25-01-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ચુસ્ત વિદ્યાર્થી બની સારા ટકા થી પાસ થવાનો પુરુષાર્થ કરો , સુસ્ત વિદ્યાર્થી નહીં બનતા , સુસ્ત તે જેમને આખો દિવસ મિત્ર - સંબંધી યાદ આવે છે”

પ્રશ્ન :-
સંગમયુગ પર સૌથી તકદીરવાન કોને કહેવાશે?

ઉત્તર :-
જેમણે પોતાનાં તન-મન-ધન બધાં સફળ કર્યા છે તથા કરી રહ્યા છે - તે છે તકદીરવાન. કોઈ-કોઈ તો બહુજ મનહૂસ (કંજૂસ) હોય છે તો સમજાય છે તકદીર માં નથી. સમજતા નથી કે વિનાશ સામે છે, કંઈક તો કરી લઈએ. તકદીરવાન બાળકો સમજે છે બાપ હમણાં સન્મુખ આવ્યા છે, અમે પોતાનું બધું સફળ કરી લઈએ. હિંમત રાખી અનેક નું ભાગ્ય બનાવવાનાં નિમિત્ત બની જઈએ.

ગીત :-
તકદીર જગાકર આઈ હું…

ઓમ શાંતિ!
આ તો આપ બાળકો તકદીર બનાવી રહ્યા છો. ગીતા માં શ્રીકૃષ્ણ નું નામ નાખી દીધું છે અને કહે છે ભગવાનુવાચ હું તમને રાજયોગ શીખવાડું છું. હવે કૃષ્ણ ભગવાનુવાચ તો નથી. આ શ્રીકૃષ્ણ તો મુખ્ય-ઉદ્દેશ છે પછી શિવ ભગવાનુવાચ કે હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. તો પહેલાં જરુર પ્રિન્સ (રાજકુમાર) કૃષ્ણ બનશે. બાકી કૃષ્ણ ભગવાનુવાચ નથી. કૃષ્ણ તો આપ બાળકો નો મુખ્ય-ઉદ્દેશ છે, આ પાઠશાળા છે. ભગવાન ભણાવે છે, તમે બધા પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) બનો છો.

બાપ કહે છે અનેક જન્મો નાં અંત નાં પણ અંત માં હું તમને આ જ્ઞાન સંભળાવું છું ફરી થી શ્રીકૃષ્ણ બનવા માટે. આ પાઠશાળા નાં શિક્ષક શિવબાબા છે, શ્રીકૃષ્ણ નથી. શિવબાબા જ દૈવી ધર્મ ની સ્થાપના કરે છે. આપ બાળકો કહો છો અમે આવ્યા છીએ તકદીર બનાવવાં. આત્મા જાણે છે આપણે પરમપિતા પરમાત્મા પાસે થી હમણાં તકદીર બનાવવા આવ્યા છીએ. આ છે પ્રિન્સ-પ્રિન્સેસ બનવાની તકદીર. રાજયોગ છે ને? શિવબાબા દ્વારા પહેલાં-પહેલાં સ્વર્ગ નાં બે પત્તા (પાંદડા) રાધા-કૃષ્ણ નીકળે છે. આ જે ચિત્ર બનાવ્યું છે, આ ઠીક છે, સમજાવવા માટે સારું છે. ગીતા નાં જ્ઞાન થી જ તકદીર બને છે. તકદીર જાગી હતી તે પછી ફૂટી ગઈ. અનેક જન્મો નાં અંત માં તમે એકદમ તમોપ્રધાન બેગર (કંગાળ) બની ગયા છો. હવે ફરી પ્રિન્સ બનવાનું છે. પહેલાં તો જરુર રાધા-કૃષ્ણ જ બનશે પછી તેમની પણ રાજધાની ચાલે છે. ફક્ત એક તો નહીં હોય ને? સ્વયંવર પછી રાધા-કૃષ્ણ થી પછી લક્ષ્મી-નારાયણ બને છે. નર થી પ્રિન્સ અથવા નારાયણ બનવું એક જ વાત છે. આપ બાળકો જાણો છો આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક હતાં. જરુર સંગમ પર જ સ્થાપના થઈ હશે એટલે સંગમયુગ ને પુરુષોત્તમ યુગ કહેવાય છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થાય છે, બાકી બીજા બધા ધર્મ વિનાશ થઈ જશે. સતયુગ માં બરોબર એક જ ધર્મ હતો. તે હિસ્ટ્રી-જોગ્રોફી જરુર ફરી થી રિપીટ થવાની છે. ફરી થી સ્વર્ગ ની સ્થાપના થશે. જેમાં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, પરિસ્તાન હતું, હમણાં તો કબ્રસ્તાન છે. બધા કામ ચિતા પર બેસી ભસ્મ થઈ જશે. સતયુગ માં તમે મહેલ વગેરે બનાવશો. એવું નથી કે નીચે થી કોઈ સોના ની દ્વારકા અથવા લંકા નીકળી આવશે. દ્વારકા હોઈ શકે છે, લંકા તો નહીં હોય. ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) કહેવાય છે રામ રાજ્ય ને. સાચ્ચું સોનું જે હતું તે બધું લુટાઈ ગયું. તમે સમજાવો છો ભારત કેટલું ધનવાન હતું. હમણાં તો કંગાળ છે. કંગાળ શબ્દ લખવો કોઈ ખોટી વાત નથી. તમે સમજાવી શકો છો સતયુગ માં એક જ ધર્મ હતો. ત્યાં બીજો કોઈ ધર્મ હોઈ ન શકે. ઘણાં કહે છે આ કેવી રીતે બની શકે? શું ફક્ત દેવતાઓ જ હશે? અનેક મત-મતાંતર છે, એક ન મળે બીજા સાથે. કેટલું વન્ડર છે? કેટલાં એક્ટર્સ છે? હમણાં સ્વર્ગ ની સ્થાપના થઈ રહી છે, આપણે સ્વર્ગવાસી બનીએ છીએ આ યાદ રહે તો સદા હર્ષિતમુખ રહેશો. આપ બાળકો ને ખૂબ ખુશી રહેવી જોઈએ. તમારો મુખ્ય-ઉદ્દેશ તો ઊંચો છે ને? આપણે મનુષ્ય થી દેવતા, સ્વર્ગવાસી બનીએ છીએ. આ પણ તમે બ્રાહ્મણ જ જાણો છો કે સ્વર્ગ ની સ્થાપના થઈ રહી છે. આ પણ સદૈવ યાદ રહેવું જોઈએ. પરંતુ માયા ઘડી-ઘડી ભૂલાવી દે છે. તકદીર માં નથી તો સુધરતા નથી. જુઠ્ઠું બોલવાની આદત અડધા કલ્પ થી પડેલી છે, તે નીકળતી નથી. જુઠ્ઠા ને પણ ખજાનો સમજીને રાખે છે, છોડતા જ નથી તો સમજાઈ જાય છે તેમની તકદીર આવી છે. બાપ ને યાદ નથી કરતાં. યાદ પણ ત્યારે રહે જયારે પૂરું મમત્વ નીકળી જાય. આખી દુનિયા થી વૈરાગ. મિત્ર-સંબંધીઓ વગેરે ને જોવા છતાં જાણે કે જોતા જ નથી. જાણો છો આ બધા નર્કવાસી, કબ્રસ્તાની છે. આ બધું ખતમ થઈ જવાનું છે. હવે આપણે પાછા ઘરે જવાનું છે એટલે સુખધામ-શાંતિધામ ને જ યાદ કરીએ છીએ. આપણે કાલે સ્વર્ગવાસી હતાં, રાજ્ય કરતાં હતાં, તે ગુમાવી દીધું છે ફરી આપણે રાજ્ય લઈએ છીએ. બાળકો સમજે છે ભક્તિમાર્ગ માં કેટલું માથુ નમાવવાનું, પૈસા બરબાદ કરવાનાં હોય છે. બૂમો પાડતા જ રહે છે, મળતું કાંઈ પણ નથી. આત્મા પોકારે છે-બાબા, આવો સુખધામ માં લઈ જાઓ તે પણ જ્યારે અંત માં બહુ જ દુઃખ આવે છે ત્યારે યાદ કરે છે.

તમે જુઓ છો હમણાં જૂની દુનિયા ખતમ થવાની છે. હમણાં આપણો આ અંતિમ જન્મ છે, આમાં આપણને બધી નોલેજ મળી છે. નોલેજ પૂરી ધારણ કરવાની છે. અર્થક્વેક (ધરતીકંપ) વગેરે અચાનક થાય છે ને? હિન્દુસ્તાન, પાકિસ્તાન નાં વિભાજન માં કેટલાં મર્યા હશે? આપ બાળકો ને શરુ થી લઈને અંત સુધી બધી ખબર પડી છે. બાકી જે રહેલું હશે તે પણ ખબર પડતી જશે. ફક્ત એક સોમનાથ નું મંદિર સોના નું નહીં હોય, બીજા પણ ઘણાં નાં મહેલ, મંદિર વગેરે હશે સોના નાં. પછી શું થાય છે? ક્યાં ગુમ થઈ જાય છે? શું અર્થક્વેક માં એવા અંદર ચાલ્યા જાય છે જે નીકળતા જ નથી? અંદર સડી જાય છે... શું થાય છે? આગળ ચાલીને તમને ખબર પડી જશે. કહે છે સોના ની દ્વારકા ચાલી ગઈ. હવે તમે કહો છો ડ્રામા માં તે નીચે ચાલી ગઈ પછી ચક્ર ફરશે તો ઉપર આવશે. તે પણ ફરી થી બનાવવી પડશે. આ ચક્ર બુદ્ધિ માં સિમરણ કરતા ખૂબ ખુશી રહેવી જોઈએ. આ ચિત્ર તો પોકેટ (ખિસ્સા) માં રાખી દેવું જોઈએ. આ બેજ ખૂબ સર્વિસ (સેવા) લાયક છે. પરંતુ આટલી સર્વિસ કોઈ કરતા નથી. આપ બાળકો ટ્રેન માં પણ ખૂબ સર્વિસ કરી શકો છો પરંતુ કોઈ પણ ક્યારેય સમાચાર લખતા નથી કે ટ્રેન માં શું સર્વિસ કરી? થર્ડ ક્લાસ માં પણ સર્વિસ થઈ શકે છે. જેમણે કલ્પ પહેલાં સમજ્યું છે જે મનુષ્ય થી દેવતા બન્યા છે એ જ સમજશે. મનુષ્ય થી દેવતા ગવાય છે. એવું નહીં કહેવાશે કે મનુષ્ય થી ક્રિશ્ચન કે મનુષ્ય થી સિક્ખ. ના, મનુષ્ય થી દેવતા બન્યા અર્થાત્ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થઈ. બાકી બધા પોત-પોતાનાં ધર્મ માં ચાલ્યા ગયાં. ઝાડ માં દેખાડાય છે ફલાણા-ફલાણા ધર્મ ફરી ક્યારે સ્થાપન થશે? દેવતાઓ હિન્દુ બની ગયાં. હિન્દુ થી પછી બીજા-બીજા ધર્મ માં રુપાંતર થઈ ગયાં. તેવા પણ ઘણાં નીકળશે જે પોતાનાં શ્રેષ્ઠ ધર્મ-કર્મ ને છોડી બીજા ધર્મ માં જઈને પડ્યા છે, તે નીકળી આવશે. અંત માં થોડું સમજશે, પ્રજા માં આવી જશે. દેવી-દેવતા ધર્મ માં બધા થોડી આવશે? બધા પોત-પોતાનાં સેક્શન (વિભાગ) માં ચાલ્યા જશે. તમારી બુદ્ધિ માં આ બધી વાતો છે. દુનિયામાં શું-શું કરતા રહે છે? અનાજ માટે કેટલો પ્રબંધ રાખે છે? મોટા-મોટા મશીનો લગાવે છે. થતું કંઈ પણ નથી. સૃષ્ટિ ને તમોપ્રધાન બનવાનું જ છે. સીડી નીચે ઉતરવાની જ છે. ડ્રામા માં જે નોંધ છે તે થતું રહે છે. પછી નવી દુનિયાની સ્થાપના થવાની જ છે. સાયન્સ (વિજ્ઞાન) જે હમણાં શીખી રહ્યા છે, થોડા વર્ષ માં ખૂબ હોંશિયાર થઈ જશે. જેનાથી પછી ત્યાં ખૂબ સારી-સારી વસ્તુ બનશે. આ વિજ્ઞાન ત્યાં સુખ આપવા વાળું હશે. અહીં સુખ તો થોડું છે, દુઃખ ખૂબ છે. આ વિજ્ઞાન ની શોધ ને કેટલાં વર્ષ થયા છે? પહેલાં તો આ વીજળી, ગેસ વગેરે કાંઈ નહોતાં. હમણાં તો જુઓ શું થઈ ગયું છે! ત્યાં તો પછી શીખેલું ચાલશે. જલ્દી-જલ્દી કામ થતું જશે. અહીં પણ જુઓ, મકાન કેવા બને છે? બધું જ તૈયાર રહે છે. કેટલાં માળ બનાવે છે? ત્યાં આવું નહીં હશે. ત્યાં તો બધાને પોત-પોતાની ખેતી હોય છે. ટેક્સ (કર) વગેરે કાંઈ નથી પડતો. ત્યાં તો અથાહ ધન હોય છે. જમીન પણ ખૂબ હોય છે. નદીઓ તો બધી હશે, બાકી નાળા નહીં હોય જે પછી થી ખોદાય છે.

બાળકો ને અંદર કેટલી ખુશી રહેવી જોઈએ અમને ડબલ એન્જિન મળેલા છે! પહાડ પર ટ્રેન ને ડબલ એન્જિન મળે છે. આપ બાળકો પણ આંગળી આપો છો ને? તમે છો કેટલાં થોડાં. તમારી મહિમા પણ ગવાયેલી છે. તમે જાણો છો આપણે ખુદાઈ ખિદ્દમતગાર (ઈશ્વરીય સેવાધારી) છીએ. શ્રીમત પર ખિદ્દમત (સેવા) કરી રહ્યા છીએ. બાબા પણ ખિદ્દમત કરવા આવ્યા છે. એક ધર્મ ની સ્થાપના, અનેક ધર્મો નો વિનાશ કરાવી દે છે, થોડા આગળ જઈને જોશો, બહુજ હંગામા થશે. હમણાં પણ ડરી રહ્યા છે-ક્યાંક લડીને બોમ્બ ન ચલાવી દે. ચિંગારી તો ખૂબ લાગતી રહે છે. ઘડી-ઘડી પરસ્પર લડતાં રહે છે. બાળકો જાણે છે જૂની દુનિયા ખતમ થવાની જ છે. પછી આપણે આપણા ઘરે ચાલ્યા જઈશું. હમણાં ૮૪ નું ચક્ર પૂરું થયું છે. બધા સાથે ચાલ્યા જશે. તમારા માં પણ થોડા છે જેમને ઘડી-ઘડી યાદ રહે છે. ડ્રામા અનુસાર ચુસ્ત અને સુસ્ત બંને પ્રકાર નાં વિદ્યાર્થી છે. ચુસ્ત વિધાર્થીઓ સારા ટકા થી પાસ થઈ જાય છે. સુસ્ત જે હશે તેમને તો આખો દિવસ લડવા-ઝઘડવાનું જ થતું રહે છે. બાપ ને યાદ નથી કરતાં. આખો દિવસ મિત્ર-સંબંધી જ બહુ જ યાદ આવતા રહે છે. અહીં તો બધું જ ભૂલી જવાનું હોય છે. આપણે આત્મા છીએ, આ શરીર રુપી પૂંછડી લટકેલી છે. આપણે કર્માતીત અવસ્થા મેળવી લઈશું પછી આ પૂંછડી છૂટી જશે. આ ચિંતા છે, કર્માતીત અવસ્થા થઈ જાય તો આ શરીર ખતમ થઈ જાય. આપણે શ્યામ થી સુંદર બની જઈએ. મહેનત તો કરવાની છે ને? પ્રદર્શન માં પણ જુઓ કેટલી મહેનત કરે છે?, મહેન્દ્રએ (ભોપાલ) કેટલી હિંમત દેખાડી છે. એકલા કેટલી મહેનત થી પ્રદર્શન વગેરે કરે છે. મહેનત નું ફળ પણ તો મળશે ને? એકે કેટલી કમાલ કરી છે? કેટલાંઓ નું કલ્યાણ કર્યુ છે. મિત્ર-સંબંધીઓ વગેરે ની મદદ થી જ કેટલું કામ કર્યુ છે. કમાલ છે! મિત્ર-સંબંધીઓને સમજાવે છે આ પૈસા વગેરે બધું આ કાર્ય માં લગાવો, રાખીને શું કરશો? સેવાકેન્દ્ર પણ ખોલ્યું છે હિંમત થી. કેટલાઓનું ભાગ્ય બનાવ્યું છે. આવાં ૫-૭ નીકળે તો કેટલી સર્વિસ થઈ જાય. કોઈ-કોઈ તો બહુજ મનહૂસ હોય છે. પછી સમજાય છે તકદીર માં નથી. સમજતા નથી વિનાશ સામે છે, કંઈક તો કરી લઈએ. હમણાં મનુષ્ય જે દાન કરશે ઈશ્વર અર્થ, કાંઈ પણ મળશે નહીં. ઈશ્વર તો હમણાં આવ્યા છે સ્વર્ગ ની રાજાઈ આપવાં. દાન-પુણ્ય કરવાવાળા ને કાંઈ પણ મળશે નહીં. સંગમ પર જેમણે પોતાનાં તન-મન-ધન બધાં સફળ કર્યા છે અથવા કરી રહ્યાં છે, તે છે તકદીરવાન. પરંતુ તકદીર માં નથી તો સમજતા જ નથી. તમે જાણો છો તે પણ બ્રાહ્મણ છે, આપણે પણ બ્રાહ્મણ છીએ. આપણે છીએ પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ. આટલાં અનેક બ્રાહ્મણ, તે છે કુખ વંશાવલી. તમે છો મુખ વંશાવલી. શિવ જયંતિ સંગમ પર હોય છે. હવે સ્વર્ગ બનાવવા માટે બાપ મંત્ર આપે છે મનમનાભવ. મને યાદ કરો તો તમે પવિત્ર બની પવિત્ર દુનિયાનાં માલિક બની જશો. આવી યુક્તિ થી પરચા છપાવવા જોઈએ. દુનિયામાં મરે તો ખૂબ છે ને? જ્યાં પણ કોઈ મરે તો ત્યાં પરચા વહેંચવા જોઈએ. બાપ જ્યારે આવે છે ત્યારે જ જૂની દુનિયા નો વિનાશ થાય છે અને તેનાં પછી સ્વર્ગ નાં દ્વાર ખુલે છે. જો કોઈ સુખધામ ચાલવા ઈચ્છે તો આ મંત્ર છે મનમનાભવ. આવા રસદાર છપાયેલા પરચા બધાની પાસે હોય. શમશાન માં પણ વહેંચી શકો છો. બાળકો ને સર્વિસ નો શોખ જોઈએ. સર્વિસ ની યુક્તિઓ તો ખૂબ બતાવે છે. આ તો સારી રીતે લખી દેવું જોઈએ. મુખ્ય-ઉદ્દેશ તો લખેલો છે. સમજાવવાની ખૂબ સારી યુક્તિ જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરવા માટે આ શરીર રુપી પૂંછડી ને ભૂલી જવાનું છે. એક બાપ સિવાય કોઈ મિત્ર-સંબંધી વગેરે યાદ ન આવે, આ મહેનત કરવાની છે.

2. શ્રીમત પર ખુદાઈ ખિદ્દમતગાર (ઈશ્વરીય સેવાધારી) બનવાનું છે. તન-મન-ધન બધું સફળ કરી પોતાની ઊંચી તકદીર બનાવવાની છે.

વરદાન :-
કર્મભોગ રુપી પરિસ્થિતિ નાં આકર્ષણ ને પણ સમાપ્ત કરવા વાળા સંપૂર્ણ નષ્ટોમોહા ભવ

હમણાં સુધી પ્રકૃતિ દ્વારા બનેલી પરિસ્થિતિઓ અવસ્થા ને પોતાની તરફ કાંઈ ન કાંઈ આકર્ષિત કરે છે. સૌથી વધારે પોતાનાં દેહ નાં હિસાબ-કિતાબ રહેલા કર્મભોગ નાં રુપ માં આવવા વાળી પરિસ્થિતિ પોતાની તરફ આકર્ષિત કરે છે-જ્યારે આ પણ આકર્ષણ સમાપ્ત થઈ જાય ત્યારે કહેવાશે સંપૂર્ણ નષ્ટોમોહા. કોઈ પણ દેહ ની અથવા દેહ ની દુનિયાની પરિસ્થિતિ સ્થિતિ ને હલાવી ન શકે-આ જ સંપૂર્ણ સ્ટેજ છે. જ્યારે એવી સ્ટેજ સુધી પહોંચી જશો ત્યારે સેકન્ડ માં પોતાનાં માસ્ટર સર્વશક્તિવાન્ સ્વરુપ માં સહજ સ્થિત થઈ શકશો.

સ્લોગન :-
પવિત્રતા નું વ્રત સૌથી શ્રેષ્ઠ સત્યનારાયણ નું વ્રત છે-આમાં જ અતીન્દ્રિય સુખ સમાયેલું છે.

પોતાની શક્તિશાળી મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો

મન્સા સેવા બેહદની સેવા છે. જેટલા તમે મન્સા થી, વાણી થી સ્વયં સેમ્પલ બનશો, તો સેમ્પલ ને જોઈને સ્વતઃજ આકર્ષિત થશે. કોઈ પણ સ્થૂળ કાર્ય કરતા મન્સા દ્વારા વાયબ્રેશન ફેલાવવાની સેવા કરો. જેવી રીતે કોઈ બિઝનેસમેન છે તો સ્વપ્ન માં પણ પોતાનો બિઝનેસ જુએ છે, એવી રીતે તમારું કામ છે-વિશ્વ-કલ્યાણ કરવું. આ જ તમારું ઓક્યુપેશન છે, આ ઓક્યુપેશન ને સ્મૃતિ માં રાખી સદા સેવા માં બીઝી રહો.