26-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે પુરુષોત્તમ સંગમયુગી બ્રાહ્મણ હમણાં ઈશ્વર નાં ખોળા માં આવ્યાં છો , તમારે મનુષ્ય થી દેવતા બનવાનું છે તો દૈવીગુણ પણ જોઈએ”

પ્રશ્ન :-
બ્રાહ્મણ બાળકોએ કઈ વાત માં પોતાની ખૂબ-ખૂબ સંભાળ કરવાની છે અને કેમ?

ઉત્તર :-
આખાં દિવસ ની દિનચર્યા માં કોઈ પણ પાપ કર્મ ન થાય એની સંભાળ કરવાની છે કારણકે તમારી સામે બાપ ધર્મરાજ નાં રુપ માં ઉભા છે. તપાસ કરો કોઈને દુઃખ તો નથી આપ્યું? શ્રીમત પર કેટલાં પર્સન્ટેજ (ટકા) ચાલીએ છીએ? રાવણ મત પર તો નથી ચાલતાં? કારણકે બાપ નાં બન્યાં પછી કોઈ વિકર્મ થાય છે તો એક નું સો-ગણું થઈ જાય છે.

ઓમ શાંતિ!
ભગવાનુવાચ. આ તો બાળકોને સમજાવેલું છે, કોઈ મનુષ્ય ને તથા દેવતાઓ ને ભગવાન ન કહી શકાય. અહીં જ્યારે બેસીએ છીએ તો બુદ્ધિ માં આ રહે છે કે આપણે સંગમયુગી બ્રાહ્મણ છીએ. આ પણ યાદ સદા કોઈને રહેતું નથી. પોતાને સાચ્ચે જ બ્રાહ્મણ સમજે છે, એવું પણ નથી. બ્રાહ્મણ બાળકોને પછી દૈવીગુણ પણ ધારણ કરવાના છે. આપણે સંગમયુગી બ્રાહ્મણ છીએ, આપણે શિવબાબા દ્વારા પુરુષોત્તમ બની રહ્યાં છીએ. આ યાદ પણ બધાને નથી રહેતી. ઘડી-ઘડી આ ભૂલી જાય છે કે આપણે પુરુષોત્તમ સંગમયુગી બ્રાહ્મણ છીએ. આ બુદ્ધિ માં યાદ રહે તો પણ અહો સૌભાગ્ય! હંમેશા નંબરવાર તો હોય જ છે. બધા પોત-પોતાની બુદ્ધિ અનુસાર પુરુષાર્થી છે. હમણાં તમે સંગમયુગી છો. પુરુષોત્તમ બનવાવાળા છો. જાણો છો આપણે પુરુષોત્તમ ત્યારે બનીશું જ્યારે અબ્બા ને એટલે મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) બાપ ને યાદ કરીશું. યાદ થી જ પાપ નાશ થશે. જો કોઈ પાપ કરે છે તો તેનો સો-ગણો હિસાબ ચઢી જાય છે. પહેલાં જે પાપ કરતા હતાં તો તેનું ૧૦ ટકા ચઢતું હતું. હમણાં તો ૧૦૦ ટકા ચઢે છે કારણકે ઈશ્વર નાં ખોળા માં આવીને પછી પાપ કરે છે ને! આપ બાળકો જાણો છો બાપ આપણને ભણાવે છે પુરુષોત્તમ થી દેવતા બનાવવાં. આ યાદ જેમને સ્થાઈ રહે છે તે અલૌકિક સર્વિસ પણ ખૂબ કરતા રહેશે. સદૈવ હર્ષિતમુખ બનવા માટે બીજાઓને પણ રસ્તો બતાવવાનો છે. ભલે ક્યાંય પણ જાઓ છો, બુદ્ધિ માં આ યાદ રહે કે આપણે સંગમયુગ પર છીએ. આ છે પુરુષોત્તમ સંગમયુગ. તે પુરુષોત્તમ માસ અથવા વર્ષ કહે છે. તમે કહો છો અમે પુરુષોત્તમ સંગમયુગી બ્રાહ્મણ છીએ. આ સારી રીતે બુદ્ધિ માં ધારણ કરવાનું છે-હમણાં આપણે પુરુષોત્તમ બનવાની યાત્રા પર છીએ. આ યાદ રહે તો પણ મનમનાભવ જ થઈ ગયું. તમે પુરુષોત્તમ બની રહ્યાં છો, પુરુષાર્થ અનુસાર અને કર્મો અનુસાર. દૈવીગુણ પણ જોઈએ અને શ્રીમત પર ચાલવું પડે. પોતાની મત પર તો બધા મનુષ્ય ચાલે છે. તે છે જ રાવણ મત. એવું પણ નથી, તમે બધા કોઈ શ્રીમત પર ચાલો છો. ઘણાં છે જે રાવણ મત પર પણ ચાલે છે. શ્રીમત પર કોઈ કેટલાં ટકા ચાલે, કોઈ કેટલાં. કોઈ તો ૨ ટકા પણ ચાલતાં હશે. ભલે અહીંયા બેઠાં છે તો પણ શિવબાબા ની યાદ માં નથી રહેતાં. ક્યાંય ને ક્યાંય બુદ્ધિયોગ ભટકતો હશે. રોજ પોતાને જોવાનાં છે આજે કોઈ પાપ નું કામ તો નથી કર્યુ? કોઈને દુઃખ તો નથી આપ્યું? પોતાની ઉપર ખુબ સંભાળ કરવાની હોય છે કારણકે ધર્મરાજ પણ ઉભા છે ને? હમણાં નો સમય છે જ હિસાબ-કિતાબ ચૂક્તું કરવા માટે. સજાઓ પણ ખાવી પડે. બાળકો જાણે છે આપણે જન્મ-જન્માંતર નાં પાપી છીએ. ક્યાંય પણ કોઈ મંદિર માં અથવા ગુરુ ની પાસે કે કોઈ ઈષ્ટ દેવતા પાસે જાય છે તો કહે છે અમે તો જન્મ-જન્મ નાં પાપી છીએ, મારી રક્ષા કરો, રહેમ કરો. સતયુગ માં ક્યારેય આવાં શબ્દ નથી નીકળતાં. કોઈ સાચ્ચું બોલે છે, કોઈ તો જુઠ્ઠું બોલે છે. અહીં પણ આવું છે. બાબા હંમેશા કહે છે પોતાની જીવન કહાણી બાબા ને લખીને મોકલો. કોઈ તો બિલકુલ સાચ્ચું લખે, કોઈ છુપાવે પણ છે. શરમ આવે છે. આ તો જાણે છે-ખરાબ કર્મ કરવાથી તેનું ફળ પણ ખરાબ મળશે. તે તો છે અલ્પકાળ ની વાત. આ તો લાંબાકાળ ની વાત છે. ખરાબ કર્મ કરશો તો સજાઓ પણ ખાશો પછી સ્વર્ગ માં પણ બહુ જ અંત માં આવશો. હવે બધી ખબર પડે છે કે કોણ-કોણ પુરુષોત્તમ બને છે. તે છે પુરુષોત્તમ દૈવી રાજ્ય. ઉત્તમ થી ઉત્તમ પુરુષ બનો છો ને? બીજી કોઈ જગ્યાએ આવી રીતે કોઈની મહિમા નહીં કરશે. મનુષ્ય તો દેવતાઓ નાં ગુણો ને પણ નથી જાણતાં. ભલે મહિમા ગાય છે પરંતુ પોપટ ની જેમ, એટલે બાબા પણ કહે છે ભક્તો ને સમજાવો. ભક્ત જ્યારે પોતાને નીચ પાપી કહે છે તો તેમને પૂછો કે શું તમે જ્યારે શાંતિધામ માં હતાં તો ત્યાં પાપ કરતા હતાં? ત્યાં તો આત્મા બધા પવિત્ર રહે છે. અહીં અપવિત્ર બને છે કારણકે તમોપ્રધાન દુનિયા છે. નવી દુનિયા માં તો પવિત્ર રહે છે. અપવિત્ર બનાવવા વાળો છે રાવણ.

આ સમયે ભારત ખાસ અને સામાન્ય આખી દુનિયા પર રાવણ નું રાજ્ય છે. યથા રાજા રાણી તથા પ્રજા. હાઈએસ્ટ (સૌથી શ્રેષ્ઠ), લોએસ્ટ (સૌથી કનિષ્ટ). અહીં બધા પતિત છે. બાબા કહે છે હું તમને પાવન બનાવીને જાઉં છું પછી તમને પતિત કોણ બનાવે છે? રાવણ. હવે ફરી તમે મારી મત થી પાવન બની રહ્યાં છો ફરી અડધાકલ્પ પછી રાવણ ની મત પર પતિત બનશો અર્થાત્ દેહ-અભિમાન માં આવીને વિકારો નાં વશ થઈ જાઓ છો. તેને આસુરી મત કહેવાય છે. ભારત પાવન હતું તે હવે પતિત બન્યું છે ફરી પાવન બનવાનું છે. પાવન બનાવવા માટે પતિત-પાવન બાપ ને આવવું પડે છે. આ સમયે જુઓ કેટલાં અસંખ્ય મનુષ્યો છે? કાલે કેટલાં હશે? લડાઈ લાગશે, મોત તો સામે છે. કાલે આટલાં બધા ક્યાં જશે? બધા નાં શરીર અને આ જૂની દુનિયા વિનાશ થાય છે. આ રહસ્ય હમણાં તમારી બુદ્ધિ માં છે - નબરવાર પુરુષાર્થ અનુસાર. આપણે કોની સન્મુખ બેઠાં છીએ, તે પણ ઘણાં સમજતા નથી. ઓછા માં ઓછુ પદ મેળવવા વાળા છે. ડ્રામા અનુસાર કરી જ શું શકે છે, તકદીર માં નથી. હમણાં તો બાળકોએ સર્વિસ (સેવા) કરવાની છે, બાપ ને યાદ કરવાના છે. તમે સંગમયુગી બ્રાહ્મણ છો, તમારે બાપ સમાન જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર બનવાનું છે. બનાવવા વાળા બાપ મળ્યાં છે ને? દેવતાઓ ની મહિમા ગવાય છે એ સર્વગુણ સંપન્ન… હમણાં તો આ ગુણોવાળા કોઈ નથી. પોતાને સદૈવ પૂછતાં રહો-અમે ઊંચ પદ મેળવવા ને લાયક ક્યાં સુધી બન્યાં છીએ? સંગમયુગ ને સારી રીતે યાદ કરો. આપણે સંગમયુગી બ્રાહ્મણ પુરુષોત્તમ બનવા વાળા છીએ. શ્રીકૃષ્ણ પુરુષોત્તમ છે ને? નવી દુનિયાનાં. બાળકો જાણે છે અમે બાબા ની સન્મુખ બેઠાં છીએ, તો હજી વધારે ભણવું જોઈએ. ભણાવવાનું પણ છે. ભણાવતા નથી તો સિદ્ધ થાય છે ભણતા નથી. બુદ્ધિ માં બેસતું નથી. ૫ ટકા પણ નથી બેસતું. આ પણ યાદ નથી રહેતું કે આપણે સંગમયુગી બ્રાહ્મણ છીએ. બુદ્ધિ માં બાપ ની યાદ રહે અને ચક્ર ફરતું રહે, સમજણ તો ખૂબ સહજ છે. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાના છે. એ છે સૌથી ઊંચા બાપ. બાપ કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થાય. હમ સો પૂજ્ય, હમ સો પુજારી (આપણે જ પૂજ્ય, આપણે જ પુજારી), આ મંત્ર છે ખૂબ સરસ. તેમણે પછી આત્મા સો પરમાત્મા કહી દીધું છે, જે કાંઈ બોલે છે બિલકુલ રોંગ (ખોટું). આપણે પવિત્ર હતાં, ૮૪ જન્મ ચક્ર લગાવીને હવે આવાં બન્યાં છીએ. હવે આપણે જઈએ છીએ પાછાં. આજે અહીં, કાલે ઘરે જઈશું. આપણે બેહદ બાપ નાં ઘર માં જઈએ છીએ. આ બેહદ નું નાટક છે જે હવે રીપીટ (પુનરાવર્તન) થવાનું છે. બાપ કહે છે દેહ સહિત દેહ નાં બધા ધર્મ ભૂલી સ્વયં ને આત્મા સમજો. હવે આપણે આ શરીર ને છોડી ઘરે જઈએ છીએ, આ પાક્કું યાદ કરી લો, આપણે આત્મા છીએ-આ પણ યાદ રહે અને પોતાનું ઘર પણ યાદ રહે તો બુદ્ધિ માંથી આખી દુનિયા નો સંન્યાસ થઈ ગયો. શરીર નો પણ સંન્યાસ, તો બધાનો સંન્યાસ. તે હઠયોગી કોઈ આખી સૃષ્ટિ નો સંન્યાસ થોડી કરે છે, તેમનો છે અધુરો. તમારે તો આખી દુનિયા નો ત્યાગ કરવાનો છે, સ્વયં ને દેહ સમજે છે તો કામ પણ એવું જ કરે છે. દેહ-અભિમાની બનવાથી ચોરી ચકારી, જુઠ્ઠું બોલવું, પાપ કરવા… આ બધી આદતો પડી જાય છે. અવાજ થી બોલવાની પણ આદત પડી જાય છે, પછી કહે છે અમારો અવાજ જ એવો છે. દિવસ માં ૨૫-૩૦ પાપ પણ કરી લે છે. જુઠ્ઠું બોલવું પણ પાપ થયું ને? આદત પડી જાય છે. બાબા કહે છે-અવાજ ઓછો કરતા શીખો ને. અવાજ ઓછો કરવામાં કોઈ વાર નથી લાગતી. કુતરા ને પણ પાળે છે તો સારો થઈ જાય છે, વાંદરા કેટલાં તેજ હોય છે પછી કોઈની સાથે ટેવાય જાય છે તો ડાન્સ વગેરે બેસીને કરે છે. જાનવર પણ સુધરી જાય છે. જાનવરો ને સુધારવા વાળા છે મનુષ્ય. મનુષ્યો ને સુધારવા વાળા છે બાપ. બાપ કહે છે તમે પણ જાનવર જેવાં છો. તો મને કચ્છ અવતાર, વરાહ અવતાર કહી દો છો. જેવી તમારી એક્ટિવિટી (પ્રવૃત્તિ) છે, તેનાથી પણ ખરાબ મને કરી દીધો છે. આ પણ તમે જાણો છો, દુનિયા નથી જાણતી. અંત માં તમને સાક્ષાત્કાર થશે. કેવી-કેવી સજાઓ ખાય છે, તે પણ તમને ખબર પડશે. અડધોકલ્પ ભક્તિ કરી છે, હવે બાપ મળ્યાં છે. બાપ કહે છે મારી મત પર નહીં ચાલશો તો સજા વધારે જ વધતી જશે એટલે હવે પાપ વગેરે કરવાનું છોડો. પોતાનો ચાર્ટ રાખો પછી સાથે ધારણા પણ જોઈએ. કોઈને સમજાવવાની પ્રેક્ટિસ પણ જોઈએ. પ્રદર્શન નાં ચિત્રો પર વિચાર ચલાવો. કોઈને આપણે કેવી રીતે સમજાવીએ? પહેલી-પહેલી વાત આ ઉઠાવો - ગીતા નાં ભગવાન કોણ? જ્ઞાન નાં સાગર તો પતિત-પાવન પરમપિતા પરમાત્મા છે ને? આ બાપ છે સર્વ આત્માઓ નાં બાપ. તો બાપ નો પરિચય જોઈએ ને? ઋષિ-મુની વગેરે કોઈને પણ નથી બાપ નો પરિચય, નથી રચના નાં આદિ-મધ્ય-અંત નો એટલે પહેલાં-પહેલાં તો આ સમજાવીને લખાવો કે ભગવાન એક છે. બીજા કોઈ હોઈ ન શકે. મનુષ્ય પોતાને ભગવાન કહી ન શકે.

આપ બાળકો ને હવે નિશ્ચય છે-ભગવાન નિરાકાર છે. બાપ આપણને ભણાવે છે. આપણે વિદ્યાર્થી છીએ. એ બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. એક ને યાદ કરશો તો શિક્ષક અને ગુરુ બંને ની યાદ આવશે. બુદ્ધિ ભટકવી ન જોઈએ. ફક્ત શિવ પણ નથી કહેવાનું, શિવ આપણા બાપ પણ છે, સુપ્રીમ શિક્ષક પણ છે, આપણને સાથે લઈ જશે. એ એક ની કેટલી મહિમા છે, એમને જ યાદ કરવાના છે. કોઈ-કોઈ કહે છે આમણે તો બી.કે. ને ગુરુ બનાવ્યાં છે. તમે ગુરુ તો બનો છો ને? પછી તમને બાપ નહીં કહેવાશે. શિક્ષક, ગુરુ કહેવાશે, બાપ નહીં. ત્રણેય પછી એ એક બાપ ને જ કહેવાશે. એ સૌથી ઊંચા બાપ છે, આમની ઉપર પણ એ બાપ છે. આ સારી રીતે સમજાવવાનું છે. પ્રદર્શન માં સમજાવવાની અક્કલ જોઈએ. પરંતુ પોતાનાં માં એટલી હિંમત નથી સમજતાં. મોટા-મોટા પ્રદર્શન થાય છે તો જે સારા-સારા સર્વિસેબલ બાળકો છે, તેમણે જઈને સર્વિસ કરવી જોઈએ. બાબા ના થોડી કરે છે? આગળ ચાલી સાધુ-સંત વગેરે ને પણ તમે જ્ઞાન-બાણ મારતા રહેશો. જશો ક્યાં? એક જ હટ્ટી છે. સદ્દગતિ બધાની આ હટ્ટી થી થવાની છે. આ હટ્ટી એવી છે, તમે બધાને પવિત્ર થવાનો રસ્તો બતાવો છો પછી બને, ન બને.

આપ બાળકો નું ધ્યાન વિશેષ સર્વિસ પર હોવું જોઈએ. ભલે બાળકો સમજદાર છે પરંતુ સર્વિસ પૂરી નથી કરતા તો બાબા સમજે છે રાહુ ની દશા બેઠી છે. દશાઓ તો બધા પર ફરે છે ને? માયા નો પડછાયો પડે છે પછી બે દિવસ પછી ઠીક થઈ જાય છે. બાળકોએ સર્વિસ નો અનુભવ કરીને આવવું જોઈએ. પ્રદર્શન તો કરતા રહો છો, કેમ મનુષ્ય સમજીને ઝટ નથી લખતાં કે બરાબર ગીતા કૃષ્ણ ની નહીં, શિવ ભગવાન ની ગાયેલી છે. કોઈ તો ફક્ત કહી દે છે આ બહુ જ સરસ છે. મનુષ્યો માટે બહુ જ કલ્યાણકારી છે, બધાને દેખાડવું જોઈએ. પરંતુ હું પણ આ વારસો લઈશ… આવું કોઈ કહેતાં નથી. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દેહ-અભિમાન માં આવીને અવાજ થી વાત નથી કરવાની. આ આદત ને ખતમ કરવાની છે. ચોરી કરવી, જુઠ્ઠું બોલવું… આ બધા પાપ છે, એનાંથી બચવા માટે દેહી-અભિમાની બનીને રહેવાનું છે.

2. મોત સામે છે એટલે બાપ ની શ્રીમત પર ચાલીને પાવન બનવાનું છે. બાપ નાં બન્યાં પછી કોઈ પણ ખોટા કર્મ નથી કરવાનાં. સજાઓ થી બચવાનો પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
લોક પસંદ સભા ની ટિકિટ બુક કરવા વાળા રાજ્ય સિંહાસન અધિકારી ભવ

કોઈ પણ સંકલ્પ અથવા વિચાર કરો છો તો પહેલાં ચેક કરો કે આ વિચાર અથવા સંકલ્પ બાપ પસંદ છે? જે બાપ પસંદ છે તે લોક પસંદ સ્વતઃ બની જાય છે. જો કોઈ પણ સંકલ્પ માં સ્વાર્થ છે તો મન પસંદ કહેવાશે અને વિશ્વ કલ્યાણર્થ છે તો લોકપસંદ તથા પ્રભુ પસંદ કહેવાશે. લોક પસંદ સભા નાં મેમ્બર બનવું અર્થાત્ લૉ અને ઓર્ડર નાં રાજ્ય અધિકારી અથવા રાજ્ય સિંહાસન પ્રાપ્ત કરી લેવું.

સ્લોગન :-
પરમાત્મ-સાથ નો અનુભવ કરો તો બધું સહજ અનુભવ કરવા સાથે સેફ રહેશો.

અવ્યક્ત ઇશારા - “ કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

જેવી રીતે શિવ-શક્તિ કમ્બાઇન્ડ રુપ છે એવી રીતે પાંડવપતિ અને પાંડવ આ સદા નાં કમ્બાઇન્ડ રુપ છે. પાંડવપતિ પાંડવો સિવાય કાંઈ નથી કરી શકતાં. જે આવી રીતે કમ્બાઇન્ડ રુપ માં સદા રહે છે એમની આગળ બાપદાદા સાકાર માં જેવી રીતે બધા સંબંધો થી સામે હોય છે. જ્યાં બોલાવો ત્યાં સેકન્ડ માં હાજર એટલે કહે છે હાજરા-હજૂર.