28-01-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - પાસ
વિથ ઓનર થવું છે તો શ્રીમત પર ચાલતાં રહો , કુસંગ અને માયા નાં તોફાનો થી સ્વયં ની
સંભાળ કરો”
પ્રશ્ન :-
બાપે બાળકો ની કઈ સેવા કરી, જે બાળકોએ પણ કરવાની છે?
ઉત્તર :-
બાપે લાડલા બાળકો કહીને હીરા જેવા બનાવવાની સેવા કરી. એમ આપણે બાળકોએ પણ આપણા મીઠાં
ભાઈઓ ને હીરા જેવા બનાવવાના છે. આમાં કોઈ તકલીફ ની વાત નથી, ફક્ત કહેવાનું છે કે
બાપ ને યાદ કરો તો હીરા જેવા બની જશો.
પ્રશ્ન :-
બાપે કયો હુકમ
પોતાનાં બાળકો ને આપ્યો છે?
ઉત્તર :-
બાળકો, તમે સાચ્ચી કમાણી કરો અને કરાવો. તમને કોઈની પાસે થી પણ ઉધાર લેવાનો હુકમ નથી.
ગીત :-
ઇસ પાપ કી
દુનિયા સે…
ઓમ શાંતિ!
નવી દુનિયામાં
ચાલવા વાળા મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રત્યે બાપ ગુડમોર્નિંગ કરી રહ્યા છે. રુહાની
બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે કે બરોબર આપણે આ દુનિયા થી દૂર જઈ રહ્યા
છીએ. ક્યાં? પોતાનાં સ્વીટ સાઈલેન્સ હોમ માં. શાંતિધામ જ દૂર છે, જ્યાંથી આપણે
આત્માઓ આવીએ છીએ તે છે મૂળવતન, આ છે સ્થૂળવતન. તે છે આપણું આત્માઓ નું ઘર. એ ઘર માં
બાપ વગર તો કોઈ લઈ જઈ ન શકે. તમે બધા બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ રુહાની સર્વિસ કરી રહ્યા
છો. કોણે શીખવાડ્યું છે? દૂર લઈ ચાલવા વાળા બાપે. કેટલાઓ ને લઈ જશે દૂર? અસંખ્ય છે.
એક પંડા નાં બાળકો તમે બધા પણ પંડા છો. તમારું નામ જ છે પાંડવ સેના. આપ બાળકો દરેક
ને દૂર લઈ જવાની યુક્તિ બતાવો છો-મનમનાભવ, બાપ ને યાદ કરો. કહે પણ છે - બાબા, આ
દુનિયા થી ક્યાંક દૂર લઈ ચાલો. નવી દુનિયામાં તો એવું નહીં કહેશે. અહીં છે રાવણ
રાજ્ય, તો કહે છે આનાંથી દૂર લઈ ચાલો, અહીં ચૈન નથી. આનું નામ જ છે દુઃખધામ. હવે
બાપ તમને કોઈ ધક્કા નથી ખવડાવતાં. ભક્તિમાર્ગ માં બાપ ને શોધવા માટે તમે કેટલાં
ધક્કા ખાઓ છો? બાપ સ્વયં કહે છે હું છું જ ગુપ્ત. આ આંખો દ્વારા કોઈ મને જોઈ ન શકે.
કૃષ્ણ નાં મંદિર માં માથું નમાવવા માટે ચાખડી (પાદુકા) રાખે છે, મને તો પગ નથી જે
તમારે માથું નમાવવું પડે. તમને તો ફક્ત કહું છું-લાડલા બાળકો, તમે પણ બીજાને કહો
છો-મીઠાં ભાઈઓ, પારલૌકિક બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. બસ, બીજી કોઈ તકલીફ
નથી. જેમ બાપ હીરા જેવા બનાવે છે, બાળકો પણ બીજાઓ ને હીરા જેવા બનાવે છે. આ જ
શીખવાનું છે-મનુષ્ય ને હીરા જેવા કેવી રીતે બનાવીએ? ડ્રામા અનુસાર કલ્પ પહેલાં ન
જેમ કલ્પ-કલ્પ નાં સંગમ પર બાપ આવીને આપણને શીખવાડે છે. પછી આપણે બીજાઓને શીખવાડીએ
છીએ. બાપ હીરા જેવા બનાવી રહ્યા છે. તમને ખબર છે ખોજાઓ નાં ગુરુ આગાખાં નું સોના,
ચાંદી, હીરા માં વજન કર્યુ હતું. નહેરુ નું સોના માં વજન કર્યુ હતું. હવે તે કોઈ
હીરા જેવા બનાવતા તો નહોતાં. બાપ તો તમને હીરા જેવા બનાવે છે. એમને તમે શેમાં વજન
કરશો? તમે હીરા વગેરે શું કરશો? તમને તો જરુર જ નથી. તે લોકો તો રેસ માં ખૂબ પૈસા
ઉડાવે છે. મકાન, પ્રોપર્ટી વગેરે બનાવતા રહે છે. આપ બાળકો તો સાચ્ચી કમાણી કરી રહ્યા
છો. તમે કોઈની પાસે થી ઉધાર લો તો પછી ૨૧ જન્મ માટે ભરીને આપવું પડે. તમને કોઈની
પાસે થી ઉધાર લેવાનો હુકમ નથી. તમે જાણો છો આ સમયે છે જુઠ્ઠી કમાણી, જે ખતમ થઈ જવાની
છે. બાબાએ જોયું આ તો કોડીઓ છે, અમને હીરા મળે છે, તો પછી આ કોડીઓ શું કરીશું? કેમ
નહીં બાપ પાસે થી બેહદ નો વારસો લઈએ? ખાવાનું તો મળવાનું જ છે. એક કહેવત પણ છે-હાથ
જેમનો એવો… પહેલો પુર (પહેલો નંબર) તે મેળવી લે છે. બાબાને શર્રાફ (સોદાગર) પણ કહે
છે ને? તો બાપ કહે છે તમારી જૂની ચીજો એક્સચેન્જ (બદલી) કરું છું. કોઈ મરે છે તો
જૂની ચીજો કરણીઘોર ને આપે છે ને? બાપ કહે છે હું તમારી પાસે થી શું લઉં છું? આ
સેમ્પલ (ઉદાહરણ) જુઓ. દ્રૌપદી પણ એક તો નહોતી ને? તમે બધા દ્રૌપદીઓ છો. બહુ જ પોકારો
છો બાબા, અમને નિર્વસ્ત્ર થવાથી બચાવો. બાબા કેટલા પ્રેમ થી સમજાવે છે - બાળકો, આ
અંતિમ જન્મ પવિત્ર બનો. બાપ કહે છે ને બાળકોને કે મારી દાઢી ની લાજ રાખો, કુળ ને
કલંક નહીં લગાવો. તમને મીઠાં-મીઠાં બાળકો ને કેટલો ફખુર (નશો) હોવો જોઈએ! બાપ તમને
હીરા જેવા બનાવે છે, આમને પણ એ બાપ હીરા જેવા બનાવે છે. યાદ એમને (શિવબાબા ને)
કરવાના છે. આ બાબા બ્રહ્મા કહે છે મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ નહીં થાય. હું
તમારો ગુરુ નથી. એ મને શીખવાડે છે, હું પછી તમને શીખવાડું છું. હીરા જેવા બનવું છે
તો બાપ ને યાદ કરો.
બાબાએ સમજાવ્યું છે
ભક્તિમાર્ગ માં ભલે કોઈ દેવતા ની ભક્તિ કરતા રહે છે, તો પણ બુદ્ધિ દુકાન, ધંધા વગેરે
તરફ ભાગતી રહે છે, કારણકે તેનાથી આવક થાય છે. બાબા પોતાનો અનુભવ પણ સંભળાવે છે કે
જ્યારે બુદ્ધિ આમ-તેમ ભાગતી હતી તો પોતાને ચમાટ મારતો હતો-આ યાદ કેમ આવે છે? તો હવે
આપણે આત્માઓ એ એક બાપ ને યાદ કરવાના છે, પરંતુ માયા ઘડી-ઘડી ભુલાવી દે છે, ઘૂંસો
લાગે છે. માયા બુદ્ધિયોગ તોડી દે છે. એવી-એવી પોતાની સાથે વાતો કરવી જોઈએ. બાપ કહે
છે-હવે પોતાનું કલ્યાણ કરો તો બીજાઓ નું પણ કલ્યાણ કરો, સેવાકેન્દ્રો ખોલો. એવું ઘણાં
બાળકો બોલે છે-બાબા, ફલાણી જગ્યાએ સેવાકેન્દ્ર ખોલું? બાપ કહે છે હું તો દાતા છું.
મને કોઈ જરુર નથી. આ મકાન વગેરે પણ આપ બાળકો માટે બનાવે છે ને? શિવબાબા તો તમને હીરા
જેવા બનાવવા આવ્યા છે. તમે જે કાંઈ કરો છો તે તમારા જ કામ માં આવે છે. આ કોઈ ગુરુ
નથી જે શિષ્યો વગેરે બનાવે, મકાન બાળકો જ બનાવે છે પોતાને રહેવા માટે. હા, બનાવવા
વાળા જ્યારે આવે છે તો ખાતરી કરાય છે કે તમે ઉપર નાં નવાં મકાન માં જઈને રહો. કોઈ
તો કહે છે અમે નવાં મકાન માં કેમ રહીએ? અમને તો જૂનું જ ગમે છે. જેમ તમે રહો છો, અમે
પણ રહીશું. અમને કોઈ અહંકાર નથી કે હું દાતા છું. બાપદાદા જ નથી રહેતાં તો હું કેમ
રહું? અમને પણ તમારી સાથે રાખો. જેટલા તમારી નજીક હોઈશું એટલું સારું છે.
બાપ સમજાવે છે જેટલો
પુરુષાર્થ કરશો તો સુખધામ માં ઊંચ પદ મેળવશો. સ્વર્ગ માં તો બધા જશે ને? ભારતવાસી
જાણે છે ભારત પુણ્ય આત્માઓ ની દુનિયા હતી, પાપ નું નામ નહોતું. હમણાં તો પાપ આત્મા
બની ગયા છે. આ છે રાવણ રાજ્ય. સતયુગ માં રાવણ હોતો નથી. રાવણ રાજ્ય થાય (આવે) જ છે
અડધાકલ્પ પછી. બાપ આટલું સમજાવે છે તો પણ સમજતા નથી. કલ્પ-કલ્પ આવું થતું આવ્યું
છે. નવી વાત નથી. તમે પ્રદર્શન કરો છો, કેટલા અનેક આવે છે. પ્રજા તો ખૂબ બનશે. હીરા
જેવા બનવામાં તો સમય લાગે છે. પ્રજા બની જાય તે પણ સારું. હમણાં છે જ કયામત નો સમય.
બધાનાં હિસાબ-કિતાબ ચૂક્તુ થાય છે. ૮ ની માળા જે બનેલી છે તે છે પાસ વિથ ઓનર ની. ૮
દાણા જ નંબરવન માં જાય છે, જેમને જરા પણ સજા નથી મળતી. કર્માતીત અવસ્થા મેળવી લે
છે. પછી છે ૧૦૮, નંબરવાર તો કહેવાશે ને? આ પૂર્વ નિર્ધારિત અનાદિ ડ્રામા છે, જેને
સાક્ષી થઈને જુએ છે કે કોણ સારો પુરુષાર્થ કરે છે? કોઈ-કોઈ બાળકો પછી આવ્યા છે,
શ્રીમત પર ચાલતાં રહે છે. આવી રીતે જ શ્રીમત પર ચાલતાં રહ્યા તો પાસ વિથ ઓનર્સ બની
૮ ની માળા માં આવી શકે છે. હાં, ચાલતાં-ચાલતાં ક્યારેક ગ્રહચારી પણ આવી જાય છે. આ
ઉતાર-ચઢાવ બધાની આગળ આવે છે. આ કમાણી છે. ક્યારેક બહુ જ ખુશી માં રહેશે, ક્યારેક ઓછાં.
માયા નાં તોફાન અથવા કુસંગ પાછળ હટાવી દે છે. ખુશી ગુમ થઈ જાય છે. ગવાયેલું પણ છે
સંગ તારે કુસંગ બોરે (ડુબાડે). હવે રાવણ નો સંગ ડુબાડે, રામ નો સંગ તારે. રાવણ ની
મત થી આવા બન્યા છે. દેવતાઓ પણ વામમાર્ગ માં જાય છે. તેમનાં ચિત્ર કેવા ગંદા દેખાડે
છે. આ નિશાની છે વામમાર્ગ માં જવાની. ભારત માં જ રામ રાજ્ય હતું, ભારત માં જ હવે
રાવણ રાજ્ય છે. રાવણ રાજ્ય માં ૧૦૦ ટકા દુઃખી બની જાય છે. આ ખેલ છે. આ નોલેજ કોઈને
પણ સમજાવવી કેટલી સહજ છે!
(એક નર્સ બાબા ની સામે
બેઠી છે) બાબા આ બાળકીને કહે છે તમે નર્સ છો, તે સર્વિસ પણ કરતા રહો, સાથે-સાથે તમે
આ સર્વિસ પણ કરી શકો છો. પેશન્ટ (દર્દી) ને પણ આ જ્ઞાન સંભળાવતા રહો કે બાપ ને યાદ
કરો તો વિકર્મ વિનાશ થશે, પછી ૨૧ જન્મો માટે તમે રોગી નહીં બનો. યોગ થી જ હેલ્થ (સ્વાસ્થ્ય)
અને આ ૮૪ નાં ચક્ર ને જાણવાથી વેલ્થ (સંપત્તિ) મળે છે. તમે તો ખૂબ સર્વિસ કરી શકો
છો, અનેકો નું કલ્યાણ કરશો. પૈસા પણ જે મળશે તે આ રુહાની સેવા માં લગાવશો. હકીકત
માં તમે પણ બધા નર્સ છો ને? છી-છી ગંદા મનુષ્યો ને દેવતા બનાવવા-આ નર્સ સમાન સેવા
થઈ ને? બાપ પણ કહે છે મને પતિત મનુષ્ય બોલાવે છે કે આવીને પાવન બનાવો. તમે પણ રોગીઓ
ની આ સેવા કરો, તમારા પર કુરબાન થઈ જશે. તમારા દ્વારા સાક્ષાત્કાર પણ થઈ શકે છે. જો
યોગયુક્ત છો તો મોટા-મોટા સર્જન વગેરે બધા તમારા ચરણો માં આવીને પડશે. તમે કરીને
જુઓ. અહીં વાદળ આવે છે રિફ્રેશ પછી જઈને વર્ષા કરી બીજાને રીફ્રેશ કરશે. ઘણાં બાળકો
ને એ પણ ખબર નથી રહેતી કે વરસાદ ક્યાંથી આવે છે? સમજે છે ઈન્દ્ર વર્ષા કરે છે.
ઈન્દ્રધનુષ કહે છે ને? શાસ્ત્રો માં તો કેટલી વાતો લખી દીધી છે? બાપ કહે છે આ તો પણ
થશે, ડ્રામા માં જે નોંધ છે. હું કોઈની ગ્લાનિ નથી કરતો, આ તો પૂર્વ નિર્ધારિત અનાદિ
ડ્રામા છે. સમજાવાય છે કે આ ભક્તિ માર્ગ છે. કહે પણ છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ. આપ
બાળકો ને આ જૂની દુનિયા થી વૈરાગ છે. આપ મુયે મરી ગઈ દુનિયા. આત્મા શરીર થી અલગ થઈ
ગયો તો દુનિયા જ ખતમ.
બાપ બાળકો ને સમજાવે
છે-મીઠાં બાળકો, ભણતર માં ગફલત નહીં કરો. બધો આધાર ભણતર પર છે. બેરિસ્ટર (વકીલ) કોઈ
તો એક લાખ રુપિયા કમાય છે અને કોઈ બેરિસ્ટર ને પહેરવા માટે કોટ પણ નહીં હશે. ભણતર
પર બધો આધાર છે. આ ભણતર તો ખૂબ સહજ છે. સ્વદર્શન તચક્રધારી બનવું છે અર્થાત્ પોતાનાં
૮૪ જન્મો નાં આદિ-મધ્ય-અંત ને જાણવાના છે. હમણાં આ આખા ઝાડ ની જડજડીભૂત અવસ્થા છે,
ફાઉન્ડેશન નથી. બાકી આખું ઝાડ ઉભું છે. તેમ આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ જે હતો, થડ
હતું, તે હમણાં નથી. ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની ગયા છે. મનુષ્ય કોઈને સદ્દગતિ આપી
ન શકે. બાપ આ બધી વાતો સમજાવે છે, તમે સદા માટે સુખી બની જાઓ છો. ક્યારેય અકાળે
મૃત્યુ નહીં થશે. ફલાણા મરી ગયા, આ શબ્દ ત્યાં હોતો નથી. તો બાપ સલાહ આપે છે, અનેક
ને રસ્તો બતાવશો તો એ તમારા પર કુરબાન જશે. કોઈને સાક્ષાત્કાર પણ થઈ શકે છે.
સાક્ષાત્કાર ફક્ત મુખ્ય-ઉદ્દેશ છે. એનાં માટે ભણવું તો પડે ને? ભણ્યા વગર થોડી
બૅરિસ્ટર બની જશો? એવું નથી કે સાક્ષાત્કાર થયો એટલે મુક્ત થયા, મીરા ને
સાક્ષાત્કાર થયો, એવું નથી કે કૃષ્ણપુરી માં ચાલી ગઈ. નૌધા ભક્તિ કરવાથી
સાક્ષાત્કાર થાય છે. અહીં પછી છે નૌધા યાદ. સંન્યાસી પછી બ્રહ્મજ્ઞાની, તત્વજ્ઞાની
બની જાય છે. બસ, બ્રહ્મ માં લીન થવું છે. હવે બ્રહ્મ તો પરમાત્મા નથી.
હવે બાપ સમજાવે છે
પોતાનો ધંધો વગેરે શરીર નિર્વાહ માટે ભલે કરો પરંતુ પોતાને ટ્રસ્ટી સમજીને, તો ઊંચ
પદ મળશે. પછી મમત્વ નીકળી જશે. આ બાબા લઈને શું કરશે? આમણે તો બધું જ છોડયું ને?
ઘરબાર તથા મહેલ વગેરે તો બનાવવાના નથી. આ મકાન બનાવે છે કારણકે અનેક બાળકો આવશે.
આબુરોડ થી અહીં સુધી લાઈન લાગી જશે. તમારો હમણાં પ્રભાવ નીકળે તો માથું જ ખરાબ કરી
દે. મોટા વ્યક્તિ આવે છે તો ભીડ થઈ જાય છે. તમારો પ્રભાવ અંત માં નીકળવાનો છે, હમણાં
નહીં. બાપ ને યાદ કરવાનો અભ્યાસ કરવાનો છે જેથી પાપ કપાઈ જાય. આવી રીતે યાદ માં
શરીર છોડવાનું છે. સતયુગ માં શરીર છોડશે, સમજશે એક શરીર છોડી બીજું નવું લઈશું. અહીં
તો દેહ-અભિમાન કેટલું રહે છે? ફરક છે ને? આ બધી વાતો નોંધ કરવાની અને કરાવવાની છે.
બીજાને પણ આપ સમાન હીરા જેવા બનાવવા પડે. જેટલો પુરુષાર્થ કરશો, એટલું ઊંચ પદ મેળવશો.
આ બાપ સમજાવે છે, આ કોઈ સાધુ-મહાત્મા નથી.
આ જ્ઞાન બહુ જ મજા
નું છે, આને સારી રીતે ધારણ કરવાનું છે. એવું નથી, બાપ પાસે થી સાંભળ્યું પછી અહીં
નું અહીં રહ્યું. ગીત માં પણ સાંભળ્યું ને, કહે છે સાથે લઈ જાઓ. તમે આ વાતો ને પહેલાં
નહોતાં સમજતા, હમણાં બાપે સમજાવ્યું છે ત્યારે સમજો છો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ભણતર માં
ક્યારેય ગફલત નથી કરવાની. સ્વદર્શન ચક્રધારી બનીને રહેવાનું છે. હીરા જેવા બનાવાની
સેવા કરવાની છે.
2. સાચ્ચી કમાણી
કરવાની અને કરાવવાની છે. પોતાની જૂની બધી ચીજો એક્સચેન્જ (બદલી) કરવાની છે. કુસંગ
થી પોતાની સંભાળ કરવાની છે.
વરદાન :-
જહાન નાં નૂર
બની ભક્તો ને નજર થી નિહાલ કરવા વાળા દર્શનીય મૂર્ત ભવ
આખું વિશ્વ આપ જહાન
નાં આંખો ની દૃષ્ટિ લેવા માટે પ્રતિક્ષા માં છે. જ્યારે આપ જહાન નાં નૂર પોતાની
સંપૂર્ણ સ્ટેજ સુધી પહોંચશો અર્થાત્ સંપૂર્ણતા ની આંખ ખોલશો ત્યારે સેકન્ડ માં
વિશ્વ પરિવર્તન થશે. પછી આપ દર્શનીય મૂર્ત આત્માઓ પોતાની નજર થી ભક્ત આત્માઓ ને
નિહાલ કરી શકશો. નજર થી નિહાલ થવા વાળા ની લાંબી લાઈન છે એટલે સંપૂર્ણતા ની આંખ
ખુલ્લી રહે. આંખો નું ચોળવું અને સંકલ્પો નાં ઘૂંટકા તથા ઝૂટકા ખાવાનું બંધ કરો
ત્યારે દર્શનીય મૂર્ત બની શકશો.
સ્લોગન :-
નિર્મળ સ્વભાવ
નિર્માણતા ની નિશાની છે. નિર્મળ બનો તો સફળતા મળશે.
પોતાની શક્તિશાળી
મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો
મન બુદ્ધિ ને એકાગ્ર
કરવા માટે મનમનાભવ ના મંત્ર ને સદા સ્મૃતિ માં રાખો. મનમનાભવ નાં મંત્ર ની
પ્રેક્ટિકલ ધારણા થી પહેલો નંબર આવી શકો છો. મન ની એકાગ્રતા અર્થાત્ એક ની યાદ માં
રહેવું, એકાગ્ર થવું આ જ એકાંત છે. જ્યારે સર્વ આકર્ષણો નાં વાયબ્રેશન થી અંતર્મુખ
બનશો ત્યારે મન્સા દ્વારા પૂરાં વિશ્વ ને સકાશ આપવાની સેવા કરી શકશો.