31-01-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
પુણ્ય આત્મા બનવું છે તો સ્વયં નો પોતામેલ જુઓ કે કોઈ પાપ તો નથી થતું , સત્ય નું
ખાતું જમા છે ?”
પ્રશ્ન :-
સૌથી મોટું પાપ કયું છે?
ઉત્તર :-
કોઈ નાં પર પણ ખરાબ દૃષ્ટિ રાખવી - આ સૌથી મોટું પાપ છે. તમે પુણ્ય આત્મા બનવાવાળા
બાળકો કોઈ નાં પર પણ ખરાબ દૃષ્ટિ (વિકારી દૃષ્ટિ) ન રાખી શકો. તપાસ કરવાની છે અમે
ક્યાં સુધી યોગ માં રહીએ છીએ? કોઈ પાપ તો નથી કરતાં? ઊંચ પદ મેળવવું છે તો ખબરદારી
રાખો કે જરા પણ કુદૃષ્ટિ ન હોય. બાપ જે શ્રીમત આપે છે તેનાં પર પૂરાં ચાલતાં રહો.
ગીત :-
મુખડા દેખ લે
પ્રાણી…
ઓમ શાંતિ!
બેહદ નાં બાપ
પોતાનાં બાળકોને કહે છે બાળકો, પોતાની અંદર જરા તપાસ કરો. આ તો મનુષ્યો ને ખબર રહે
છે કે અમે આખા જીવન માં કેટલાં પાપ, કેટલાં પુણ્ય કર્યા છે? રોજ પોતાનો પોતામેલ જુઓ
- કેટલાં પાપ અને કેટલાં પુણ્ય કર્યા છે? કોઈ ને રંજ (નારાજ) તો નથી કર્યાં? દરેક
મનુષ્ય સમજી શકે છે - અમે જીવન માં શું-શું કર્યુ છે? કેટલાં પાપ કર્યા છે, કેટલું
દાન-પુણ્ય વગેરે કર્યુ છે? મનુષ્ય યાત્રા પર જાય છે તો દાન-પુણ્ય કરે છે. કોશિશ
કરીને કોઈ પાપ નથી કરતાં. તો બાપ બાળકો ને જ પૂછે છે - કેટલાં પાપ, કેટલાં પુણ્ય
કર્યા છે? હવે આપ બાળકો ને પુણ્ય આત્મા બનવાનું છે. કોઈ પણ પાપ નથી કરવાનું. પાપ પણ
અનેક પ્રકારનાં હોય છે. કોઈ પર ખરાબ દૃષ્ટિ જાય છે તો આ પણ પાપ છે. ખરાબ દૃષ્ટિ હોય
છે જ વિકાર ની. તે છે સૌથી ખરાબ. ક્યારેય પણ વિકાર ની દૃષ્ટિ ન જવી જોઈએ. ખાસ કરીને
સ્ત્રી-પુરુષ ની તો વિકાર ની જ દૃષ્ટિ હોય છે. કુમાર-કુમારી ની પણ ક્યાંક ને ક્યાંક
વિકાર ની દૃષ્ટિ ઉઠે છે. હવે બાપ કહે છે આ વિકાર ની દૃષ્ટિ ન હોવી જોઈએ. નહીં તો
તમને વાનર (વાંદરા) કહેવા પડે. નારદ નું ઉદાહરણ છે ને? બોલ્યા હું લક્ષ્મી ને વરી
શકું છું! તમે પણ કહો છો ને અમે તો લક્ષ્મી ને વરીશું. નારી થી લક્ષ્મી, નર થી
નારાયણ બનીશું. બાપ કહે છે પોતાનાં દિલ ને પૂછો-ક્યાં સુધી અમે પુણ્ય આત્મા બન્યા
છીએ? કોઈ પાપ તો નથી કરતાં? ક્યાં સુધી યોગ માં રહીએ છીએ?
આપ બાળકો તો બાપ ને
ઓળખો છો ત્યારે તો અહીં બેઠાં છો ને? દુનિયા નાં મનુષ્ય થોડી બાબા ને ઓળખશે કે આ
બાપદાદા છે? આપ બ્રાહ્મણ બાળકો તો જાણો છો પરમપિતા પરમાત્મા બ્રહ્મા માં પ્રવેશ
કરીને આપણને અવિનાશી જ્ઞાન-રત્નો નાં ખજાના આપે છે. મનુષ્યો ની પાસે હોય છે વિનાશી
ધન. તે જ દાન કરે છે, તે તો છે પથ્થર. આ છે જ્ઞાન નાં રત્ન. જ્ઞાન-સાગર બાપ ની પાસે
જ રત્ન છે. આ એક-એક રત્ન લાખો રુપિયા નાં છે. રત્નાગર બાપ પાસે થી જ્ઞાન-રત્ન ધારણ
કરી અને પછી આ રત્નો નું દાન કરવાનું છે. જેટલું જે લેશે અને આપશે, એટલું ઊંચ પદ
મેળવે. તો બાપ સમજાવે છે પોતાની અંદર જુઓ, અમે કેટલાં પાપ કર્યા છે? હવે કોઈ પાપ તો
નથી થતાં? જરા પણ કુદૃષ્ટિ ન જાય. બાપ જે શ્રીમત આપે છે તેનાં પર પૂરાં ચાલતાં રહો,
આ ખબરદારી જોઈએ. માયા નાં તોફાન તો ભલે આવે પરંતુ કર્મેન્દ્રિયો થી કોઈ વિકર્મ નથી
કરવાનાં. કોઈ તરફ કુદૃષ્ટિ જાય તો તેની આગળ ઉભા પણ ન રહેવું જોઈએ. એકદમ ચાલ્યા જવું
જોઈએ. ખબર પડી જાય છે - આમની કુદૃષ્ટિ છે. જો ઊંચું પદ મેળવવું હોય તો બહુ જ ખબરદાર
રહેવાનું છે. કુદૃષ્ટિ હશે તો પછી લુલા-લંગડા બની જશો. બાપ જે શ્રીમત આપે છે, એનાં
પર ચાલવાનું છે. બાપ ને બાળકો જ ઓળખી શકે છે. સમજો, બાબા ક્યાંય જાય છે, બાળકો જ
સમજશે કે બાપદાદા આવ્યા છે. બીજા મનુષ્ય જુએ તો બહુ જ છે પરંતુ તેમને થોડી ખબર છે?
કોઈ પૂછે પણ આ કોણ છે? બોલો, બાપદાદા છે. બેજ તો બધાની પાસે હોવો જ જોઈએ. બોલો,
શિવબાબા અમને આ દાદા દ્વારા અવિનાશી જ્ઞાન-રત્નો નું દાન આપે છે. આ છે આધ્યાત્મિક
જ્ઞાન. આધ્યાત્મિક પિતા બધા રુહો નાં બાપ આ જ્ઞાન આપે છે. શિવ ભગવાનુવાચ, ગીતા માં
શ્રીકૃષ્ણ ભગવાનુવાચ ખોટું છે. જ્ઞાન-સાગર પતિત-પાવન શિવ ને જ કહેવાય છે. જ્ઞાન થી
જ સદ્દગતિ થાય છે. આ છે અવિનાશી જ્ઞાન-રત્ન. સદ્દગતિ દાતા એક જ બાપ છે. આ બધા શબ્દો
પૂરી રીતે યાદ રાખવા જોઈએ. હવે બાળકો સમજે છે કે આપણે બાપ ને જાણીએ છીએ અને બાપ પણ
સમજે છે કે હું બાળકો ને જાણું છું. બાપ તો કહશે ને - આ બધા મારા બાળકો છે, પરંતુ
જાણી નથી શકતાં. તકદીર માં હશે તો આગળ ચાલીને જાણશે. સમજો, આ બાબા ક્યાંય જાય છે,
કોઈ પૂછે છે કે આ કોણ છે? જરુર શુદ્ધ ભાવ થી જ પૂછશે. શબ્દ જ આ બોલો કે બાપદાદા છે.
બેહદ નાં બાપ છે નિરાકાર. એ જ્યાં સુધી સાકાર માં ન આવે ત્યાં સુધી બાપ પાસે થી
વારસો કેવી રીતે મળે? તો શિવબાબા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરી વારસો આપે
છે. આ પ્રજાપિતા બ્રહ્મા અને આ બી.કે. છે. ભણાવવા વાળા જ્ઞાન નાં સાગર છે. એમની પાસે
થી જ વારસો મળે છે. આ બ્રહ્મા પણ ભણે છે. આ બ્રાહ્મણ થી પછી દેવતા બનવાનાં છે. કેટલું
સહજ છે સમજાવવાનું? કોઈને પણ બેજ પર સમજાવવું સારું છે. બોલો, બાબા કહે છે મને યાદ
કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જશે. પાવન બની અને પાવન દુનિયામાં ચાલ્યા જશો. આ
પતિત-પાવન બાપ છે ને? આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ પાવન બનવાનો. જ્યારે વિનાશ નો
સમય હશે તો પછી આપણું ભણતર પૂરું થઈ જશે. કેટલું સહજ છે સમજાવવાનું? કોઈ પણ ક્યાંય
આવતા-જતા હોય છે તો પણ બેજ સાથે હોવો જોઈએ. આ બેજ ની સાથે પછી એક નાનો પરચો (લખાણ
વાળો કાગળ) પણ હોવો જોઈએ. તેમાં લખ્યું હોય કે ભારત માં બાપ આવીને ફરી થી આદિ સનાતન
દેવી-દેવતા ધર્મ સ્થાપન કરે છે. બીજા બધા અનેક ધર્મ આ મહાભારત લડાઈ દ્વારા કલ્પ
પહેલાં ની જેમ ડ્રામા પ્લાન અનુસાર ખલાસ થઈ જશે. આવા પરચા ૨-૪ લાખ છાપેલા હોય, જે
કોઈને પણ પરચા આપી શકાય છે. ઉપર ત્રિમૂર્તિ હોય, બીજી તરફ સેવાકેન્દ્ર નું સરનામુ
હોય. બાળકો ને આખો દિવસ સર્વિસ નો વિચાર ચાલવો જોઈએ.
બાળકોએ ગીત સાંભળ્યું
- રોજ સ્વયં નો પોતામેલ કાઢવો જોઈએ કે આજે આખા દિવસ માં અમારી અવસ્થા કેવી રહી?
બાબાએ એવા ઘણાં મનુષ્ય જોયા છે જે રોજ રાત્રે આખા દિવસ નો પોતામેલ બેસીને લખે છે.
તપાસ કરે છે-કોઈ ખરાબ કામ તો નથી કર્યું? બધું લખે છે. સમજે છે સારી જીવન કહાણી
લખેલી હશે તો પાછળ વાળા પણ વાંચીને એવું શીખશે. આવું લખવા વાળા સારા વ્યક્તિ જ હોય
છે. વિકારી તો બધા હોય જ છે. અહીં તો તે વાત નથી. તમે પોતાનો પોતામેલ રોજ જુઓ. પછી
બાબા ની પાસે મોકલી દેવો જોઈએ તો ઉન્નતિ સારી થશે અને ડર પણ રહેશે. બધું સ્પષ્ટ લખવું
જોઈએ - આજે અમારી ખરાબ દૃષ્ટિ ગઈ, આ થયું… જે એક-બીજા ને દુઃખ આપે છે બાબા તેમને
ગાઝી કહે છે. જન્મ-જન્માંતર નાં પાપ તમારા માથા પર છે. હમણાં તમારે યાદ નાં બળ થી
પાપો નો બોજો ઉતારવાનો છે એટલે રોજ જોવું જોઈએ આપણે આખા દિવસ માં કોઈને દુઃખ તો નથી
આપ્યું? એનાથી પાપ બની જાય છે. બાપ કહે છે બાળકો કોઈને દુઃખ નહીં આપો. પોતાની પૂરી
તપાસ કરો - અમે કેટલાં પાપ, કેટલાં પુણ્ય કર્યા છે? જે પણ મળે બધાને આ રસ્તો
બતાવવાનો જ છે. બધાને બહુ જ પ્રેમ થી બોલો, બાપ ને યાદ કરવાના છે અને પવિત્ર બનવાનું
છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર બનવાનું છે. ભલે તમે સંગમ પર છો
પરંતુ આ તો રાવણ રાજ્ય છે ને? આ માયાવી વિષય વૈતરણી નદી માં રહેતાં કમળફૂલ સમાન
પવિત્ર બનવાનું છે. કમળફૂલ ખૂબ બાળકો વાળું હોય છે. તો પણ પાણી થી ઉપર રહે છે.
ગૃહસ્થી છે, બહુ જ વસ્તુ ઉત્પન્ન કરે છે. આ દૃષ્ટાંત તમારા માટે પણ છે, વિકારો થી
ન્યારા થઈને રહો. આ એક જન્મ પવિત્ર રહો તો પછી આ અવિનાશી થઈ જશે. તમને બાપ અવિનાશી
જ્ઞાન-રત્ન આપે છે. બાકી તો બધા છે પથ્થર. તે લોકો તો ભક્તિ ની જ વાતો સંભળાવે છે.
જ્ઞાન-સાગર પતિત-પાવન તો એક જ છે તો આવા બાપ સાથે બાળકો ને કેટલો પ્રેમ રહેવો જોઈએ?
બાપ નો બાળકો સાથે, બાળકો નો બાપ સાથે પ્રેમ રહે છે. બાકી બીજા કોઈ સાથે સંબંધ નથી.
સોતેલા તે છે જે બાપ ની મત પર પૂરાં નથી ચાલતાં. રાવણ ની મત પર ચાલે છે તો રામ ની
મત થોડી થઈ? અડધોકલ્પ છે રાવણ સંપ્રદાય એટલે આને ભ્રષ્ટાચારી દુનિયા કહેવાય છે. હવે
તમારે બીજા બધાને છોડી એક બાપ ની મત પર ચાલવાનું છે. બી.કે ની મત મળે છે તો પણ તપાસ
કરવાની હોય છે કે આ મત સાચ્ચી છે કે ખોટી છે? આપ બાળકો ને સાચાં અને ખોટા ની સમજણ
પણ હમણાં મળી છે. જ્યારે સત્ય આવે ત્યારે જ સાચ્ચું અને ખોટું બતાવે. બાપ કહે છે તમે
અડધોકલ્પ આ ભક્તિમાર્ગ નાં શાસ્ત્રો સાંભળ્યા છે, હવે હું તમને જે સંભળાવું છું - આ
સાચ્ચું છે કે તે સાચ્ચું છે? તે કહે છે ઈશ્વર સર્વવ્યાપી છે, હું કહું છું હું તો
તમારો બાપ છું. હવે જ્જ (નક્કી) કરો કોણ સાચ્ચું છે? આ પણ બાળકો ને જ સમજાવાય છે
ને, જ્યારે બ્રાહ્મણ બને ત્યારે સમજે. રાવણ સંપ્રદાય તો ખૂબ છે, તમે તો બહુ જ થોડા
છો. તેમાં પણ નંબરવાર છે. જો કોઈ કુદૃષ્ટિ છે, તો પણ તેમને રાવણ સંપ્રદાય કહેવાશે.
રામ સંપ્રદાય નાં ત્યારે સમજાય જ્યારે આખી દૃષ્ટિ બદલાઈને દૈવી બની જાય. પોતાની
અવસ્થા થી દરેક સમજી તો શકે છે ને? પહેલાં તો જ્ઞાન નહોતું, હવે બાપે રસ્તો બતાવ્યો
છે. તો જોવાનું છે અવિનાશી જ્ઞાન-રત્નો નું દાન કરતો રહું છું? ભક્ત લોકો દાન કરે
છે વિનાશી ધન નું. હમણાં તમારે દાન કરવાનું છે અવિનાશી ધન નું, નહીં કે વિનાશી. જો
વિનાશી ધન છે તો અલૌકિક સેવા માં લગાવતા જાઓ. પતિત ને દાન કરવાથી પતિત જ બની જાઓ
છો. હમણાં તમે પોતાનું ધન દાન કરો છો તો તેનું ફળ પછી ૨૧ જન્મો માટે નવી દુનિયામાં
મળે છે. આ બધી વાતો સમજવાની છે. બાબા સર્વિસ ની યુક્તિઓ પણ બતાવતા રહે છે. બધા પર
રહેમ કરો. ગવાયેલું પણ છે પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે. પરંતુ
અર્થ નથી સમજતાં. પરમાત્મા ને જ સર્વવ્યાપી કહી દીધાં છે. તો બાળકોએ સર્વિસ નો શોખ
ખૂબ સારો રાખવાનો છે. બીજાઓ નું કલ્યાણ કરશો તો પોતાનું પણ કલ્યાણ થશે. દિવસ-દિવસે
બાબા બહુ જ સહજ કરતા જાય છે. આ ત્રિમૂર્તિ નું ચિત્ર ખૂબ સારી વસ્તુ છે. આમાં
શિવબાબા પણ છે, પછી પ્રજાપિતા બ્રહ્મા પણ છે. પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ દ્વારા
ફરી થી ભારત માં ૧૦૦ ટકા પવિત્રતા-સુખ-શાંતિ નું દૈવી સ્વરાજ્ય સ્થાપન કરી રહ્યા
છે. બાકી અનેક ધર્મ આ મહાભારત લડાઈ થી કલ્પ પહેલાં ની જેમ વિનાશ થઈ જશે. આવાં-આવાં
પરચા છપાવડાવીને વહેંચવા જોઈએ. બાબા કેટલો સહજ રસ્તો બતાવે છે. પ્રદર્શન માં પણ પરચા
આપો. પરચા દ્વારા સમજાવવું સહજ છે. જૂની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે. નવી દુનિયાની
સ્થાપના થઈ રહી છે. એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થઈ રહી છે. બાકી આ બધું
વિનાશ થઈ જશે કલ્પ પહેલાં ની જેમ. ક્યાંય પણ જાઓ, પોકેટ માં પણ પરચા અને બેજ સદૈવ
પડ્યા રહે. સેકન્ડ માં જીવનમુક્તિ ગવાયેલી છે. બોલો, આ છે બાપ, આ દાદા. એ બાપ ને
યાદ કરવાથી આ સતયુગી દેવતા પદ મેળવશો. જૂની દુનિયાનો વિનાશ, નવી દુનિયા ની સ્થાપના,
વિષ્ણુપુરી નવી દુનિયામાં પછી આમનું રાજ્ય હશે. કેટલું સહજ છે. તીર્થો વગેરે પર
મનુષ્ય જાય છે, કેટલાં ધક્કા ખાય છે! આર્ય સમાજી વગેરે પણ ટ્રેન ભરીને જાય છે. આને
કહેવાય છે ધર્મ નાં ધક્કા, હકીકત માં છે અધર્મ નાં ધક્કા. ધર્મ માં તો ધક્કા ખાવાની
જરુર નથી. તમે તો ભણતર ભણી રહ્યા છો. ભક્તિમાર્ગ માં મનુષ્ય શું-શું કરતા રહે છે?
બાળકોએ ગીત માં પણ
સાંભળ્યું કે મુખડા દેખ… આ મુખડું તમારા સિવાય તો કોઈ જોઈ નથી શકતું. ભગવાન ને પણ
તમે દેખાડી શકો છો. આ છે જ્ઞાન ની વાતો. તમે મનુષ્ય થી દેવતા, પાપ આત્મા થી પુણ્ય
આત્મા બનો છો. દુનિયા આ વાતો ને બિલકુલ નથી જાણતી. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં
માલિક કેવી રીતે બન્યા? આ કોઈને ખબર નથી. આપ બાળકો તો બધું જાણો છો. કોઈની બુદ્ધિ
માં તીર લાગી જાય તો બેડો પાર થઈ જાય. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જો વિનાશી
ધન છે તો તેને સફળ કરવા માટે અલૌકિક સેવા માં લગાવવાનું છે. અવિનાશી ધન નું દાન પણ
જરુર કરવાનું છે.
2. સ્વયં નાં પોતામેલ
માં જોવાનું છે કે અમારી અવસ્થા કેવી છે? આખા દિવસ માં કોઈ ખરાબ કામ તો નથી થતાં?
એક-બીજા ને દુઃખ તો નથી આપતાં? કોઈનાં પર કુદૃષ્ટિ તો નથી જતી?
વરદાન :-
ડબલ લાઈટ બની
સર્વ સમસ્યાઓ ને હાઈ જમ્પ આપી પાર કરવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ
સદા સ્વયં ને અમૂલ્ય
રત્ન સમજી બાપદાદા નાં દિલ ની ડબ્બી માં રહો અર્થાત્ સદા બાપ ની યાદ માં સમાયેલા રહો
તો કોઈ પણ વાત માં મુશ્કેલી નો અનુભવ નહીં કરશો, બધા બોજ સમાપ્ત થઈ જશે. આ જ સહજયોગ
થી ડબલ લાઈટ બની, પુરુષાર્થ માં હાઈ જમ્પ આપીને તીવ્ર પુરુષાર્થી બની જશો. જ્યારે
પણ કોઈ મુશ્કેલી નો અનુભવ થાય તો બાપ ની સામે બેસી જાઓ અને બાપદાદા નાં વરદાનો નો
હાથ સ્વયં પર અનુભવ કરો આનાથી સેકંડ માં સર્વ સમસ્યાઓ નો હલ મળી જશે.
સ્લોગન :-
સહયોગ ની શક્તિ
અસંભવ ને પણ સંભવ બનાવી દે છે. આ જ સેફ્ટી નો કિલ્લો છે.
પોતાની શક્તિશાળી
મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો
સમય પ્રમાણે ચારેય
તરફ સકાશ આપવાનું, વાયબ્રેશન આપવાનું, મન્સા દ્વારા વાયુમંડળ બનાવવાનું કાર્ય કરવાનું
છે. હવે આ જ સેવાની આવશ્યક્તા છે. જેવી રીતે સાકાર રુપ માં જોયું - કોઈ પણ એવી લહેર
નો સમય જ્યારે આવતો હતો તો દિવસ-રાત સકાશ આપવાનું, નિર્બળ માં બળ ભરવાનું અટેન્શન
રહેતું હતું. સમય કાઢી આત્માઓ ને સકાશ આપવાની સેવા ચાલતી હતી. એવી રીતે ફોલો ફાધર
કરો.