25-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ ની શ્રીમત તમને સદા સુખી બનાવવા વાળી છે , એટલે દેહધારીઓ ની મત છોડી એક બાપ ની શ્રીમત પર ચાલો”

પ્રશ્ન :-
કયા બાળકો ની બુદ્ધિ નું ભટકવાનું હજી સુધી બંધ નથી થયું?

ઉત્તર :-
જેમને ઊંચા માં ઊંચા બાપ ની મત માં અથવા ઈશ્વરીય મત માં ભરોસો નથી, તેમનું ભટકવાનું હજી સુધી બંધ નથી થયું. બાપ માં પૂરો નિશ્ચય ન હોવાનાં કારણે બંને તરફ પગ રાખે છે. ભક્તિ, ગંગા-સ્નાન વગેરે પણ કરશે અને બાપ ની મત પર પણ ચાલશે. એવાં બાળકો નો શું હાલ થશે? શ્રીમત પર પૂરું નથી ચાલતાં એટલે ધક્કા ખાય છે.

ગીત :-
ઈસ પાપ કી દુનિયા સે…

ઓમ શાંતિ!
બાળકોએ આ ભક્તો નું ગીત સાંભળ્યું. હવે તમે આવું નથી કહેતાં. તમે જાણો છો આપણને ઊંચા માં ઊંચા બાપ મળ્યાં છે, એ એક જ ઊંચા માં ઊંચા છે. બાકી જે પણ આ સમય નાં મનુષ્ય માત્ર છે, બધા નીચા માં નીચા છે. ઊંચા માં ઊંચા મનુષ્ય પણ ભારત માં આ દેવી-દેવતાઓ જ હતાં. તેમની મહિમા છે - સર્વગુણ સમ્પન્ન… હવે મનુષ્યો ને આ ખબર નથી કે આ દેવતાઓ ને આટલાં ઊંચા કોણે બનાવ્યાં? હવે તો બિલકુલ જ પતિત થઈ ગયા છે. બાપ છે ઊંચા માં ઊંચા. સાધુ-સંત વગેરે બધા એમની સાધના કરે છે. આવાં સાધુઓ પાછળ મનુષ્ય અડધો કલ્પ ભટક્યાં છે. હમણાં તમે જાણો છો બાપ આવેલા છે, આપણે બાપ ની પાસે જઈએ છીએ. એ આપણને શ્રીમત આપીને શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ, સદા સુખી બનાવે છે. રાવણ ની મત પર તમે કેટલાં તુચ્છબુદ્ધિ બન્યાં છો. હવે તમે બીજા કોઈની મત પર નહીં ચાલો. મુજ પતિત-પાવન બાપ ને બોલાવ્યાં છે છતાં પણ ડુબાડવા વાળા ની પાછળ કેમ પડો છો? એક ની મત ને છોડી અનેકો ની પાસે ધક્કા કેમ ખાતાં રહો છો? ઘણાં બાળકો જ્ઞાન પણ સાંભળતા રહેશે પછી જઈને ગંગાસ્નાન પણ કરશે, ગુરુઓ ની પાસે પણ જશે… બાપ કહે છે તે ગંગા કોઈ પતિત-પાવની તો નથી. તો પણ તમે મનુષ્ય ની મત પર જઈ સ્નાન વગેરે કરશો તો બાપ કહેશે - મુજ ઊંચા માં ઊંચા બાપ ની મત ઉપર પણ ભરોસો નથી. એક તરફ છે ઈશ્વરીય મત, બીજી તરફ છે આસુરી મત. તેમનો હાલ શું થશે? બંને તરફ પગ રાખ્યાં તો ચિરાઈ જશો. બાપ માં પણ પૂરો નિશ્ચય નથી રાખતાં. કહે પણ છે બાબા અમે તમારાં છીએ. તમારી શ્રીમત પર અમે શ્રેષ્ઠ બનીશું. આપણે ઊંચા માં ઊંચા બાપ ની મત પર પોતાનાં પગલાં રાખવાનાં છે. શાંતિધામ, સુખધામ નાં માલિક તો બાપ જ બનાવશે. પછી બાપ કહે છે - જેમનાં શરીર માં મેં પ્રવેશ કર્યો એમણે તો ૧૨ ગુરુ કર્યા, તો પણ તમોપ્રધાન જ બન્યાં છે, ફાયદો કાંઈ નહીં થયો. હવે બાપ મળ્યાં છે તો બધાને છોડી દીધાં. ઊંચા માં ઊંચા બાપ મળ્યાં, બાપે કહ્યું - હિયર નો ઈવિલ, સી નો ઈવિલ… પરંતુ મનુષ્ય છે બિલકુલ પતિત તમોપ્રધાન બુદ્ધિ. અહીં પણ ઘણાં છે, શ્રીમત પર ચાલી નથી શકતાં. તાકાત નથી. માયા ધક્કા ખવડાવતી રહે છે કારણકે રાવણ છે દુશ્મન, રામ છે મિત્ર. કોઈ રામ કહે, કોઈ શિવ કહે. અસલ નામ છે શિવબાબા. હું પુનર્જન્મ માં નથી આવતો. મારું ડ્રામા માં નામ શિવ જ રાખેલું છે. એક ચીજ નાં ૧૦ નામ રાખવાથી મનુષ્ય મૂંઝાયેલાં છે, જેમને જે આવ્યું નામ રાખી દીધું. અસલ મારું નામ શિવ છે. હું આ શરીર માં પ્રવેશ કરું છું. હું કોઈ કૃષ્ણ વગેરે માં નથી આવતો. તેઓ સમજે છે વિષ્ણુ તો સૂક્ષ્મવતન માં રહેવાવાળા છે. હકીકત માં તે છે યુગલ રુપ, પ્રવૃત્તિ માર્ગ નું. બાકી ૪ ભૂજા કોઈ હોતી નથી. ચાર ભુજા એટલે પ્રવૃત્તિ માર્ગ, બે ભુજા છે નિવૃત્તિ માર્ગ. બાપે પ્રવૃત્તિ માર્ગ નો ધર્મ સ્થાપન કર્યો છે. સંન્યાસી નિવૃત્તિ માર્ગ નાં છે. પ્રવૃત્તિ માર્ગ વાળા જ પછી પાવન થી પતિત બને છે એટલે સૃષ્ટિ ને થમાવવા માટે સંન્યાસીઓ નો પાર્ટ છે પવિત્ર બનવાનો. તે પણ લાખો-કરોડો છે. મેળો જ્યારે લાગે છે તો ખૂબ આવે છે, તેઓ જમવાનું બનાવતાં નથી, ગૃહસ્થીઓ ની પાલના પર ચાલે છે. કર્મ સંન્યાસ કર્યા પછી ભોજન ક્યાંથી ખાય? તો ગૃહસ્થીઓ થી ખાય છે. ગૃહસ્થી લોકો સમજે છે-આ પણ અમારું દાન થયું. આ પણ પૂજારી પતિત હતાં, ફરી હમણાં શ્રીમત પર ચાલી પાવન બની રહ્યાં છે. બાપ થી વારસો લેવાનો પુરુષાર્થ કરી રહ્યાં છે, ત્યારે કહે છે ફાલો ફાધર કરો. માયા દરેક વાત માં પછાડે છે. દેહ-અભિમાન થી જ મનુષ્ય ગફલત કરે છે. ભલે ગરીબ હોય કે સાહૂકાર હોય પરંતુ દેહ-અભિમાન જ્યારે તૂટે ત્યારે. દેહ-અભિમાન તૂટવું જ ખૂબ મહેનત છે. બાપ કહે છે તમે પોતાને આત્મા સમજી દેહ થી પાર્ટ ભજવો. તમે દેહ-અભિમાન માં કેમ આવો છો! ડ્રામા અનુસાર દેહ-અભિમાન માં પણ આવવાનું જ છે. આ સમયે તો પાક્કા દેહ-અભિમાની બની ગયાં છે. બાપ કહે છે તમે તો આત્મા છો. આત્મા જ બધું કરે છે. આત્મા શરીર થી અલગ થઈ જાય પછી શરીર ને કાપો, અવાજ કંઈ નીકળશે? ના, આત્મા જ કહે છે - મારાં શરીર ને દુઃખ નહીં આપો. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. સ્વયં ને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. દેહ-અભિમાન છોડો.

આપ બાળકો જેટલાં દેહી-અભિમાની બનશો એટલાં તંદુરસ્ત અને નિરોગી બનતાં જશો. આ યોગબળ થી જ તમે ૨૧ જન્મ નિરોગી બનશો. જેટલાં બનશો એટલું પદ પણ ઊંચું મળશે. સજાઓ થી બચશો. નહીં તો સજાઓ ખૂબ ખાવી પડશે. તો કેટલાં દેહી-અભિમાની બનવાનું છે. ઘણાં ની તકદીર માં આ જ્ઞાન નથી. જ્યાં સુધી તમારા કુળ માં ન આવે અર્થાત્ બ્રહ્મા મુખ વંશાવલી ન બને તો બ્રાહ્મણ બન્યાં વગર દેવતા કેવી રીતે બનશે? ભલે આવે ઘણાં છે, બાબા-બાબા લખે અથવા કહે પણ છે પરંતુ ફક્ત કહેવા માત્ર. એક-બે ચિઠ્ઠી લખી પછી ગુમ. તે પણ સતયુગ માં આવશે પરંતુ પ્રજા માં. પ્રજા તો ખૂબ બને છે ને? આગળ ચાલી જ્યારે ખૂબ દુઃખ હશે તો ખૂબ ભાગશે. અવાજ થશે - ભગવાન આવ્યાં છે. તમારાં પણ ખૂબ સેવાકેન્દ્ર ખુલી જશે. આપ બાળકોમાં કમી છે, દેહી-અભિમાની બનતાં નથી. હજી ખૂબ દેહ-અભિમાન છે. અંત માં કાંઈ પણ દેહ-અભિમાન હશે તો પદ પણ ઓછું થઇ જશે. પછી આવીને દાસ-દાસીઓ બનશે. દાસ-દાસીઓ પણ નંબરવાર અનેક હોય છે. રાજાઓ ને દાસીઓ દહેજ માં મળે છે, સાહૂકારો ને નથી મળતી. બાળકોએ જોયું છે રાધા કેટલી દાસીઓ દહેજ માં લઈ આવે છે? આગળ ચાલી તમને ખૂબ સાક્ષાત્કાર થશે. સાધારણ દાસી બનવાથી તો સાહૂકાર પ્રજા બનવું સારું છે. દાસી શબ્દ ખરાબ છે. પ્રજા માં સાહૂકાર બનવું તો પણ સારું છે. બાપ નાં બનવાથી માયા વધારે જ સારી ખાતરી કરે છે. રશ્તમ થી રશ્તમ થઈને લડે છે. દેહ-અભિમાન આવી જાય છે. શિવબાબા થી પણ મુખ ફેરવી લે છે. બાબા ને યાદ કરવાનું જ છોડી દે છે. અરે, ખાવાની ફુરસત છે અને આવાં બાબા જે વિશ્વ નાં માલિક બનાવે છે એમને યાદ કરવાની ફુરસત નથી. સારા-સારા બાળકો શિવબાબા ને ભૂલી દેહ-અભિમાન માં આવી જાય છે. નહીં તો આવાં બાપ જે જીવનદાન આપે છે, એમને યાદ કરીને પત્ર તો લખે. પરંતુ અહીં વાત નહીં પૂછો. માયા એકદમ નાક થી પકડી ઉડાવી દે છે. કદમ-કદમ શ્રીમત પર ચાલો તો કદમ માં પદમ છે. તમે અનગણિત ધનવાન બનો છો. ત્યાં ગણતરી હોતી નથી. ધન-સંપત્તિ, ખેતી-વાડી બધું મળે છે. ત્યાં તાંબુ, લોખંડ, પિત્તળ વગેરે હોતું નથી. સોના નાં જ સિક્કા હોય છે. મકાન જ સોના નાં બનાવે છે તો શું નહીં હશે. અહીં તો છે જ ભ્રષ્ટાચારી રાજ્ય યથા રાજા-રાણી તથા પ્રજા. સતયુગ માં યથા રાજા-રાણી તથા પ્રજા બધા શ્રેષ્ઠચારી હોય છે. પરંતુ મનુષ્યો ની બુદ્ધિ માં બેસે થોડી છે? તમોપ્રધાન છે. બાપ સમજાવે છે-તમે પણ એવાં જ હતાં. આ પણ એવાં હતાં. હવે હું આવીને દેવતા બનાવું છું, તો પણ બનતાં નથી. પરસ્પર લડતાં-ઝઘડતાં રહે છે. હું બહુજ સારો છું, આવો છું… આ કોઈ સમજે થોડી છે કે આપણે દોજક (નર્ક) માં પડ્યા છીએ, આપણે રૌરવ નર્ક માં પડ્યા છીએ. આ પણ તમે બાળકો જાણો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. મનુષ્ય બિલકુલ નર્ક માં પડ્યાં છે - રાત-દિવસ ચિંતાઓમાં પડ્યાં રહે છે. જ્ઞાન માર્ગ માં જે આપ સમાન બનાવવાની સેવા નથી કરી શકતાં, તારા-મારા ની ચિંતા માં રહે છે તે બીમાર રોગી છે. બાપ સિવાય બીજા કોઈને યાદ કર્યા તો વ્યભિચારી થયા ને? બાપ કહે છે બીજા કોઈનું નહીં સાંભળો, મારા થી જ સાંભળો. મને યાદ કરો. દેવતાઓને યાદ કરો તો પણ સારું છે, મનુષ્ય ને યાદ કરવાથી કોઈ ફાયદો નથી. અહીં તો બાપ કહે છે તમે માથું પણ કેમ ઝુકાવો છો! તમે આ બાબા ની પાસે પણ જ્યારે આવો છો તો શિવબાબા ને યાદ કરીને આવો. શિવબાબા ને યાદ નથી કરતાં તો પાપ કરો છો. બાબા કહે - પહેલાં તો પવિત્ર બનવાની પ્રતિજ્ઞા કરો. શિવબાબા ને યાદ કરો. ખૂબ પરહેજ છે. ખૂબ મુશ્કેલ કોઈ સમજે છે. એટલી બુદ્ધિ નથી. બાપ સાથે કેવી રીતે ચાલવાનું છે, એમાં તો ખૂબ મહેનત જોઈએ. માળા નાં દાણા બનવું - કોઈ માસી નું ઘર થોડી છે? મુખ્ય છે બાપ ને યાદ કરવા. તમે બાપ ને યાદ નથી કરી શકતાં. બાપ ની સર્વિસ, બાપ ની યાદ કેટલી જોઈએ. બાબા રોજ કહે છે પોતામેલ કાઢો. જે બાળકો ને પોતાનું કલ્યાણ કરવાનો વિચાર રહે છે-તે દરેક પ્રકાર થી પૂરે-પૂરી પરહેજ કરતાં રહેશે. તેમનું ખાન-પાન ખૂબ સાત્વિક હશે.

બાબા બાળકોનાં કલ્યાણ માટે કેટલું સમજાવે છે. બધા પ્રકારની પરહેજ જોઈએ. તપાસ કરવી જોઈએ-અમારું ખાન-પાન એવું તો નથી? લોભ તો નથી? જ્યાં સુધી કર્માતીત અવસ્થા નથી થઈ તો માયા ઉલ્ટા-સુલ્ટા કામ કરાવતી રહેશે. એમાં સમય બાકી છે, પછી ખબર પડશે-હવે તો વિનાશ સામે છે. આગ ફેલાઇ ગઇ છે. તમે જોશો કેવાં બોમ્બ્સ પડે છે. ભારત માં તો લોહી ની નદીઓ વહેવાની છે. ત્યાં બોમ્બ્સ થી એક-બીજા ને ખતમ કરી દેશે. નેચરલ કેલામીટીઝ (કુદરતી આપદાઓ) થશે. મુસીબત સૌથી વધારે ભારત પર છે. પોતાનાં ઉપર ખૂબ નજર રાખવાની છે, અમે શું સર્વિસ કરીએ છીએ? કેટલાં ને આપ-સમાન નર થી નારાયણ બનાવીએ છીએ? કોઈ-કોઈ ભક્તિ માં ખૂબ ફસાયેલાં છે તો સમજે છે-આ બાળકીઓ શું ભણાવશે? સમજતાં નથી કે આમને ભણાવવા વાળા બાપ (ભગવાન) છે. થોડું ભણેલાં છે અથવા ધન છે તો લડવા લાગી જાય છે. આબરું જ ગુમાવી દે છે. સદ્દગુરુ ની નિંદા કરાવવા વાળા ઠોર ન મેળવે. પછી પાઈ-પૈસા નું પદ જઈને મેળવશે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. તારા-મારાં ની ચિંતાઓને છોડી આપસમાન બનાવવાની સેવા કરવાની છે. એક બાપ થી જ સાંભળવાનું છે, બાપ ને જ યાદ કરવાનાં છે, વ્યભિચારી નથી બનવાનું.

2. પોતાનાં કલ્યાણ માટે ખાન-પાન ની ખૂબ પરહેજ રાખવાની છે - કોઈ પણ ચીજ માં લોભ નથી રાખવાનો. ધ્યાન રહે માયા કોઈ પણ ઉલ્ટું કામ ન કરાવી દે.

વરદાન :-
નિર્ણય શક્તિ અને કંટ્રોલિંગ પાવર દ્વારા સદા સફળતા મૂર્ત ભવ

કોઈપણ લૌકિક અથવા અલૌકિક કાર્ય માં સફળતા પ્રાપ્ત કરવા માટે વિશેષ કંટ્રોલિંગ પાવર અને જ્જમેન્ટ પાવર ની આવશ્યકતા હોય છે કારણકે જ્યારે કોઈ પણ આત્મા તમારા સંપર્ક માં આવે છે તો પહેલા જ્જ કરવાનું હોય છે કે આને કઈ વસ્તુ ની જરુરત છે, નબજ દ્વારા પારખી એમની ઈચ્છા પ્રમાણે એમને તૃપ્ત કરવા અને કન્ટ્રોલિંગ પાવર થી બીજાઓ પર પોતાની અચળ સ્થિતિ નો પ્રભાવ નાખવો - બંને શક્તિઓ સેવા નાં ક્ષેત્ર માં સફળતા મૂર્ત બનાવી દે છે.

સ્લોગન :-
સર્વ શક્તિમાન ને સાથે બનાવી લો તો માયા પેપર ટાઈગર બની જશે.

અવ્યક્ત ઈશારા - “કમ્બાઈન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

સેવા નાં ક્ષેત્રમાં જે ભિન્ન-ભિન્ન પ્રકાર થી સ્વ પ્રત્યે કે સેવા પ્રત્યે વિઘ્ન આવે છે, એનું પણ કારણ ફક્ત આ જ હોય છે, જે સ્વયં ને ફક્ત સેવાધારી સમજો છો પરંતુ ઈશ્વરીય સેવાધારી છું, ફક્ત સર્વિસ પર નથી પરંતુ ગોડલી સર્વિસ પર છું - આ જ સ્મૃતિ થી યાદ અને સેવા સ્વતઃ જ કમ્બાઈન્ડ થઈ જાય છે.