26-01-2025    પ્રાતઃ  ગુજરાતી મુરલી        ઓમ શાંતિ  15.12.2000     બાપદાદા મધુબન


“ પ્રત્યક્ષતા માટે સાધારણતા ને

 

 અલૌકિકતા માં પરિવર્તન કરી દર્શનીય

 

 મૂર્ત બનો”
 


આજે બાપદાદા પોતાનાં ચારેય તરફ નાં બ્રાહ્મણ બાળકો નાં મસ્તક ની વચ્ચે ભાગ્ય નાં ત્રણ સિતારા ચમકતા જોઈ રહ્યા છે. કેટલું શ્રેષ્ઠ ભાગ્ય છે અને કેટલું સહજ પ્રાપ્ત થયું છે? એક છે - અલૌકિક શ્રેષ્ઠ જન્મ નું ભાગ્ય, બીજું છે - શ્રેષ્ઠ સંબંધ નું ભાગ્ય, ત્રીજું છે - સર્વ પ્રાપ્તિઓ નું ભાગ્ય. ત્રણેય ભાગ્ય નાં ચમકતા સિતારાઓ ને જોઈ બાપદાદા પણ હર્ષિત થઈ રહ્યા છે. જન્મ નું ભાગ્ય જુઓ-સ્વયં ભાગ્ય વિધાતા બાપ દ્વારા તમારા બધાનો જન્મ છે. જ્યારે જન્મ-દાતા જ ભાગ્ય-વિધાતા છે તો જન્મ કેટલો અલૌકિક અને શ્રેષ્ઠ છે! તમને બધાને પણ પોતાનાં આ ભાગ્ય નાં જન્મ નો નશો અને ખુશી છે ને? સાથે-સાથે સંબંધ ની વિશેષતા જુઓ - આખા કલ્પ માં આવો સંબંધ અન્ય કોઈ પણ આત્મા નો નથી. આપ વિશેષ આત્માઓ ને જ એક દ્વારા ત્રણ સંબંધ પ્રાપ્ત છે. એક જ બાપ પણ છે, શિક્ષક પણ છે અને સદ્દગુરુ પણ છે. એવી રીતે એક દ્વારા ત્રણ સંબંધ બ્રાહ્મણ આત્માઓ સિવાય કોઈ નાં પણ નથી. અનુભવ છે ને? બાપ નાં સંબંધ થી વારસો પણ આપી રહ્યા છે, પાલના પણ કરી રહ્યા છે. વારસો પણ જુઓ કેટલો ઊંચો અને અવિનાશી છે! દુનિયા વાળા કહે છે - અમારા પાલનહાર ભગવાન છે પરંતુ આપ બાળકો નિશ્ચય અને નશા થી કહો છો અમારા પાલનહાર સ્વયં ભગવાન છે. આવી પાલના, પરમાત્મ-પાલના, પરમાત્મ-પ્રેમ, પરમાત્મ-વારસો કોઈને પ્રાપ્ત છે? તો એક જ બાપ પણ છે, પાલનહાર પણ છે અને શિક્ષક પણ છે.

દરેક આત્મા નાં જીવન માં વિશેષ ત્રણ સંબંધો આવશ્યક છે પરંતુ ત્રણેય સંબંધ અલગ-અલગ હોય છે. તમને એક માં ત્રણ સંબંધ છે. ભણતર પણ જુઓ-ત્રણેય કાળ નું ભણતર છે. ત્રિકાળદર્શી બનવાનું ભણતર છે. ભણતર ને સોર્સ ઓફ ઈન્કમ કહેવાય છે. ભણતર થી પદ ની પ્રાપ્તિ થાય છે. આખા વિશ્વ માં જુઓ-સૌથી ઊંચા માં ઊંચું પદ, રાજ્ય પદ ગવાયેલું છે. તો તમને આ ભણતર થી કયું પદ પ્રાપ્ત થાય છે? હમણાં પણ રાજા અને ભવિષ્ય પણ રાજ્ય પદ. હમણાં સ્વ-રાજ્ય છે, રાજયોગી સ્વરાજ્ય અધિકારી છો અને ભવિષ્ય નું રાજ્ય ભાગ્ય તો અવિનાશી છે જ. એનાથી મોટું પદ કોઈ હોતું નથી. શિક્ષક દ્વારા શિક્ષા પણ ત્રિકાળદર્શી ની છે અને પદ પણ દૈવી રાજ્ય પદ છે. એવા શિક્ષક નો સંબંધ બ્રાહ્મણ જીવન સિવાય નથી કોઈનો થયો, નથી થઈ શકતો. સાથે સદ્દગુરુ નો સંબંધ, સદ્દગુરુ દ્વારા શ્રીમત, જે શ્રીમત નું ગાયન આજે પણ ભક્તિ માં થઈ રહ્યું છે. તમે નિશ્ચય થી કહો છો અમારો દરેક કદમ કોનાં આધાર થી ચાલે છે? શ્રીમત નાં આધાર થી દરેક કદમ ચાલે છે. તો ચેક કરો-દરેક કદમ શ્રીમત પર ચાલે છે? ભાગ્ય તો પ્રાપ્ત છે પરંતુ ભાગ્ય ની પ્રાપ્તિ નો જીવન માં અનુભવ છે? દરેક કદમ શ્રીમત પર છે કે ક્યારેક-ક્યારેક મનમત અથવા પરમત તો નથી મિક્સ થતી? આની પરખ છે - જો કદમ શ્રીમત પર છે તો દરેક કદમ માં પદમો ની કમાણી જમા નો અનુભવ થશે. કદમ શ્રીમત પર છે તો સહજ સફળતા છે. સાથે-સાથે સદ્દગુરુ દ્વારા વરદાનો ની ખાણ પ્રાપ્ત છે. વરદાન છે એની ઓળખ - જ્યાં વરદાન હશે ત્યાં મહેનત નહીં હશે (લાગશે). તો સદ્દગુરુ નાં સંબંધ માં શ્રેષ્ઠ મત અને સદા વરદાન ની પ્રાપ્તિ છે. અને વિશેષતા સહજ માર્ગ ની છે, જ્યારે એક માં ત્રણ સંબંધ છે તો એક ને યાદ કરવા સહજ છે. ત્રણેય ને અલગ-અલગ યાદ કરવાની જરુર નથી એટલે તમે બધા કહો છો એક બાબા બીજું ન કોઈ. આ સહજ છે કારણકે એક માં વિશેષ સંબંધ આવી જાય છે. તો ભાગ્ય નાં સિતારાઓ તો ચમકી રહ્યા છે કારણકે બાપ દ્વારા તો સર્વ ને પ્રાપ્તિઓ છે જ.

ત્રીજો ભાગ્ય નો સિતારો છે-સર્વ પ્રાપ્તિઓ, ગાયન છે અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ બ્રાહ્મણો નાં ખજાના માં. યાદ કરો પોતાનાં ખજાના ને. આવો ખજાનો અથવા સર્વપ્રાપ્તિઓ બીજા કોઈ દ્વારા મળી શકે છે? દિલ થી કહો મારા બાબા, ખજાના હાજર એટલે આટલું શ્રેષ્ઠ ભાગ્ય સદા સ્મૃતિ માં રહે, એમાં નંબરવાર છે. હવે બાપદાદા આ જ ઈચ્છે છે કે દરેક બાળક જ્યારે કોટો માં પણ કોઈ છે તો બધા બાળકો નંબરવાર નહીં નંબરવન બનવાના છે . તો પોતાને પૂછો નંબરવાર માં છો કે નંબરવન છો? શું છો? ટીચર્સ, નંબરવન કે નંબરવાર? પાંડવ, નંબરવન છો કે નંબરવાર છો? શું છો? જે સમજે છે કે અમે નંબરવન છીએ અને સદા રહીશું, એવું નહીં કે આજે નંબરવન અને કાલે નંબરવાર માં આવી જાઓ, જે આટલાં નિશ્ચય બુદ્ધિ છે કે અમે સદા જેમ બાપ બ્રહ્મા નંબરવન એમ ફોલો બ્રહ્મા બાપ નંબરવન છીએ અને રહીશું તે હાથ ઉઠાવો. છો? એમ જ નહીં હાથ ઉઠાવી લેતાં. સમજી વિચારીને ઉઠાવજો. લાંબો ઉઠાવો, અડધો ઉઠાવો છો તો અડધા છો. હાથ તો ઘણાંએ ઉઠાવ્યો છે, જોયું, દાદીએ જોયું. હવે આમની પાસે થી (નંબરવન વાળાઓ પાસે થી) હિસાબ લેજો. જનક (દાદી જાનકી) હિસાબ લેજો. ડબલ ફોરેનર્સે હાથ ઉઠાવ્યો. ઉઠાવો, નંબરવન? બાપદાદા નું તો હાથ ઉઠાવીને દિલ ખુશ કરી દીધું. મુબારક છે. સારું-હાથ ઉઠાવ્યો એનો અર્થ છે કે તમને પોતાના માં હિંમત છે અને હિંમત છે તો બાપદાદા પણ મદદગાર છે જ. પરંતુ હમણાં બાપદાદા શું ઈચ્છે છે? નંબરવન છો, આ તો ખુશી ની વાત છે. પરંતુ… પરંતુ બતાવે શું કે પરંતુ નથી? બાપદાદા ની પાસે પરંતુ છે.

બાપદાદાએ જોયું કે મન માં સમાયેલા તો છે પરંતુ મન સુધી છે, ચહેરા અને ચલન સુધી ઈમર્જ નથી. હવે બાપદાદા નંબરવન ની સ્ટેજ (સ્થિતિ) ચલન અને ચહેરા પર જોવા ઈચ્છે છે. હવે સમય અનુસાર નંબરવન કહેવા વાળાઓનાં દરેક ચલન માં દર્શનીય મૂર્તિ દેખાવવી જોઈએ. તમારો ચહેરો બતાવે કે આ દર્શનીય મૂર્ત છે. તમારા જડ ચિત્ર અંતિમ જન્મ સુધી પણ, અંતિમ સમય સુધી પણ દર્શનીય મૂર્ત અનુભવ થાય છે. તો ચૈતન્ય માં પણ જેવી રીતે બ્રહ્મા બાપ ને જોયા, સાકાર સ્વરુપ માં, ફરિશ્તા તો પછી બન્યા, પરંતુ સાકાર સ્વરુપ માં હોવા છતાં તમને બધાને શું દેખાતા હતાં? સાધારણ દેખાતા હતાં? અંતિમ ૮૪ મો જન્મ, જૂનો જન્મ, ૬૦ વર્ષ પછી ની આયુ, તો પણ આદિ થી અંત સુધી દર્શનીય મૂર્ત અનુભવ કરી. કરી ને? સાકાર રુપ માં કરી ને? એવી રીતે જેમણે નંબરવન માં હાથ ઉઠાવ્યો, ટીવી માં કાઢ્યો છે ને? બાપદાદા એમની ફાઈલ જોશે, ફાઈલ તો છે ને બાપદાદા ની પાસે? તો હવે થી તમારી દરેક ચલન થી અનુભવ થાય, કર્મ સાધારણ હોય, ભલે કોઈ પણ કામ કરો છો, બિઝનેસ કરો છો, ડોક્ટરી કરો છો, વકીલાત કરો છો, જે પણ કાંઈ કરો છો પરંતુ જે સ્થાન પર તમે સંબંધ-સંપર્ક માં આવો છો તે તમારા ચલન થી એવું મહેસૂસ કરે છે કે આ ન્યારા અને અલૌકિક છે? કે સાધારણ સમજો છે કે આવા તો લૌકિક પણ હોય છે? કામ ની વિશેષતા નહીં પરંતુ પ્રેક્ટિકલ લાઈફ ની વિશેષતા. ખૂબ સારો વેપાર છે. ખૂબ સારી વકીલાત કરે છે, ખૂબ સારા ડાયરેક્ટર છે… આ તો ખૂબ છે. એક બુક નીકળે છે જેમાં વિશેષ આત્માઓ નાં નામ હોય છે. કેટલાઓનાં નામ આવે છે, અનેક હોય છે. આમણે આ વિશેષતા કરી, આ એમણે વિશેષતા કરી, નામ આવી ગયું. તો જેમણે પણ હાથ ઉઠાવ્યો, ઉઠાવવો તો બધાએ જોઈએ પરંતુ જેમણે ઉઠાવ્યો છે અને ઉઠાવવાનો જ છે. તો તમારી પ્રેક્ટિકલ ચલન માં ચેન્જ જુએ. આ હજી અવાજ નથી નીકળ્યો, ભલે ઈન્ડસ્ટ્રી માં કે ક્યાંય પણ કામ કરો છો, એક-એક આત્મા કહે કે આ સાધારણ કર્મ કરતા પણ દર્શનીય મૂર્ત છે . એવું બની શકે છે, બની શકે છે? આગળ વાળા બોલો, બની શકે છે? હમણાં રીઝલ્ટ માં ઓછું સંભળાય છે. સાધારણતા વધારે દેખાય છે. હા, ક્યારેક જ્યારે કોઈ વિશેષ કાર્ય કરો છો, વિશેષ અટેન્શન રાખો છો ત્યારે તો ઠીક દેખાય છે પરંતુ તમને બાપ સાથે પ્રેમ છે, બાપ સાથે પ્રેમ છે? કેટલાં પર્સેન્ટ? ટીચર્સ, હાથ ઉઠાવો. આ તો ઘણાં ટીચર્સ આવી ગયા છે. થઇ શકે છે? કે ક્યારેક સાધારણ ક્યારેક વિશેષ? શબ્દ પણ જે નીકળે છે ને, કોઈ પણ કાર્ય કરતા ભાષા પણ અલૌકિક જોઈએ. સાધારણ ભાષા નહીં.

હવે બાપદાદા ની બધા બાળકો માં આ શ્રેષ્ઠ આશા છે-પછી બાપ ની પ્રત્યક્ષતા થશે. તમારા કર્મ, ચલન, ચહેરો સ્વત: જ સિદ્ધ કરશે, ભાષણ થી નહીં સિદ્ધ થશે. ભાષણ તો એક તીર લગાવવું છે. પરંતુ પ્રત્યક્ષતા થશે, આમને બનાવવા વાળા કોણ? પોતે શોધશે, પોતે પૂછશે તમને બનાવવા વાળા કોણ? રચના, રચયિતા ને પ્રત્યક્ષ કરે છે.

તો આ વર્ષે શું કરશો? દાદીએ તો કહ્યું છે કે ગામડા ની સેવા કરજો. તે ભલે કરજો. પરંતુ બાપદાદા હવે આ પરિવર્તન જોવા ઈચ્છે છે. એક વર્ષ માં સંભવ છે? એક વર્ષ માં? બીજી વાર જ્યારે સીઝન શરુ થશે તો કોન્ટ્રાસ્ટ દેખાય, બધા સેન્ટરો થી અવાજ આવે કે મહાન પરિવર્તન, પછી ગીત ગાશે પરિવર્તન, પરિવર્તન… સાધારણ બોલ હવે તમારા ભાગ્ય આગળ સારા નથી લાગતાં. કારણકે ‘હું’. આ હું, હું-પણું , મેં જે વિચાર્યુ, મેં જે કહ્યું, હું જે કરું છું… તે જ ઠીક છે. આ હું-પણા નાં કારણે અભિમાન પણ આવે છે, ક્રોધ પણ આવે છે. બંને પોતાનું કામ કરી લે છે. બાપ નો પ્રસાદ છે, હું ક્યાંથી આવ્યું? પ્રસાદ ને કોઈ હું-પણા માં લાવી શકે છે શું? જો બુદ્ધિ પણ છે, કોઈ હુન્નર પણ છે, કોઈ વિશેષતા પણ છે. બાપદાદા વિશેષતા ને, બુદ્ધિ ને આફરીન (દુવા) આપે છે પરંતુ ‘હું’ ન લાવો. આ હું-પણા ને સમાપ્ત કરો. આ સૂક્ષ્મ હું-પણું છે. અલૌકિક જીવન માં આ હું-પણું દર્શનીય મૂર્તિ નથી બનવા દેતું. તો દાદીઓ, શું સમજો છો? પરિવર્તન થઈ શકે છે? ત્રણેય પાંડવ (નિર્વેરભાઈ, રમેશભાઈ, બ્રિજમોહન ભાઈ), બતાવો. વિશેષ છો ને ત્રણેય? ત્રણેય બતાવો થઈ શકે છે? થઈ શકે છે? થઈ શકે છે? અચ્છા-હવે આનાં કમાન્ડર બનજો, બીજી વાત માં કમાન્ડર નહીં બનતાં. પરિવર્તન માં કમાન્ડર બનજો. મધુબન વાળા બનશે? બનશે? મધુબન વાળા, હાથ ઉઠાવો. અચ્છા - બનશો? બોમ્બે વાળા હાથ ઉઠાવો, યોગીની પણ બેઠી છે. (યોગીની બહેન પાર્લા) બોમ્બે વાળા બનશે? જો બનશે તો હાથ હલાવો. અચ્છા, દિલ્લી વાળા હાથ ઉઠાવો. તો દિલ્લી વાળા કરશે? ટીચર્સ, બતાવો. જો જો. દરેક મહિને બાપદાદા રિપોર્ટ લેશે. હિમ્મત છે ને? મુબારક છે.

અચ્છા, ઈન્દોર વાળા હાથ ઉઠાવો. ઈન્દોર નાં ટીચર્સ, હાથ ઉઠાવો. તો ટીચર્સ કરશે? ઈન્દોર કરશે? હાથ હલાવો. બધા હાથ નથી હલ્યાં. કરશે, કરાવશે? દાદીઓ, જોજો. જોઈ રહ્યા છે ટી.વી. માં. ગુજરાત, હાથ ઉઠાવો. ગુજરાત કરશે? હાથ હલાવવો તો સહજ છે. હવે મન ને હલાવવાનું છે. કેમ, તમને તરસ (દયા) નથી આવતી, આટલા દુઃખ જોઈને? હવે પરિવર્તન થાય તો સારું છે ને? તો હવે પ્રત્યક્ષતા નો પ્લાન છે - પ્રેક્ટિકલ જીવન . બાકી પ્રોગ્રામ કરો છો, આ તો બીઝી રહેવા માટે ખૂબ સારું છે પરંતુ પ્રત્યક્ષતા થશે તમારા ચલન અને ચહેરા દ્વારા. બીજા પણ કોઈ ઝોન રહી ગયાં? યુ.પી. વાળા હાથ ઉઠાવો. યુ.પી. વાળા થોડા છે. અચ્છા, યુ.પી. કરશે? મહારાષ્ટ્ર વાળા હાથ ઉઠાવો. લાંબો ઉઠાવો. અચ્છા. મહારાષ્ટ્ર કરશે? મુબારક છે. રાજસ્થાન ઉઠાવો. ટીચર્સ, હાથ હલાવો. કર્ણાટક, ઉઠાવો. અચ્છા-કર્ણાટક કરશે? આંધ્ર પ્રદેશ, હાથ ઉઠાવો. ચલો આ ચિટચેટ કરી. ડબલ વિદેશી, હાથ ઉઠાવો. જયંતી ક્યાં છે? કરશે ડબલ વિદેશી? હવે જુઓ સભા ની વચ્ચે કહ્યું છે. બધાએ હિંમત ખૂબ સારી દેખાડી, એના માટે પદમગુણા મુબારક છે. બહાર પણ સાંભળી રહ્યા છે, પોતાનાં દેશો માં પણ સાંભળી રહ્યા છે, તે પણ હાથ ઉઠાવી રહ્યા છે.

આમ પણ જુઓ જે શ્રેષ્ઠ આત્માઓ હોય છે એમનાં દરેક વચન ને સત્ વચન કહેવાય છે. કહેવાય છે ને સત્ વચન મહારાજ. તો તમે તો મહા મહારાજ છો. તમારા બધા નાં દરેક વચન જે પણ સાંભળે તે દિલ માં અનુભવ કરે સત્ વચન છે. તમારા મન માં બહુ જ ભરાયેલું છે, બાપદાદા ની પાસે મન ને જોવાનું ટી.વી. પણ છે. અહીં આ ટી.વી. તો બહાર નો ચહેરો દેખાડે છે ને? પરંતુ બાપદાદા ની પાસે દરેક નાં દરેક સમય નું મન ની ગતિ નું યંત્ર છે. તો મન માં ઘણું બધું દેખાય છે, જ્યારે મન નું ટી.વી. જુએ છે તો ખુશ થઈ જાય છે. બહુ જ ખજાના છે, બહુ જ શક્તિઓ છે. પરંતુ કર્મ માં યથા શક્તિ થઈ જાય છે. હવે કર્મ સુધી લાવો, વાણી સુધી લાવો, ચહેરા સુધી લાવો, ચલન માં લાવો. ત્યારે બધા કહેશે, જે તમારું એક ગીત છે ને, શક્તિયાઁ આ ગઈ… બધી શિવ ની શક્તિઓ છે. પાંડવ પણ શક્તિઓ છે. પછી શક્તિઓ શિવ બાપ ને પ્રત્યક્ષ કરશે. હવે નાનાં-નાનાં ખેલપાલ બંધ કરો. હવે વાનપ્રસ્થ સ્થિતિ ને ઈમર્જ કરો. તો બાપદાદા બધા બાળકો ને, આ સમયે બાપદાદા ની આશાઓ ને પૂર્ણ કરવા વાળા આશાઓ નાં સિતારા જોઈ રહ્યા છે. કોઈ પણ વાત આવે તો આ સ્લોગન યાદ રાખજો- “ પરિવર્તન , પરિવર્તન , પરિવર્તન” .

તો આજે બાપદાદા નાં બોલ નો એક શબ્દ નહીં ભૂલતાં તે કયો? પરિવર્તન . મારે બદલાવું છે. બીજાને બદલી ને નથી બદલાવું, મારે બદલાઈને બીજાઓ ને બદલવાના છે. બીજા બદલે તો હું બદલું, ના. મારે નિમિત્ત બનવું છે. મારે હે અર્જુન બનવું છે ત્યારે બ્રહ્મા બાપ સમાન નંબરવન લેશો. (પાછળ વાળા હાથ ઉઠાવો) પાછળ વાળાને બાપદાદા પહેલાં નંબરે યાદ-પ્યાર આપી રહ્યા છે. અચ્છા.

ચારેય તરફ નાં બહુ જ-બહુ જ-બહુ જ ભાગ્યવાન આત્માઓ ને, આખા વિશ્વ ની વચ્ચે કોટો માં કોઈ, કોઈ માં પણ કોઈ વિશેષ આત્માઓ ને, સદા પોતાની ચલન અને ચહેરા દ્વારા બાપદાદા ને પ્રત્યક્ષ કરવા વાળા વિશેષ બાળકો ને, સદા સહયોગ અને સ્નેહ નાં બંધન માં રહેવા વાળા શ્રેષ્ઠ આત્માઓ ને, સદા બ્રહ્મા બાપ સમાન દરેક કર્મ માં અલૌકિક કર્મ કરવા વાળા અલૌકિક આત્માઓ ને, બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

વિંગ્સ ની સેવાઓ પ્રત્યે બાપદાદા ની પ્રેરણાઓ :-

વિંગ્સ ની સેવા માં સારું રીઝલ્ટ દેખાય છે કારણકે દરેક વિંગ મહેનત કરે છે, સંપર્ક વધારતા જાય છે. પરંતુ બાપદાદા ઈચ્છે છે કે જેવી રીતે મેડિકલ વિંગે મેડીટેશન દ્વારા હાર્ટ નું પ્રેક્ટિકલ કરીને દેખાડ્યું છે. પ્રમાણ આપ્યું છે કે મેડીટેશન થી હાર્ટ ની તકલીફ ઠીક થઈ શકે છે અને પ્રુફ આપ્યું છે, આપ્યું છે ને પ્રુફ? તમે બધાએ સાંભળ્યું છે ને? એવી રીતે દુનિયા વાળા પ્રત્યક્ષ સબૂત ઈચ્છે છે. આ જ પ્રકાર થી જે પણ વિંગ આવ્યા છો, પ્રોગ્રામ તો કરવાનો જ છે, કરો પણ છો પરંતુ એવા કોઈ પ્લાન બનાવો, જેનાથી પ્રેક્ટિકલ રિઝલ્ટ બધાની સામે આવે. બધી વિંગ માટે બાપદાદા કહી રહ્યા છે. આ ગવર્મેન્ટ સુધી પણ પહોંચી તો રહ્યું છે ને? અને અહીં-ત્યાં અવાજ તો ફેલાયો છે કે મેડીટેશન દ્વારા પણ થઈ શકે છે. હવે આને હજી વધારવું જોઈએ.

હવે પ્રેક્ટિકલ પ્રમાણ આપો જે આ વાત ફેલાઈ જાય કે મેડીટેશન દ્વારા બધું જ થઈ શકે છે. બધા નું અટેન્શન મેડીટેશન તરફ હોય, આધ્યાત્મિકતા ની તરફ હોય. સમજ્યા? અચ્છા.
 

વરદાન :-
સાઈલેન્સ ની શક્તિ દ્વારા વિશ્વ માં પ્રત્યક્ષતા નાં નગારા વગાડવા વાળા શાંત સ્વરુપ ભવ

ગવાયેલું છે “સાયન્સ ની ઉપર સાઈલેન્સ ની જીત,” નહીં કે વાણી ની. જેટલો સમય તથા સંપૂર્ણતા નજીક આવતા જશે એટલો ઓટોમેટિક અવાજ માં અધિક આવવાનો વૈરાગ આવતો જશે. જેમ હમણાં ઈચ્છવા છતાં પણ આદત અવાજ માં લઈ આવે છે તેમ ઈચ્છવા છતાં પણ આવાજ થી પરે થઈ જશો. પ્રોગ્રામ બનાવીને અવાજ માં આવશો. જ્યારે આ બદલાવ દેખાઈ આવે ત્યારે સમજો હવે વિજય નાં નગારા વાગવાના છે. એના માટે જેટલો સમય મળે-શાંત સ્વરુપ સ્થિતિ માં રહેવાનાં અભ્યાસી બનો.

સ્લોગન :-
જીરો બાપ ની સાથે રહેવા વાળા જ હીરો પાર્ટધારી છે.

પોતાની શક્તિશાળી મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો

વર્તમાન સમયે વિશ્વ કલ્યાણ કરવાનું સહજ સાધન પોતાનાં શ્રેષ્ઠ સંકલ્પો ની એકાગ્રતા દ્વારા, સર્વ આત્માઓ ની ભટકેલી બુદ્ધિ ને એકાગ્ર કરવાની છે. આખા વિશ્વ નાં સર્વ આત્માઓ વિશેષ આ જ ઈચ્છા રાખે છે કે ભટકેલી બુદ્ધિ એકાગ્ર થઈ જાય અથવા મન ચંચળતા થી એકાગ્ર થઈ જાય. આ વિશ્વ ની માંગ અથવા ઈચ્છા ત્યારે પૂરી કરી શકશો જ્યારે એકાગ્ર થઈને મન્સા શક્તિઓ નું દાન આપશો.