નાં વિશ્વ કલ્યાણકારી બનો.